Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Fridge Cleaning in Summer:ઉનાળામાં ફ્રિજને સરળતાથી સાફ રાખવા માટે વાપરો આ વસ્તુ...લાંબા સમય સુધી રહેશે ફ્રિજ સ્વચ્છ

ઉનાળામાં વપરાશ વધવાથી ફ્રિજ ગંદુ થવાના ચાન્સીસ પણ વધી જાય છે. આજે અમે આપને અહીં જણાવીએ છીએ કે સરળતાથી ફ્રિજને સ્વચ્છ કરવું હોય તો કઈ ચીજ વસ્તુઓનો ઉપયોગ કરી શકાય.
fridge cleaning in summer ઉનાળામાં ફ્રિજને સરળતાથી સાફ રાખવા માટે વાપરો આ વસ્તુ   લાંબા સમય સુધી રહેશે ફ્રિજ સ્વચ્છ
Advertisement
  • ઉનાળામાં ફ્રિજની સફાઈ બની જાય છે બહુ મહત્વની
  • ફ્રિજની સફાઈમાં માત્ર 1 વસ્તુ ઉમેરવાથી તેની ચમકમાં થાય છે વધારો
  • જો ફ્રિજની સફાઈમાં ચૂક કરશો તો તેમાંથી દુર્ગંધ આવવા લાગશે

Ahmedabad: ઉનાળામાં ઠંડુ પાણી, ઠંડા પીણા, છાશ, કોલ્ડ કોફી વગેરેનો વપરાશ નાના બાળકોથી લઈ મોટેરા કરતા હોય છે. જેથી ઘરમાં રહેલ ફ્રિજનો વપરાશ વધી જાય છે. તેમજ ગરમીમાં ખોરાક, દૂધ-દહીં-પનીર, શાકભાજી-ફળોને બગડતા અટકાવવા માટે ગૃહિણી ફ્રિજનો વધુ ઉપયોગ કરે છે. આમ વપરાશ વધવાથી ફ્રિજ ગંદુ થવાના ચાન્સીસ પણ વધી જાય છે. આજે અમે આપને અહીં જણાવીએ છીએ કે સરળતાથી ફ્રિજને સ્વચ્છ કરવું હોય તો કઈ ચીજ વસ્તુનો ઉપયોગ કરી શકાય.

Advertisement

ફ્રિજની સમયસર સફાઈ આવશ્યકઃ

ઉનાળામાં જો રેફ્રિજરેટરને નિયમિતપણે સાફ ન કરવામાં આવે તો તેમાંથી દુર્ગંધ આવવા લાગે છે. આ સમસ્યાથી બચવા માટે સરળ અને અસરકારક ઉપાય આપ જાણી લો. તમારે ફક્ત ફ્રિજની સફાઈ કરતી વખતે ડિશ વોશર લિક્વિડમાં આ એક જ વસ્તુ ઉમેરી દેવાની જેથી આપનું ફ્રિજ નવા ફ્રિજની જેમ ચમકવા લાગશે.

Advertisement

આ પણ વાંચોઃ  Dates in Summer: ઉનાળામાં ખજૂરનું સેવન યોગ્ય કે પછી.....નોતરી શકે છે સમસ્યા ??? જાણો વિશેષજ્ઞોનો મત

1 ચમચી સફેદ સરકો વાપરોઃ

જ્યારે આપ ફ્રિજ સાફ કરો ત્યારે ડિશ વોશર લિક્વિડ અને એક કપ પાણીનું મિશ્રણ બનાવો. આ મિશ્રણમાં માત્ર 1 ચમચી સફેદ સરકો ઉમેરી દો. સફેદ સરકો આપના ઘરમાં સરળતાથી ઉપલબ્ધ હોય છે. આ મિશ્રણથી ફ્રિજ સાફ કરવાથી હાનિકારક રસાયણોના દુષ્પ્રભાવથી બચી શકાય છે, સમયનો બચાવ થાય છે અને ફ્રિજ સરળતાથી સ્વચ્છ થઈ જાય છે.

રેફ્રિજરેટર સાફ કરવા માટેની સાચી પદ્ધતિઃ

સૌ પ્રથમ, એક નાના બાઉલમાં ઉપર વર્ણવેલ મિશ્રણ ભરો. આ મિશ્રણને યોગ્ય રીતે મિક્સ કરીને સ્પ્રે બોટલમાં ભરી લો. આ મિશ્રણ રસાયણમુક્ત અને બિન-ઝેરી છે. તેથી તમે કોઈપણ ડર વગર તમારા ફ્રિજને સાફ કરી શકો છો. ફ્રિજ સાફ કરવા માટે, પહેલા ફ્રિજને સ્વિચબોર્ડમાંથી અનપ્લગ કરી દો. ત્યારબાદ તેમાંથી બધો ખોરાક અને ટ્રે-બોટલ્સ વગેરે બહાર કાઢો. જ્યારે ફ્રિજ સંપૂર્ણપણે ખાલી થઈ જાય, ત્યારે તૈયાર કરેલા આ મિશ્રણને ફ્રિજના બધા ભાગો પર સ્પ્રે કરો. છાજલીઓ અને દરવાજાના લાઈનિંગ સહિત તમામ વિસ્તારોમાં છંટકાવ કરો. મિશ્રણનો છંટકાવ કર્યા પછી, સ્વચ્છ કપડા અથવા સ્પોન્જથી ગંદકીને હળવેથી સાફ કરો. ખાસ કરીને ખૂણાઓમાં જમા થયેલી ગંદકી પણ સાફ કરવી જોઈએ. આ રીતે તમે ફ્રીજમાં રહેલી બધી ગંદકી સરળતાથી સાફ કરી શકો છો. થોડી વાર ફ્રિજને સુકાવા દીધા બાદ આપ તેનો પુનઃ ઉપયોગ કરી શકો છો.

આ પણ વાંચોઃ  એક દિવસમાં કેટલું પાણી પીવો છો તમે? જરૂર કરતા વધુ પાણી પીવાથી થતું નુકસાન પણ જાણી લો..

Tags :
Advertisement

.

×