ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

The magic of podcasts : જ્ઞાનવૃદ્ધિનું માધ્યમ કે અંધશ્રદ્ધાના અંધકારનો નવો યુગ?

પોડકાસ્ટની વાહિયાત ચર્ચાઓના પાપે આજે સમાજમાં અંધશ્રદ્ધા વ્યાપક બનવા લાગી છે અને વિજ્ઞાન તરફનું ટેમ્પરામેન્ટ-પ્રકૃતિ વલણ લગભગ ખતમ થવા લાગ્યું છે. એક અભ્યાસ મુજબ ભારતમાં મોટો વર્ગ બહુ જલદી ભરોસો મુકતો હોય છે. કોઈ પાર્ટી કે ફંક્શનમાં લોકો ભેગા મળે ત્યારે એ પોડકાસ્ટમાં સાંભળેલી વાતો પરની માહિતી સચોટ હોય એ રીતે લોકોને વાત કરતા જોઈને હસવું કે રડવું એ પણ ખબર પડતી નથી
12:31 PM Dec 06, 2025 IST | Kanu Jani
પોડકાસ્ટની વાહિયાત ચર્ચાઓના પાપે આજે સમાજમાં અંધશ્રદ્ધા વ્યાપક બનવા લાગી છે અને વિજ્ઞાન તરફનું ટેમ્પરામેન્ટ-પ્રકૃતિ વલણ લગભગ ખતમ થવા લાગ્યું છે. એક અભ્યાસ મુજબ ભારતમાં મોટો વર્ગ બહુ જલદી ભરોસો મુકતો હોય છે. કોઈ પાર્ટી કે ફંક્શનમાં લોકો ભેગા મળે ત્યારે એ પોડકાસ્ટમાં સાંભળેલી વાતો પરની માહિતી સચોટ હોય એ રીતે લોકોને વાત કરતા જોઈને હસવું કે રડવું એ પણ ખબર પડતી નથી

The magic of podcasts : પોડકાસ્ટની માયાજાળ એટલી તો વ્યાપી છે કે આપણને જ્ઞાન મળે છે કે પછી આપણે છેતરાઈએ છીએ?

આજકાલ પોડકાસ્ટ સાંભળીએ ત્યારે વિચાર આવે કે, આ બધું સાંભળીને ખરેખર આપણો સમાજ માંદો તો નથી પડી ગયો ને? જો ઘરમાં ટોયલેટ-બાથરૂમ ખોટી દિશામાં હોય તો લાલ-ભૂરી લાઈન મારી દેવાથી સમસ્યા હલ થતી હોય, કે પછી બે લીલા પાંદડા ભેગા કરવાથી લક્ષ્મી આવતી હોય, તો દુનિયાના બધા લોકો એ જ પ્રયોગો ન કરતા હોત? ભારત સહિત દુનિયામાં પોડકાસ્ટનું બહુ મોટું માર્કેટ છે, પણ દુર્ભાગ્યે આપણા દેશમાં તે અંધશ્રદ્ધા(Superstition) ફેલાવવામાં મોટું કામ કરી રહ્યા છે.

The magic of podcasts : શેરબજાર, પૈસા કમાવવાની સરળ રીતો, કોમેડીથી લઈને સેક્સ જેવા વિષયોની ચર્ચા

પોડકાસ્ટ એટલે માત્ર સવાલ-જવાબનો ઇન્ટરવ્યૂ નથી. તે એક સતત ચાલતી ચર્ચા છે જે દુનિયાને સમજવામાં મદદ કરી શકે છે. લગભગ ૨૦ વર્ષ પહેલાં 'પોડકાસ્ટ' શબ્દ પ્રખ્યાત થયો અને આજે ભારતમાં ૨૦ કરોડથી વધુ લોકોનું માર્કેટ બની ગયું છે. તમે ફક્ત ₹૧૦૦૦ ના માઇક અને મોબાઇલ એપથી પોડકાસ્ટ બનાવી શકો છો. લાખો વ્યૂઅર્સ મળે તો લાખો-કરોડોની કમાણી પણ થાય છે, એટલે જ આ ક્ષેત્રમાં દેશ-વિદેશથી કરોડો રૂપિયાનું રોકાણ આવી રહ્યું છે. વ્યુઅરશીપ-Viewersheep  વધારવા માટે કોર્પોરેટ, શેરબજાર, પૈસા કમાવવાની સરળ રીતો, કોમેડીથી લઈને સેક્સ જેવા વિષયોની ચર્ચા થાય છે. પૈસા કમાવવા એ ખોટું નથી, પણ ચિંતા ચર્ચાની ગુણવત્તા પર છે.

એક સમય હતો જ્યારે પોડકાસ્ટ ફક્ત જ્ઞાન વધારવા માટે સાંભળવામાં આવતા. પણ હવે ધંધાની હરીફાઈ વધી છે અને ચર્ચામાં ટકી રહેવા માટે ભારત જેવા દેશમાં અંધકારનો નવો યુગ શરૂ થયો છે. નવા અભ્યાસ મુજબ, સેલ્ફ-ઇમ્પ્રૂવમેન્ટ, મોટિવેશન, બિઝનેસ, મેન્ટલ હેલ્થ અને સ્પિરિચ્યુઆલિટી જેવા વિષયોમાં ખૂબ વૃદ્ધિ જોવા મળી છે, કારણ કે આ બધા યુવાનોના જીવન સાથે જોડાયેલા છે. પણ આ સરસ વિષયોમાંથી પોડકાસ્ટની દુનિયા હવે એક એવા રસ્તે વળી છે, જ્યાં દર્શકોને છેતરવા સિવાય કશું બાકી રહ્યું નથી. આપણા ઇતિહાસના ગ્રંથોમાં વૈજ્ઞાનિક અભિગમ હતો, પણ પોડકાસ્ટમાં તેના નામે મનઘડંત વાતો જોડીને લોકોને રોજ ખોટી વાતો પીરસવામાં આવે છે.

The magic of podcasts-મોટી ચિંતા એ છે કે યુવાનોમાં પોડકાસ્ટનું ચલણ સૌથી વધુ

સૌથી મોટી ચિંતા એ છે કે યુવાનોમાં પોડકાસ્ટનું ચલણ સૌથી વધુ છે. ખાસ કરીને મહિલાઓને ટાર્ગેટ(Women Targeted) કરીને અંધશ્રદ્ધાને જાણી જોઈને પ્રોત્સાહન અપાય છે. પોડકાસ્ટ ચલાવતા લોકો માર્કેટની આ નબળાઈ જાણે છે અને સત્યને બાજુ પર મૂકીને વિવાદાસ્પદ વાતો પર ચર્ચા કરે છે. તેઓ દરેક વાતને 'વૈજ્ઞાનિક છે' એમ કહીને લોકોને ગેરમાર્ગે દોરવામાં એક્સપર્ટ બની રહ્યા છે.

આ વાહિયાત ચર્ચાઓને કારણે આજે સમાજમાં અંધશ્રદ્ધા ફેલાઈ રહી છે અને વિજ્ઞાન તરફનું આપણું વલણ લગભગ ખતમ થઈ ગયું છે. એક અભ્યાસ કહે છે કે ભારતમાં લોકો બહુ જલદી વિશ્વાસ મૂકી દે છે. પાર્ટી કે ફંક્શનમાં લોકો ભેગા મળે ત્યારે પોડકાસ્ટમાં સાંભળેલી વાતોને જ સચોટ માહિતી તરીકે રજૂ કરતા અભ્યાસુઓ અને શહેરીજનોનું પ્રમાણ ચિંતાજનક રીતે વધ્યું છે. આપણા અભણ પૂર્વજોની પેઢીઓ પણ આવી વાહિયાત વાતો નહોતી કરતી!

ભવિષ્યમાં દેશની આર્થિક પ્રગતિ પર ખરાબ અસર પડી શકે

કમનસીબી એ છે કે જાણીતા પોડકાસ્ટર્સ પણ મહેમાનોની ગપોટા વાત પર 'હા જી હા' કરે છે અને હિંમતપૂર્વક પડકારતા નથી. ઉલટાનું, વિવાદાસ્પદ વાતોને જાણી જોઈને વાયરલ-Viral  કરવામાં આવે છે. મોટાભાગના પોડકાસ્ટર્સ પોતાના ધર્મગ્રંથોનો પણ સાચો અભ્યાસ કરતા નથી. શાનદાર પ્રેઝન્ટેશન અને ભારેભરખમ શબ્દો વાપરીને કોઈપણ ગપ્પાને પ્રાચીન ભારતીય પરંપરા સાથે જોડી દેવામાં આવે છે, જે લોકોને વિજ્ઞાનથી દૂર કરે છે. જો આ પ્રક્રિયા ચાલુ રહેશે, તો ભવિષ્યમાં દેશની આર્થિક પ્રગતિ પર ખરાબ અસર પડી શકે છે.

આપણી પ્રજા મૂર્ખ નથી, પણ પોડકાસ્ટમાં આવતી દલીલોની ચોક્કસ પદ્ધતિઓથી તેઓ છેતરાઈ જાય છે. આ સમસ્યા માત્ર ભારતની નહીં, પણ દુનિયાભરની છે. બીબીસીના રિપોર્ટ મુજબ, ૧૫ પોડકાસ્ટમાંથી ૧૪ માં ખોટી માહિતી હોય છે. ઓક્સફર્ડ યુનિવર્સિટીના અભ્યાસ મુજબ યુરોપ-અમેરિકામાં પણ ૨૦% માહિતીમાં સત્યનો અંશ હોતો નથી.

આ નબળી અસરને દૂર કરવા માટે વિકસિત દેશોમાં અભ્યાસ શરૂ થયા છે. ફિનલેન્ડ જેવા દેશમાં તો લોકોને સાચા-ખોટા મેસેજ વચ્ચેનો ફરક સમજાવવા માટે સરકારે ખાસ અભ્યાસક્રમ શરૂ કર્યા છે.

ભારતમાં પોડકાસ્ટમાં ખોટા મેસેજનું પ્રમાણ ઘણું વધારે છે. એટલે, જે રીતે ફાઇનાન્સ ફ્રોડ માટે ઝુંબેશ ચાલે છે, એ જ રીતે પોડકાસ્ટમાં સાંભળેલી વાતોને વિશ્વસનીય સ્ત્રોતોથી ચકાસવા માટે એક જાગૃતિ અભિયાન થવું જરૂરી છે.

આ પણ વાંચો; Walking Weight Loss: જાપાની લોકો ફક્ત ચાલવાથી વજન કેવી રીતે ઘટાડે છે? 3 મિનિટની યુક્તિ કામ કરશે

Tags :
PodcastSuperstitionViewersheepViralWomen Targeted
Next Article