ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

This is life : હૈયાનાં કમાડને ભોગળ આપણે ભીડી દીધાં છે

આ એક જ જીવતરમાં કેટલીય વખત મરી જવાના પ્રસંગો આવે છે! પણ જીવતર રૂડુ છે, રૂડુ છે. આ ધરતી આભ અને એની વચ્ચેનું બધું જ કેટકેટલું રૂડુ છે. હૈયાનાં કમાડને ભોગળ આપણે ભીડી દીધાં  છે અને કારણો બાર ગોતીએ છીએ. કંએક પીડાના પહાડ તૂટે તો કંએક એની કરુણા વરસે. બધાનો સ્વીકાર! Heaven is people, Hell is people. આપણું દુ:ખ અને સુખ ઘણા અંશે આપણી પસંદગીઓ ઉપર નિર્ભર છે
05:24 PM Oct 11, 2025 IST | Kanu Jani
આ એક જ જીવતરમાં કેટલીય વખત મરી જવાના પ્રસંગો આવે છે! પણ જીવતર રૂડુ છે, રૂડુ છે. આ ધરતી આભ અને એની વચ્ચેનું બધું જ કેટકેટલું રૂડુ છે. હૈયાનાં કમાડને ભોગળ આપણે ભીડી દીધાં  છે અને કારણો બાર ગોતીએ છીએ. કંએક પીડાના પહાડ તૂટે તો કંએક એની કરુણા વરસે. બધાનો સ્વીકાર! Heaven is people, Hell is people. આપણું દુ:ખ અને સુખ ઘણા અંશે આપણી પસંદગીઓ ઉપર નિર્ભર છે

This is life :

ભૂલ્યા ભૂલાશે મહિયર માળખાં,
ભૂલી જાશું મોસાળે વાટ;
ૠણ ભૂલીશું ધરતી માતાનાં,
ભૂલી જાશું પોતાની જાત;
(વળી) ભૂલી જવાશે કો’ અભાગિયાં,
ભૂલી જવાશે પ્રીતની રીત;
(પણ) નહીં રે ભુલાય એક આટલું,
કોક દન કરી’તી પ્રીત

- પન્નાલાલ પટેલ

આ એક જ જીવતરમાં કેટલીય વખત મરી જવાના પ્રસંગો આવે છે! પણ જીવતર રૂડુ છે, રૂડુ છે. આ ધરતી આભ અને એની વચ્ચેનું બધું જ કેટકેટલું રૂડુ છે. હૈયાનાં કમાડને ભોગળ આપણે ભીડી દીધાં  છે અને કારણો બાર ગોતીએ છીએ. કંએક પીડાના પહાડ તૂટે તો ક્યાંક એની કરુણા વરસે. બધાનો સ્વીકાર!

This is life : Heaven is people, Hell is people.

આપણું દુ:ખ અને સુખ ઘણા અંશે આપણી પસંદગીઓ ઉપર નિર્ભર છે. લાઓત્સે કે'તા, "ક્યાં અટકવું એટલી જ જો ખબર પડી જાય તો દુઃખ રે'તું નથી." જીવતર આખું આપણને શું જોઈએ છે એ જ ખબર નથી પડતી ને એમાંથી પીડા સર્જાયા કરે.

આઈન્સ્ટાઈનને કોઈ યુવાને પ્રશ્ન કર્યો, "What is the purpose of life?"

આઈન્સ્ટાઈને જવાબ આપ્યો, "Life has no purpose at all gentleman."

યુવાન નિરાશ થયો પણ ત્યાં આઈન્સ્ટાઈન બોલ્યાં,
"But you can give purpose to your life."

એક સૂફી વાકિયા છે, "જો પાગરણ પથારીમાં જ રાત ગાળશો તો સૂવુ ક્યારે ? "

કોની સાથે જીવવું, કેમ જીવવું, શું કરવું, શું ન કરવું... આમાં જ જીવતર વેડફીએ તો જીવવું ક્યારે!!!

આ પણ વાંચો : Digital Addiction : માનવીય સંબંધોનો અંત

Next Article