Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Christmas Plum Cake Recipe: ઓવન અને ઈંડા વગર બનાવો સ્વાદિષ્ટ પ્લમ કેક, આ રહી સરળ રેસિપી

Christmas Plum Cake Recipe: નાતાલને હવે ગણતરીના દિવસો જ બાકી છે. આ તહેવાર ખ્રિસ્તીઓ માટે સૌથી મહત્ત્વનો છે. ફક્ત ખ્રિસ્તીઓ જ નહીં, પરંતુ બધા જ ધર્મના લોકો ધામધૂમથી ક્રિસમસની ઉજવણી કરતા હોય છે. તો આજે અમે તમને નાતાલની સ્પેશિયલ પ્લમ કેક બનાવવાની રેસિપી જણાવીશું.
christmas plum cake recipe  ઓવન અને ઈંડા વગર બનાવો સ્વાદિષ્ટ પ્લમ કેક  આ રહી સરળ રેસિપી
Advertisement
  • Christmas Plum Cake Recipe: ઘરે બનાવો હેલ્ધી પ્લમ કેક
  • નાતાલ પર ખ્રિસ્તીઓના ઘરે બને છે આ ખાસ કેક
  • સ્વાદિષ્ટની સાથે હેલ્ધી છે પ્લમ કેક

Christmas Plum Cake Recipe: નાતાલને હવે ગણતરીના દિવસો જ બાકી છે. આ તહેવાર ખ્રિસ્તીઓ માટે સૌથી મહત્ત્વનો છે. ફક્ત ખ્રિસ્તીઓ જ નહીં, પરંતુ બધા જ ધર્મના લોકો ધામધૂમથી ક્રિસમસની ઉજવણી કરતા હોય છે.

આ દિવસે ખ્રિસ્તીઓ ઘરને રંગબેરંગી લાઈટથી શણગારતા હોય છે. આ સાથે જ ચોકલેટ સહિતની અનેક વસ્તુઓનું પણ સેવન કરવામાં આવે છે. તેમજ ક્રિસમસ પર ખાસ પ્લમ કેક પણ બનાવવામાં આવે છે.

Advertisement

આ પ્લમ કેકની ખાસ વાત એ છે કે તેમાં ચોકલેટ કે ઓવનનો ઉપયોગ થતો નથી. વધુમાં, તે ખાંડ અને મેંદાંથી મુક્ત હોય છે, જે બાળકોથી લઈને વૃદ્ધો સુધી દરેક માટે એક શ્રેષ્ઠ વિકલ્પ છે. તો આજે કેકની રેસિપી જોઈશું.

Advertisement

પ્લમ કેક બનાવવા માટેની સામગ્રી

કિસમિસ - 2 ચમચી

દેશી ઘી - 2 ચમચી

દૂધ - જરૂર મુજબ

બેકિંગ પાવડર - 1/2 ચમચી

તજ પાવડર - 1/2 ચમચી

જાયફળ પાવડર - એક ચપટી

ખજૂર - 1 કપ

અંજીર - 1/2 કપ

કાજુ - 1/4 કપ

બદામ - 1/4 કપ

અખરોટ - 1/4 કપ

મેંદાનો લોટ

કેક બનાવવાની રેસિપી(Christmas Plum Cake Recipe)

  • કેક (Christmas Plum Cake Recipe)બનાવવા માટે સૌ પ્રથમ ખજૂર અને અંજીરને 15-20 મિનિટ માટે હુંફાળા દૂધમાં પલાળી રાખો જેથી તે નરમ થઈ જાય.
  • ત્યારબાદ પલાળેલા ખજૂર અને અંજીરને મિક્સર જારમાં લો અને તેને સ્મૂધ પેસ્ટમાં બ્લેન્ડ કરો. જરૂર પડે તો થોડું દૂધ ઉમેરી શકો છો.
  • હવે બધા ડ્રાય ફ્રુટ એટલે કે કાજુ, બદામ અને અખરોટને ઝીણા કાપી લો.
  • એક બાઉલમાં, ખજૂર-અંજીરની પેસ્ટ, થોડો મેંદો, કાપેલા ડ્રાય ફ્રુટ, કિસમિસ અને બટર ઉમેરી સારી રીતે મિક્સ કરો.
  • છેલ્લે, બેકિંગ પાવડર ઉમેરી બરાબર મિક્સ કરો.
  • હવે ભારે તળિયાવાળા પેન અથવા નોન-સ્ટીક પેનમાં રેતી કે મીઠું ઉમેરી પ્રી હીટ કરો.
    ત્યાર બાદ એક કેક મોલ્ડને ઘી થી ગ્રીસ કરો. હવે મિશ્રણ રેડો, ઢાંકી દો અને ખૂબ જ ધીમા તાપે 35-40 મિનિટ સુધી રાંધો.
  • વારંવાર તપાસો. જ્યારે કેક ઉપર સેટ થઈ જાય અને સુગંધિત થઈ જાય, ત્યારે ગેસ બંધ કરી લો. હવે કેક ઠંડી થાય પછી, કાપીને સર્વ કરો.

આ પણ વાંચો : સ્વાસ્થ્ય અને સુંદરતા બંનેમાં કામ લાગશે બદામ, આજે જ ડાયેટમાં સામેલ કરો

Tags :
Advertisement

.

×