Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Kitchen Garden : નિવૃત્ત બેંક ઓફિસર પોતાના ઘરે સફળ ખેડૂત બન્યા

Kitchen Garden નો વડોદરામાં અનોખો પ્રયોગ હાથ ધરાયો છે, રીટાયરમેંટનો સમય એટલે જીવનનો સૌથી બેસ્ટ સમય. આ સમયને પોતાના જીવનમા બાકી રહેલા અધુરા સપનાઓ પુરા કરવા ઉપયોગ કરવામાં આવે છે ત્યારે છેલ્લા ચાર વર્ષથી ભટ્ટ પોતાના ટેરેસમા પ્રાકૃતિક ઢબે કિચન ગાર્ડનિંગ કરે છે. અને ક્યાંક જીવનમા ખેતી કરવાના પોતાના સ્વપ્નને કિચન ગાર્ડનિંગ થકી આત્મસંતોષ મેળવી રહ્યા છે.
kitchen garden   નિવૃત્ત બેંક ઓફિસર પોતાના ઘરે સફળ ખેડૂત બન્યા
Advertisement
  • Kitchen Garden નો વડોદરામાં અનોખો પ્રયોગ હાથ ધરાયો
  • નિવૃત્ત બેંક ઓફિસરે ટેરેસને કિચન ગાર્ડનમાં પરિવર્તિત કર્યો
  • પ્રાકૃતિક ખેતી થકી સ્વસ્થ શાકભાજી-ફળો મેળવી રહ્યા છે

Kitchen Garden : સામાન્ય રીતે લોકોને એવી માન્યતા હોય છે કે ખેતી તો માત્ર મોટી જમીનમાં જ થઇ શકે, પણ આ માન્યતાને વડોદરાના એક નિવૃત્ત બેંક અધિકારીએ ખોટી ઠેરવી છે. તેમણે પોતાના ઘરમાં કિચન ગાર્ડનિંગ કરી પોતાની જરૂરિયાત મુજબનું શાકભાજી અને ફળોની ઉપજ લેવાનું શરૂ કર્યું છે. એટલું જ નહી, આ ગાર્ડનિંગ પણ સંપૂર્ણ પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી કરે છે.

Kitchen Garden, આત્મસંતોષ મેળવી રહ્યા છે

રીટાયરમેંટનો સમય એટલે જીવનનો સૌથી બેસ્ટ સમય. આ સમયને પોતાના જીવનમા બાકી રહેલા અધુરા સપનાઓ પુરા કરવા ઉપયોગ કરવામાં આવે છે ત્યારે છેલ્લા ચાર વર્ષથી ભટ્ટ પોતાના ટેરેસના ૭૦૦ સ્ક્વેર ફુટ એરીયામા કુલ-૭૦ કુંડામા પ્રાકૃતિક ઢબે કિચન ગાર્ડનિંગ કરે છે. અને ક્યાંક જીવનમા ખેતી કરવાના પોતાના સ્વપ્નને કિચન ગાર્ડનિંગ થકી આત્મસંતોષ મેળવી રહ્યા છે. દર અઠવાડીયે અંદાજીત ચાર કિલોના શાકભાજી અને ફળોને હાર્વેસ્ટ કરી પરીવારને દવાઓથી સુરક્ષિત રાખી રહ્યા છે.

Advertisement

Advertisement

આ પણ વાંચો -------  Kitchen Garden : મહિલાએ 450 ચો.ફૂટ ટેરેસમાં શાકભાજીનું ઉપવન સર્જ્યું

Kitchen Garden, દવા વગરનું તાજું શાકભાજી હાર્વેસ્ટ કરે છે

ભૂપેન્દ્રભાઇ ભટ્ટ અને તેમના શ્રીમતી જયશ્રીબેન ભટ્ટ વાઘોડિયા સ્થિત પોતાના ઘરના ટેરેસ પર અવનવા શાકભાજી અને ફળોના છોડનું વાવેતર સિઝન અનુસાર કરે છે. હાલ રીંગણ,મરચા, કેપ્સીકમ, પાલક, મેથી, તાંદળજા, ટામેટા,લીંબુ, વેલાવાળા શાકભાજી જેમાં દુધી,તુરીયા,ગલકા,પાપડી, ટીંડોળા,એર પોટેટોના તંદુરસ્ત છોડ થકી પરીવારને દવા વગરનું તાજું શાકભાજી હાર્વેસ્ટ કરે છે.

તંદુરસ્ત છોડ ઉગાડ્યા છે

આ સાથે આવનાર સિઝન માટે ભીંડા, તરબુચ અને સક્કરટેટી જેવા અન્ય છોડની પણ વાવણી શરૂ કરી દીધી છે. ઉપરાંત તેમણે દાડમ, ડ્રેગન ફ્રુટ, જમરૂખ, અંજીર,કેળા,સેતુર પણ મોટા કુંડામાં તંદુરસ્ત છોડ ઉગાડ્યા છે.

આદરભાવમા વધારો થયો

ભૂપેન્દ્રભાઇ ભટ્ટ આ અંગે જણાવ્યુ હતું કે, કિચન ગાર્ડનિંગ અપનાવવાથી આનંદ આવવાની સાથે સાથે દવા રહિત શાકભાજી આરોગવા મળે છે. ગાર્ડનના કામથી સમયનો સદઉપયોગ અને શારીરિક કસરત પણ થઇ જાય છે. મન પ્રફુલ્લિત રહે છે અને વ્યસ્ત રહેવાય છે. અને ગાર્ડનમા થતી મહેનતના કારણે ખેડૂતોની મહેનત પ્રત્યે આદરભાવમા વધારો થયો છે અને અન્ન શાકભાજી ન બગાડવા માટે પણ અમે જાગૃત થયા છે.

કુંડા ઉચકવામા પણ સરળ

તેમણે ઉમેર્યું કે, ટેરેસ પર ગાર્ડનિંગ કરતા હોવાથી માટીની સાથે હસ્ક એટલે કે પરાળ અથવા ભાતના છોડાને મિક્ષ કરવુ જોઇએ જેનાથી છોડને પોષણ મળવાની સાથે છોળના મુળ સારી રીતે ફેલાઇ શકે છે અને કુંડા ઉચકવામા પણ સરળ રહે છે. તેઓ નજીકની ગૌશાળામાંથી છાણ અને ગૌમુત્ર લઇ આવે છે અને ઘરે પોતે જ જીવામૃત,જીવામૃત, ઘનજીવામૃત, અને જંતુનાશક બનાવી ગાર્ડનમા ઉપયોગ કરે છે.

એક્સ્પર્ટ બની ગયા

ભટ્ટએ આત્મા વિભાગ અને બાગાયત વિભાગ દ્વારા એક દિવસીય કિચન ગાર્ડનિંગની તાલીમ લીધી જેમા તેઓને કિચન ગાર્ડનિંગના બેસિક કોંસેપ્ટનો ખ્યાલ આવ્યો હતો. જેનું મહત્વ સમજી તેમણે શાકભાજી ઉગાડવાની શરૂઆત કરી હતી. ત્યારબાદ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના પ્રાકૃતિક ખેતીના પુસ્તકને ગ્રંથ તરીકે અનુસરી આજે ભટ્ટ કિચન ગાર્ડન સાથે ગૌમુત્રના ઉપયોગથી જીવામૃત, ઘનજીવામૃત, અને જંતુનાશક બનાવવાના એક્સ્પર્ટ બની ગયા છે.

વેલ્યુએડીશનનો પણ લાભ લે છે

રસોડાના ભીના કચરાના ઉપયોગથી ઘર બેઠા કોમ્પોસ્ટ અને તામ્ર છાશ પણ ઘરે જ બનાવી ગાર્ડનમા ઉપયોગ કરે છે. આટલુ જ નહિ ઘરે ઉગાડેલી હળદળને સુકવી આખા વર્ષ માટે હળદળનો પાવડર ભરી વેલ્યુએડીશનનો પણ લાભ લે છે. પોતે આ તમામ ચીજ વસ્તુઓના ઉપયોગની સાથે સાથે આસપાસ અને મિત્રોને પણ પ્રાકૃતિક ખેતી અપનાવવા મદદ કરે છે.

કિચન ગાર્ડનિંગ કરવા અનુરોધ કર્યો

નિવૃતિ જીવનનો અંત નહી પણ એક નવી શરૂઆત છે ત્યારે ભટ્ટ જીવનને પ્રાકૃતિક ખેતીમા વ્યતિત કરી જીવનને સુખશાંતીનો પર્યાય બનાવ્યો છે. તેમણે દરેક નિવૃત વ્યક્તિ અને જેમણી પાસે પોતાની જમીન નથી તેવા લોકોને પોતાના પરિવારને દવા વગરનું શાકભાજી ઘરે જ ઉગાડવા અને ટેરેસ પર કુંડામા પ્રાકૃતિક ખેતી થકી કિચન ગાર્ડનિંગ કરવા અનુરોધ કર્યો હતો.

આ પણ વાંચો ------ Saffron Farming : કાશ્મીર જેવુ વાતાવરણ ઉભુ કરીને કેસરની સફળ ખેતી

Tags :
Advertisement

.

×