ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ઘરમાં Wall Clock લગાવવાની સાચી દિશા કઈ છે ? શું કહે છે Vastu Expert ?

દરેક ઘરમાં ઘડિયાળ બહુ મહત્વની ચીજ ગણવામાં આવે છે. આ ઘડિયાળ અનુસાર જ ઘરના દરેક સભ્યોનું ટાઈમ ટેબલ એક્ઝિક્યુટ થતું હોય છે. જો કે આટલી મહત્વની ચીજના ઘરમાં સ્થાન અંગે પણ કેટલાક ચોક્કસ નિયમો છે. જેના વિશે વાંચો વિગતવાર.
01:02 PM Mar 26, 2025 IST | Hardik Prajapati
દરેક ઘરમાં ઘડિયાળ બહુ મહત્વની ચીજ ગણવામાં આવે છે. આ ઘડિયાળ અનુસાર જ ઘરના દરેક સભ્યોનું ટાઈમ ટેબલ એક્ઝિક્યુટ થતું હોય છે. જો કે આટલી મહત્વની ચીજના ઘરમાં સ્થાન અંગે પણ કેટલાક ચોક્કસ નિયમો છે. જેના વિશે વાંચો વિગતવાર.
install a wall clock in a house Gujarat First

 

Ahmedabad: ઘરમાં રહેલ ભીંત ઘડિયાળ બહુ મહત્વની ચીજ છે. ઘરમાં થતા દરેક કામ ભીંત ઘડિયાળના કાંટાના ટીક ટીકના ઈશારે જ થાય છે. જો કે આટલી મહત્વની અને અગત્યની ભીંત ઘડિયાળનું ઘરમાં ક્યાં હોવું પ્રભાવક છે તેના માટે પણ વાસ્તુશાસ્ત્રમાં નિયમો છે. જો ઘડિયાળનું સ્થાન અયોગ્ય હશે તો આપના જીવન પર નકારાત્મક અસર પડી શકે છે. આનાથી ઉલટું જો ભીંત ઘડિયાળ સાચી દિશામાં રાખવામાં આવે તો ઘરમાં સુખ-સમૃદ્ધિ લાવે છે.

ભીંત ઘડિયાળ રાખવાની યોગ્ય દિશા કઈ ?

Vastu Expertના મતે ઘરની ઉત્તર, પૂર્વ અને પશ્ચિમ દિશામાં ઘડિયાળ રાખવી ખૂબ જ ફળદાયી છે. આ દિશામાં ઘડિયાળ રાખવાથી ઘરમાં સકારાત્મક ઊર્જા અને આનંદ પ્રવેશે છે. મુખ્ય 4 દિશામાંથી ઉપરોક્ત વર્ણવેલ 3 દિશામાં ઘડિયાળનું સ્થાન રાખવું યોગ્ય છે. આમ, ઘડિયાળને દક્ષિણ સિવાય કોઈપણ દિશામાં રાખી શકાય છે. બીજી મહત્વની બાબત એ છે કે ઘડિયાળનો આકાર હંમેશા ગોળ રાખવો. ગોળ ભીંત ઘડિયાળ હશે તો આપના જીવનમાં શાંતિ વ્યાપેલી રહેશે.

આ પણ વાંચોઃ  Rashifal 26 March 2025 : આ રાશિના જાતકોને આજે નાણાકીય લાભની શક્યતા છે

અયોગ્ય દિશામાં ઘડિયાળ રાખવાથી શું થાય છે ?

ઘડિયાળને પ્રગતિ અને સમયનું પ્રતીક માનવામાં આવે છે. જો તેને ખોટી દિશામાં લગાડવામાં આવે તો તે પ્રગતિને અવરોધે છે. જેનાથી સખત મહેનત કરવા છતાં સફળતા મળવામાં વિલંબ થઈ શકે છે. ધંધામાં નુકસાન થવાની સંભાવના પણ વધે છે. ખોટી દિશામાં ઘડિયાળ ઘરમાં નકારાત્મક ઉર્જા ફેલાવે છે. આ નકારાત્મક ઉર્જા ઘરના સભ્યોમાં તણાવ અને ચિંતા વધારી શકે છે. મનમાં અશાંતિ અને બેચેની રહે છે, જેની માનસિક સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. ખોટી દિશામાં લગાવેલી ઘડિયાળ પણ આર્થિક નુકસાન કરી શકે છે. આનાથી બિનજરૂરી ખર્ચ વધી શકે છે અને પૈસા બચાવવા મુશ્કેલ બની શકે છે. રોકાણમાં નુકસાન થવાની સંભાવના પણ વધે છે.

તુટેલી ઘડિયાળને પણ અપશુકનિયાળ ગણવામાં આવે છે

અગ્રણી જ્યોતિષ, વાસ્તુ કન્સલટન્ટ અને ઈન્ટિરિયર ડેકોરેટર્સ અનુસાર ઘરમાં ક્યારેય તુટેલી કે બંધ ઘડિયાળ ન રાખવી જોઈએ. ખાસ કરીને કાચ તુટેલી ઘડિયાળમાંથી ક્યારેય સમય ન જોવો જોઈએ. જો તુટેલી ઘડિયાળમાંથી સમય જોઈને કોઈ કાર્ય કરવા જઈએ તો ધારી સફળતા મળતી નથી. જો ઘડિયાળ તુટી ગઈ હોય કે બંધ હોય તો તાત્કાલિક તેનું સમારકામ કરાવીને તેને મૂળ સ્થિતિમાં લાવવી જોઈએ.

આ પણ વાંચોઃ  આવતીકાલે 26 માર્ચે સિદ્ધિ યોગમાં ભગવાન Ganeshની કઈ રાશિ પર થશે વિશેષ કૃપા ? જાણો વિગતવાર

Tags :
Broken Clock InauspiciousClock and Mental HealthClock in North East WestClock Shape RoundCorrect Clock PlacementFinancial Loss and Wall ClockGujarat FirstGUJARAT FIRST NEWSImpact of Clock DirectionPositive Energy from Wall ClockSouth Direction ClockVastu Expert AdviceVastu for ProsperityVastu for SuccessVastu ShastraVastu Shastra for HomeVastu Tips for Wall ClockWall Clock DirectionWall Clock Vastu
Next Article