ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

IT સેક્ટરમાં કામ કરનારા લોકો પર ખતરો, ઝડપથી વધી રહી છે આ ખતરનાક બીમારી!

IT Sector : દેશમાં ફેટી લીવરના કેસ ઝડપથી વધી રહ્યા છે. સરકારે આ રોગને રોકવા માટે મોટા પગલાં લીધાં છે. કેન્દ્રીય આરોગ્ય (IT Sector) પ્રધાન જેપી નડ્ડાએ સંસદમાં જણાવ્યું હતું કે તમામ રાજ્યોને લોકોની તપાસ કરવા અને ફેટી લીવરની ઓળખ...
10:34 PM Aug 06, 2025 IST | Hiren Dave
IT Sector : દેશમાં ફેટી લીવરના કેસ ઝડપથી વધી રહ્યા છે. સરકારે આ રોગને રોકવા માટે મોટા પગલાં લીધાં છે. કેન્દ્રીય આરોગ્ય (IT Sector) પ્રધાન જેપી નડ્ડાએ સંસદમાં જણાવ્યું હતું કે તમામ રાજ્યોને લોકોની તપાસ કરવા અને ફેટી લીવરની ઓળખ...
Fatty Liver Cases

IT Sector : દેશમાં ફેટી લીવરના કેસ ઝડપથી વધી રહ્યા છે. સરકારે આ રોગને રોકવા માટે મોટા પગલાં લીધાં છે. કેન્દ્રીય આરોગ્ય (IT Sector) પ્રધાન જેપી નડ્ડાએ સંસદમાં જણાવ્યું હતું કે તમામ રાજ્યોને લોકોની તપાસ કરવા અને ફેટી લીવરની ઓળખ કરવાનું કહેવામાં આવ્યું છે. નડ્ડાએ કહ્યું હતું કે સરકારે આ માટે માર્ગદર્શિકા જાહેર કરી છે. આ માર્ગદર્શિકાનો હેતુ લોકોને ફેટી લીવર વિશે માહિતી આપવાનો અને સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન આપવાનો છે. હવે આ રોગને મેટાબોલિક ડિસફંક્શન એસોસિએટેડ ફેટી લીવર ડિસીઝ (MAFLD) કહેવામાં આવે છે, જેને પહેલા નોન-આલ્કોહોલિક ફેટી લીવર ડિસીઝ (NAFLD) કહેવામાં આવતું હતું. તે ત્યારે થાય છે જ્યારે લીવરમાં વધારાની ચરબી એકઠી થાય છે.તે સ્થૂળતા,ડાયાબિટીસ અને ઉચ્ચ કોલેસ્ટ્રોલ જેવા રોગો સાથે સંબંધિત છે.

વજન નિયંત્રણ રાખવા  સુગર ખાવાનું ટાળવું

આરોગ્ય પ્રધાને કહ્યું હતું કે રાષ્ટ્રીય બિન-સંચારી રોગ નિયંત્રણ કાર્યક્રમ હેઠળ ફેટી લીવરને રોકવા અને તેનું સંચાલન કરવા માટે સ્વસ્થ આહાર, દૈનિક કસરત, વજન નિયંત્રણ અને વધારાની સુગર ખાવાનું ટાળવું જરૂરી ગણાવવામાં આવી છે. રાજ્યોને કહેવામાં આવ્યું છે કે ડોકટરોએ માર્ગદર્શિકા અનુસાર તપાસ કરવી જોઈએ અને જરૂર પડ્યે દર્દીને યોગ્ય સારવાર આપવી જોઈએ.

આ પણ  વાંચો -Joint Pain: સાંધાના દુખાવાની છે સમસ્યા તો અપનાવો આ ઘરેલું ઉપાય, મળશે રાહત!

સંશોધનમાં ચોંકાવનારા પરિણામો (IT Sector)

જેપી નડ્ડાએ સંસદમાં બે મોટા અભ્યાસના પરિણામો પણ જણાવ્યા હતા. પહેલો અભ્યાસ 2025માં Nature Scientific Reports Journal પ્રકાશિત થયો હતો. તેમાં હૈદરાબાદના 345 આઇટી કર્મચારીઓનો સમાવેશ થતો હતો. રિપોર્ટમાં જાણવા મળ્યું કે 34 ટકા કર્મચારીઓને મેટાબોલિક સિન્ડ્રોમ હતો અને 84 ટકા કર્મચારીઓના લીવરમાં ચરબી હતી. એટલે કે, આ સમસ્યા આઇટી ક્ષેત્રમાં ખૂબ જ સામાન્ય છે.

આ પણ  વાંચો -Health Tips : વહેલી સવારે મેથીના પાણીના સેવનથી થાય છે અનેક ફાયદા

ફાસ્ટ ફૂડ ખાતા લોકોમાં આ જોખમ વધુ (IT Sector)

બીજો અભ્યાસ ICMR દ્વારા કરવામાં આવ્યો હતો. આમાં રાજસ્થાનના ઘણા ગામડાઓમાં લીવર રોગ, ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરનું જોખમ જોવા મળ્યું. એવું જાણવા મળ્યું કે લગભગ 37 ટકા લોકોને ફેટી લીવર હતું, અને આ સમસ્યા પુરુષોમાં વધુ હતી. અઠવાડિયામાં એક વાર ફાસ્ટ ફૂડ ખાતા લોકોમાં આ જોખમ વધુ જોવા મળ્યું હતું.

સરકાર શું કરી રહી છે?

જેપી નડ્ડાએ કહ્યું હતું કે ડાયાબિટીસ, સ્થૂળતા, હાઈ બ્લડ પ્રેશર અને કેન્સર જેવા રોગોને રોકવા માટે સરકાર આયુષ્માન આરોગ્ય મંદિર દ્વારા પ્રાથમિક આરોગ્ય સેવાઓ પૂરી પાડી રહી છે. આ સાથે આરોગ્ય મંત્રાલય સમયાંતરે જાગૃતિ અભિયાન પણ ચલાવી રહ્યું છે.

Tags :
Fatty Liver CasesillnessIndia GovernmentIT CompanyIT Sectoruidelines
Next Article