Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

World Immunization Week 2025 : શા માટે ઉજવાય છે આ સપ્તાહ, શું છે તેનું મહત્વ ? વાંચો વિગતવાર

આખા વિશ્વમાં એપ્રિલ 2025નું છેલ્લું અઠવાડિયું World Immunization Week 2025 તરીકે ઉજવાયું છે. આ સપ્તાહની ઉજવણી પાછળનો મુખ્ય હેતુ રસીકરણને પ્રોત્સાહન આપવા માટેનો છે. વાંચો વિગતવાર.
world immunization week 2025   શા માટે ઉજવાય છે આ સપ્તાહ  શું છે તેનું મહત્વ   વાંચો વિગતવાર
Advertisement
  • એપ્રિલ 2025નું છેલ્લું અઠવાડિયું World Immunization Week 2025 તરીકે ઉજવાયું છે
  • રસીકરણ વિશે અવેરનેસ બહુ જરુરી છે, જેના લીધે અનેક રોગો પર કાબૂ મેળવી શકાયો છે
  • દર વર્ષે રસીકરણ જાગૃતિના અનેક કાર્યક્રમો આ સપ્તાહની ઉજવણીમાં કરવામાં આવે છે

World Immunization Week 2025 : વર્ષ 2025ના એપ્રિલ મહિનાનું છેલ્લું અઠવાડિયું 24થી 30 એપ્રિલને સમગ્ર વિશ્વમાં World Immunization Week 2025 તરીકે ઉજવવામાં આવ્યું છે. આ સપ્તાહની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે લોકોમાં રસીકરણ વિશે જાગૃતિ આવે તે બહુ જરૂરી છે. જો કે વિશ્વના મોટાભાગના લોકોમાં રસીકરણ વિશે સારી એવી અવેરનેસ છે પરંતુ દુનિયાના એવા અનેક રીમોટ એરિયા છે જેમાં રસીકરણ વિશે હજૂ પણ અજ્ઞાન પ્રવર્તમાન છે. તેથી જ WHO દ્વારા વિવિધ દેશની સરકારો, હેલ્થ ઓર્ગેનાઈઝેશન, એનજીઓ અને સંસ્થાઓના સહયોગથી World Immunization Week ની ઉજવણી કરવામાં આવે છે.

World Immunization Week નો ઉદ્દેશ્ય

દર વર્ષે એપ્રિલના છેલ્લા અઠવાડિયામાં World Immunization Week ઉજવવામાં આવે છે. આ વર્ષે આ સપ્તાહ 'દરેક માનવી માટે રસીકરણ શક્ય છે' તેવી થીમ સાથે ઉજવવામાં આવી રહ્યું છે. WHO ના એક રિપોર્ટ અનુસાર 50 વર્ષોમાં ફરજિયાત રસીઓએ ઓછામાં ઓછા 154 મિલિયન લોકોના જીવ બચાવ્યા છે. તેનો અર્થ એ છે કે 5 દાયકાથી દર મિનિટે, દરરોજ 6 લોકોના જીવ બચાવવામાં આવ્યા છે. સમયસર ચોક્કસ રોગો સામે રસી લઈને તમે રોગોના સંપર્કમાં આવ્યા છતાં તેના શિકાર થતા બચી શકો છો. WHO જણાવે છે કે રસીકરણ એ માનવજાતની સૌથી મોટી સિદ્ધિઓમાંની એક છે. તેથી જ રસીકરણ વિશે અવેરનેસ ફેલાય તે ઉદ્દેશ્યથી World Immunization Week ની ઉજવણી કરવામાં આવે છે.

Advertisement

Advertisement

ટ્યુબરક્યુલોસિસ (TB) કાબૂમાં આવ્યો

ટ્યુબરક્યુલોસિસ (TB) એ માયકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ નામના બેક્ટેરિયાથી થતો ચેપી રોગ છે. ટીબી મુખ્યત્વે ફેફસાંને અસર કરે છે, પરંતુ તે શરીરના અન્ય ભાગોને પણ અસર કરી શકે છે. જો સારવાર ન કરવામાં આવે તો, તે ખૂબ જ ગંભીર બની શકે છે. આ સામે BCG રસી અસરકારક માનવામાં આવે છે. તેથી World Immunization Week ની ઉજવણી કરતી વખતે ટીબી પર કાબૂ રહે તેની ખાસ સાવચેતી રાખવામાં આવે છે.

આ પણ વાંચોઃ  Health Tips : અનિંદ્રામાં અમોઘ, અનિવાર્ય અને અસરકારક ઔષધિ અશ્વગંધા

પોલિયોમેલિટિસ (Polio) દુનિયામાંથી નાબૂદ થયો

પોલિયોમેલિટિસ (Polio) એ પોલિયોવાયરસને કારણે થતો જીવલેણ રોગ છે. જેમાં વ્યક્તિના કરોડરજ્જુને ચેપ લાગે છે. જેનાથી લકવો પણ થઈ શકે છે. Polio(અથવા પોલિયોમેલિટિસ) નો કોઈ ઈલાજ નથી, પરંતુ સલામત અને અસરકારક રસીકરણ દ્વારા તેને અટકાવી શકાય છે. Polio અટકાવવા માટે બે રસીઓ IPV અને OPV છે. CDC બાળકોને લકવા સહિત ગંભીર પોલિયો રોગથી બચાવવા માટે પોલિયો રસીના 4 ડોઝ આપવાની ભલામણ કરે છે.

કેન્સરમાં રસીકરણ

HPV સામાન્ય રીતે Cervical Cancer નું કારણ બની શકે છે. જે સ્ત્રીઓમાં ચોથું સૌથી સામાન્ય કેન્સર છે. સર્વાઈકલ કેન્સરના લગભગ તમામ કેસો HPV ને કારણે થાય છે. યુનાઈટેડ સ્ટેટ્સમાં દર વર્ષે પુરુષો અને સ્ત્રીઓ બંનેમાં HPV કેન્સરના લગભગ 36,000 કેસોનું કારણ બને છે. રસીકરણ આ રોગને રોકવાનો એક અસરકારક રસ્તો છે. HPV રસીકરણ HPV ચેપ સામે સલામત, અસરકારક અને કાયમી રક્ષણ પૂરું પાડે છે જે સામાન્ય રીતે કેન્સરનું કારણ બને છે. જો કે CDC એમ પણ કહે છે કે એચપીવી રસી શ્રેણી સૌથી વધુ અસરકારક હોય છે જ્યારે કોઈ વ્યક્તિ વાયરસના સંપર્કમાં આવે તે પહેલાં આપવામાં આવે છે.

આ પણ વાંચોઃ  Health Tips: ટૂથપેસ્ટ કરતા પણ વધુ અસરકારક છે આ ધરેલું દંતમંજન

Tags :
Advertisement

.

×