Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

છાતીમાં જામેલો કફ દૂર કરવા માટે આ આયુર્વેદિક ઉપાયો અજમાવો

હાલમાં શિયાળાની રૂતુ જામી છે. આ દરમિયાન શરદી અને ખાંસીની સમસ્યા ઉદ્ભવતી હોય છે. ઘણા લોકોને છાતીમાં કફ જામી જાય છે, અને જેને લઇને ઘણું હેરાન-પરેશાન થવું પડે છે. ત્યારે આવા લોકો માટે ગોળીઓ અને સિરપની જગ્યાએ આયુર્વેદિક ઉપાયો ઉપલબ્ધ છે, જે ત્વરિત રાહત આપશે. જો તમે દવાઓ ના લેવા માંગતા હોવ, તો આ ઉપાય એક વખત અજમાવી જુઓ.
છાતીમાં જામેલો કફ દૂર કરવા માટે આ આયુર્વેદિક ઉપાયો અજમાવો
Advertisement
  • શિયાળામાં કફ-શરદીની સમસ્યા સામાન્ય હોય છે
  • સમસ્યા ઉકેલવા દવાઓ-સિરપની જગ્યાએ આયુર્વેદિક ઉપાયો અજમાવો
  • ઘરે ઉપલબ્ધ વસ્તુઓથી જ તમારૂ કામ થઇ જશે

Remove Cough From Chest With Ayurvedic Remedies : જો તમે છાતીમાં જામેલા કફને દૂર કરવા માટે દવાઓ કે સિરપનો ઉપયોગ ન કરવા માંગતા હો, તો કોઈ વાંધો નથી, કારણ કે, કેટલાક આયુર્વેદિક ઉપાયો પણ તમને આ સમસ્યાથી છુટકારો મેળવવામાં મદદ કરી શકે છે. પહેલાના સમયથી શરદી, ખાંસી, ફ્લૂ અને કફમાં રાહત મેળવવા માટે વરાળથી શ્વાસ લેવા અને કોગળા કરવાની ભલામણ કરવામાં આવી છે. ચાલો કેટલાક વધુ અસરકારક કુદરતી વિશે જાણીએ.

Advertisement

ગરમ પાણીમાં મેળવીને પીઓ

આદુ અને મધ : એક ચમચી મધ સાથે થોડું છીણેલું આદુ મિક્સ કરો. કફ દૂર કરવા માટે આ મિશ્રણનું સેવન કરો. જો તમે આ રીતે તેનું સેવન નકરી શકો, તો તમે તેને ગરમ પાણીમાં મેળવીને પણ પી શકો છો. આદુ અને મધમાં રહેલા પોષક તત્વો છાતીમાં જામેલા કફને દૂર કરવામાં અસરકારક સાબિત થઈ શકે છે.

Advertisement

રામબાણ ઇલાજ સાબિત થશે

કાળા મરી અને હળદરના દૂધનું સેવન : એક ગ્લાસ દૂધ ગરમ કરો. દૂધમાં એક ચમચી હળદર પાવડર અને એક ચપટી કાળા મરીનો પાવડર ઉમેરો. કફ દૂર કરવા માટે આ રામબાણ સાબિત થઈ શકે છે. શિયાળાની ઋતુમાં, ઔષધીય ગુણધર્મોથી ભરપૂર હળદર અને કાળા મરી સાથેનું દૂધ તમારા એકંદર સ્વાસ્થ્ય પર પણ સકારાત્મક અસર કરી શકે છે.

અનેક રીતે ફાયદાકારક

મધ અને કાળા મરી : મધ અને કાળા મરી બંનેમાં નોંધપાત્ર માત્રામાં પોષક તત્વો હોય છે. સૌપ્રથમ, એક ચમચી મધ લો. પછી, મધમાં એક ચપટી કાળા મરીનો પાવડર મિક્સ કરો. ઔષધીય ગુણધર્મોથી ભરપૂર આ મિશ્રણનું સેવન ગળા માટે ખૂબ જ ફાયદાકારક નીવડી શકે છે. જો આ આયુર્વેદિક ઉપાયો અજમાવ્યા પછી પણ તમારી છાતીમાં કફ રહે છે, તો તમારે ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ.

Disclaimer : આ લેખમાં દર્શાવેલ ટિપ્સ, સૂચનો અને માહિતી માત્ર સામાન્ય માહિતીના હેતુ માટે છે અને તેને વ્યાવસાયિક તબીબી સલાહ તરીકે સમજવી જોઈએ નહીં. Gujarat First News તેની સત્યતા, ચોકસાઈ અને અસરકારકતા માટે જવાબદારી લેતું નથી. કોઈપણ પ્રશ્નો અથવા ચિંતાઓ માટે હંમેશા તમારા નિષ્ણાંત ડોક્ટરની સલાહ લો.

આ પણ વાંચો ------  ખેતરો અને બાગમાં ફૂગની સમસ્યાનો અસરકારક ઉકેલ બનશે લસ્સી, જાણો રીત

Tags :
Advertisement

.

×