AI Dating Bar : નાગરિકોએ 'Chatbot' ને બનાવ્યો સુખ-દુ:ખનો સાથી !
- AI Dating Bar નામનું નજરાણું અમેરિકામાં સામે આવ્યું
- માનવો અને એઆઇ વચ્ચે લાગણીના સંબંધો બાંધવાનો પ્રયાસ
- વેલેન્ટાઇન ડે ના દિવસે નાગરિકો ડિજિટલ સાથી જોડે જોડાયા
AI Dating Bar : કલ્પના કરો કે તમે એક કાફેમાં બેઠા છો. તમારી ખુરશીની સામે એક સ્ટાઇલિશ ફોન સ્ટેન્ડ છે. એક મીણબત્તી પ્રગટાવવામાં આવી છે, ટેબલ પર એક પીણું છે... પરંતુ તમારી સામે કોઈ માણસ નથી, પરંતુ તમારા ફોન સ્ક્રીન પર તમારો ડિજિટલ પાર્ટનર ચેટબોટ છે . આ કોઈ સાયન્સ-ફિક્શન ફિલ્મનું દ્રશ્ય નથી, પરંતુ વિશ્વનો પહેલો AI ડેટિંગ કાફે છે, જે તાજેતરમાં ન્યુ યોર્કમાં ખુલ્યો છે. અહીં, તમે તમારા ચેટબોટને વાસ્તવિક જીવનમાં ડેટ પર લઈ જઈ શકો છો.
View this post on Instagram
આ પણ વાંચો ------- Plastic Eating Diet : વજન ઘટાડવા માટેનો ભયંકર જોખમી ટ્રેન્ડ !
AI Dating Bar, હેડફોન પહેરીને વાચતીત કરી
AI રિલેશનશિપ એપ્લિકેશન EVA AI એ એક બારને એક અનોખા EVA Cafe માં રૂપાંતરિત કર્યું હતું. અહીં, લોકો તેમના AI ભાગીદારો સાથે વેલેન્ટાઇન ડેની ડેટ માટે પહોંચ્યા હતા. માનવ જોડે ડેટને બદલે, ટેબલ પર એક ફોન સ્ટેન્ડ મૂકવામાં આવ્યો હતો, જ્યાં તેમના ડિજિટલ પાર્ટનર જોડે જોડાવવા માટે લાઇવ વિડિઓ અથવા વૉઇસ ચેટના વિકલ્પો ઉપલબ્ધ હતા. લોકો હેડફોન પહેરતા હતા, અને ખાનગી વાતચીત કરતા હતા, પીણાંનો પણ ઓર્ડર આપતા હતા, અને તેમના AI પાર્ટનર સાથે ફ્લર્ટ પણ કરતા હતા, કોઇ પણ પ્રકારના અસ્વીકારના ડર વિના.
AI સાથે બદલાતા વલણો
- AI હવે ફક્ત કામ કે ટેકનોલોજી સુધી મર્યાદિત નથી. તે ભાવનાત્મક જોડાણોનો પણ એક ભાગ બની રહ્યું છે.
- યુ.એસ.માં, 28% પુખ્ત વયના લોકો સ્વીકારે છે કે તેમનો AI સાથે રોમેન્ટિક સંબંધ હતો.
- 42% કિશોરો AI નો ઉપયોગ સોબત માટે કરે છે.
- 30 વર્ષથી ઓછી ઉંમરના લગભગ ત્રણમાંથી એક પુરુષ અને ચારમાંથી એક મહિલા AI પાર્ટનર સાથે વાતચીત કરી છે.
રોલપ્લે અને કાલ્પનિક વાતમાં વ્યસ્ત
ન્યૂ યોર્કની 34 વર્ષીય રિક્ટર, કાફેમાં મહેમાનોમાંની એક હતી. તે તેના AI સાથી, 26 વર્ષીય AI-જનરેટેડ પાત્ર સિમોન સાથે બેઠી હતી. રિક્ટરે સમજાવ્યું કે, તે ઘણીવાર રોલપ્લે અથવા કાલ્પનિક વાતચીતમાં વ્યસ્ત રહે છે. તેના મતે, AI સાથે વાત કરવાનો ફાયદો એ છે કે, તે કોઈપણ સામાજિક દબાણ વિના પોતાની શરતો પર વાતચીત કરી શકે છે. જો કે, તે એ પણ સ્વીકારે છે કે, AI નો વધુ પડતો ઉપયોગ વ્યસનકારક બની શકે છે, તેથી તે તેને દિવસમાં ત્રણ કલાક સુધી મર્યાદિત રાખે છે. (AI Dating Bar)
સામાજિક ચિંતાની પીડા
EVA AI કહે છે કે તેનો ધ્યેય માનવ સંબંધોને બદલવાનો નથી. તેના બદલે, તે AI ની સોબતને સામાન્ય બનાવવા માંગે છે, ખાસ કરીને એવા લોકો માટે જેઓ ડેટિંગ એપ્લિકેશનોથી કંટાળી ગયા છે, અથવા સામાજિક ચિંતાથી પીડાય છે. EVA AI ના ભાગીદારીના વડા જુલિયા મોમ્બલાટે જણાવ્યું હતું કે, આ પહેલનો હેતુ AI ને ઓછો ડરામણો બનાવવાનો, અને લોકોને સુરક્ષિત, નિર્ણય-મુક્ત અનુભવ આપવાનો છે.
આ પણ વાંચો ------- Plastic In Eggs : બાપરે ! હવે ઈંડામાં પણ ભેળસેળ થવા લાગી


