Winter Besan Halwa: શિયાળામાં થાક ઉતારતો ચણાના લોટનો શીરો, રાત્રે ખાધા પછી આવશે શાંતિથી ભરેલી ઊંઘ
- Winter Besan Halwa: શિયાળાનો ઉતરશે થાક
- ચણાના લોટનો શીરો સ્વાદની સાથે આપશે નિરાંતની ઊંઘ
- ઝટપટ તૈયાર થઈ જશે ચણાના લોટનો શીરો
Winter Besan Halwa: કડકડતી શિયાળાની ઠંડી (Cold) દરમિયાન શરીરને ગરમ રાખવા માટે લોકો તેમના આહારમાં વિવિધ પ્રકારના ખોરાકનો સમાવેશ કરે છે. તમારી રોગપ્રતિકારક શક્તિ (Immune system) વધારવા અને બીમારીથી પોતાને બચાવવા માટે યોગ્ય આહારની શિયાળા આધારિત વાનગીનું સેવન કરવું ખૂબ જ જરૂર છે.
જો તમને ઠંડીને કારણે રાત્રે શાંતિથી સૂવામાં મુશ્કેલી પડી રહી હોય, તો આ પરંપરાગત પંજાબી વાનગી (Punjabi dish) છે. જે "સુડકા" (Sudaka) તરીકે ઓળખાય છે. આ વાનગી દરરોજ રાત્રે સૂતા પહેલા આરોગવાથી સારી ઊંઘ આવે છે. અને દિવસભરનો થાક (tiredness) પણ ઉતરી જાય છે. બીજા દિવસે જ્યારે ઉઠશો ત્યારે એક અનોખી પ્રકારની સ્કૂર્તી (Skurti) નો અનુભવ કરશો. પંજાબના લોકો ખાસ કરીને શિયાળાની ઋતુમાં આ વાનગી અચૂક બનાવે છે.
Winter Besan Halwa: સુડકાથી થતા લાભો
આ વાનગીને "સુડકા" અને "ચણાના લોટનો શીરો" તરીકે પણ ઓળખવામાં આવે છે. જેનું સેવન આપણા પૂર્વજોએ કરેલું છે. આજે પણ, શિયાળો આવતાની સાથે જ પંજાબી ઘરોમાં દરરોજ રાત્રે "સુડકા"નું સેવન કરવામાં આવે છે. કારણ કે તેનાથી સારી ઊંઘ આવે છે. શરીરને ગરમી મળે છે. સાથે જ રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. શરદી-ખાંસી અને ફ્લૂથી પણ રક્ષણ કરે છે. ત્યારે ચાલો આ સુડકા એટલે કે, ચણાના લોટના શીરાની પદ્ધતિ શીખીએ.
'ચણાના લોટનો શીરો' બનાવવાની સામગ્રી
- ચણાનો લોટ
- હળદર
- કાળા મરી
- આદુ
- દૂધ
- ડ્રાયફ્રૂટ
- કેસર
- ગોળ
બનાવવાની રીતઃ
- એક પેનમાં ધીમા તાપે 1 ચમચી ઘી ગરમ કરો
- કાળા મરી અને 2 ચમચી ચણાનો લોટ ઉમેરો અને મિક્સ કરો
- તેમાં 1/2 ચમચી હળદર અને 1/2 ચમચી સૂકા આદુનો પાવડર ઉમેરો
- આ બધી વસ્તુઓને સારી રીતે મિક્સ કરો
- થોડું શેકાયા પછી મનપસંદ ડ્રાયફ્રૂટ ઉમેરો
- 2 કપ દૂધ ઉમેરો અને જો તમે ઈચ્છો તો કેસર પણ ઉમેરી શકો છો
- તેને 2-3 વાર ઉભરો આવવા દો
- પછી ગેસ બંધ કરી દો
- છેલ્લે સ્વાદ મુજબ ગોળ ઉમેરો
- રાત્રે સૂતા પહેલા ગરમાગરમ સુડકાની મજા માણો
ભારતીય ભોજનમાં ચણાનો લોટ ફક્ત પકોડા કે મીઠાઈ પૂરતો મર્યાદિત નથી. આયુર્વેદમાં ચણાના લોટથી બનેલો શીરાને એક પરંપરાગત આરોગ્યપ્રદ વાનગી માનવામાં આવે છે. જે શરીરને મજબૂત બનાવવામાં, નબળાઈ દૂર કરવામાં અને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. શિયાળા દરમિયાન તેના સેવનથી ખાસ લાભ મળે છે.
Winter Besan Halwa: અનેક ગુણોથી ભરપૂર ચણાનો લોટ
શરીરને તાત્કાલિક ઉર્જા મળે છે. ચણાના લોટમાં પ્રોટીન (Protein) અને કાર્બોહાઇડ્રેટ (Carbohydrate) બંને હોય છે. શરીરને તાત્કાલિક ઉર્જા મળે છે.. અને થાક દૂર થાય છે. રોગપ્રતિકારક શક્તિ મજબૂત છે. તેમાં રહેલા આયર્ન (Iron), ઝીંક (zinc) અને જરૂરી પોષક તત્વો શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે. બદલાતી ઋતુઓમાં શરદી અને ખાંસીથી બચાવવામાં મદદ કરે છે.
વજન વધારવામાં મદદરૂપ
જે લોકો પાતળા છે અને સ્વસ્થ રીતે વજન વધારવા માંગે છે. તેમના માટે ચણાના લોટનો શીરો એક સારો વિકલ્પ છે. તે શરીરને પોષણ આપે છે. અને સ્નાયુઓને મજબૂત બનાવે છે. સાથે જ પાચનતંત્ર (Digestive system) સ્વસ્થ રાખે છે. પેટ સાફ રહે છે. અને ગેસ અને કબજિયાત (Constipation) ની સમસ્યા ઓછી થાય છે.
આ પણ વાંચો---- ઊંઘમાં મોઢું ખુલ્લું રહેતા લાળ ટપકવાની મુશ્કેલીનો આ રહ્યો સરળ ઉપાય
આ પણ વાંચો----Easy Room Warm Tips : હીટર વગર શિયાળામાં રુમને રાખો ગરમ, અપનાવો આ ટીપ્સ


