Weight Loss Story : જીમ વગર યુવકના કપડાંની સાઇઝ XXL થી M પહોંચી
- Weight Loss Story માં મોટિવેશનલ સ્પીકરે ગજબ પરિણામ મેળવ્યું
- લોકોને અપાતી સલાહ પોતાના પર લાગુ કરીને જીવન બદલી નાંખ્યું
- રોજ 20 હજાર પગલાં, 18 મહિના સુધી અનુસરીને ચમત્કાર સર્જ્યો
Weight Loss Story : મોટિવેશનલ સ્પીકર પ્રવીણ ગુડીએ (Motivational Speaker - Praveen Gudi) પોતાના આહારમાં ફેરફાર કરી અને સાથે ચાલવાથી 17 કિલો વજન ઘટાડ્યું છે. તેઓ XXL કદથી M કદ સુધી પહોંચી ગયા છે. તેઓએ સોશિયલ મીડિયા પર પોતાની વજન ઘટાડવાની સફરનું રહસ્ય લોકો સમક્ષ ખુલ્લું કર્યું છે.
Weight Loss Story, હું બીજાને શીખવું છું
પ્રવીણ સમજાવે છે, "લાંબા સમયથી, હું મારા પોતાના શરીરની અવગણના કરીને બીજાને તાલીમ અને માર્ગદર્શન આપતો હતો. અંતે, મેં માનવ વર્તન વિજ્ઞાનના એ જ સિદ્ધાંતોને મારી આદતોમાં લાગુ કરવાનું નક્કી કર્યું જે હું બીજાઓને શીખવું છું."
View this post on Instagram
આ પણ વાંચો - Useful Tips : હાથ-પગમાં નેઇલ પોલીશ લગાવ્યા બાદ આ રીતે જલ્દી સૂકવો !
Weight Loss Story, 18 મહિનાની મુસાફરી પસંદ કરી
અસલી બદલાવ માટે ફક્ત 'સ્ટ્રીક્ટ ડાયેટ અથવા 'એક્સરસાઇઝ પ્લાન' કરતાં વધુની જરૂર છે. હવામાન કે કામના દબાણને ધ્યાનમાં લીધા વિના, પ્રવીણ દરરોજ 18,000 થી 20,000 પગલાં ચાલતો હતો. વજન ઘટાડવાની સફરમાં તેણે 30 દિવસના શોર્ટકટને બદલે 18 મહિનાની લાંબી મુસાફરી પસંદ કરી હતી.
તમે તમારી 'હેલ્થ બેંક'માં રોકાણ કરો છો !
પ્રવીણના મતે, 'તમારી કારકિર્દી હોય, ફિટનેસ હોય કે અંગત જીવન - તમે ક્યાં છો, અને તમે શું બનવા માંગો છો, તે વચ્ચેનું અંતર ફક્ત શિસ્ત દ્વારા જ દૂર કરી શકાય છે.' તે કહે છે કે, તેણે જે સૌથી મોટો પાઠ શીખ્યો તે એ હતો કે તે, બીજાઓને જે કંઈ શીખવે છે, તે પહેલા તેણે પોતાના પર લાગું કરવું જોઈએ. તે લોકોને 'યોગ્ય સમય' ની રાહ જોવાનું બંધ કરવા કહે છે. પ્રવીણ પૂછે છે, 'શું તમે તમારી 'હેલ્થ બેંક'માં રોકાણ કરો છો કે, ફક્ત બીમારી પર 'વ્યાજ' ચૂકવી રહ્યા છો ?' તે કહે છે કે, આપણે SIP અને પ્રોપર્ટી વિશે વાત કરીએ છીએ, પરંતુ હેલ્થ એકાઉન્ટ ખાલી ન થાય ત્યાં સુધી તેના પર ધ્યાન આપતા નથી.
મન પહેલા કરતાં વધુ કેન્દ્રિત અને સ્પષ્ટ બન્યું
પ્રવીણ કહે છે કે, આ પરિવર્તનથી તેમના કાર્યક્રમો માટે વધુ ઉર્જા મળી છે. મન પહેલા કરતાં વધુ કેન્દ્રિત અને સ્પષ્ટ બન્યું છે. તે જીવનશૈલીના રોગો સામે લાંબા ગાળાની વીમા પૉલિસી છે. તેઓ કહે છે, "સ્વાસ્થ્ય સંકટ આવે ત્યાં સુધી પગલાં લેવાની રાહ ન જુઓ."
આ પણ વાંચો - હાહાકાર મચાવતા Hanta Virus સામે સરકાર સતર્ક, જાણો કેટલો છે ખતરો


