સ્વતંત્રતા પ્રાપ્ત કરવામાં રોટલી ચળવળની મહત્વની ભૂમિકા
- ભારતમાં 1857માં રોટલી ચળવળ શરૂ થઈ
- આ ચળવળમાં ક્રાંતિકારીઓ અને વિરોધીઓ રાત્રે રોટલી શેકતા
- રોટલી દ્વારા ગુપ્ત સંદેશાઓ પણ મોકલવામાં આવતા
Republic Day 2025: 26 જાન્યુઆરીએ આખો દેશ ગણતંત્રની ઉજવણી કરે છે. આ દિવસે જાહેર રજા હોય છે, તેથી લોકો પોતાના ઘરે વિવિધ પ્રકારની વાનગીઓ પણ બનાવે છે. જોકે, આપણા દેશમાં તહેવાર ગમે તે હોય, ખોરાક અને વાનગીઓનું પોતાનું એક ખાસ મહત્વ હોય છે. ગણતંત્ર બનવુ એ સરળ કાર્ય નહોતું. આ માટે ભારતના ઘણા બહાદુર સપૂતોએ પોતાનું લોહી અને પરસેવો વહાવ્યો છે. દેશને આઝાદી અપાવવા માટે ઘણા સૈનિકોએ પોતાના જીવનનું બલિદાન આપ્યું. 26 જાન્યુઆરીના રોજ આપણે તેમને યાદ કરીએ છીએ, તેમ આપણે સ્વતંત્રતા પ્રાપ્ત કરવામાં ભારતનો મૂળભૂત ખોરાક ગણાતા રોટલીના યોગદાનની પણ નોંધ લેવી જોઈએ. આવો જાણીએ.
રોટલી ચળવળ ક્યારે શરૂ થઈ?
ભારતમાં 1857માં રોટલી ચળવળ શરૂ થઈ હતી. જે મથુરાથી શરૂ થઈને આખા દેશમાં ફેલાઈ ગઈ. આ ચળવળમાં, ક્રાંતિકારીઓ અને વિરોધીઓ રાત્રે રોટલી શેકતા અને લોકોમાં વહેંચતા, જેનાથી વિદ્રોહ કરવામાં મદદ મળતી. આ રોટલીઓની સફર 300 કિલોમીટર સુધીની હતી. જોકે, રોટલીઓનો વાસ્તવિક હેતુ હજુ સ્પષ્ટ નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે, રોટલી દ્વારા ગુપ્ત સંદેશાઓ પણ મોકલવામાં આવતા હતા. આ ચળવળે દેશમાં વિદ્રોહને પણ એક નવો વળાંક આપ્યો.
આ પણ વાંચો : શું તમને વારંવાર પાણીની તરસ લાગે છે? તો આ રોગ હોવાની છે સંભાવનાઓ!
અંગ્રેજી અખબારની પુષ્ટિ
રોટલી ચળવળ દરમિયાન, શ્રીરામપુર નામના સ્થળે પ્રકાશિત થતા ધ ફ્રેન્ડ્સ ઓફ ઈન્ડિયા નામના અંગ્રેજી અખબારમાં, 5 માર્ચ, 1857 ના રોજ તેની કોલમમાં લખ્યું હતું કે, જ્યારે દરેક પોલીસ સ્ટેશનમાં રોટલી પહોંચતી હતી, ત્યારે અંગ્રેજો મૂંઝવણમાં મુકાતા હતા અને ડરતા હતા. આજે પણ, કેટલાક અહેવાલો સૂચવે છે કે, રોટલી બ્રિટિશ ટપાલ કરતાં વધુ ઝડપથી પહોંચાડવામાં આવતી હતી અને રાતોરાત તૈયાર થઈ જતી હતી. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, રોટલી ફર્રુખાબાદથી ગુડગાંવ (હવે ગુરુગ્રામ) અને અવધથી રોહિલખંડ થઈને દિલ્હી મોકલવામાં આવી હતી.
આપણે રોટલી કેમ ખાવી જોઈએ?
ઘઉંની રોટલી ખાવાથી શરીરને ફાઇબર, વિટામિન, મિનરલ્સ અને પ્રોટીન જેવા તત્વો મળે છે. તેને રોજ ખાવાથી શરીરને ઉર્જા મળે છે. રોટલી કાર્બોહાઇડ્રેટ્સનો સ્ત્રોત છે, તેને ખાવાથી થાક દૂર થાય છે. રોટલી ખાવાથી ભૂખ જલ્દી લાગતી નથી.
આ પણ વાંચો : Food News: આ 6 ખોરાકને ફરીથી ગરમ કરવાની ભૂલ ક્યારેય ન કરો, તે સ્વાસ્થ્ય પર ઝેરી અસર કરશે!