Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Train Lower Berth Seat: ટ્રેનમાં નીચેની સીટ જોઈએ છે? બુકિંગ વખતે આ ભૂલ કરશો તો ક્યારેય નહીં મળે લોઅર બર્થ

ભારતીય રેલવેમાં મુસાફરી દરમિયાન મોટાભાગના લોકો આરામદાયક મુસાફરી માટે લોઅર બર્થ મેળવવાનો આગ્રહ રાખતા હોય છે. જોકે, ઘણીવાર પસંદગી કરવા છતાં મુસાફરોને અપર કે મિડલ બર્થ ફાળવવામાં આવે છે. આ પાછળ રેલવેનું ખાસ અલ્ગોરિધમ અને સીનિયર સિટીઝન તેમજ મહિલાઓ માટેના અનામત નિયમો જવાબદાર છે. લોઅર બર્થ ફાળવણીની આ સિસ્ટમ અને તેના ચોક્કસ નિયમો વિશે વિગતવાર સમજવું દરેક મુસાફર માટે જરૂરી છે.
train lower berth seat  ટ્રેનમાં નીચેની સીટ જોઈએ છે  બુકિંગ વખતે આ ભૂલ કરશો તો ક્યારેય નહીં મળે લોઅર બર્થ
Advertisement
  • Train Lower Berth Seat: રેલવેમાં કેમ નથી મળતી લોઅર બર્થ?
  • જાણો શું છે ટિકિટ બુકિંગનો ખાસ ‘લોજિકલ’ નિયમ
  • સીનિયર સિટીઝન માટે રેલવેનો શું છે નિયમ?
  • લોઅર બર્થ બુક કરતા પહેલા આટલું જાણી લો
  • આ કારણોસર તમને લોઅર બર્થ મળવી છે મુશ્કેલ

Train Lower Berth Seat: ભારતીય રેલવેમાં (Indian Railways) મુસાફરી કરતા સમયે મોટાભાગના લોકો લોઅર બર્થ (Lower berth) એટલે કે નીચેની સીટ મેળવવાનો આગ્રહ રાખતા હોય છે. ખાસ કરીને લાંબી મુસાફરીમાં આ સીટ આરામદાયક હોવાની સાથે બારીની બહારના દ્રશ્યો જોવાની સુવિધા (Facility) પણ આપે છે. રેલવે ટિકિટ બુકિંગ (Ticket booking) દરમિયાન ઘણી વખત લોકો લોઅર બર્થનો વિકલ્પ પસંદ કરે છે છતાં તેમને મિડલ (Middle) કે અપર બર્થ (Upper berth) મળે છે. આ પાછળ રેલવેની એક ખાસ સિસ્ટમ (System) અને ચોક્કસ નિયમો (Rules) જવાબદાર છે.

Indian_Railways Seat_Lower Berth Booking_Gujarat 01

Advertisement

Train Lower Berth Seat: લોઅર બર્થ બુકિંગ માટેના ખાસ નિયમો

રેલવેના નિયમ મુજબ લોઅર બર્થ માટે એક સંયુક્ત કોટા (Joint quota) નક્કી કરવામાં આવ્યો છે. આ સુવિધા મુખ્યત્વે સીનિયર સિટીઝન (Senior citizen) અને 45 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓ (Women) માટે અનામત રાખવામાં આવે છે. સ્લીપર ક્લાસ (Sleeper class) અને એસી કોચ (AC coach) બંનેમાં આ કોટા હેઠળ બેઠકો ફાળવવામાં આવે છે. જો કોઈ મુસાફર આ શ્રેણીમાં આવતા નથી તો તેમને લોઅર બર્થ મળવાની શક્યતા (Probability) ખૂબ જ ઘટી જાય છે. મુસાફરો આ નિયમોને સમજીને પોતાની ટિકિટનું આયોજન (Planning) વધુ સારી રીતે કરી શકે છે.

Advertisement

Train Lower Berth Seat: સીનિયર સિટીઝન માટેની મર્યાદા

એક જ PNR નંબર (Passenger Name Record) પર ટિકિટ બુક કરતી વખતે એ બાબત ધ્યાનમાં રાખવી જરૂરી છે કે રેલવે એક પીએનઆર પર માત્ર 1 અથવા 2 સીનિયર સિટીઝનને જ લોઅર બર્થ ફાળવે છે. જો તમે એકસાથે ઘણા સીનિયર સિટીઝન માટે બુકિંગ (Booking) કરી રહ્યા હોવ તો બધાને નીચેની સીટ મળવી મુશ્કેલ છે. બુકિંગ સોફ્ટવેર (Software) સીટોની ઉપલબ્ધતા અને અગ્રતાના (Priority) ધોરણે આપમેળે બેઠકો નક્કી કરે છે. આથી જ ગ્રુપ બુકિંગમાં ઘણી વખત સીટો વહેંચાઈ જતી હોય છે.

આ પણ વાંચો----- Kitchen Hacks: "એક ચુટકી નમક કી કિંમત", મીઠું માત્ર સ્વાદ માટે જ નહીં, વાસણોની સફાઈમાં પણ છે 'કિંગ'

Train Lower Berth Seat: શા માટે તમને લોઅર બર્થ નથી મળતી?

લોઅર બર્થ ન મળવા પાછળ ઘણા કારણો હોઈ શકે છે. પ્રથમ તો જો મુસાફરની ઉંમર 45 વર્ષથી ઓછી હોય અથવા તે પુરુષ હોય તો તેને આ કોટાનો લાભ (Benefit) મળતો નથી. આ ઉપરાંત ટ્રેનમાં લોઅર બર્થની સંખ્યા મર્યાદિત (Limited) હોય છે અને જો તે પહેલાથી જ ભરાઈ ગઈ હોય તો સિસ્ટમ બીજી ઉપલબ્ધ સીટ ફાળવે છે. છેલ્લી ઘડીએ (Last minute) કરવામાં આવતું બુકિંગ પણ એક મોટું કારણ છે, કારણ કે ત્યાં સુધીમાં મોટાભાગની નીચેની સીટો અન્ય મુસાફરોને અપાઈ ગઈ હોય છે.

Indian_Railways Seat_Lower Berth Booking_Gujarat 0

Train Lower Berth Seat: બુકિંગ વખતે આ ભૂલ ન કરો

ઘણી વખત મુસાફરો ટિકિટ બુક કરતી વખતે 'બર્થ પ્રેફરન્સ' (Birth preference) ના વિકલ્પમાં ભૂલ કરે છે. જો તમે ચોક્કસ સીટની શરત સાથે બુકિંગનો વિકલ્પ ન પસંદ કર્યો હોય તો સિસ્ટમ ખાલી રહેલી કોઈપણ સીટ આપી શકે છે. રેલવેના ડેટાબેઝ (Database) મુજબ લોઅર બર્થનો પ્રથમ હક વરિષ્ઠ નાગરિકો, ગર્ભવતી મહિલાઓ અને દિવ્યાંગોનો (Specially-abled) રહે છે. આથી સામાન્ય મુસાફરોએ મુસાફરીમાં આ બાબતોનું ધ્યાન રાખવું અનિવાર્ય છે.

આ પણ વાંચો----- Youth Health Risks: 20 વર્ષની ઉંમરે જ ડાયાબિટીસનો ખતરો? વાંચો ચોંકાવનારો રિપોર્ટ


Tags :
Advertisement

.

×