Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Tea and snacks: ચા સાથે આ નાસ્તો ના કરવો, દિવસમાં 2-3 વખત ચા પીતા હો તો જરૂર વાંચો

Tea and snacks: જે લોકો દિવસમાં 2-3 વખત ચા પીવે છે, તેઓ સાવધાન થઈ જાઓ. આ 4 નાસ્તાનો ચા સાથેનો મેળ તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. જો તમે પણ દિવસમાં 2-3 વખત ચા પીવાના આદતી છો, તો એકવાર આ આર્ટિલક ચોક્કસ વાંચી લેજો...
tea and snacks  ચા સાથે આ નાસ્તો ના કરવો  દિવસમાં 2 3 વખત ચા પીતા હો તો જરૂર વાંચો
Advertisement
  • Tea and snacks: ચા સાથે ખોટા નાસ્તાને કહે ‘ના’
  • ચામાં રહેલું કેફીન અને ટેનીન શું અસર કરે છે?
  • ચા સાથે તળેલો નાસ્તો ખાવાથી શું થાય છે?
  • આયર્નયુક્ત ખોરાક સાથે ચા કેમ ટાળવી જોઈએ?
  • આયર્નની ઉણપનું છૂપાયેલું કારણ બની શકે છે ચા

Tea and snacks: ‘ચા’, ભારતીયો માટે આ દિવસની શરૂઆતથી રાતની ઊંઘ સુધી ચા સૌથી મહત્વનું પીણું છે. ગમેત્યારે ગમે તે સ્થળ પર ચાની એક ચુસ્કી શરીરમાં તાજગી પ્રદાન કરે છે. એમાય જો ચાની સાથે ગરમાગરમ નાસ્તો-કે બિસ્કીટ હોય તો તેનો સ્વાદ પણ બેવડાઈ જાય છે. પણ શું તમને ખબર છે. ચાનો સ્વાદ વધારવા માટે લગભગ દરેક વ્યક્તિ જોયા જાણ્યા વગર ચાની સાથે કોઈ પણ નાસ્તો ઝાપટી જાય છે. જો કે આ ભૂલ તમારા સ્વાસ્થ્ય (Health) માટે ભારે પડી શકે છે. ચા સાથે ખોટા નાસ્તાઓ કરવાથી તમારા સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે. જેમ કે ગેસ (Gas), એસિડિટી (Acidity) અને આયર્ન (Iron) ની ઉણપનું કારણ બની શકે છે. ચાલો વિસ્તારથી ચર્ચા કરીએ.

Tea and snacks 02_GUJARAT_FIRST

Advertisement

Tea and snacks: ચા સાથે ન ખાવા યોગ્ય ખોરાક

સવારની શરૂઆત હોય કે સાંજથી આરામ કરવાનો હોય, મોટાભાગના લોકો ચા પીવે છે. ભારતીયો માટે દિવસ ચા વગર અધૂરો લાગે છે. કેટલાક તેને આદતથી પીવે છે. જ્યારે કેટલાક લોકો ઊંઘ દૂર કરવા અથવા થાક ઉતારવા માટે ચાનો આનંદ માણે છે. એકલી ચા પીવી નુકસાનકારક (Harmful) છે તે બધા જાણે છે. તેથી લોકો તેની સાથે ઘણી વસ્તુઓ ખાય છે. પરંતુ લોકો ચા સાથે શું ખાય છે તેના પર ધ્યાન આપવાનું ભૂલી જાય છે.

Advertisement

Tea and snacks 01_GUJARAT_FIRST

નિષ્ણાતોના મતે, ચા સાથે બધું ખાવાથી ફાયદો થતો નથી. ચા સાથે ખોટા ખોરાકનું મિશ્રણ ખાવાથી ગેસ, એસિડિટી, અપચો અને પોષણની ઉણપ થઈ શકે છે. ચામાં રહેલા કેફીન (Caffeine) અને ટેનીન (Tannins) કેટલાક પોષક તત્વોનું શોષણ ઘટાડે છે. જેનાથી શરીરને સંપૂર્ણ લાભ મળતો નથી. ચા પીતી વખતે, ફક્ત સ્વાદ જ નહીં પરંતુ સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. ખાતરી કરવી કે ચા નુકસાનને બદલે આરામ અને ફાયદા આપે. ઘણા લોકો ચા સાથે સમોસા, પકોડા અથવા બ્રેડ પકોડા ખાવાનું પસંદ કરે છે. જો કે, આ આદત પેટ માટે હાનિકારક છે. જ્યારે ચામાં રહેલું ટેનીન તળેલા ખોરાકમાં તેલ સાથે ભળે છે ત્યારે તે ગેસ, પેટનું ફૂલવું અને એસિડિટીનું કારણ બની શકે છે. તે શરીરમાંથી આયર્નની ઉણપ પણ વધારે છે.

Tea and snacks:  ચા સાથે આ નાસ્તા ના લો

આયર્નયુક્ત ખોરાક સાથે ચા પીવાનું ટાળો

ડૉકટર્સ (Doctors) અને આરોગ્ય નિષ્ણાતો આયર્નયુક્ત ખોરાક સાથે ચા કે કોફી (Coffee) પીવાની સલાહ આપતા નથી. ચામાં રહેલા ઓક્સાલેટ્સ (Oxalates) શરીરને આયર્નને યોગ્ય રીતે શોષી લેતા અટકાવે છે. જેના કારણે સમય જતાં આયર્નની ઉણપ થાય છે. તેથી, પાલક, લીલા શાકભાજી અને બદામ ખાધાના ઓછામાં ઓછા એક કલાક પછી ચા પીવી જોઈએ.

ચાને દહીં અને ખાટી વસ્તુઓથી દૂર રાખવી

ઘણા લોકો ચા સાથે દહીં અથવા દહીં આધારિત નાસ્તાનું સેવન કરે છે. પરંતુ આ તમારા સ્વાસ્થ્ય માટે સારું નથી. ચા શરીરમાં ગરમી ઉત્પન્ન કરે છે. જ્યારે દહીં ઠંડક આપે છે. તેમના વિવિધ ગુણધર્મોને કારણે પેટમાં બળતરા અને બ્લોટિંગ (Bloating) જેવી સમસ્યાઓ પેદા કરી શકે છે.

ચા સાથે બિસ્કીટ

આમ તો ચા સાથે બિસ્કીટ (Biscuit) ખાવા એ સામાન્ય વાત છે. ભારતમાં જાણે ચા સાથે બિસ્કીટ ખાવાની પરંપરા થઈ ગઈ છે. પણ તે યોગ્ય નથી. બિસ્કીટમાં રિફાઇન્ડ લોટ (Refined flour), ખાંડ અને બિનઆરોગ્યપ્રદ ચરબીનું પ્રમાણ વધુ હોય છે. ચા સાથે તેને ખાવાથી બ્લડ સુગર (Blood sugar) માં અચાનક વધારો થઈ શકે છે. ડાયાબિટીસ (Diabetes) ના દર્દીઓ માટે આ આદત વધુ ખતરનાક બની શકે છે.

Tea and snacks 03_GUJARAT_FIRST

આ પણ વાંચો------ Ghee and cholesterol: બાળકોનો ડાયેટ પ્લાન જાહેર કરીને ચર્ચામાં આવી અભિનેત્રી જેનેલિયા, શું ખરેખર બાળકોને ઘી ના દેવું જોઈએ?

આ પણ વાંચો------Antibiotics : હવે રેપરથી થશે એન્ટિબાયોટિક્સની ઓળખ, કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય

Tags :
Advertisement

.

×