Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

The Mathematics of Relationships : સરવાળો વ્હાલનો,બાદબાકી જાતની

જ્યારે સંબંધોમાં લેણ-દેણનો હિસાબ શરૂ થાય ત્યારે હૂંફ ઠંડી પડી જાય છે. સંબંધોને 'દુકાનદારી' થી બચાવી 'દિલદારી' તરફ કેવી રીતે લઈ જવા?  સંબંધોનું ગણિત અઘરું છે પણ અનિવાર્ય છે. 
the mathematics of relationships   સરવાળો વ્હાલનો બાદબાકી જાતની
Advertisement
  • The Mathematics of Relationships : જ્યારે સંબંધોમાં લેણ-દેણનો હિસાબ શરૂ થાય ત્યારે હૂંફ ઠંડી પડી જાય છે. સંબંધોને 'દુકાનદારી' થી બચાવી 'દિલદારી' તરફ કેવી રીતે લઈ જવા? સંબંધોનું ગણિત અઘરું છે પણ અનિવાર્ય છે. 

The Mathematics of Relationships : આજના આધુનિક યુગમાં જ્યાં દરેક વસ્તુ પર 'પ્રાઈસ ટેગ' Price Tag લાગેલું છે, ત્યાં માણસ અજાણતા જ પોતાના સંબંધોને પણ એક બજાર બનાવી રહ્યો છે. આપણે ભૂલી ગયા છીએ કે સંબંધ એ રોકાણ નથી, પણ એક અનુભૂતિ છે. સાચા સંબંધોમાં ઉંડાઈ હોય છે, પણ એ ઉંડાઈ ક્યારેય 'તળિયા વગરની તિજોરી' જેવી ન હોવી જોઈએ.

The Mathematics of Relationships : સમજદારી-લાગણીઓનું પ્રતિબિંબ

સંબંધોમાં સમજદાર બનવું એટલે માત્ર ચતુરાઈ વાપરવી એવું નથી. સાચી સમજદારી તો સામેવાળી વ્યક્તિના મૌનને વાંચવાની કળા છે.

Advertisement

"સમજદારી એટલે માત્ર સાચું-ખોટું સાબિત કરવાની હોડ નહીં,

Advertisement

પણ કોઈના વણકહ્યા દર્દને વ્હાલથી પંપાળવાની જોડ."

તમારી સમજ બીજાના દુઃખને હળવું કરવા માટે હોવી જોઈએ, એને માપવા માટેનું કોઈ પ્રમાણપત્ર ન હોય.  જ્યારે તમે સામેની વ્યક્તિના દૃષ્ટિકોણને સમજો છો, ત્યારે સંબંધમાં ગણિત નહીં પણ ગરિમા જળવાય છે.

The Mathematics of Relationships : વફાદારી એટ્લે  કરાર નહીં, પણ એક કટિબદ્ધતા

વફાદારી એ કોઈ કાગળ પર સહી કરેલો કરાર નથી કે જે શરતોને આધીન હોય. એ તો ડગલે ને ડગલે સાથ આપતી એક શાંત પ્રતિબદ્ધતા છે. વફાદારી માન માટે હોવી જોઈએ, કોઈ ઈનામ મેળવવા માટે નહીં. જ્યાં ઈનામની અપેક્ષા જન્મે છે, ત્યાં વફાદારી દમ તોડી દે છે. તે એક અતૂટ વિશ્વાસ છે જે અંધારામાં પણ દીવો બનીને સાથે ચાલે છે. 

અસરકારકતા: શબ્દો નહીં, કર્મોનો જાદુ

તમારો સંબંધ કેટલો મજબૂત છે તે તમારા શબ્દો નહીં, પણ તમારા કર્મો નક્કી કરે છે. અસરકારક હોવું એટલે સામેવાળી વ્યક્તિના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવું.

"જેની હાજરીથી હૈયું હરખાય અને ગેરહાજરી હૈયું પલાળે,

એ જ સાચો સંબંધ, બાકી તો બધું વ્યવહારમાં ચાલે."

સંબંધોમાં 'દુકાનદારી' થી સાવધાન!

સૌથી મહત્વની વાત એ છે કે સંબંધોને ક્યારેય વ્યાપાર ન બનાવો. Relationships are not about 'Deal-making', but 'Soul-shaking.  

"દુકાનદાર" એ છે જે દરેક વાતનો હિસાબ રાખે છે—'મેં આટલું કર્યું, તો તેં શું કર્યું?' જ્યારે સંબંધમાં લેણ-દેણની ગણતરી શરૂ થાય છે, ત્યારે તેની હૂંફ ઠંડી પડી જાય છે.

દુકાનદાર (સ્વાર્થ)સ્નેહી (સમર્પણ)
લાગણીને સોદાના પલ્લા પર તોળે છે.ભૂલને ભૂલીને માત્ર ભાવને પકડી રાખે છે.
કરેલા ઉપકારો વારંવાર ગણાવે છે.હક અને પ્રેમથી અધિકાર જતાવે છે.
સંબંધમાં 'નફો' શોધે છે.સંબંધમાં 'સંતોષ' શોધે છે.

સાચો સંબંધ એ છે જે પારદર્શી હોય, જ્યાં કોઈ માપ-તોલ નથી, માત્ર મધુર અનુભૂતિ છે. જે દિવસે તમે કહેશો કે, "હું તમારી સાથે છું, તમારા માટે નહીં", તે દિવસે તમે એકાંતમાંથી અસ્તિત્વ તરફ જશો.

યાદ રાખજો, સંબંધો મફત મળે છે, પણ એને સાચવવાની કિંમત "સમર્પણ" છે. દુકાનદાર ન બનો, દિલદાર બનો!

"નથી રાખવો હિસાબ મારે કોઈ નફા કે નુકસાનનો,

હું તો એવો પાગલ છું જે વ્યાપાર કરે છે માત્ર વ્હાલનો.

લેવી  હોય તો લઈ લો ખુલ્લા હાથે મારી આ દોસ્તી,

દુકાનદાર નથી હું, હું તો માણસ છું માત્ર વિશ્વાસનો."

આ પણ વાંચો : લગ્નમાં 'Animal' જેવો સ્વેગ! દુલ્હા-દુલ્હનની એક્શન મૂવી સ્ટાઈલ એન્ટ્રીનો Video વાયરલ

Tags :
Advertisement

.

×