ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

TeaSideEffects: આ લોકોએ વધુ પડતી ચા પીવાનું ટાળવું જોઇએ, નહીંતર સ્વાસ્થયને થશે નુકસાન

Health Tips: લોકોએ વધુ પડતી ચા પીવાનું ટાળવું જોઇએ, નહીંતર સ્વાસ્થય માટે મોટું નુકસાન થવાની સંભાવના રહેલી છે.
08:14 PM Sep 02, 2025 IST | Mustak Malek
Health Tips: લોકોએ વધુ પડતી ચા પીવાનું ટાળવું જોઇએ, નહીંતર સ્વાસ્થય માટે મોટું નુકસાન થવાની સંભાવના રહેલી છે.
TeaSideEffects

 

ચા ભારતમાં એક લોકપ્રિય પીણું છે, પરતું આ ચા કેટલાક લોકો માટે હાનિકારક છે?  લોકોએ વધુ પડતી ચા પીવાનું ટાળવું જોઇએ, નહીંતર સ્વાસ્થય માટે મોટું નુકસાન થવાની સંભાવના રહેલી છે. ચા પીવાના શોખીને જાણી લેવું જોઇએ કે આ ચા કોના માટે જોખમકારક છે. ચા એક એવું પીણું છે જે આખી દુનિયામાં સૌથી વધુ પસંદ કરવામાં આવે છે. ખાસ કરીને આપણા દેશ ભારતમાં, કોઇપણ સમયે લોકો ચા પીવે છે. સવાર હોય કે સાંજ, ભાગ્યે જ કોઈ એવું હશે જેને ચા ન ગમે. ખાસ કરીને વરસાદના દિવસોમાં ચા પીવાની અલગ જ મજા હોય છે, પણ તમને ખબર છે કે વધુ પડતી ચા આ લોકો માટે નુકસાનકારક છે. આ લેખમાં જાણીશું ક્યાં લોકો માટે ચા પીવી હાનિકારક છે.

TeaSideEffects , હૃદય રોગના દર્દીઓ માટે ચા જોખમકારક છે

આજકાલ હૃદય રોગના કેસ ઝડપથી વધવા લાગ્યા છે. જો તમે પણ હૃદયના દર્દી છો, તો તમારે ચા પીવાનું ટાળવું જોઈએ. ખરેખર, ચામાં કેફીન હોય છે, જે તમારા ધબકારા અને બ્લડ પ્રેશર વધારી શકે છે. તેથી, જો તમે હૃદયની કોઈ સમસ્યાથી પરેશાન છો, તો તમારા માટે ચા ન પીવી વધુ હિતાવહ છે.

TeaSideEffects , ઊંઘ સંબંધિત દર્દીઓએ ચા પીવાનું ટાળવું જોઇએ

ઘણીવાર લોકો કામ દરમિયાન ઊંઘ આવે ત્યારે ચા પીવે છે, જેથી તે તેનાથી છુટકારો મેળવવામાં મદદ કરી શકે. જો કે, આવું કરવાથી ઊંઘ શેડયૂલમાં ખલેલ પહોંચે છે. આવી સ્થિતિમાં, જો તમને પહેલાથી જ ઊંઘ સંબંધિત કોઈ સમસ્યાથી પીડિત હોવ તો તમારે ચા પીવાનું ટાળવું જોઈએ. ખાસ કરીને રાત્રે ચા પીવાનું ટાળો, નહીં તો અનિદ્રા અથવા ઊંઘ સંબંધિત અન્ય સમસ્યાઓ વધી શકે છે.

TeaSideEffects ,  એનિમિયાના દર્દીઓએ પણ ચા ન પીવી જોઇએ

જો તમને એનિમિયા અથવા લોહીની ઉણપ હોય, તો ચા બિલકુલ ન પીવો. આનું કારણ એ છે કે તેમાં હાજર ટેનિન શરીરની આયર્ન શોષવાની ક્ષમતા ઘટાડી શકે છે. આવી સ્થિતિમાં એનિમિયાના કિસ્સામાં ચા પીવી તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે.

TeaSideEffects , પાચન સમસ્યાા હોય તેમણે ચા ન પીવી જોઇએ

જો તમને વારંવાર પાચન સમસ્યાઓ રહે છે, તો ચા પીવાનું ટાળવું જોઇએ. આનું કારણ એ છે કે ચામાં હાજર કેફીન અને કેટલાક અન્ય સંયોજનો પેટની એસિડિટી વધારી શકે છે. તેથી, જો તમે એસિડ રિફ્લક્સ, ગેસ્ટ્રિક અલ્સર જેવી કોઈ સમસ્યાથી પીડાઈ રહ્યા છો, તો ચાથી દૂર રહેવું જ સમજદારીભર્યું છે.

TeaSideEffects ,સગર્ભા સ્ત્રીઓએ પણ ચા ન પીવી જોઇએ

ચાથી દૂર રહેનારા લોકોની યાદીમાં સગર્ભા સ્ત્રીઓનો પણ સમાવેશ થાય છે. ગર્ભાવસ્થા દરમિયાન વધુ પડતી ચા પીવી નુકસાનકારક હોઈ શકે છે. તેમાં હાજર કેફીન ગર્ભપાત અથવા બાળકના ઓછા વજનનું જોખમ વધારી શકે છે.

આ પણ વાંચો :   હંમેશા ગુસ્સો અને તાણ અનુભવતા લોકો આટલું કરો, વગર દવાએ છુટકારો મળશે

Tags :
Gujarat Firsthealth newsHealthAwarenessHealthRisksteaTeaSideEffectswellness
Next Article