Saffron Farming : કાશ્મીર જેવુ વાતાવરણ ઉભુ કરીને કેસરની સફળ ખેતી
- Saffron Farming, વડોદરાના દંપતીએ અશક્ય લાગતું કરી બતાવ્યું
- વૈભવ અને આસ્થાએ કાશમીર જેવું વાતાવરણ ઉભુ કરીને કેસરની ખેતી કરી
- દંપતીની સફળતાની રાજ્યના મુખ્યમંત્રીએ સરાહના કરીને પત્ર પાઠવ્યો
Saffron Farming : વડોદરા શહેરના ઉત્સાહી યુગલ વૈભવ અને આસ્થા પટેલે (Vadodara Couple), અદ્યતન એરોપોનિક્સ તકનીકનો (High Tech Aeroponics Farming) ઉપયોગ કરીને પ્રીમિયમ મોગરા કાશ્મીરી કેસરની (Premium Mongra Kashmiri Saffron Farming) સફળતાપૂર્વક ખેતી કરીને એક નોંધપાત્ર સીમાચિહ્ન હાંસલ કર્યું છે. તેમની સિદ્ધિ વડોદરા જિલ્લાના આધુનિક બાગાયતમાં એક મહત્વપૂર્ણ પગલું દર્શાવે છે, જે અધ્યતન ટેકનોલોજીના ઉપયોગ થકી બિન-પરંપરાગત પ્રદેશોમાં પણ ઉચ્ચ-મૂલ્યની ખેતી કેવી રીતે કરી શકાય તે માટ શ્રેષ્ઠ ઉદાહરણ છે.એમની આ સિદ્ધિને વધારતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ (CM Gujarat - Bhupendra Bhai Patel) એ પ્રશસ્તિપત્ર મારફત અભિનંદન પાઠવ્યા છે.
આ પણ વાંચો ------- Kitchen Garden : મહિલાએ 450 ચો.ફૂટ ટેરેસમાં શાકભાજીનું ઉપવન સર્જ્યું
Saffron Farming, મુખ્યમંત્રીએ સરાહના કરી
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ એ (CM Gujarat - Bhupendra Bhai Patel) આ દંપતીને ઉલ્લેખીને કહ્યું કે, સર્જનાત્મકતા અને વૈજ્ઞાનિક અભિગમ ખેતી ક્ષેત્રમાં નવી દિશાઓ ઉભી કરી શકે છે. પાકને અનુકૂળ વાતાવરણ સર્જીને આધુનિક પદ્ધતિઓ અપનાવવાથી ખેડૂતો સફળતા તરફ આગળ વધી શકે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ (PM Narendra Bhai Modi) પણ હંમેશાં વૈજ્ઞાનિક ખેતીને પ્રોત્સાહન આપ્યું છે.‘કૃષિ રથ’ અને ‘કૃષિ મહોત્સવ’ જેવા ઉપક્રમો દ્વારા ખેડૂતોને સોઈલ હેલ્થ કાર્ડ, યોગ્ય બિયારણ, પ્રાકૃતિક ખેતી અને ટપક સિંચાઈ અંગે માર્ગદર્શન મળ્યું, જેના કારણે ગુજરાતનો કૃષિ વિકાસ દર સતત ઊંચો રહ્યો છે.
ઉચ્ચ ગુણવત્તાવાળું ઉત્પાદન મેળવી શકાય
આ પરિપ્રેક્ષ્યમાં વડોદરા ખાતે એરોપોનિક્સ જેવી અદ્યતન તકનીકનો ઉપયોગ કરીને પ્રીમિયમ મોગરા કાશ્મીરી કેસરની સફળ ખેતી એક નોંધપાત્ર સિદ્ધિ છે. નિયંત્રિત તાપમાન, ભેજ અને પોષક તત્વો દ્વારા બિનપરંપરાગત પ્રદેશમાં પણ ઉચ્ચ ગુણવત્તાવાળું ઉત્પાદન મેળવી શકાય છે તે સાબિત થયું છે. આવી પ્રગતિશીલ પહેલ માત્ર બાગાયતની આધુનિકતા દર્શાવતી નથી, પરંતુ અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બની કૃષિ ક્ષેત્રમાં નવી સંભાવનાઓ પણ સર્જે છે.
આ પણ વાંચો ------ Per Drop More Crop : સૂક્ષ્મ પિયત પદ્ધતિ તરફ ખેડૂતોનું આકર્ષણ વધ્યું


