Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Watermelon: રીત સમજો ખાવાની,તો અમૃત જેવું ફળ

શું તરબૂચ ખાધા પછી તમને પેટમાં ભારેપણું કે ગેસ થાય છે? નિષ્ણાત ડોક્ટરના મતે ભારે ભોજન બાદ તરબૂચ ખાવું જોખમી બની શકે છે.
watermelon  રીત સમજો ખાવાની તો અમૃત જેવું ફળ
Advertisement
  • Watermelon : શું તરબૂચ ખાધા પછી તમને પેટમાં ભારેપણું કે ગેસ થાય છે? નિષ્ણાત ડોક્ટરના મતે ભારે ભોજન બાદ તરબૂચ ખાવું જોખમી બની શકે છે. 

Watermelon : ઉનાળો બેસે એટલે બજારમાં લાલચટક તરબૂચના ઢગલા દેખાવા માંડે. ધગધગતા તાપમાં તરબૂચનો એક ટુકડો જાણે હૈયામાં ટાઢક કરી દે છે. 90 ટકાથી વધુ પાણી ધરાવતું આ ફળ આપણને હાઇડ્રેટ રાખવા માટે કુદરતની શ્રેષ્ઠ ભેટ છે. પરંતુ, શું તમને ક્યારેય એવું લાગ્યું છે કે આ ઠંડક આપતું ફળ ખાધા પછી પેટમાં અચાનક ભારેપણું, ગેસ કે અકળામણ (Bloating) થવા લાગે છે?

ગેસ્ટ્રોએન્ટેરોલોજિસ્ટ ડૉ. અનુકલ્પ પ્રકાશના મતે, સમસ્યા તરબૂચમાં નથી, પણ આપણી ખાવાની પદ્ધતિમાં છે.

Advertisement

ચાલો સમજીએ કે ક્યાં આપણી સમજણ કાચી પડે છે.

Advertisement

Watermelon: ભારે ભોજન અને તરબૂચનું 'જોખમી' મિશ્રણ

આપણે ત્યાં એક રિવાજ છે - જમી લીધા પછી ફ્રૂટ ડિશ લેવી. અહીં જ મોટી ભૂલ થાય છે. તરબૂચ એ અત્યંત ઝડપથી પચી જતું ફળ છે, જ્યારે આપણું નિયમિત ભોજન (ખાસ કરીને તેલ, મસાલા કે પ્રોટીનવાળું) પચવામાં કલાકો લે છે. જ્યારે તમે ભારે ભોજન પર તરબૂચ ખાઓ છો, ત્યારે પાચનતંત્રમાં એક 'ટ્રાફિક જામ' સર્જાય છે. તરબૂચને આગળ વધવું હોય છે પણ નીચે રહેલું ભોજન તેને રોકી રાખે છે. પરિણામે, પેટમાં તરબૂચની શર્કરાનું આથો (Fermentation) આવવા લાગે છે અને ગેસ પેદા થાય છે.

Watermelon:  ઉનાળાની ગરમી અને પાચનનો વેગ

ગરમીના દિવસોમાં આપણું શરીર પોતાનું તાપમાન જાળવી રાખવા મથતું હોય છે. આ પ્રક્રિયામાં આપણી પાચનશક્તિ કુદરતી રીતે જ થોડી નરમ કે ધીમી પડી જાય છે. આવા સમયે જો પેટને 'ઓવરલોડ' કરવામાં આવે, તો પાચક ઉત્સેચકો (Enzymes) પાતળા પડી જાય છે અને ખોરાક સરખી રીતે પચતો નથી. જે લોકોને IBS (Irritable bowel syndrome) જેવી તકલીફ હોય, તેમના માટે તરબૂચમાં રહેલું 'ફ્રુક્ટોઝ' આંતરડામાં સોજો કે ભારે અકળામણ લાવી શકે છે.

તરબૂચ ખાવાની 'સાચી રીત'

જો તમારે તરબૂચનો ભરપૂર આનંદ માણવો હોય તો આટલું ધ્યાન રાખો 

સમયનું સાતત્ય: તરબૂચને ભોજનની સાથે કે તરત પછી ક્યારેય ન ખાવું. તેને બે ભોજનની વચ્ચેના સમયમાં એટલે કે 'સ્નેક' તરીકે ખાવું શ્રેષ્ઠ છે.

માત્રાની મર્યાદા: 'અતિ સર્વત્ર વર્જયેત'. ઉનાળામાં પાચન ધીમું હોવાથી એકસાથે બહુ વધારે તરબૂચ ન ખાતા ઓછી માત્રામાં  ખાવું હિતાવહ છે. 

સાથ-સંગત ટાળો: તરબૂચ ખાધા પછી તરત દૂધ, દહીં કે તળેલા પદાર્થો લેવાનું ટાળવું જોઈએ. આ મિશ્રણ પેટમાં એસિડિટી નોતરે છે.

તાપમાનનો આંચકો: ફ્રીજમાંથી સીધું જ બરફ જેવું ઠંડું તરબૂચ ખાવાને બદલે તેને થોડી વાર બહાર રાખી સામાન્ય તાપમાને આવવા દો. અતિશય ઠંડક પાચનતંત્ર-Digestive system ના કાર્યોમાં ખલેલ પહોંચાડે છે.

કુદરતે તરબૂચ આપણને હાઇડ્રેટ કરવા આપ્યું છે, હેરાન કરવા નહીં. જો આપણે આપણી પ્રકૃતિ અને ફળની પ્રકૃતિ વચ્ચે સંતુલન જાળવીએ, તો આ ઉનાળુ અમૃત ક્યારેય આફત નહીં બને. તેમ છતાં, જો તમને સતત પેટ ફૂલવાની સમસ્યા રહેતી હોય, તો તે માત્ર ખોરાકની ભૂલ નહીં પણ કોઈ તબીબી કારણ પણ હોઈ શકે છે, જેની તપાસ નિષ્ણાત પાસે કરાવવી જરૂરી છે.

Tags :
Advertisement

.

×