ભારતીયો માટે 'સાયલન્ટ કિલર' બની રહી છે આ વિટામિનની કમી, શું તમે પણ લપેટામાં છો?
જે વિટામિન આપણને કુદરત મફતમાં આપે છે, તેની જ ઉણપ આજે કરોડો ભારતીયોના શરીરને અંદરથી ખોખલું કરી રહી છે. હાડકાં ગળવા, સતત થાક અને હૃદયની ગંભીર બીમારીઓ પાછળ છુપાયેલું આ 'રહસ્યમય' કારણ તમારી લાઈફસ્ટાઈલ સાથે સીધું જોડાયેલું છે. શું તમારી એક નાની ભૂલ તમને મોટી બીમારી તરફ ધકેલી રહી છે? આ ગંભીર જોખમથી બચવા શું કરવું તે જાણવું ખૂબ જરૂરી છે.
Advertisement
- દેશની 80% વસ્તી 'સનશાઈન વિટામિન'ની ઉણપનો કરી રહી છે સામનો (Vitamin D deficiency India)
- નબળા હાડકાં અને હૃદયરોગ જેવી ગંભીર બીમારીઓનું વધતું જોખમ
- બેઠાડુ જીવન અને તડકાનો અભાવ મુખ્ય કારણ હોવાનું આવ્યું સામે
- દરરોજ 15 મિનિટનો સૂર્યપ્રકાશ અને યોગ્ય આહાર લેવો અત્યંત જરૂરી
- થાક અને સાંધાના દુખાવા જેવા લક્ષણોને નજરઅંદાજ ન કરવા સલાહ
Vitamin D deficiency India : સ્વસ્થ શરીર માટે વિટામિન (Vitamin) ખૂબ જ અનિવાર્ય છે, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે ભારત જેવા સૂર્યપ્રકાશ ધરાવતા દેશમાં પણ એક મોટી વસ્તી એક ખાસ વિટામિનની ગંભીર ઉણપનો સામનો કરી રહી છે. આ વિટામિન બીજું કોઈ નહીં પણ વિટામિન-ડી (Vitamin D) છે, જેને 'સનશાઈન વિટામિન' તરીકે પણ ઓળખવામાં આવે છે. તાજેતરના અહેવાલો મુજબ, ભારતના લગભગ 70-80% લોકો આ પોષક તત્વની ઉણપથી પીડાઈ રહ્યા છે, જે ભવિષ્યમાં ગંભીર બીમારીઓનું કારણ બની શકે છે.

