Winter: શિયાળામાં ભાવતો ગાજરનો સ્વાદિષ્ટ હલવો, પરફેક્ટ માપ અને પરફેક્ટ રીતથી આવશે પરફેક્ટ સ્વાદ
- Winter: ની મીઠાઈ એટલે ગાજરનો હલવો
- લગ્ન પ્રસંગમાં મળતો ગાજરનો હલવો ઘરે બનાવો
- પરફેક્ટ માપ, પરફેક્ટ પદ્ધતિથી બનશે પરફેક્ટ હલવો
Winter: શિયાળાની સિઝનમાં ગાજરનો હલવો કોને ના ભાવે?, શિયાળો આવતાની સાથે જ દરેક વ્યક્તિના મનમાં જો કોઈ મીઠાઈ (Sweets) આવે છે, તો તે છે ગાજરનો હલવો. ઘી, દૂધની મલાઈ અને એલચીની હળવી સુગંધથી એક વાટકો ગાજરનો હલવો શિયાળાની ખુશીને બમણી કરી દે છે. પરંતુ ક્યારેક એવું થાય કે, કોઈ લગ્ન પ્રસંગમાં જે હલવો ખાધો હોય તેનો સ્વાદ ઘરે નથી આવતો, ખરું ને?. તો ચિંતા કરવાની જરૂર નથી. અમે તમારી માટે લગ્ન પ્રસંગમાં બનતા હલવાની પરફેક્ટ (Perfect) રેસિપી લઈને આવ્યા છીએ. આ ગાજરનો હલવો બનાવવા માટે જરૂર છે, ફક્ત થોડી ધીરજ અને ઘણાબધા પ્રેમની.
Winter: લગ્ન પ્રસંગના હલવાની વાત જ કઈએ અલગ હોય છે
જ્યારે લગ્નમાં પીરસવામાં આવતા ગાજરના હલવાની વાત આવે છે, ત્યારે તેનો સ્વાદ (Taste) મોઢામાં આવી જાય છે. તે વધુ પડતે સ્વીટ નથી હતો, કે વધુ પડતો લચીલો કે સૂકો પણ નથી હોતો. ઉપર ઘીનો હળવો લેપ અને દરેક સ્પૂનમાં સમૃદ્ધ, શાહી સ્વાદ ભરેલો હોય છે. આ જ કારણ છે કે લગ્નપ્રસંગમાં પીરસવામાં આવતો હલવો હંમેશા યાદ રહે છે. આ સ્વાદનું રહસ્ય મોંઘી સામગ્રીમાં નથી, પરંતુ હલવાઈની નાની, નાની પણ ખાસ ટિપ્સમાં રહેલું છે. પણ તમારા માટે સારા સમાચાર એ છે કે, આ હલવો હવે તમે તમારા ઘરે પણ બનાવી શકો છો.
Winter:હલવો બનાવવા માટેની સામગ્રી
- તાજા ગાજર -( ધોઈને છીણી લેવા)
- ઘી -સ્વાદ અનુસાર
- દૂધ -(Full cream) અડધો લીટર
- મોળો માવો -જરૂર મુજબ
- ખાંડ -જરૂર મુજબ
- ડ્રાયફ્રૂટ (Dried fruit)
- એલચી પાઉડર
Winter: ઘીમાં ગાજર સાંતળવાની સાચી રીત
ગેસ પર એક મોટી કડાઈ અથવા તપેલી મૂકો. તેમાં એક સર્વિંગ સ્પૂન (Serving spoon) ઘી ઉમેરો. ઘી ગરમ થઈ જાય પછી તેમાં છીણેલા ગાજર ઉમેરો. ગાજરને મધ્યમ તાપ પર સારી રીતે હલાવતા રહો. જેથી તે બળી ન જાય, અને ગાજરમાં રહેલું પાણી બળી જાય
દૂધ ઉમેરો
જ્યારે ગાજર થોડા નરમ થાય, ત્યારે અડધો લિટર ફુલ-ક્રીમ દૂધ ઉમેરો. સારી રીતે મિક્સ કરો. મધ્યમ તાપ પર રાંધતા રહો. દૂધ ધીમે ધીમે ગાજરમાં સમાઈ જશે, જેનાથી હલવાને ક્રીમી ટેક્સચર (Creamy texture) મળશે.
ખાંડ અને એલચી
ગાજરનું ટેક્ચર જ્યારે ક્રીમી થવા લાગે તે સ્ટેજમાં તેમાં જરૂર મુજબ ખાંડ એડ કરો. સાથે એલચી પાઉડર (Cardamom powder) પણ ઉમેરી દો. ખાંડ મિક્સ કરવાથી હલવો ઢીલો થઈ જશે. પણ ગભરાવાની જરૂર નથી. તેને ધીમા તાપમાં રંધાવા દો.
હલવાને વધુ રિચનેસ (Richness) આપવા માટે મોળો માવો
મોળા માવાને પણ ઝીણો ઝીણો છીણી લો. તેને હલવામાં ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. માવો સારી રીતે ભળી જાય તે માટે હલવાને સતત હલાવતા રહેવું. જરૂર લાગે તો ફરીથી 2-3 સર્વિંગ ચમચી ઘી ઉમેરો અને હલવો ઘટ્ટ અને ચમકદાર થાય ત્યાં સુધી રાંધો.
ડ્રાયફ્રૂટથી સ્વાદમાં થશે વધારો
હવે, મીક્સ ડ્રાયફ્રૂટ (Mix Dry Fruit)ને તૈયાર કરો. એક અલગ પેનમાં થોડું ઘી ઉમેરો અને ડ્રાયફ્રૂટને શેકી લો. તેમને હળવા ક્રશ કરો, હલવામાં ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.
હલવો બનાવવાનો અંતિમ સ્ટેપ
હવે, ગેસની આંચ એકદમ ઓછી કરી દો. હલવામાંથી ઘી છૂટું પડવાની શરૂઆત થશે. જેનાથી ખાતરી થશે કે, હલવો બનીને તૈયાર છે. હલવો તૈયાર થઈ જાય પછી, તેને એક ટ્રેમાં ટ્રાન્સફર કરી લો. હવે તેને ચોક્કસ શેપ આપી દો. છીણેલો બીજો મોળો માવો હલવા પર સ્પ્રિંકલ કરો. તેને હાથથી હળવેથી દબાવો.
ગરમાગરમ પીરસો અને આનંદ માણો!
તૈયાર કરેલા ગરમાગરમ ગાજરના હલવાને બાઉલમાં પીરસો. અને તમારા પરિવાર સાથે તેનો આનંદ માણો. શિયાળામાં માણવા માટે આનાથી સારી મીઠાઈ બીજી કોઈ નથી.
આ પણ વાંચો---- Surat: ડુમસના ઉદ્યોગપતિની દાદાગીરી, દીકરાના જન્મદિવસે જાહેર રોડ કર્યો બંધ!
આ પણ વાંચો----Gold Rate Today: શું સોનું 3 લાખે પહોંચશે? રેકોર્ડ હાઈ સપાટી બાદ નિષ્ણાતોની મોટી આગાહી


