Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Valentine week ની શરૂઆત રોઝ ડેથી જ કેમ થાય છે? જાણો શું છે આ દિવસનો ઈતિહાસ

Valentine week આજથી શરૂઆત થઈ રોઝ પોતાના પ્રેમના પ્રતિક છે વેલેન્ટાઇન વીકની શરૂઆત Rose Day History:7 ફેબ્રુઆરીથી 14 ફેબ્રુઆરી સુધી ચાલનારા આ વેલેન્ટાઇન વીકની (Valentine week)આજથી શરૂઆત થઈ છે. આજના દિવસે ગુલાબ એટલે કે રોઝ પોતાના પ્રેમના પ્રતિક તરીકે...
valentine week ની શરૂઆત રોઝ ડેથી જ કેમ થાય છે  જાણો શું છે આ દિવસનો ઈતિહાસ
Advertisement
  • Valentine week આજથી શરૂઆત થઈ
  • રોઝ પોતાના પ્રેમના પ્રતિક છે
  • વેલેન્ટાઇન વીકની શરૂઆત

Rose Day History:7 ફેબ્રુઆરીથી 14 ફેબ્રુઆરી સુધી ચાલનારા આ વેલેન્ટાઇન વીકની (Valentine week)આજથી શરૂઆત થઈ છે. આજના દિવસે ગુલાબ એટલે કે રોઝ પોતાના પ્રેમના પ્રતિક તરીકે કપલ એકબીજાને આપે છે. લાલ, ગુલાબી, પીળું વગરે અલગ અલગ રંગના ગુલાબ જ્યારે માર્કેટમાં ઉપલબ્ધ છે ત્યારે શું તમે જાણો છો કે આ વેલેન્ટાઇન વીકની શરૂઆત રોઝ ડેથી જ કેમ થાય છે?

Advertisement

Advertisement

વેલેન્ટાઇન વીકનો પહેલો દિવસ

ફેબ્રુઆરી મહિનાને પ્રેમમો મહિનો કહેવામાં આવે છે. ગુલાબી ઠંડી વચ્ચે આ પ્રેમના મહિનામાં લોકો પોતાના પ્રેમની અભિવ્યક્તિ તેને ગમતા વ્યક્તિ સામે કરે છે. કહેવાય છે કે જેણે પોતાના પ્રેમનો ઇઝહાર કરવો હોય છે તે આ અઠવાડિયાનો સાહરો લે છે તો જે લોકો અગાઉથી જ રિલેશનમાં છે તે પણ પોતાના પ્રેમને ફરી જીવંત કરવા આ વીકની ઉજવણી કરે છે. તો દર વર્ષે 7 ફેબ્રુઆરીથી શરૂ થતાં વેલેન્ટાઇન વીકનો પહેલો દિવસ રોઝ ડે જ કેમ હોય છે ચાલો જાણીએ તેની પાછળનો આ રોમાંચક ઇતિહાસ.

Advertisement

રોઝ ડેનો ઇતિહાસ

રોઝ ડેના ઇતિહાસ અંગે કોઈ સત્તાવાર માહિતી નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે વિક્ટોરિયનો સૌપ્રથમ એવા લોકો હતા જેમણે એકબીજાને પ્રેમના પ્રતીક તરીકે ગુલાબ આપીને પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત, રોમન પૌરાણિક કથાઓ અનુસાર, ગુલાબને રહસ્ય અને જુસ્સાનું પ્રતીક માનવામાં આવતું હતું. તેનો ઇતિહાસ રોમની પ્રાચીન સભ્યતા સાથે જોડાયેલો હોવાનું માનવામાં આવે છે, જ્યાં પ્રેમ વ્યક્ત કરવા માટે ફૂલો, ખાસ કરીને ગુલાબ, એકબીજાને ભેટમાં આપવામાં આવતા હતા. જે પછી આ પરંપરા ધીમે ધીમે સમગ્ર વિશ્વમાં ફેલાઈ ગઈ અને ગુલાબ લવ બર્ડ્સ, પ્રેમી કપલ, મિત્રો અને પરિવાર વચ્ચે લાગણીઓ વ્યક્ત કરવા માટે એક ખાસ માધ્યમ બની ગયું. વેલેન્ટાઇન વીકના ભાગ રૂપે રોઝ ડે ઉજવવાની પરંપરા 20મી સદીના અંતમાં શરૂ થઈ હતી. ખાસ કરીને લવ બર્ડ્સ માટે રોઝ ડેનું ખૂબ મહત્વ છે. આ દિવસે પ્રેમી યુગલો એકબીજાને ગુલાબ આપીને પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે. આ એક એવો રોમેન્ટિક દિવસ છે જે પ્રેમના નાજુક દોરાથી બંધાયેલા સંબંધોને વધુ મજબૂત અને ખાસ બનાવે છે.

રેડ રોઝ

Meaning of Red Roses | Petal Talk

વેલેન્ટાઇન વીક દરમિયાન સૌથી વધુ ખરીદાતા ગુલાબમાં લાલ ગુલાબનો સમાવેશ થાય છે. લાલ ગુલાબ પ્રેમ અને રોમાંસનું પ્રતીક છે. જે લોકો તેમના પ્રેમ જીવનસાથી અથવા જીવનસાથીને તેમના સાચા પ્રેમની અભિવ્યક્તિ માટે આપે છે.

પિન્ક રોઝ

Happy Rose Day 2025: Top 50 wishes, quotes, messages, WhatsApp status to  share with partners, lovers, friends - The Economic Times

ગુલાબી રંગના ગુલાબનો અર્થ થાય છે કોઈને પસંદ કરવું કે એડમાયર કરવું. તમે તમારા માતાપિતા, શિક્ષક અથવા જીવનસાથીને આભાર માનવા માટે પણ આપી શકો છો. આ રંગના ગુલાબ આપવાનો અર્થ એ છે કે તમે તમારા જીવનમાં તેમને મેળવીને ખૂબ જ ખુશ અને આભારી છો.

વ્હાઇટ રોઝ

Rose Day 2025: White, Red, Pink And More, Types And Colours Of Roses And  What Each Signifies | Republic World

સફેદ ગુલાબ આમ તો શાંતિનું પ્રતિક છે. વિવાદનો અંત લાવવાના પ્રયાસમાં સફેદ ગુલાબ આપવામાં આવે છે. તો જો તમને કોઈ ગમતું હોય તો તમે તેને આ સફેદ ગુલાબ ભેટમાં આપી શકો છો.

યલો રોઝ

Blooming Love Happy Rose Day Backgrounds | JPG Free Download - Pikbest

પીળું ગુલાબ એ મિત્રતા અને ખુશીનું પ્રતીક છે. તમે તમારા ખાસ મિત્રને આ રંગનું ગુલાબ ભેટમાં આપી શકો છો જેથી તેને ખબર પડે કે તે તમારા માટે કેટલો/કેટલી ખાસ છે. પીળું ગુલાબ એ વ્યક્તિને આપવામાં આવે છે જેને તમે રેડ કે પિન્ક રોઝ આપવા ના માંગતા હોય.આજકાલ રોઝ સિવાય ડેઈઝી, લીલી, ઓર્ચિડ, ગેર્બેરા, કાર્નેશન વગેરે ફૂલ પણ આપી શકો છો. આજના દિવસે તમને 5-6 રોઝનું બુકે આશરે 600-700 રૂપિયામાં મળી જશે.

Tags :
Advertisement

.

×