ચહેરાને ચમકાવશે આ કોમ્બિનેશન્સ....નારિયેળ તેલ અને આ 3 વસ્તુઓનો કરો પ્રયોગ
- નારિયેળ તેલ એન્ટીઓકિસડન્ટ, એન્ટીબેક્ટેરિયલ અને મોઈશ્ચરાઈઝિંગ જેવા ગુણધર્મો ધરાવે છે
- નારિયેળ તેલમાં હળદર ઉમેરવાથી ત્વચાની ચમક નીખરી ઉઠે છે
- હળદરની જેમ મધ પર ત્વચાને ચમકદાર અને મુલાયમ બનાવે છે
Ahmedabad: ઉનાળાની ગરમીમાં માનવ શરીરને અનેક રીતે નુકસાન પહોંચે છે. તેમાંય ચહેરાની ત્વચાને લઈને ખૂબ કાળજી રાખવી જોઈએ કારણ કે ગરમીને લીધે ચહેરાની ત્વચા ચમક ગુમાવે છે અને ચહેરો શ્યામ બને છે. અમે અહીં આપને ચહેરાની ચમક યથાવત રાખવા માટે એક પેસ્ટ વિશે જણાવી રહ્યા છીએ. જેમાં નારિયેળ તેલ ઉપરાંત માત્ર 3 વસ્તુ ભેળવવાથી આપના ચહેરાની ચમક નાના બાળકના ગાલ જેવી થઈ જશે.
શા માટે નારિયેળ તેલ ?
નારિયેળ તેલ(કોકોનટ ઓઈલ) એન્ટીઓકિસડન્ટ, એન્ટીબેક્ટેરિયલ અને મોઈશ્ચરાઈઝિંગ જેવા ગુણધર્મોથી ભરપૂર હોય છે. જેનાથી ત્વચાને પોષણ મળે છે. આ પોષણ ત્વચાને ચમકદાર બનાવે છે. નારિયેળ તેલમાં ઘરમાં વપરાતી કેટલીક વસ્તુઓ ઉમેરીને પેસ્ટ બનાવીએ તો ચહેરાને ચમકદાર બનાવતી પેસ્ટ તૈયાર થઈ જાય છે. ચાલો જાણીએ એવી 3 વસ્તુઓ વિશે જેને નાળિયેર તેલમાં ઉમેરીને લગાવવાથી આપની ત્વચાને મળશે પોષણ.
એલોવરા જેલ
નારિયેળ તેલ અને એલોવરા જેલનું સમાન માત્રામાં મિશ્રણ કરવાથી તૈયાર થતું મિશ્રણ એક શ્રેષ્ઠ મોઈશ્ચરાઈજર છે. આ મિશ્રણ શુષ્ક અને સંવેદનશીલ ત્વચા માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. નારિયેળ તેલ અને એલોવરા જેલના મિશ્રણથી ચહેરાની ત્વચા ચમકદાર અને ફ્રેશ બને છે.
આ પણ વાંચોઃ હનુમાન જયંતિ અને શનિવારનો શુભ સંયોગ! ભૂલશો નહીં આ કામ, બદલાઇ શકે છે તમારી કિસ્મત
શુદ્ધ મધ
શુદ્ધ મધ એક કુદરતી મોઈશ્ચરાઈઝર છે. જે ત્વચાને યોગ્ય નમી પૂરી પાડે છે. મધથી ત્વચા નરમ બને છે. નારિયેળ તેલ અને મધ સમાન માત્રામાં ભેળવીને ચહેરા પર લગાવવાથી ત્વચાના મૃતકોષો દૂર થાય છે. જેનાથી ત્વચાની કાળાશ દૂર થાય છે. નારિયેળ તેલ અને મધના સમાન માત્રામાં બનાવેલા મિશ્રણને 15 મિનિટ સુધી ચહેરા પર રાખ્યા બાદ ચહેરાને હુંફાળા પાણીથી ધૂઓ. આ મિશ્રણ એક શ્રેષ્ઠ કુદરતી ઉપચાર છે. બીજું કે આ મિક્ષણ કિફાયતી દામે ઘરે જ તૈયાર કરી શકાય છે.
હળદર
હળદર એક બેસ્ટ એન્ટિસેપ્ટિક છે. જ્યારે એક ચમચી નાળિયેર તેલમાં 1 ચમચી હળદર ઉમેરીને તેની પેસ્ટ બનાવીને ચહેરા પર લગાવવામાં આવે છે ત્યારે તે ત્વચાની ઊંડે સુધી સફાઈ કરે છે. નારિયેળ તેલ અને હળદરની પેસ્ટથી ત્વચાના ડાઘ દૂર થાય છે, વધારાની કાળાશ અને મેલ પણ સરળતાથી દૂર થાય છે. નારિયેળ તેલ અને હળદરના મિશ્રણને ચહેરા 10થી15 મિનિટ માટે લગાવો. ત્યારબાદ હુંફાળા પાણીથી ચહેરાને ધૂઓ. હળદર અને નારિયેળ તેલનું મિશ્રણ પણ મધ અને નારિયેળ તેલવાળા મિશ્રણની જેમ ઘરે જ સરળતાથી બનાવી શકાય છે અને તે કિફાયતી પણ છે.
આ પણ વાંચોઃ Maharastra: હનુમાન જયંતિના દિવસે વિશ્વની સૌથી ઊંચી હનુંમાન પ્રતિમાનો જલાભિષેક કરાયો