Winter fruit: શિયાળામાં જામફળમાંથી બનાવે ઝટપટ ચટાકેદાર ચટની, સ્વાદની સાથે આરોગ્ય માટે બેસ્ટ, નોંધી લો રેસિપી
- Winter fruit: જામફળની ચટની
- ઝટપટ બનીને થઈ જશે તૈયાર
- ગણતરીની સામગ્રીની પડશે શરૂર
- પરિવારજનો આંગળા ચાટતા રહી જશે
- મીઠી-ખાટી, મસાલેદાર ચટની પાચન માટે પણ લાભદાયી
- શિયાળામાં સરળ સામગ્રીથી ઝટપટ તૈયાર થશે
- આ ચટની પરાઠા કે થેપલાનો સ્વાદ વધારી દેશે
Winter fruit: શિયાળા (Winter) ની ઋતુમાં બજારમાં જામફળ પુષ્કળ પ્રમાણમાં વેચાય છે. આ ફળ માત્ર સ્વાદિષ્ટ જ નથી, સ્વાસ્થ્ય (Health) નો ખજાનો પણ છે. તેમાં વિટામિન્સ (Vitamins), ખનિજો અને એન્ટીઑકિસડન્ટ (Antioxidant) ભરપૂર માત્રામાં હોય છે. જે શિયાળામાં શરીરને વિવિધ રોગોથી રક્ષણ કરે છે. તેથી લોકો તેને વિવિધ રીતે પોતાના આહારમાં સામેલ કરતા હોય છે. પરંતુ શું તમે જાણો છો કે, જામફળની ચટની (Chutney) શિયાળામાં તમારા સ્વાદ વગરના ખોરાકને પણ સ્વાદિષ્ટ બનાવી શકે છે? શિયાળામાં પરાઠા સાથે જામફળ (Guava) ની ચટની ખાવાથી માત્ર ખોરાકનો સ્વાદ જ નહીં, પરંતુ તમારા સ્વાસ્થ્યને પણ ફાયદો થશે. માટે તમારા આરોગ્યની ચિંતા કરીને અમે તમારા માટે મીઠી અને ખાટી જામફળની ચટની બનાવવાની રેસીપી લઈને આવ્યા છીએ.
આ પણ વાંચો--------- Green tea: ગ્રીન ટી પીવા માટે સૌથી બેસ્ટ સમય કયો?, કસરત પહેલા કે પછી, તમે ક્યારે પીઓ છો?
આ જામફળની ચટની માત્ર સ્વાદિષ્ટ જ નથી, પરંતુ તે પાચન માટે પણ ઉત્તમ માનવામાં આવે છે. તેનો મીઠો, ખાટો અને મસાલેદાર સ્વાદ ખોરાકના સ્વાદમાં વધારો કરે છે. તો હવે વાર ના કરો, ઝડપથી આ રેસિપી (Recipes)વાંચીને શીખી લો ચટપટી જામફળની ચટની..
Winter fruit: જામફળની ચટની બનાવવા માટે જોઈતી સામગ્રી
જામફળ: 2 મધ્યમ કદના
કોથમીર: 1 કપ (બારીક સમારેલા)
લીલા મરચાં: 2-3 (સ્વાદ મુજબ)
આદુ: 1 ઇંચનો ટુકડો
લીંબુનો રસ: 1 ચમચી
શેકેલા જીરાનો પાવડર: 1/2 ચમચી
કાળું મીઠું: 1/2 ચમચી
સાદું મીઠું: સ્વાદ મુજબ
ખાંડ અથવા ગોળ: 1 ચમચી
Winter fruit: આ રીતે બનાવો ચટની
- સ્ટેપ-1: જામફળને સારી રીતે ધોઈને સાફ કરો. ઉપર અને નીચેનો ભાગ કાપી નાખો. હવે જામફળના નાના ટુકડા કરો. જો બીજ ખૂબ જ કઠણ હોય, તો વચ્ચેના બીજ કાઢી શકો છો. જો બીજ નરમ હોય તો તેને રહેવા દો.
- સ્ટેપ-2: સમારેલા જામફળ, કોથમીરના પાન, લીલા મરચાં અને આદુને મિક્સર જાર (Mixer jar) માં નાખો. તેમાં કાળું મીઠું, સાદું મીઠું, શેકેલું જીરું પાવડર અને ખાંડ/ગોળ ઉમેરો. થોડું પાણી (૨-૩ ચમચી) ઉમેરો અને બરછટ પેસ્ટ બનાવો.
- સ્ટેપ-3: - ચટનીને એક બાઉલમાં નાખો અને તેમાં લીંબુનો રસ ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.
- તૈયાર છે તમારી જામફળની ચટની. છે ને રેસિપી એકદમ સરળ! હવે આ ચટનીના સ્વાદની તમે ઈચ્છો તેની સાથે મજા માણી શકો છો. જેમ કે, પરાઠા, ચપાતી, બ્રેડ કે પછી થેપલા.. તમે આ ચટનીને ખીચડી કે ભાત સાથે પણ લઈ શકો છો..
આ પણ વાંચો-------- Delicious makhana kheer: ચોખાની ખીરથી કંટાળી ગયા છો? તો ટ્રાય કરી જુઓ આ રેસિપી
આ પણ વાંચો--------- Iron: પૂરતી ઊંઘ પછી પણ થાક લાગે છે? હોઈ શકે છે આયર્નની કમી, આ 10 શાકાહારી ખોરાકથી દૂર કરો ઉણપ


