Yogurt in winter: શિયાળાની ઋતુમાં લોકોને પોતાના ખોરાક વિશે ઘણા પ્રશ્નો સતાવતા હોય છે. આ ચિંતાઓમાંથી એક છે દહીં. ઉનાળા (Summer) માં આપણને દહીં ખૂબ ભાવે છે. પરંતુ શિયાળો આવતાની સાથે જ ઘણા લોકો તેને ખાવાનું બંધ કરી દે છે. લોકો માનતા હોય છે કે, શિયાળાની ઠંડીમાં દહીં આરોગવું ના જોઈએ.
સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે શિયાળામાં દહીં ખાવાથી શરદી-ખાંસી, ફ્લૂ અથવા ગળામાં દુખાવો થઈ શકે છે. પરંતુ શું દહીં ખરેખર સ્વાસ્થ્ય (Health) માટે હાનિકારક છે. કે પછી એ માત્ર લોકોની ગેરસમજ છે. આજે આ લેખમાં આપણે શિયાળામાં દહીં ખાવાના ફાયદાઓ વિશે જાણીશું.
Yogurt in winter: સૌપ્રથમ એ સમજીએ કે દહીં કેમ ખાવું જોઈએ ?
દહીંમાં કેલ્શિયમ (Calcium), ફોસ્ફરસ (Phosphorus), પોટેશિયમ (Potassium) અને વિટામિન બી (Vitamin B) ભરપૂર માત્રામાં હોય છે. આ પોષક તત્વો મજબૂત હાડકાં જાળવવામાં, નર્વસ સિસ્ટમનું યોગ્ય કાર્ય જાળવવામાં અને ઉર્જા પ્રદાન કરવામાં મદદ કરે છે. શિયાળા દરમિયાન જ્યારે લોકો બહાર ઓછું જવાનું વલણ ધરાવે છે. અને શારીરિક પ્રવૃત્તિ ઓછી થાય છે. ત્યારે દહીં ખાવાથી શરીરની સક્રિય કામગીરી જાળવવામાં મદદ મળે છે.
Yogurt in winter: આંતરડાના સ્વાસ્થ્યમાં સુધારો
![Yogurt in winter 03_GUJARAT_FIRST]()
આથો આપેલા દહીંમાં પ્રોબાયોટિક્સ (Probiotics) નામના ગુડ બેક્ટેરિયા (Good bacteria) હોય છે, જે આંતરડાના સ્વાસ્થ્યને જાળવવામાં મદદ કરે છે. શિયાળો ચેપનું જોખમ વધારે છે. તેથી મજબૂત પાચનતંત્ર શરીરને બીમારીઓ સામે વધુ સારી રીતે લડવામાં મદદ કરે છે. દહીંમાં રહેલા પ્રોબાયોટિક્સ આંતરડાના બેક્ટેરિયાનું સંતુલન જાળવી રાખે છે. અને શિયાળાની સામાન્ય બીમારીઓ સામે રક્ષણ આપવામાં મદદ કરી શકે છે.
આ પણ વાંચો------ Winter fruit: શિયાળામાં જામફળમાંથી બનાવે ઝટપટ ચટાકેદાર ચટની, સ્વાદની સાથે આરોગ્ય માટે બેસ્ટ, નોંધી લો રેસિપી
Yogurt in winter: રોગપ્રતિકારક શક્તિ વધે છે
દહીંમાં રહેલા પ્રોબાયોટિક્સ રોગપ્રતિકારક શક્તિ (Immune system) ને મજબૂત બનાવવામાં પણ મદદ કરે છે. શિયાળો શરદી (Cold) અને ફ્લૂ (Flu) નું જોખમ વધારે છે. આવી સ્થિતિમાં રોગપ્રતિકારક શક્તિ વધે તે જરૂરી બને છે.માટે દરરોજ દહીં ખાવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે. અને સિઝનેબલ બીમારીઓનું જોખમ ઘટે છે.
ધ્યાન રાખવા જેવી બાબતો
શિયાળામાં યોગ્ય રીતે અને યોગ્ય માત્રામાં દહીંનું સેવન કરવું જોઈએ. યોગ્ય માત્રામાં લીધેલું દહીં ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે. જોકે ક્યારેય પણ ખૂબ ખાટું કે વાસી દહીં ખાવું ન જોઈએ.
![Yogurt in winter 02_GUJARAT_FIRST]()
શિયાળાની ઋતુમાં દહીં હંમેશા ઓરડાના તાપમાનમાં જ ખાવું જોઈએ. અને રેફ્રિજરેટર (Refrigerator) માંથી બહાર કાઢ્યા પછી તરત જ આરોગવાની ટેવ ટાળવું જોઈએ. કારણ કે ઠંડુ દહીં ગળામાં દુખાવો અથવા ઉધરસ થવાનું કારણ બની શકે છે. શ્વસન સમસ્યાઓ ધરાવતા લોકોએ પણ સાંજે 5 વાગ્યા પછી દહીં લેવાનું ટાળવું જોઈએ. કારણ કે તે લાળનું ઉત્પાદન વધારી શકે છે. ખાસ કરીને એલર્જી અથવા અસ્થમા ધરાવતા લોકોએ પણ બપોર પછી દહીં લેવાનો આગ્રહ ના રાખવો.
નોંધ: આ સમાચાર ફક્ત માહિતી માટે છે. તમારા આહારમાં કોઈપણ ફેરફાર કરતા પહેલા ડૉક્ટરની સલાહ ચોક્કસ લો.
આ પણ વાંચો------ Tea and snacks: ચા સાથે આ નાસ્તો ના કરવો, દિવસમાં 2-3 વખત ચા પીતા હો તો જરૂર વાંચો
આ પણ વાંચો------ Antibiotics : હવે રેપરથી થશે એન્ટિબાયોટિક્સની ઓળખ, કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય