ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

World Organ Donation Day 2025 : શું આપ જાણો છો શરીરના કયા અંગોનું દાન કરી શકાય છે ?

દર વર્ષે 13 મી ઓગસ્ટને World Organ Donation Day તરીકે ઉજવવામાં આવે છે. વાંચો વિગતવાર.
12:35 PM Aug 13, 2025 IST | Hardik Prajapati
દર વર્ષે 13 મી ઓગસ્ટને World Organ Donation Day તરીકે ઉજવવામાં આવે છે. વાંચો વિગતવાર.
World Organ Donation Day 2025 Gujarat First-13-08-2025--

World Organ Donation Day 2025 : દર વર્ષે 13 ઓગસ્ટને વિશ્વ અંગદાન દિવસ (World Organ Donation Day) તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો હેતુ અંગદાનના મહત્વ વિશે જાગૃતિ ફેલાવવાનો છે. અંગદાનથી કોઈ વ્યક્તિને નવજીવન આપી શકાય છે. કોઈ દિવ્યાંગ વ્યક્તિને નવેસરથી સામાન્ય જીવન જીવવા સક્ષમ બનાવી શકાય છે. આ દિવસની ઉજવણી દર વર્ષે કરીને WHO, તબીબી સંસ્થાઓ, NGO વગેરે અંગદાન કરવા માટે પ્રોત્સાહન આપે છે. આ દિવસ નિમિત્તે અંગદાન જાગૃતિ વિષયક કાર્યક્રમો પણ હાથ ધરવામાં આવે છે. દર વર્ષે અંગદાન દિવસની ઉજવણી માટે વિશિષ્ટ થીમ નક્કી કરવામાં આવે છે.

 

આ વર્ષે થીમ છે 'આન્સર ધી કોલ'

દર વર્ષે અંગદાન દિવસની ઉજવણી માટે વિશિષ્ટ થીમ નક્કી કરવામાં આવે છે. 2025 માં World Organ Donation Day ની થીમ 'આન્સર ધી કોલ' (Answer the Call) રાખવામાં આવી છે. જે ઓર્ગન ડોનેશન અને ટ્રાન્સપ્લાન્ટ એલાયન્સ દ્વારા નક્કી કરવામાં આવી છે. આ થીમ ઓર્ગન ડોનેશનમાં વધુને વધુ લોકોને જોડાવા માટે માટે પ્રેરણા આપે છે. યુનાઈટેડ નેટવર્ક ફોર ઓર્ગન શેરિંગ (UNOS) અનુસાર હાલમાં વિશ્વભરમાં 1,03,993 થી વધુ લોકો અંગ પ્રત્યારોપણની રાહ જોઈ રહ્યા છે પરંતુ તેમની સામે ઓર્ગન ડોનરની સંખ્યા ખૂબ જ ઓછી છે.

આ પણ વાંચોઃ  Har Ghar Tiranga Abhiyan: ગૃહમંત્રી અમિતભાઈ શાહે દિલ્હીમાં ફરકાવ્યો તિરંગો

અંગદાનનો ઈતિહાસ અને મહત્વ

વિશ્વનું પ્રથમ સફળ અંગ પ્રત્યારોપણ 1954માં થયું હતું. જ્યારે રોનાલ્ડ લી હેરિકે તેમના જોડિયા ભાઈને તેમની કિડનીનું દાન કર્યું હતું. આ સર્જરી કરનારા ડો. જોસેફ મુરેને બાદમાં 1990 માં પ્રત્યારોપણમાં તેમના મહત્વના કાર્ય પ્રદાન માટે મેડિસિનનો નોબેલ પુરસ્કાર મળ્યો હતો. અંગદાન દિવસના માધ્યમથી લોકોમાં અંગદાન પ્રત્યે અવેરનેસ (Organ donation awareness) આવે છે. આ ઉપરાંત અંગની અછતની જાહેરાત કરવામાં આવે છે. અંગદાન દિવસ લોકોને પોતાની સામાજિક જવાબદારી પ્રત્યે સભાન પણ કરે છે. એક વ્યક્તિ અંગદાનથી 8 જેટલા જીવન બચાવી શકાય છે. જેમાં મૃત વ્યક્તિના કિડની, યકૃત, ફેફસાં, હૃદય, સ્વાદુપિંડ, આંતરડાનું દાન કરી શકાય છે.

આ પણ વાંચોઃ  Independence Day 2025 : આજે લાલ કિલ્લા ખાતે ફુલ ડ્રેસ રિહર્સલ કરાયું, અનેક માર્ગ બંધ કરાયા

Tags :
Answer the CallFirst successful organ transplantGujarat FirstGUJARAT FIRST NEWShistory and importanceOrgan donation awareness 2025Organ Donation Day August 13organ donation themeTheme of World Organ Donation Day 2025World Organ Donation Day 2025
Next Article