Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Vitamin B12: વિટામિન B12 થી ભરપૂર શાકાહારી ખોરાક: માંસ વગર પણ દૂર કરો ઉણપ

ભારત દેશમાં શાકાહારી અને માસાહારી લોકો વસવાટ કરે છે. સામાન્ય રીતે શાકાહારી લોકોમાં બી-12ની ઉણપ વધુ જોવા મળતી હોય છે. જ્યારે માંસાહાર લોકો આ ઉણપને માછલી કે માસમાંથી પૂર્ણ કરતા હોય છે. ત્યારે હવે શાકાહારી લોકોને ટેન્શન લેવાની જરૂર નથી. બી12ની કમી તમે શાકાહારી ભોજનમાંથી પણ મેળવી શકો છો. ખોરાકનું લિસ્ટ નીચે છે..
vitamin b12  વિટામિન b12 થી ભરપૂર શાકાહારી ખોરાક  માંસ વગર પણ દૂર કરો ઉણપ
Advertisement
  • Vitamin B12: માંસ કે માછલી ખાધા વિના વિટામિન B12 ની ઉણપ થશે દૂર
  • આ શાકાહારી ખોરાકને તમારી થાળીમાં સામેલ કરો
  • શાકાહારીઓ માટે દહીં, દૂધ, ચીઝ, મશરૂમ અને ફોર્ટિફાઇડ ખોરાક ઉત્તમ સ્ત્રોત
  • યોગ્ય આહારથી સમયસર ઉણપ દૂર કરી સ્વાસ્થ્યને સુરક્ષિત કરો

Vitamin B12: ભારતમાં, ખાસ કરીને શાકાહારી લોકોમાં વિટામિન B12 ની ઉણપ એક ગંભીર સમસ્યા બની રહી છે. આ ઉણપ થાક, ઝણઝણાટી, નબળાઈ અને શ્વાસ લેવામાં તકલીફ જેવી સમસ્યાઓ (Problems)નું કારણ બને છે. વિટામિન B12 મુખ્યત્વે પ્રાણી આધારિત ખોરાકમાં જોવા મળે છે. જેમકે માછલી અને માંસ. તેથી શાકાહારી લોકોમમાં આ ઉણપ માંસાહારી (non-vegetarian) ઓની સરખામણીએ વધુ જોવા મળે છે. પણ જો તમને જાણવા મળે કે, શાકાહાર ભોજનમાંથી પણ તમે બી12ની કમીને પૂરી કરી શકો છો તો? અમે તમારું માર્ગદર્શન પૂરુ પાડવા માટે આ આર્ટિકલ લઈને આવ્યા છીએ. વાંચો અને જાણો કે શેમાંથી તમને બી 12 મળી શકે છે.

Vitamin B12 01_GUJARAT_FIRST

Advertisement

શાકાહારી (Vegetarian) ઓએ ખાસ ધ્યાન આપવું જોઈએ કે, દહીં, ચીઝ, મશરૂમ્સ, ફોર્ટિફાઇડ ટોફુ અને ફોર્ટિફાઇડ પ્લાન્ટ મિલ્ક જેવા ખોરાક વિટામિન B12 ની ઉણપને દૂર કરવામાં મદદ કરે છે. વહેલા નિદાન અને યોગ્ય આહાર આયોજન ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓને અટકાવી શકે છે.

Advertisement

Vitamin B12: B12ની સમસ્યા સામાન્ય બની

ભારતમાં વિટામિન B12 ની ઉણપને સાયલેન્ટ ન્યૂટ્રિશિન પ્રોબ્લેમ (Silent Nutrition Problem) ગણવામાં આવે છે. મોટાભાગના લોકો વિટામિન B12 ની ઉણપના જોખમોથી અજાણ છે. અને તેથી તેઓ તેને અવગણે છે. શાકાહારીઓ આ ઉણપથી સૌથી વધુ પીડાય છે. કારણ કે તે માંસમાં વધુ માત્રામાં જોવા મળે છે.

આ પણ વાંચો--------- Iron: પૂરતી ઊંઘ પછી પણ થાક લાગે છે? હોઈ શકે છે આયર્નની કમી, આ 10 શાકાહારી ખોરાકથી દૂર કરો ઉણપ

હાલ B12 ની ઉણપ લગભગ વિટામિન D (Vitamin D) ની ઉણપ જેટલી જ સામાન્ય છે . આનું મુખ્ય કારણ એ છે કે વિટામિન B12 પ્રાણી આધારિત ખોરાકમાં જોવા મળે છે. તેથી યોગ્ય આયોજન વિના, શાકાહારી આહારમાં ઉણપ થવાની શક્યતા વધુ હોય છે.

Vitamin B12: શા માટે મહત્વપૂર્ણ છે વિટામિન B12?

વિટામિન B12 શરીરની ઉર્જા, ચેતાતંત્ર અને લાલ રક્તકણો (Red blood cells) માટે જરૂરી છે. ડોકટર્સ કહે છે કે, તે ચેતા સંકેતોનું યોગ્ય વહન સુનિશ્ચિત કરે છે. B12 ની ઉણપથી થાક, હાથ અને પગમાં ઝણઝણાટી, નબળાઈ, એકાગ્રતા ગુમાવવી અને શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે. જેને લોકો ઘણીવાર તણાવ તરીકે નકારી કાઢે છે. આ લક્ષણોને અવગણવાથી પાછળથી વધુ ગંભીર પરીણામો આવી શકે છે.

Vitamin B12: B12 ની ઉણપના શરૂઆતના સંકેતો

વિટામિન B12 ની ઉણપના લક્ષણો તરત જ દેખાતા નથી. પરંતુ ધીમે ધીમે તેની અસર દેખાવા લાગે છે. ચેતા (nerve signals) નુકસાન અથવા એનિમિયા (Anemia) જેવી ગંભીર સમસ્યાઓ ટાળવા માટે તેમને વહેલા ઓળખવા ખૂબ જ જરૂરી છે.

વિટામિન B12ની ઉણપના લક્ષણો

હાથ અને પગમાં ઝણઝણાટી અથવા નિષ્ક્રિયતા લાગે
સતત થાકનો અનુભવ
યાદશક્તિ ગુમાવવી
ત્વચા પીળી પડવી
હળવી કસરત છતાં પણ શ્વાસ લેવામાં તકલીફ

Vitamin B12: વિટામિન B12 ના શાકાહારી સ્ત્રોતો

Vitamin B12 02_GUJARAT_FIRST

જો તમે શાકાહારી છો, તો આ ખોરાકને તમારા આહારમાં ચોક્કસપણે સામેલ કરો કારણ કે તે તમને તમારા વિટામિન B12 ની ઉણપને સરળતાથી દૂર કરવામાં મદદ કરી શકે છે.

  • દહીં
  • ચીઝ
  • દૂધ
  • વસ્તુ
  • છાશ
  • મશરૂમ
  • સફરજન અને કેળા
  • મટકી સ્પ્રાઉટ્સ
  • ફોર્ટિફાઇડ ટોફુ
  • ફોર્ટિફાઇડ ઓરેન્જ જ્યુસ
  • ઈડલી અને ઢોસા જેવા આથોવાળા ખોરાક
  • સોયા દૂધ, બદામ દૂધ, ઓટ દૂધ જેવા ફોર્ટિફાઇડ પ્લાન્ટ દૂધ

જો તમે શાકાહારી છો, તો થોડી સામાન્ય સમજ અને હેલ્ધી (Healthy) ખોરાકની પસંદગીઓ દ્વારા વિટામિન B12 ની ઉણપને સરળતાથી નિયંત્રિત કરી શકો છે. તમારા રોજિંદા આહારમાં આ ખોરાકનો સમાવેશ કરો.

ખાસ નોંધઃ તમારા આહારમાં કંઈપણ નવું ઉમેરતા પહેલા હંમેશા ડૉક્ટરની સલાહ લો. ખોરાક ઉપરાંત, વિટામિન B12ની કમીને પૂરી કરવા માટે પણ તમારા ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે.

આ પણ વાંચો-------- Winter fruit: શિયાળામાં જામફળમાંથી બનાવે ઝટપટ ચટાકેદાર ચટની, સ્વાદની સાથે આરોગ્ય માટે બેસ્ટ, નોંધી લો રેસિપી

આ પણ વાંચો---------Delicious makhana kheer: ચોખાની ખીરથી કંટાળી ગયા છો? તો ટ્રાય કરી જુઓ આ રેસિપી 

Tags :
Advertisement

.

×