ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

દાંતની સફેદી અને ચમકમાં વધારો કરશે આ કુદરતી ઉપચાર...4 વસ્તુઓ છે ખાસ

જો આપના દાંત પીળાશ પડતા હશે તો આપના ચહેરાની સુંદરતામાં ગ્રહણ લાગી શકે છે. વર્તમાનમાં ખોરાકની અશુદ્ધતાને લીધે દાંત પીળા થવાની સમસ્યા વકરી રહી છે. અમે આપને જણાવીશું કે કુદરતી રીતે આપ દાંતની ચમક કેવી રીતે વધારી શકશો ?
07:45 PM Apr 09, 2025 IST | Hardik Prajapati
જો આપના દાંત પીળાશ પડતા હશે તો આપના ચહેરાની સુંદરતામાં ગ્રહણ લાગી શકે છે. વર્તમાનમાં ખોરાકની અશુદ્ધતાને લીધે દાંત પીળા થવાની સમસ્યા વકરી રહી છે. અમે આપને જણાવીશું કે કુદરતી રીતે આપ દાંતની ચમક કેવી રીતે વધારી શકશો ?
Teeth whitening,Natural remedy for teeth,

Teeth Care: જો સ્વચ્છ અને ચમકતા દાંત હશે તો આપના ચહેરાની સુંદરતા વધવાની સાથે આપનો આત્મવિશ્વાસ પણ વધશે. વ્યસન અને અસ્વચ્છ ખોરાક-પાણીને લીધે અત્યારે દાંત પીળા થવા, દાંતમાંથી દુર્ગંધ આવવી તેમજ દાંતમાં સડો થવાની સમસ્યાઓ વધી રહી છે. ઘણા લોકો 2 વાર બ્રશ કર્યા પછી પણ આ સમસ્યાથી છુટકારો મેળવી શકતા નથી.

કેમિકલ યુક્ત ઉત્પાદનો હાનિકારક

દાંતને ચમકદાર અને મજબૂત બનાવવા માટે માર્કેટમાં એક એકથી ચડિયાતા ઉત્પાદનો ઉપલબ્ધ છે. જો કે આ ઉત્પાદનો જે પ્રમાણે જાહેરાત કરે છે તે અનુસાર દાંત ચમક થવાની સાથે દાંત બગડવાની પણ સંભાવના રહેલ છે કારણ કે આ ઉપત્પાદનોમાં રહેલા કેમિકલથી દાંતની તંદુરસ્તી લાંબાગાળે જોખમાય છે. તેથી આ ઉત્પાદનો દાંત માટે હાનિકારક છે. તેથી જ જાણી લો કેટલાક સરળ ઘરેલું અને આયુર્વેદિક ઉપાયો જે દાંત માટે હાનિકારકને બદલે રહેશે અસરકારક.

આ પણ વાંચોઃ  શું આપ માથાના વાળ ઘટાદાર અને લાંબા કરવા ઈચ્છો છો ? તો જાણી લો આ છોડ વિશે

પીળા દાંતને સફેદ કેવી રીતે કરવા ?

દાંત પીળા હોય, દાંતમાંથી વાસ આવતી હોય કે દાંતમાં સડો હોય તો દાંતને સાફ કરવા માટે કઈ કઈ વસ્તુઓ વાપરવી જોઈએ. આનો જવાબ છે કે આપે મીઠું, કોલસો, બેકિંગ સોડા, લીંબુ, તુલસી, હળદર, નારિયેળ તેલ, ઓલિવ ઓઈલ, કેરીની ગોટલીનો ઉપયોગ કરીને દાંતને ચમકદાર બનાવવા જોઈએ. મીઠું-કોલસો-રાખ વગેરેથી દાંતમાં રહેલા બેક્ટેરિયા દૂર થાય છે. બેકિંગ સોડા અને લીંબુના પાણીના કોગળા કરવાથી દાંતમાંથી આવતી વાસ દૂર થાય છે. દાંતમાં ભરાયેલ ખોરાકના કણો દૂર થાય છે. જો કે બેકિંગ સોડા અને લીંબુના પાણીના કોગળા જમ્યાના 30 મિનિટ બાદ કરવા જોઈએ.

તુલસી અને તેલના ફાયદા

વ્યસનને પરિણામે દાંત પરની સફેદ ઓછી થઈ જાય છે. દાંત પીળા અને કથ્થાઈ બનતા જાય છે. દાંતની આ સમસ્યા દૂર કરવા માટે તુલસી અને હળદર ફાયદાકારક છે. તુલસના 5 પાનને પીસીને તેમાં 1/4 ચમચી સરસવનું તેલ ઉમેરો અને આ મિશ્રણથી દિવસમાં બે વાર દાંત સાફ કરો, આનાથી તમારા દાંત સફેદ થશે. આ ઉપરાંત આપે પેઢાની મજબૂતી માટે ઓલિવ તેલ અથવા નાળિયેર તેલથી હળવા હાથે પેઢા પર માલિશ કરવી જોઈએ.

આ પણ વાંચોઃ  હીટવેવમાં હાનિકારક કોલ્ડ ડ્રિન્કસ કરતા....પીવો આ નેચરલ હોમમેડ જ્યૂસ

Tags :
Ayurvedic teeth whiteningBad breath remedyBaking soda and lemon for teethBasil for teethChemical-free teeth productsCoconut oil for teethGujarat FirstGUJARAT FIRST NEWSGum healthHealthy gumsHome remedies for teethMango pulp for teethNatural remedy for teethOlive oil for teethSalt and charcoal for teethTeeth careTeeth whiteningTooth decay preventionTurmeric for teethYellow teeth
Next Article