Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Gujarat Latest News: હળવદના સાપકડા ગામે વીજ લાઈન મુદ્દે ખેડૂતો અને પોલીસ વચ્ચે તકરાર

gujarat latest news  હળવદના સાપકડા ગામે વીજ લાઈન મુદ્દે ખેડૂતો અને પોલીસ વચ્ચે તકરાર
Advertisement

ગુજરાત અને દેશભરના તમામ મહત્વના સમાચાર ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ડિજિટલ પર તમને વાંચવા મળશે સવારના 7 વાગ્યાથી રાત્રીના 12 વાગ્યા સુધી. અમે દિવસભર તમામ સમાચાર અપડેટ કરતા રહીશું અને આપના સુધી તમામ સમાચારો પહોંચાડીશું,અહીં તમને દેશ અને દુનિયાના દરેક બ્રેકિંગ ન્યૂઝ મળશે. દિવસના મોટા સમાચારો માટે એક ક્લિક કરીને જાણવા માટે, અમારા પેજ પર રહો અને રિફ્રેશ કરતા રહો.

દેશની સરહદોની સુરક્ષા પર કેન્દ્રનું વિશેષ ફોકસ

June 4, 2026 11:47 pm

Advertisement

દેશની સરહદોની સુરક્ષા અભેદ્ય બનાવવાના કેન્દ્ર સરકારના વિશેષ ફોકસ વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ત્રિપુરાની મહત્વપૂર્ણ મુલાકાતે જઈ રહ્યા છે. છેલ્લા 15 દિવસની અંદર ગૃહમંત્રીનો આ ત્રીજો સરહદી પ્રવાસ છે. આ પૂર્વે તેઓ રાજસ્થાન અને ગુજરાતના સરહદી વિસ્તારોની મુલાકાત લઈ ચૂક્યા છે, જે બાદ હવે તેઓ ત્રિપુરામાં બોર્ડર સિક્યોરિટીની સર્વગ્રાહી સમીક્ષા કરશે.આ પ્રવાસ દરમિયાન ગૃહમંત્રી અમિત શાહ ભારત-બાંગ્લાદેશ સરહદે આવેલા ત્રિપુરાના લંકામૂરા સરહદી વિસ્તારની પ્રત્યક્ષ મુલાકાત લેશે. ત્યાં તેઓ સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કરવાની સાથે બીએસએફ (BSF) અને ઉચ્ચ સૈન્ય અધિકારીઓ સાથે બેઠક યોજીને સરહદી સુરક્ષા, ઘૂસણખોરી રોકવા માટેના પગલાં અને વર્તમાન પડકારો અંગે વિસ્તૃત સમીક્ષા કરશે.

Advertisement

અમદાવાદના વાડજમાં ચાલુ લાઈનનો વીજપોલ રિક્ષા પર ધરાશાયી

June 4, 2026 11:41 pm

અમદાવાદના વાડજ વિસ્તારમાં આવેલા રામાપીરના ટેકરા પાસે એક મોટી દુર્ઘટના સર્જાતા અટકી છે. અહીં રિક્ષા સ્ટેન્ડ નજીક આવેલો ચાલુ લાઈટનો એક ભારેખમ વીજ થાંભલો અચાનક રસ્તા પર ઉભેલી રિક્ષા પર ધરાશાયી થયો હતો. વીજપોલ પડવાને કારણે ઘટનાસ્થળે અચાનક અફરાતફરી મચી ગઈ હતી, પરંતુ સદનસીબે તે સમયે રિક્ષામાં કે આસપાસ કોઈ હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી છે. ચોમાસાની શરૂઆત પહેલા જ આ પ્રકારે ચાલુ લાઈનનો થાંભલો ધરાશાયી થતાં સ્થાનિક રહીશોમાં તંત્રની બેદરકારી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

ડભોઈના મહુડી ભાગોળમાં હિંસક મારામારી બાદ પોલીસ પર પથ્થરમારો

June 4, 2026 11:11 pm

વડોદરા જિલ્લાના ડભોઈના મહુડી ભાગોળ વિસ્તારમાં થયેલી મારામારી બાદ કાયદો અને વ્યવસ્થા જાળવવાની ફરજ પર તૈનાત પોલીસ જવાનો પર જ હિંસક હુમલો થવાની ચકચારી ઘટના સામે આવી છે. સરકારી હોસ્પિટલ પાસે બનેલી આ ઘટનામાં કાયદાકીય કાર્યવાહીથી નારાજ થયેલા કેટલાક અસામાજિક તત્વોએ ફરજ પરના પોલીસ કર્મચારીઓને નિશાન બનાવ્યા હતા. હુમલાખોરોએ હેડ કોન્સ્ટેબલ નવીનભાઈ ઝાલા પર ઈંટના ટુકડાઓ વડે ઘાતક હુમલો કર્યો હતો, જ્યારે તેમની સાથે હાજર કોન્સ્ટેબલ શુભમ પર પણ હુમલો કરી ઈજાઓ પહોંચાડી હતી. ડભોઈ પોલીસે આ મામલે કડક વલણ અપનાવતા હુમલાના મુખ્ય આરોપી પરવેજ ઉર્ફે રાજા ગરાસીયા સહિત કુલ ૧૧ શખ્સો વિરૂદ્ધ સરકારી કામમાં રૂકાવટ, રાયોટિંગ અને પોલીસ પર હુમલો કરવા સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

હળવદના સાપકડા ગામે વીજ લાઈન મુદ્દે ખેડૂતો અને પોલીસ સામસામે

June 4, 2026 10:49 pm

મોરબી જિલ્લાના હળવદ તાલુકાના સાપકડા ગામે પ્રાઇવેટ વીજપોલ કંપનીની હાઈટેન્શન વીજ લાઈન નાખવાના મુદ્દે સ્થાનિક ખેડૂતો અને પોલીસ વચ્ચે ભારે ઘર્ષણ થતાં મામલો ગરમાયો છે. હળવદથી વટામણ સુધી પસાર થનારી આશરે 765 KVની વીજ લાઈનના કામ સામે ખેડૂતો છેલ્લા ઘણા દિવસોથી જમીનના યોગ્ય વળતરની માંગ સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આ વિરોધ પ્રદર્શન દરમિયાન આજે એક ખેડૂતે અર્ધનગ્ન હાલતમાં આવીને કંપની અને તંત્ર સામે અનોખો આક્રોશ વ્યક્ત કર્યો હતો. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે પોલીસે વિરોધ કરી રહેલા આ ખેડૂતની અટકાયત (ડિટેન) કરી હતી. જો કે, પોલીસ દ્વારા ડિટેન કરાતાં જ ખેડૂતની તબિયત અચાનક લથડી પડી હતી, જેને પગલે તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. બીમાર પડેલા ખેડૂતને તાત્કાલિક અસરથી નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાને પગલે સાપકડા પંથકના ખેડૂતોમાં વહીવટી તંત્ર અને પોલીસની કડક કાર્યવાહી સામે ભારે રોષ ફાટી નીકળ્યો છે.

પીએમ નરેન્દ્ર મોદીની મુલાકાતને લઈ તૈયારીઓ આખરી ઓપમાં

June 4, 2026 10:25 pm

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે સુરત શહેરની મુલાકાતે આવી રહ્યા છે, જેને પગલે વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. પીએમ મોદીના આ મહત્વપૂર્ણ પ્રવાસને ધ્યાનમાં રાખીને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સ્થાનિક ઉચ્ચ અધિકારીઓ સાથે સુરતની મુલાકાત લઈને સમગ્ર વ્યવસ્થાઓનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું.

આમોદમાં ગરીબોના મકાનો તોડવા મામલે મોટી કાર્યવાહી

June 4, 2026 10:10 pm

ભરૂચના આમોદમાં ગરીબોના મકાનો તોડી પાડવાના ચકચારી મામલે પોલીસે કડક કાયદાકીય એક્શન લીધા છે. આમોદના માંડવા ફળિયા વિસ્તારમાં ગરીબ પરિવારોના મકાનો પર બુલડોઝર ફેરવી દેવાની ગંભીર ઘટનામાં આમોદ પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને મુખ્ય આરોપીની ધરપકડ કરી લીધી છે. મકાનો તોડવાના આ સમગ્ર વિવાદના મુખ્ય સૂત્રધાર એવા બશીર પટેલને પોલીસે દબોચી લીધો છે.મુખ્ય આરોપી ઉપરાંત પોલીસે આ ગેરકાયદેસર ડિમોલિશનની કામગીરીમાં વપરાયેલા જેસીબી (JCB) મશીનના ડ્રાઈવરને પણ ઝડપી પાડીને ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે. આ ગુનાહિત કૃત્ય પાછળ અન્ય કયા-કયા શખ્સો સામેલ હતા અને કોની શું ભૂમિકા હતી, તે દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ કાર્યવાહીને પગલે સ્થાનિક સ્તરે ભારે ચર્ચા જાગી છે.

અમદાવાદ: AMCની બેઠકમાં ગોતાના પ્રદૂષિત પાણીનો મુદ્દો ગાજ્યો

June 4, 2026 10:03 pm

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની બેઠકમાં શહેરના ગોતા વિસ્તારમાં આવી રહેલા પ્રદૂષિત પાણીનો ગંભીર મુદ્દો ચર્ચાના કેન્દ્ર સ્થાને રહ્યો હતો. આ મામલે તંત્ર દ્વારા સ્થાનિક લોકોને પાણી અંગે કોઈ પૂર્વ સૂચના આપવામાં આવી ન હોવાને કારણે ભારે નારાજગી જોવા મળી હતી. એટલું જ નહીં, લાઈનમાં આવતું પાણી પીવાલાયક નથી તેવી કોઈ સત્તાવાર જાહેરાત પણ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી ન હતી, તેમજ પાણીની ટાંકીઓ સાફ કરવા અંગે પણ નાગરિકોને કોઈ માર્ગદર્શન કે સૂચના અપાઈ ન હતી.તંત્રની આ ગંભીર નિષ્કાળજીને પગલે બેદરકાર અધિકારીઓ સામે કડક પગલાં લેવાની માંગ ઉઠી છે. જવાબદાર અધિકારીઓને તાત્કાલિક ઓળખી કાઢી તેમની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે મ્યુનિસિપલ કમિશનરને ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં હાલ ૨૬ જેટલા વિસ્તારોને 'વોટર પોલ્યુશન' (દૂષિત પાણી) હેઠળ જાહેર કરવામાં આવ્યા છે. બેઠકમાં નવા વિસ્તારોમાં ભવિષ્યમાં આવી કોઈ બેદરકારી ન રાખવા માટે તંત્રને કડક તાકીદ કરવામાં આવી છે, સાથે જ પ્રદૂષિત પાણીના કારણે શહેરમાં પાણીજન્ય રોગચાળો ન ફેલાય તે માટે તમામ જરૂરી આગોતરા પગલાં લેવા માટે વહીવટી વિભાગને કડક સૂચના આપવામાં આવી છે.

સુરેન્દ્રનગર: બી-ડિવિઝન પોલીસની કાર્યવાહી

June 4, 2026 10:02 pm

સુરેન્દ્રનગર બી-ડિવિઝન પોલીસે સરાહનીય કામગીરી કરીને છેતરપિંડીનો ભોગ બનેલા એક અરજદારને તેમનું ગીરવે મૂકેલું આઈશર વાહન હેમખેમ પરત અપાવ્યું છે. સમગ્ર મામલાની વિગત એવી છે કે, અરજદાર દિનેશભાઈ ગેલડિયાએ લોન પર એક આઈશર ગાડી લીધી હતી. આ વાહન તેમણે આગળના હપ્તા નિયમિત ભરવાની શરતે પ્રફુલભાઈ ક્લાડીયા નામના વ્યક્તિને વાપરવા આપ્યું હતું. જો કે, પ્રફુલભાઈએ અરજદારની જાણ બહાર જ આ આઈશર ગાડીને ₹૧ લાખમાં અન્ય જગ્યાએ ગીરવે મૂકી દીધી હતી અને લોનના હપ્તા ન ભરીને દિનેશભાઈ સાથે મોટી છેતરપિંડી આચરી હતી.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્શન મોડમાં

June 4, 2026 9:37 pm

અમદાવાદમાં ચોમાસાની શરૂઆત થાય તે પહેલાં નાગરિકોને હાલાકીમાંથી બચાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) એક્શન મોડમાં આવ્યું છે. આજે યોજાયેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આ અંગે એક મોટો અને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. કમિટી દ્વારા તંત્રને આગામી ૭ દિવસની અંદર શહેરભરમાં વરસાદ પહેલાં ખોદાયેલા તમામ ખાડાઓ પૂરી દેવા માટે કડક સૂચના આપવામાં આવી છે. ચોમાસા દરમિયાન રસ્તાઓ પર પાણી ભરાવાની અને અકસ્માતની સમસ્યા ન સર્જાય તે માટે આજથી જ શહેરમાં નવા ખોદકામની મંજૂરી આપવા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે, તેમજ રસ્તાઓ તોડવાની તમામ કામગીરી પર પણ રોક લગાવી દેવાઈ છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ સંબંધિત વિભાગોના અધિકારીઓને તાકીદ કરવામાં આવી છે કે ખાડા પૂરવાની આ કામગીરીમાં કોઈપણ પ્રકારની ઢીલાશ કે બેદરકારી ચલાવી લેવામાં આવશે નહીં. તંત્રનો મુખ્ય ઉદ્દેશ્ય ચોમાસાની ઋતુમાં વાહનચાલકો અને સ્થાનિક લોકોને રસ્તાઓ પર કોઈ મુશ્કેલી ન પડે તે સુનિશ્ચિત કરવાનો છે.

રાજકોટ: ગુજસીટોક ગુનાના બે ફરાર આરોપીઓ ઝડપાયા

June 4, 2026 8:29 pm

રાજકોટમાં કુખ્યાત 'શામજી મક્કા ગેંગ' વિરૂદ્ધ નોંધાયેલા ગુજસીટોક (GUJCTOC)ના ગુનામાં ફરાર બે આરોપીઓને ઝડપી પાડવામાં પોલીસને મોટી સફળતા મળી છે. ગત 21 એપ્રિલના રોજ આ ગેંગના કુલ ૧૨ સભ્યો વિરૂદ્ધ ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, જેમાંથી અગાઉ 9 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી હતી, જ્યારે 3 આરોપીઓ નાસતા ફરતા હતા. પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરીને ફરાર આરોપીઓ પૈકીના હરેશ ખીમસુરીયા અને રોહિત રાઠોડને ઝડપી લીધા છે. પકડાયેલા આ બંને આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને તેમની વિરૂદ્ધ અગાઉથી જ 9 ગંભીર ગુનાઓ સહિત કુલ 38 જેટલા ગુનાઓ અલગ-અલગ પોલીસ મથકોમાં દાખલ થયેલા છે. હાલ પોલીસે બંનેની અટકાયત કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દાહોદ: ધાડપાડુ ગેંગના ૭ સાગરીતો ઝડપાયા

June 4, 2026 8:01 pm

દાહોદ શહેરમાં કોઈ મોટી ઘરફોડ ચોરી કે લૂંટની ઘટના બને તે પહેલાં જ એલસીબી (LCB) પોલીસે કિલર ઓપરેશન પાર પાડીને એક કુખ્યાત આંતરરાજ્ય ધાડપાડુ ગેંગને ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે. શહેરમાં ગુનાને અંજામ આપવા માટે રેકી કરી રહેલા શંકાસ્પદ ઇસમો પોલીસની નજરે ચડતાં, ટીમે ત્વરિત કાર્યવાહી કરીને ગેંગના 7 જેટલા લૂંટારાઓને દબોચી લીધા હતા. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે પકડાયેલા આ આરોપીઓ દેશના અલગ-અલગ રાજ્યોમાં ચોરી અને ધાડ સહિતના આશરે 72 જેટલા ગુનાઓમાં સંડોવાયેલા છે. ધરપકડ દરમિયાન પોલીસને આરોપીઓ પાસેથી લોખંડ કાપવાનું આધુનિક હાઈડ્રોલિક કટર તેમજ અન્ય ઘાતક હથિયારો મળી આવ્યા છે, જે ગુનાહિત પ્રવૃત્તિ માટે સાથે રખાયા હતા. પોલીસે તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરતાં, કોર્ટે તમામના ૨૪ કલાકના રિમાન્ડ મંજૂર કર્યા છે.

સંઘપ્રદેશ દમણમાં આવતીકાલે પીએમ નરેન્દ્રભાઈ મોદીનો પ્રવાસ

June 4, 2026 7:59 pm

સંઘપ્રદેશ દમણમાં આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી મુલાકાતે આવી રહ્યા છે, જેને લઈને સ્થાનિક પ્રશાસન દ્વારા તમામ તૈયારીઓ પૂરજોશમાં પૂર્ણ કરી લેવામાં આવી છે. વડાપ્રધાનના હસ્તે દમણ પ્રદેશને ₹2970 કરોડના ખર્ચે સાકાર થનારા કુલ 56 જેટલા વિવિધ વિકાસલક્ષી કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સતત આઠમી વખત સંઘપ્રદેશની મુલાકાતે આવી રહ્યા છે.આ પ્રવાસ દરમિયાન દમણની બે મોટી અને મહત્વની યોજનાઓના નામ રાતોરાત બદલીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામ પર રાખવામાં આવ્યા છે. દમણના ડોમેસ્ટિક એરપોર્ટનું નામ હવે 'નમો એરપોર્ટ' કરવામાં આવ્યું છે, જ્યારે દમણની સૌથી મોટી અને જાણીતી મરવડ હોસ્પિટલનું નામ બદલીને 'નમો હોસ્પિટલ' કરવામાં આવ્યું છે, જેનું લોકાર્પણ પીએમના હસ્તે થશે. આ બંને મોટી સંસ્થાઓના નામ વડાપ્રધાન સાથે જોડાતા દમણવાસીઓમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત વડાપ્રધાનના હસ્તે પ્રદેશના પ્રખ્યાત આઇકોનિક બ્રિજ અને અદ્યતન કન્વેન્શન સેન્ટર જેવા અનેક નવા પ્રકલ્પોનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવશે.

વડોદરા: પાદરામાં MGVCLની ગંભીર બેદરકારી

June 4, 2026 7:42 pm

વડોદરાના પાદરા વહીવટી વિસ્તારમાં MGVCLના અધિકારીઓની મોટી બેદરકારી સામે આવી છે. પાદરા નગરપાલિકાના વોર્ડ નંબર ૩માં આવેલી વૃંદાવન વિલા સોસાયટી પાસે MGVCL દ્વારા વીજ ટ્રાન્સફોર્મર (ડીપી)નું અર્ધિંગ સીધું પાણીની મુખ્ય લાઈનમાં આપી દેવામાં આવ્યું છે. આ ગંભીર ભૂલના કારણે લાઈનમાંથી હજારો ક્યુસેક પાણીનો વેડફાટ થઈ રહ્યો છે, જેને પગલે સ્થાનિક લોકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.આ લાઈન દ્વારા ઘરોમાં સપ્લાય થતા પાણીમાં વીજ કરંટ ઉતરવાનો મોટો ભય ઊભો થયો છે, જેને કારણે સ્થાનિક રહીશો ધ્રુજારી અનુભવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, બરાબર એક વર્ષ પહેલાં જ આ જ વિસ્તારમાં પાણીમાં કરંટ ઉતરવાની ઘટના બની ચૂકી છે, જ્યારે અગાઉ નજીકના વિસ્તારમાં જ કરંટ લાગવાના કારણે એક વિદ્યાર્થીએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ભૂતકાળની આવી ગંભીર ઘટનાઓ છતાં તંત્ર દ્વારા દાખવવામાં આવેલી આ આડોડાઈથી લોકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

ગુજરાતમાં 20 જૂન પછી વિધિવત એન્ટ્રી અને 7 જૂનથી પ્રી-મોન્સૂન એક્ટિવિટી શરૂ

June 4, 2026 7:24 pm

હવામાન વિભાગ દ્વારા ચોમાસાને લઈને મહત્વની આગાહી કરવામાં આવી છે, જે મુજબ આજથી કેરળમાં ચોમાસું સક્રિય થઈ ગયું છે. કેરળમાં એન્ટ્રી બાદ હવે ગુજરાતમાં આગામી ૨૦ જૂન પછી ચોમાસું વિધિવત રીતે બેસી જશે. જો કે, તે પહેલાં આગામી ૭ જૂનની આસપાસથી જ રાજ્યમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી શરૂ થવાના કારણે ઘણા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળશે અને વરસાદ વરસશે.આ વર્ષના ચોમાસા દરમિયાન સરેરાશ ૮૫ થી ૯૦ ટકા જેટલો વરસાદ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ વખતે અલ-નીનોની અસરને કારણે વરસાદની વધ-ઘટ નિર્ભર રહેશે, જેના લીધે રાજ્યમાં ક્યાંક વરસાદની ઘટ તો ક્યાંક અતિવૃષ્ટિ જેવો માહોલ પણ જોવા મળી શકે છે. હવામાનની આ બદલાતી સ્થિતિ વચ્ચે ખેડૂતો માટે આ વખતનું ચોમાસું અનિશ્ચિત સમયના વરસાદ વાળું સાબિત થઈ શકે છે.

ગુજરાત જાહેર સેવા આયોગની રવિવારે યોજાશે પરીક્ષા

June 4, 2026 6:37 pm

ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા આગામી રવિવારે વિવિધ મહત્વની ભરતી પરીક્ષાઓનું આયોજન કરવામાં આવ્યું છે. આ દિવસે ગુજરાત વહીવટી સેવા, એકાઉન્ટ ઓફિસર (વર્ગ-2) અને આસિસ્ટન્ટ કન્ઝરવેટર ઓફ ફોરેસ્ટ (ACF - વર્ગ-1)ની પરીક્ષાઓ યોજાશે. રવિવારે સવારે 11:00 વાગ્યાથી બપોરે 2:00 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન યોજાનારી આ પરીક્ષામાં રાજ્યભરમાંથી કુલ 75,487 ઉમેદવારો ભાગ લેવાના છે. પરીક્ષાને લઈને આયોગ દ્વારા તમામ વહીવટી તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. ખાસ કરીને દિવ્યાંગ ઉમેદવારો સરળતાથી પરીક્ષા આપી શકે તે માટે સેન્ટરો પર અલગ-અલગ વિશેષ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે અને તેમના માટે નિયમોમાં પણ જરૂરી સાનુકૂળ ફેરફારો કરવામાં આવ્યા છે.

ગૃહ વિભાગનો મોટો નિર્ણય

June 4, 2026 6:25 pm

ગુજરાત ગૃહ વિભાગ દ્વારા રાજ્યના પોલીસ બેડામાં મોટા પ્રમોશનના આદેશ જાહેર કરવામાં આવ્યા છે. ગૃહ વિભાગે 4 હથિયારી ડેપ્યુટી સુપરિટેન્ડન્ટ ઓફ પોલીસ (Dy.SP)ને પોલીસ અધિક્ષક (SP) વર્ગ-૧ તરીકે બઢતી આપી છે. જે અધિકારીઓને પ્રમોશન આપવામાં આવ્યું છે, તેમાં પી.વી. રાવલ, બી.એલ. દેસાઈ, એચ.પી. દોશી અને જી.વી. પઢેરીયાનો સમાવેશ થાય છે. ગૃહ વિભાગના આ આદેશને પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓમાં આનંદનો માહોલ છે.

કચ્છ કોંગ્રેસ સંગઠનમાં શિસ્તભંગના મોટા પગલાં

June 4, 2026 6:23 pm

કચ્છ જિલ્લા કોંગ્રેસ સંગઠન દ્વારા પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ કરનારા સભ્યો સામે લાલઆંખ કરીને કડક શિસ્તભંગના પગલાં લેવામાં આવ્યા છે. પક્ષની નીતિ અને શિસ્ત વિરુદ્ધ કામગીરી કરવા બદલ કુલ 19 સભ્યોને કોંગ્રેસમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. સસ્પેન્ડ કરાયેલા આ સભ્યોમાં સંગઠનના વિવિધ હોદ્દેદારો અને સક્રિય કાર્યકરો સામેલ છે. કોંગ્રેસ પક્ષ દ્વારા લેવાયેલા આ આકરા નિર્ણયને પગલે હાલ કચ્છના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે અને આ વિષય ચર્ચાના કેન્દ્ર સ્થાને રહ્યો છે.

અમદાવાદમાં વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વિશેષ જનજાગૃતિ અભિયાન

June 4, 2026 6:21 pm

અમદાવાદમાં વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે મેરેંગો સિમ્સ હોસ્પિટલ અને અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક વિશેષ જનજાગૃતિ પહેલ હાથ ધરવામાં આવી છે. આ કાર્યક્રમમાં 'પાણી બચાવો, કિડની બચાવો, પર્યાવરણ બચાવો'ના સૂત્ર સાથે નાગરિકોને પર્યાવરણ અને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત કરવાનો પ્રયાસ કરાયો હતો. આ પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ સહિતના અનેક અગ્રણી મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અભિયાન અંતર્ગત ઉપસ્થિત લોકોને કિડની હેલ્થ, ઓર્ગન ડોનેશન (અંગદાન) અને પાણી સંરક્ષણ જેવા મહત્વના વિષયો પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તબીબો અને મહાનુભાવોએ શરીરને સ્વસ્થ રાખવા માટે પૂરતું પાણી પીવાની અનિવાર્યતા સમજાવી હતી, સાથે જ ભવિષ્યની પેઢી માટે પાણીનો બગાડ અટકાવી તેનો યોગ્ય ઉપયોગ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

રાજ્યસભા ચૂંટણી માટે ઉમેદવારોનું લિસ્ટ જાહેર

June 4, 2026 6:16 pm

ભારતીય જનતા પાર્ટી (Bharatiya Janata Party - BJP) ના કેન્દ્રીય કાર્યાલય, નવી દિલ્હી (New Delhi) થી જાહેર કરાયેલી અખબારી યાદી અનુસાર, પક્ષની કેન્દ્રીય ચૂંટણી સમિતિએ વિવિધ રાજ્યોમાં યોજાનારી રાજ્યસભાની ચૂંટણી અને પેટાચૂંટણી માટે પોતાના સત્તાવાર ઉમેદવારોના નામોની જાહેરાત કરી દીધી છે. ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અને મુખ્યાલય પ્રભારી અરુણ સિંહ (Arun Singh) ની સહી સાથે આ યાદી સત્તાવાર રીતે બહાર પાડવામાં આવી છે.

રાજકોટમાં સાતમ-આઠમના લોકમેળાનું સ્થળ બદલાવાની શક્યતા

June 4, 2026 6:16 pm

રાજકોટના પ્રખ્યાત સાતમ-આઠમના લોકમેળાના સ્થળમાં ફેરફાર થવાના સંકેતો મળી રહ્યા છે. મેળાને ન્યૂ રેસકોર્સ મેદાનમાં યોજવા માટે કલેક્ટર દ્વારા સરકાર પાસે ₹૧૮ કરોડની ગ્રાન્ટની માંગણી કરવામાં આવી છે. આ ગ્રાન્ટ અંતર્ગત અટલ સરોવર પાસે આવેલી જમીનને સમથળ કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે. અગાઉ તત્કાલીન કલેક્ટર પ્રભવ જોશીના સમયમાં આ કામ માટે ₹૧૨ કરોડની માંગણી કરવામાં આવી હતી, જેમાં એક જ વર્ષમાં ₹૬ કરોડનો વધારો થયો છે.સ્થાનિક ધારાસભ્ય દર્શિતા શાહ અને રમેશભાઈ ટીલાળા દ્વારા મેળાનું સ્થળ બદલવા માટે અગાઉ રજૂઆતો કરવામાં આવી હતી. જો રાજ્ય સરકાર દ્વારા આ રકમ મંજૂર કરવામાં આવશે, તો આ વર્ષે લોકમેળો નવા રેસકોર્સ મેદાન ખાતે યોજાશે.

અમદાવાદમાં આજથી વર્લ્ડ યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપનો પ્રારંભ

June 4, 2026 5:48 pm

અમદાવાદમાં આજથી પ્રથમ વખત પ્રતિષ્ઠિત 'વર્લ્ડ યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ'નું આયોજન થવા જઈ રહ્યું છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં આ વૈશ્વિક સ્પર્ધાનો ભવ્ય પ્રારંભ થશે. આ ચેમ્પિયનશિપ શહેરના મણિનગર વિસ્તારમાં આવેલા એકા અરેના ટ્રાન્સટેડિયા ખાતે આગામી 4 થી 8 જૂન સુધી યોજાશે.આ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં વિશ્વના 70 દેશોમાંથી આશરે 500 જેટલા ઉત્કૃષ્ટ ખેલાડીઓ પોતાના કૌશલ્યનું પ્રદર્શન કરશે. આ ભવ્ય આયોજન પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય યોગાસનને વૈશ્વિક રમત તરીકે આગવી ઓળખ અપાવીને ભવિષ્યમાં કોમનવેલ્થ ગેમ્સ અને ઓલિમ્પિક સુધી પહોંચાડવાનો છે.

અમદાવાદના ઘાટલોડિયામાં રોગચાળો વકર્યો

June 4, 2026 5:45 pm

અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં ફેલાયેલા રોગચાળાનો મુદ્દો હવે દિલ્હી સુધી પહોંચ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે દિલ્હીથી જ પોતાના મતવિસ્તારની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે. આ અંગે તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને અમદાવાદના મેયર સાથે સીધી વાતચીત કરીને તંત્રને જરૂરી તમામ પગલાં લેવા માટે કડક સૂચના આપી છે.

બેફામ ડમ્પરોને લઇને કોંગ્રેસની પ્રતિક્રિયા

June 4, 2026 5:30 pm

અમદાવાદમાં બેફામ ડમ્પરોને લઇને કોંગ્રેસની પ્રતિક્રિયા, અગાઉ પણ ડમ્પરોથી અકસ્માતની ઘટનાઓ બને છે, આવા ડમ્પરચાલકોને કોણ પરવાનગી આપે છે?, હપ્તારાજના કારણે નિર્દોષ લોકો પોતાનો જીવ ગુમાવે છે,આરટીઓ અને પોલીસ હપ્તારાજમાંથી બહાર આવે,''ભ્રષ્ટાચારના લીધે નિર્દોષ જીવ ના જાય તેની તકેદારી રાખવી જોઈએ''

અમિતભાઇ શાહે પોતાના મતવિસ્તારની કરી ચિંતા

June 4, 2026 5:28 pm

દિલ્હીથી અમિતભાઇ શાહે પોતાના મતવિસ્તારની કરી ચિંતા,અમદાવાદના ઘાટલોડિયામાં રોગચાળાનો મુદ્દો દિલ્હી સુધી પહોંચ્યો,કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહે સ્થિતિ અંગે તાગ મેળવ્યો ,CM ભૂપેન્દ્રભાઇ પટેલ અને મેયર સાથે કરી વાતચીત ,તંત્રને જરૂરી તમામ પગલાઓ લેવા માટે આપી સૂચના ,પાણી પુરવઠા અધિકારીઓને તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચના,હેલ્થ વિભાગની 40 ટીમો હાઉસ ટુ હાઉસ સરવે શરૂ કરાયો ,અંડરગ્રાઉન્ડ ટાંકીઓની સફાઇની કામગીરી હાથ ધરાઇ ,સોસાયટીઓમાં ટેન્કર મારફતે ચોખ્ખુ પાણી પહોંચાડવા કામગીરી,

ધોલેરા એરપોર્ટ પર પ્લેનનું સફળ લેન્ડિંગ

June 4, 2026 3:44 pm

અમદાવાદના ધોલેરા ખાતે આવેલા નવા ગ્રીનફિલ્ડ એરપોર્ટ પર પ્લેનનું સફળ લેન્ડિંગ કરવામાં આવ્યું છે. આ સાથે જ આ પ્રોજેક્ટમાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ થઈ છે.ધોલેરા ખાતે દેશનું સૌથી મોટું કાર્ગો ટર્મિનલ તૈયાર કરવામાં આવ્યું છે. એરપોર્ટના રનવેની લંબાઈ ૪ કિમી રાખવામાં આવી છે, જેથી ભવિષ્યમાં વિશ્વના સૌથી મોટા પ્લેન પણ અહીં સરળતાથી લેન્ડ થઈ શકશે. આ એરપોર્ટ કાર્યરત થવાથી આંતરરાષ્ટ્રીય સ્તરે વેપાર માટે સીધી કનેક્ટિવિટી ઉપલબ્ધ થશે. નોંધનીય છે કે ધોલેરા એરપોર્ટના વિકાસ કાર્યનો પ્રારંભ ૨૦૨૨માં કરવામાં આવ્યો હતો.

કલોલ: ભાભીના ત્રાસથી કંટાળી માતા, પુત્રી અને દોહિત્રીએ કેનાલમાં કૂદી કરી આત્મહત્યા

June 4, 2026 3:04 pm

કલોલના પિયજ ગામ નજીકની કેનાલમાંથી મહેસાણાના તળેટી ગામના એક જ પરિવારની ત્રણ મહિલાઓના મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. મળતી માહિતી મુજબ, માતા, પુત્રી અને દોહિત્રીએ સામૂહિક આપઘાત કર્યો છે. પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે, પરિવારની પુત્રવધૂ (ભાભી)ના માનસિક ત્રાસ અને પતિને પરિવારની વિરુદ્ધ ઉશ્કેરવાની પ્રવૃત્તિથી કંટાળીને આ પગલું ભર્યું હોવાનો ગંભીર આક્ષેપ છે. હાલ કલોલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી રહી છે.

સુરતમાં PM મોદીના આગમને લઈ શહેર પોલીસ દ્વારા સઘન સુરક્ષા વ્યવસ્થા

June 4, 2026 2:53 pm

PMના રૂટ પર સઘન ચેકીંગ, ફ્લાયઓવર બ્રિજ નીચે પણ ચેકીંગ, ડોગ સ્ક્વોડની મદદથી PMના રૂટ ઠેર ઠેર સઘન ચેકીંગ, આવતીકાલે PM મોદીનું સુરત આગમન, PMના આગમન પૂર્વે શહેર પોલીસ તરફથી સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરવામાં આવ્યો.

અમદાવાદના બેફામ ડમ્પર ચાલકનો થયેલ વીડિયો વાયરલનો મામલો

June 4, 2026 2:43 pm

અકસ્માત બાદ એસજી હાઈવે પર દોડાવ્યું હતું ડમ્પર. ડમ્પર ચાલાક આરોપીને ટ્રાફિક પોલીસે કરી ધરપકડ. પોલીસકર્મીઓએ પણ રોકવાનો પ્રયાસ કર્યો છતાં ન રોક્યું ન હતું ડમ્પર. રોડ પર અન્ય વાહનચાલકોના જીવ જોખમમાં મૂક્યા હતા. SG1 ટ્રાફિક પોલીસે ડમ્પર ચાલકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.

ઓપરેશન મ્યુલ હંટ હેઠળ ગુજરાત સાયબર સેન્ટર ઓફ એક્સલન્સની કાર્યવાહી

June 4, 2026 2:37 pm

ગઈકાલ રાત સુધીમા 92 ફરિયાદો દાખલ થઈ છે. 182 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. 670 મ્યુલ અકાઉન્ટ પકડવામાં આવ્યા. સમગ્ર દેશના 3464 ગુના ડિટેક્ટ થયા છે. ગુજરાતના 307 ગુના ડિટેક્ટ થયા છે. રૂપિયા 1649 કરોડની છેતરપિંડીની રકમના ગુનાનો ભેદ ઉકેલાયા. સુરત શહેરે સૌથી વધુ 58 ફરિયાદ નોંધી.

બનાસકાંઠા રેન્જના પ્રથમ આઈજી તરીકે પરીક્ષિતા રાઠોડ

June 4, 2026 2:12 pm

બનાસકાંઠા જિલ્લાના વહીવટી વિભાજન બાદ નવી રચાયેલી બનાસકાંઠા રેન્જના પ્રથમ રેન્જ આઈજી (ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ) તરીકે પરીક્ષિતા રાઠોડે કાર્યભાર સંભાળી લીધો છે. બનાસકાંઠા જિલ્લાના વિભાજન પછી આ પ્રથમ વખત છે કે બનાસકાંઠા રેન્જ અસ્તિત્વમાં આવી છે અને તેના પ્રથમ રેન્જ આઈજી તરીકે પરીક્ષિતા રાઠોડની નિમણૂક કરવામાં આવી છે. રાજ્ય પોલીસ વિભાગમાં જનસંખ્યાના પ્રમાણમાં મહેકમ વધારવાની સાથે સાથે રેન્જનુ વિભાજન કરવામાં આવ્યુ છે.

Banaskantha થી કચ્છ સુધી પોલીસની નવી રેન્જનું માળખું જાહેર, બનાસકાંઠા રેન્જમાં બનાસકાંઠા, વાવ થરાદ અને પાટણ જિલ્લો રહેશે

June 4, 2026 2:12 pm

ગુજરાતના ગૃહ વિભાગે બોર્ડર રેન્જનું વિભાજન કર્યુ છે અને નવી બનાસકાંઠા રેન્જ બનાવાઇ છે. જેમાં મોરબી જિલ્લાને બોર્ડર રેન્જમાં મૂકવાનો આવ્યો છે. બનાસકાંઠા રેન્જમાં બનાસકાંઠા, વાવ થરાદ અને પાટણ જિલ્લો રહેશે, બોર્ડર રેન્જમાં પૂર્વ કચ્છ, પશ્ચિમ કચ્છ અને મોરબી જિલ્લાનો સમાવેશ થાય છે. રાજકોટ રેન્જમાં રાજકોટ ગ્રામ્ય, જામનગર, દેવભૂમિ દ્વારકા, અને સુરેન્દ્રનગરનો સમાવેશ થાય છે.

જયપુરમાં તંત્રએ 5 માળની બિલ્ડીંગ તોડી

June 4, 2026 1:35 pm

એકબાજુ નમી ગયેલી બિલ્ડીંગથી હતી દહેશત, રામગંજના ચીતા વાલા મહોલ્લામાં કાર્યવાહી, નગર નિગમમાં સ્થાનિકોએ કરી હતી રજૂઆત. બિલ્ડીંગ તોડી પડાતા મોટી દુર્ઘટના ટળી.

દાહોદ સ્માર્ટ સિટીનો ઘાતક ભ્રષ્ટાચાર: સાઈનબોર્ડ બન્યા યમદૂત, તંત્ર હજુ પણ ઘોર નિંદ્રામાં!

June 4, 2026 1:14 pm

દાહોદમાં સ્માર્ટ સિટી પ્રોજેક્ટના લાખોના ખર્ચે લગાવાયેલા સાઈનબોર્ડ જોખમી સાબિત થઈ રહ્યા છે. ગરબાડા ચોકડીએ બોર્ડ ધરાશાયી થતાં 3 લોકોના મોત છતાં તંત્ર નિંદ્રામાં છે. અન્ય બોર્ડ પણ કાટ અને નબળા ફાઉન્ડેશનને કારણે ગમે ત્યારે પડી શકે તેમ છે. લોકોના જીવ જોખમમાં મૂકનાર જવાબદાર એજન્સી અને અધિકારીઓ સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી છે. તાત્કાલિક અસરથી આવા જોખમી બોર્ડ ઉતારી લેવા જરૂરી છે.

ખેડા પોલીસની મોટી કામગીરી, ગેરકાયદેસર રહેતા 9 બાંગ્લાદેશી નાગરિકો ઝડપાયા

June 4, 2026 1:13 pm

ખેડા જિલ્લા પોલીસે વિવિધ વિસ્તારોમાં મેગા સર્ચ ઓપરેશન હાથ ધરીને મોટી સફળતા મેળવી છે. આ દરમિયાન ગેરકાયદેસર રીતે વસવાટ કરતા 9 બાંગ્લાદેશી નાગરિકો (3 પુરુષ, 5 મહિલા, 1 બાળક) ઝડપાયા છે. 60 થી વધુ શકમંદોની પૂછપરછ બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી. હાલ પોલીસે ઝડપાયેલા લોકો સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી તેમને વતન પરત મોકલવાની તજવીજ હાથ ધરી છે.

સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાંથી પણ ઝડપાયા

June 4, 2026 12:56 pm

બીજી તરફ, વ્યૂહાત્મક રીતે સંવેદનશીલ ગણાતા સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાંથી પણ 53 જેટલા બાંગ્લાદેશી ઘૂસણખોરો ઝડપાયા છે. જેમાં સૌથી વધુ કચ્છ પૂર્વમાં 27 અને કચ્છ પશ્ચિમમાં 7 બાંગ્લાદેશીઓ પકડાયા છે. આ ઉપરાંત રાજકોટ શહેરમાં 5, સુરેન્દ્રનગરમાં 5, બોટાદમાં 3, મોરબીમાં 2 તેમજ જામનગર, દેવભૂમિ દ્વારકા અને જૂનાગઢમાંથી 1-1 બાંગ્લાદેશી નાગરિકની ધરપકડ થઈ છે. હાલમાં રાજ્યભરમાં સુરક્ષા એજન્સીઓ દ્વારા 280થી વધુ શંકાસ્પદ વ્યક્તિઓની અટકાયત કરીને તેમના દસ્તાવેજોની વેરિફિકેશનની પ્રક્રિયા યુદ્ધના ધોરણે ચાલી રહી છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, જેમ-જેમ તપાસ અને પૂછપરછ આગળ વધશે તેમ-તેમ ઝડપાયેલા ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિકોનો આંકડો હજી પણ વધી શકે છે.

સૌથી વધુ નારોલ વિસ્તારમાં બાંગ્લાદેશી ઝડપાયા

June 4, 2026 12:55 pm

તો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના જેસીપીનું વધુમાં કહેવું છે કે, એજન્ટો 50 હજારથી વધુ રૂપિયા મેળવતા હતા અને ટ્રેન મારફતે બાંગ્લાદેશીઓ અહીં આવ્યાં છે. એજન્ટો ઘરઘાટી તરીકે કામની વાત કહીને ભારત કે ગુજરાત લાવે છે, બાદમાં મહિલાઓને દેહવ્યાપારમાં ધકેલવામાં આવે છે. હાલ પકડાયેલ બાંગ્લાદેશીઓ સામે માત્ર ડિપોર્ટેશન કામગીરી થશે, જો કોઈ ગેરકાયદે કામગીરીમાં હશે તો ફરિયાદ થશે અને ગયા વર્ષે 465 બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કર્યા હતા જે ઝડપી પ્રક્રિયા હતી.

એજન્ટ ક્યા કયા છે તેની તપાસ ચાલુ છે

June 4, 2026 12:55 pm

તો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના જેસીપીનું કહેવું છે કે, સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે અને કોણ કોણ એજન્ટો છે તે દિશામાં તપાસ ચાલુ છે. જે મહિલાઓ ઝડપાઈ છે તેમાં મોટા ભાગની મહિલાઓ સ્પામાં કામ કરતી હોવાની વાત સામે આવી છે. હાલ પકડેલ બાંગ્લાદેશીઓની ફિંગર પ્રિન્ટ લેવામાં આવશે, જેના આધારે ખ્યાલ આવશે કે અગાઉ પકડાયેલા પૈકી હમણાં છે કે કેમ ! સૌથી વધુ વેસ્ટ બંગાળ બોર્ડર મારફતેથી ગુજરાતમાં બાંગ્લાદેશીઓ આવ્યા છે અને અમદાવાદના નારોલ વિસ્તારમાં સૌથી વધુ બાંગ્લાદેશી ઝડપાયા છે.

રાજયભરમાંથી 501 ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ ઝડપાયા, મોટાભાગની મહિલાઓ કરતી હતી સ્પામાં કામ

June 4, 2026 12:55 pm

Operation Delta Hunt : રાજયભરમાં બાંગ્લાદેશીઓ સામે ઓપરેશન ડેલ્ટા હંટ ચાલી રહ્યું છે. જેમાં રાજયભરમાંથી 501 ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ ઝડપાયા છે. નાયબ મુખ્યમંત્રીની સૂચના બાદ હાથ ધરાયું હતું ઓપરેશન અને અલગ-અલગ જિલ્લાઓમાં હાથ ધરવામાં આવી હતી તપાસ. ગુજરાતમાં ઓપરેશન ડેલ્ટા હંટને લઈ પોલીસ ગેરકાયદે વસવાટ કરતા બાંગ્લાદેશીઓને ઝડપી રહી છે, અમદાવાદમાં સૌથી વધારે ગેરકાયદે વસવાટ કરતા બાંગ્લાદેશીઓ ઝડપાયા છે અને આગામી દિવસોમાં પણ આ ઓપરેશન પોલીસનું યથાવત રહેશે જિલ્લાભરમાં.

દેશમાં ચોમાસાની વિધિવત શરૂઆત

June 4, 2026 12:15 pm

કેરળમાં નૈઋત્યના ચોમાસાનું આગમન. એક સપ્તાહ સુધી કેરળમાં ભારે વરસાદનું એલર્ટ, તમિલનાડુ, કર્ણાટકમાં ભારે વરસાદનું એલર્ટ. ગત વર્ષની સરખામણીએ એક સપ્તાહ મોડું.

રાજકોટ-ભાવનગર રોડ પર આવેલ હોટલના કિચનમાં થયો બ્લાસ્ટ

June 4, 2026 11:21 am

રાજકોટની ઠાકરધણી હોટલના કિચનમાં બ્લાસ્ટ થયો હોવાની વાત સામે આવી છે, ઘટનાની જાણ થતાની સાથે પોલીસ અને ફાયર વિભાગ દોડી આવ્યું હતું, એકનું મોત થયું છે. બાકી કોઈ જાનહાની થઈ નથી. રાજસ્થાનથી યુવક મજૂરી કરવા માટે હોટલમાં નોકરી કરતો હતો અને તેનો જીવ ગયો છે. સાત મહિના અગાઉ યુવક નોકરી માટે આવ્યો હતો અને હોટલમાં નોકરી કરતો હતો. તો યુવકના પિતાનું પણ અગાઉ મોત થયું હતુ અને પરિવારની જવાબદારી આ યુવક પર હતી.

પરિવારનું પેટ ભરવા આવેલા યુવકની હોમાઈ જિંદગી, બ્લાસ્ટ થતા હોટલમાં મચી દોડધામ

June 4, 2026 11:21 am

Rajkot-ભાવનગર રોડ પર આવેલી એક હોટલમાં બ્લાસ્ટ થયો હોવાની વાત સામે આવી છે જેમાં એક યુવકનું મોત થયું છે. સૂત્રો તરફથી એવી માહિતી મળી છે કે કુલંટ ગેસની બોટલમાં આ બ્લાસ્ટ થયો છે. તો ઘટનાની જાણ થતાની સાથે ફાયર વિભાગ અને પોલીસ સ્થળ પર પહોંચી હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

અમરેલીમાં સરસિયા રાઉન્ડના લુવારિયા વીડીમાં સિંહનું મોત

June 4, 2026 11:03 am

છેલ્લા 2-3 દિવસથી સિંહણ બીમાર હોવાનું સામે આવ્યું. કૃષ્ણનગર અને લુવારીયા વિસ્તારમાં બીમારીથી પીડાતો હતો. ધારી ગીર પૂર્વ અને ગીર પશ્ચિમમાં 12થી વધુ સિહના મોત. ધારી ગીર પૂર્વના અધિકારીઓ નથી ઉઠાવી રહ્યા ફોન. અગાઉ પણ લુવારિયા વીડીમાં બીમારીથી સિંહનું થયું હતું મોત, સિંહણનો ગર્ભકાળ હોય અને બીમારીના કારણે થયું મોત.

અમદાવાદમાં ડમ્ફર ચાલક બેફામ

June 4, 2026 11:03 am

ડિવાઈડર કુદાવીને ડમ્ફર ચાલક ભાગ્યો. એજી હાઈવ પર બેફામ ડમ્ફર દોડાવ્યું. કારને ટક્કર માર્યાબાદ ડમ્ફર ચાલક ભાગ્યો.

રાજકોટમાં કોર્પોરેટર્સની વિઝીટમાં મળી દારૂની ખાલી કોથળીઓ

June 4, 2026 10:35 am

મેયર વોર્ડ ઓફિસની બાજુમાં જ દારૂની ખાલી કોથળીઓ મળી, વોર્ડ ઓફિસ બાજુમાં દારૂની ખાલી કોથળીઓ મળતા અનેક સવાલ. પ્રિ મોન્સૂન કામગીરી ચકાસણી માટે નીકળ્યા હતા કોર્પોરેટર. તમામ 18 વોર્ડમાં કોર્પોરેટર પોતાના વિસ્તારની કરી રહ્યાં છે વિઝીટ. વોકળામાં સફાઇની કામગીરીની સમીક્ષા કરવામાં આવી. કેટલાક વિસ્તારમાં સફાઇ ન થતી હોવાનું સામે આવ્યું. પ્રિ-મોન્સૂન કામગીરી અંતર્ગત સાફ-સફાઇ કરવામાં આવશેઃ કોર્પોરેટર.

આંતરરાજય વાહન ચોર ગેંગ ઝડપાઈ, મોંઘીદાટ કારની ચોરી કરી મોજશોખ કરતા હતા પૂરા

June 4, 2026 10:21 am

સુરતની ઉત્રાણ પોલીસને મોટી સફળતા મળી છે જેમાં પોક્સો કેસનો પેરોલ જમ્પ આરોપી પણ આંતરરાજ્ય વાહન ચોર ગેંગમાં ઝડપાઈ જતા પોલીસને સફળતા મળી છે, અલગ-અલગ રાજયોમાં મોંઘીદાટ કારની ચોરી કરતા હોવાની વાત સામે આવી છે, તો પોલીસે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

અંબાજીના ચિખલા હેલીપેડ પર નબીરાઓએ ઉજવ્યો જન્મદિવસ, અસામાજિક તત્વો પોલીસને પડકાર આપતા હોય તેવી સ્થિતિ

June 4, 2026 9:41 am

Banaskantha : બનાસકાંઠાના અંબાજીમાં એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં વીડિયોમાં જોઈ શકાય છે કે નબીરાઓ જાહેર રોડ પર નહી પરંતુ હેલીપેડ પર પહોંચી જન્મદિવસની ઉજવણી કરી રહ્યાં છે, આ મામલે હાલમાં ગુનો નોધાયો નથી પરંતું અંબાજી પોલીસ સ્ટેશનના પીઆઈ આ વીડિયો જુઓ અને ગુનો નોંધો તે જરૂરી બન્યું છે. અંબાજી નજીક ચિખલા હેલીપેડ ઉપર નબીરાઓએ ઉજવ્યો જન્મદિવસ અને અસામાજિક તત્વો પોલીસને પડકાર આપતા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે, વીડિયોમાં એક બે જણા નહી પરંતું ઘણા લોકો દેખાઈ રહ્યાં છે અને હેલીપેડમાં અંદર કાર લઈ જઈને તેના બોનેટ પર બેસીને નબીરાઓએ જન્મદિવસ ઉજવ્યો હતો, તો હેલીપેડ સુધી અંદર કઈ રીતે પહોંચ્યા પહેલો સવાલ તો એ છે. શું હેલીપેડ પાસે કોઈ સિકયુરિટી નથી કે પછી સિકયુરિટીએ જ નબીરાઓને અંદર જવા દીધા!.

નશ્વરદેહ પંચમહાભૂતમાં વિલિન થશે અને શિવભક્ત કૈલાશવાસી થશે

June 4, 2026 9:14 am

શિવભક્ત અને જનનાયક એવા 8મી ટર્મના સિનિયર ધારાસભ્ય યોગશ પટેલ (ઉવ.79)નું નિધન થયું છે. તેમના દીકરા અને બન્ને દીકરી અમેરિકાથી વડોદરા ખાતે આવી ગયા છે, એ પછી રાવપુરા અમદાવાદી પોળ ખાતેના નિવાસ સ્થાનથી યોગેશ પટેલના નશ્વરદેહને સવારે 9.30 કલાકે અંતિમ દર્શન માટે મૂકાશે. જેમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સહિતના નેતાઓ- કાર્યકર્તાઓ, વિવિધ સંગઠનો, મંડળો મોટી સંખ્યામાં જોડાશે. મુખ્યમંત્રી અથવા નાયબ મુખ્યમંત્રી પણ આવે તેવી સંભાવના છે. એ પછી ત્યાંથી 10.30 કલાકે અંતિમયાત્રા નીકળશે જે ખાસવાડી સ્મશાન ખાતે પહોંચશે. જ્યાં પુણ્યદેહ પંચમહાભૂતમાં વિલિન થઈ જશે.

સ્મશાન યાત્રાના રૂટને નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે

June 4, 2026 9:14 am

રાવપુરા અમદાવાદી પોળ ખાતેના નિવાસસ્થાનેથી આજે સવારે 10.45 યોગેશ પટેલની અંતિમ યાત્રા નીકળશે. જે રાવપુરા ટાવર ચાર રસ્તા, કોઠી ચાર રસ્તા, એસ.એસ.જી. હોસ્પિટલ રોડ થઈને ખાસવાડી સ્મશાન ગૃહે પહોંચશે. અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં નગરજનો ઉમટી પડવાની શકયતાઓ હોવાથી સ્મશાન યાત્રાના રૂટ ઉપર પોલીસ બંદોબસ્ત ગોઠવવાનું આયોજન કરવામાં આવ્યું છે. ડી.સી.પી. ટ્રાફિક તેમજ ડી.સી.પી. ઝોન 2ના નેતૃત્વમાં સંપૂર્ણ સુપરવિઝન રહેશે. અમદાવાદી પોળથી જ્યુબિલી બાગ તરફ તેમજ ગાંધીનગર ગૃહથી સૂરસાગર ફરતે સુધીના વિસ્તારને પાર્કિંગ એરિયા તરીકે ઘોષિત કરાયો છે. આ વિસ્તારમાં વાહનો પાર્ક કરાશે. સ્મશાન યાત્રાના રૂટને નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે.

શિવભકત ધારાસભ્ય યોગેશ પટેલના નિધનથી શહેરભરમાં શોક, આજે નીકળશે અંતિમયાત્રા

June 4, 2026 9:13 am

Vadodaraના ભાજપના માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલની આજે કરાશે અંતિમવિધિ. 2 જૂના 2026ના રોજ બપોરના સમયે તબિયત નાદુરસ્ત હોવાના કારણે સ્ટર્લિંગ હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. આજે અમદાવાદી પોળના નિવાસસ્થાનેથી નીકળશે અંતિમ યાત્રા તો બીજી તરફ ગરમીના કારણે 4.4 કિમીના બદલે 2.4 કિમીનો રૂટ કરાયો છે અને ખાસવાડી સ્મશાનમાં કરવામાં આવશે અંતિમ સંસ્કાર. સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલની અંતિમયાત્રા આજે રાવપુરા અમદાવાદી પોળથી કારેલીબાગ ખાસવાડી સ્મશાન ગૃહ ખાતે પહોંચશે. સ્મશાન યાત્રાના રૂટ પર 2 ડીસીપી, 3 એસીપી, 6 પીઆઈ,11 પી.એસ.આઈ. તેમજ 120 પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જ્યુબિલી બાગથી ગાંધીનગર ગૃહ તરફના રોડ ઉપરાંત મહારાણી હાઈસ્કૂલ સહિતના સૂરસાગર ફરતેના વિસ્તારને પાર્કિંગ એરિયા તરીકે જાહેર. કરવામાં આવ્યો છે.

હથિયાર પણ જમા કરી દેવાયું

June 4, 2026 8:44 am

મુખ્ય સરકારી વકીલ સુધીર બહ્મભટ્ટે અને મૂળ ફરિયાદીના વકીલ શ્રીધર દેરાસરીએ આ જામીન અરજીનો વિરોધ કર્યો હતો. ફરિયાદી તરફથી આક્ષેપ કરાયો હતો કે આરોપી નિવૃત્ત ડીવાયએસપી હોવા છતાં કાયદાનો ડર રાખ્યા વિના પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે લક્ઝુરિયસ કારમાં આવ્યા હતા અને જાહેર સ્થળે પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. તેમાંથી બે રાઉન્ડ સીધા ફરિયાદીને નિશાન બનાવીને કરાયા હતા. પરંતુ ફરિયાદી ખસી જતાં બચાવ થયો હતો. સમગ્ર ઘટનાને નજરે જોનાર સાક્ષીઓના BNSS કલમ 183 મુજબના નિવેદન લેવડાવવા માટે તપાસનીશ અધિકારી દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ છે. જેથી જામીન ન આપવા જોઈએ ત્યારબાદ કોર્ટે ત્રણેય આરોપીની જામીન અરજી ફગાવી દીધી છે.

ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખતા જામીન આપી શકાય નહીં

June 4, 2026 8:44 am

હાલમાં આ કેસની તપાસ અત્યંત મહત્ત્વના તબક્કે હોવાથી અને ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખતા જામીન આપી શકાય નહીં. હવે આરોપીઓ ગુજરાત હાઈકોર્ટમાં જામીન મેળવવા માટે અરજી કરશે. નિવૃત્ત ડીવાયએસપી અશોકસિંહ ચૌહાણ, તેમના પુત્ર સિદ્ધાર્થ અને પુત્રી ખ્યાતીએ જામીન મેળવવા માટે સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી. જેમાં ત્રણે વતી કોર્ટમાં એવી રજૂઆત કરાઈ કે તેઓ સંપૂર્ણપણે નિર્દોષ છે અને તેમને ખોટી રીતે આ કેસમાં ફસાવવામાં આવ્યા છે. તેમની જમીન પર કેટલાક અસામાજિક તત્વોએ ગેરકાયદેસર કબજો કરવાનો પ્રયાસ કર્યો હતો.

નહેરૂનગર ફાયરિંગ કેસમાં નિવૃત DYSP સહિત 3 આરોપીના જામીન કોર્ટે ફગાવ્યા

June 4, 2026 8:44 am

Ahmedabad ના સેટેલાઈટ પોલીસ સ્ટેશનની હદમાં આવતા નહેરૂનગર વિસ્તારમાં જમીન પ્રકરણમાં નિવૃત ડીવાયએસપીએ ફાયરિંગ કર્યુ હતુ અને તે મામલે ગુનો નોંધવામાં આવ્યો હતો, તો કોર્ટે તમામ આરોપીઓના જામીન ના મંજૂર કર્યા છે અને કોર્ટનું અવલોકન છે કે, કાયદાના જાણકાર વ્યકિત જ જો કાયદો હાથમાં લે તો તે ગંભીર કહી શકાય. કોર્ટે ફાયરિંગની ઘટનાની ગંભીરતાથી લીધી નોંધ. નહેરૂનગર બસ સ્ટેન્ડ પાછળ આવેલી કરોડો રૂપિયાની વિવાદાસ્પદ જમીન ખાલી કરાવવાના મામલે નિવૃત ડીવાયએસપીએ ફાયરિંગ કર્યુ હતુ અને સેટેલાઈટ પોલીસ દોડતી થઈ હતી. નિવૃત્ત ડીવાયએસપી અશોકસિંહ ચૌહાણ, તેમના પુત્ર સિદ્ધાર્થ અને પુત્રી ખ્યાતીએ કરેલી જામીન અરજી સેશન્સ જજ જયેશકુમાર આઈ. પટેલે નામંજૂર કરી છે. કોર્ટે નોંધ્યું હતું કે, આરોપીઓ સામેના આક્ષેપો પ્રાથમિક દ્રષ્ટિએ ગંભીર જણાય છે. તેઓએ ફરિયાદીને એવી ધમકી આપી હતી કે તેમના પિતા પિસ્તોલ લઈને આવી રહ્યા છે, જે સ્પષ્ટ કરે છે કે તેઓ પોતાના પિતાના કૃત્ય અને હથિયાર લાવવા અંગે અગાઉથી પૂરેપૂરા માહિતગાર હતા.

રાજ્યમાં 24 કલાકમાં 22 તાલુકામાં વરસાદ

June 4, 2026 8:22 am

સુરેન્દ્રનગરના સાયલામાં સવા બે ઇંચ વરસાદ. કડાણા અને હડાદમાં 1-1 ઇંચ વરસાદ નોંધાયો. સંતરામપુર, ગોધરામાં અડધો ઇંચ વરસાદ વરસ્યો. અન્ય 18 તાલુકામાં સામાન્ય વરસાદ નોંધાયો. 7 દિવસ વરસાદની હવામાન વિભાગની આગાહી. આજે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પડી શકે વરસાદ. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી.

ફેકલ્ટીનો નવો વેતનદર નક્કી કર્યો છે

June 4, 2026 8:19 am

રાજ્યની સરકારી ઈજનેરી, પોલીટેકનિક અને ફાર્મસી કોલેજોમાં ખાલી પડેલી જગ્યાઓને કારણે વિદ્યાર્થીઓનું શિક્ષણ ન બગડે તે માટે ટેકનિકલ શિક્ષણ વિભાગ દ્વારા વિઝિટિંગ ફેકલ્ટીના વેતનમાં મોટો વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે. લાંબા સમયથી કાયમી ભરતીના અભાવે સરકારી કોલેજોમાં અધ્યાપકોની અછત વર્તાતી હતી. પહેલા લેક્ચરદીઠ માત્ર રૂ.250 થી રૂ.350 ચૂકવાતા હોવાથી કોઈ ફેકલ્ટી આવવા તૈયાર થતી નહોતી અને વર્તમાન સ્ટાફ પર વર્કલોડ વધતો હતો. શિક્ષણ વિભાગે હવે જૂની દરખાસ્ત સ્વીકારીને નવો વેતનદર નક્કી કર્યો છે.

Education : ટેકનિકલ કોલેજોના વિઝિટિંગ ફેકલ્ટીને હવે મળશે બમણાથી વધુ મહેનતાણું

June 4, 2026 8:19 am

રાજ્યમાં ટેકનિકલ કોલેજમાં વિઝિટિંગ ફેકલ્ટીનું મહેનતાંણુ વધારાયું છે જેમાં ડિગ્રી એન્જિ.માં 750 અને ડિપ્લોમાં એન્જિ.માં 650 પ્રતિ લેક્ચર મહેમતાણું કરવામાં આવ્યું છે. અગાઉ ડિગ્રી એન્જિ. અને ફાર્મસીમાં 300 અને ડિપ્લોમાં એન્જિ.માં 250 પ્રતિ લેક્ચર હતાં તો રાજ્યના ટેકનિકલ શિક્ષણ વિભાગે જારી કર્યો મહેનતાણાં અંગેનો ઠરાવ પસાર કરવામાં આવતા ફેકલ્ટીમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે. ગુજરાત સરકારની ઈજનેરી અને પોલીટેકનિક કોલેજો તેમજ ફાર્મસીમાં મુલાકાતી અધ્યાપકોને ચૂકવાતા વેતનમાં વધારો કરવામાં આવ્યો છે. સરકારની જાહેરાત મુજબ, ડિગ્રી ઈજનેરી અને ફાર્મસીમાં લેક્ચરદીઠ રૂ.750 અને ડિપ્લોમામાં રૂ.650 ચૂકવવામાં આવશે. અત્યાર સુધીમાં રૂ.250 થી 350 જ ચૂકવાતા હોવાથી પૂરતા પ્રમાણમાં ફેકલ્ટી મળતી ન હોવાની વારંવાર ફરિયાદો ઉઠતી હતી. જેથી વેતનમાં વધારો કરવાનો નિર્ણય લેવાયો છે.

આજે સવારે 9 વાગે કોર્પોરેટરો પોતાના વોર્ડ વિસ્તારોમાં પ્રિ-મોન્સુન કામગીરી અને વોંકળા સફાઈ કામગીરીનું નિરીક્ષણ કરશે

June 4, 2026 7:54 am

Rajkot ના અનેક વિસ્તારો એવા છે કે જયાં ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા વધુ રહેતી હોય છે અને લોકોને તકલીફનો સામનો કરવો પડતો હોય છે. ખાસ કરીને પાણીમાં વાહનચાલકો વધુ હેરાન થતા હોય છે અને પાણીમાં વાહનો પણ બંધ પડવાની સમસ્યા ઉભી થતી હોય છે. પ્રિ-મોન્સુન કામગીરીને લઈ કોર્પોરેશન અઢળક રૂપિયાની ગ્રાન્ટનો ઉપયોગ તો કરે છે તેમ છત્તા પાણી કેમ ભરાય છે તેને લઈ અધિકારીઓ પણ મૂંઝવણ અનુભવતા હોય છે. .

રાજકોટ શહેરના કયા કયા વિસ્તારોમાં પાણીનો ભરાવો થતો હોય છે?

June 4, 2026 7:54 am

રાજકોટ શહેરમાં દર વર્ષે ચોમાસા દરમિયાન નોંધપાત્ર પાણીનો ભરાવો થતા મુખ્ય વિસ્તારો આ મુજબ છે: પોપટપરા અંડરપાસ, સાધુ વાસવાણી રોડ, 150 ફૂટ રિંગ રોડ, માધાપર ચોકડી, રૈયા ચોકડી, ઇન્દિરા સર્કલ, નાના મૌવા ચોકડી, મોરબી હાઇવે, ગોંડલ હાઇવે, હંસરાજનગર, અમીન માર્ગ, શીતલ પાર્ક વિસ્તારમાં વધુ પાણી ભરાવાની સમસ્યા રહેતી હોય છે.

Rajkot : ચોમાસા પહેલા કોર્પોરેટરો ફિલ્ડમાં કરશે નિરીક્ષણ, પાણી ભરાવાની સમસ્યા પર અપાશે વધુ ધ્યાન

June 4, 2026 7:54 am

ચોમાસુ નજીક આવતાની સાથે જ કોર્પોરેશની ટીમ એકશનમાં આવી ગઈ છે, નવા મેયર ડો.નેહલ શુકલ દ્વારા કોર્પોરેટરોને આદેશ આપવામાં આવ્યો છે કે, ફિલ્ડમાં ઉતરો અને નિરીક્ષણ કરો કે કયાં વધારે પાણી ભરાય છે અને શું રીપોર્ટ તૈયાર થાય છે તેની જાણ કરો, તો આજે મનપાના તમામ વોર્ડના કોર્પોરેટર ફિલ્ડમાં નિરીક્ષણ માટે ઉતરશે તેવી વાત સામે આવી છે. ચોમાસા પહેલા મોટા-મોટા દાવા થતા હોય છે કે, રાજકોટમાં પાણી નહીં ભરાય પણ થોડા વરસાદમાં રાજકોટના અનેક વિસ્તાર પાણી પાણી થઈ જતા હોય છે.

કુવૈત ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈરાને કરેલા ડ્રોન હુમલાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે

June 4, 2026 7:41 am

જેમાં ડ્રોન ત્રાટકતા જ એરપોર્ટના ટર્મિનલ-1 પર વિસ્ફોટ થયો હતો અને આગ ફાટી નીકળી હતી. હુમલાના કારણે એરપોર્ટ પર અનેક લોકો ઘાયલ થયા હતા...તાત્કાલિક અસરથી તમામ ઉડાન રદ કરીને ઈમરજન્સી પ્લાન સક્રિય કરવામાં આવ્યો હતો. કુવૈતના રક્ષા મંત્રાલયે હુમલાને ઈરાનની આપરાધિક આક્રમકતા ગણાવી છે.

આજે આ જિલ્લામાં વરસાદ પડવાની સંભાવના

June 4, 2026 7:18 am

4 જૂનના રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં ચોમાસાની પ્રગતિ માટે સાનુકૂળ સંજોગો વચ્ચે હવામાન વિભાગે આગામી 7 દિવસ માટે વરસાદની મહત્વની આગાહી જાહેર કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાના કારણે આગામી ચાર દિવસ દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં 40 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવન, ગાજવીજ અને વીજળીના કડાકા સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આપી છે.

Surendranagar ના સાયલા તાલુકામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, 4 કલાકમાં 2.5 ઈંચ વરસાદ ખાબકયો

June 4, 2026 7:18 am

ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના અલગ-અલગ તાલુકામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. રાત્રીના સમયે વરસાદ વરસ્યો હોવાની વાત સામે આવી છે તો સાયલા પંથકમાં રાત્રીના 8 થી 12 વાગ્યા સુધી 2.5 ઈંચ વરસાદ ખાબકયો હતો. સાયલા તાલુકામાં વાતાવરણમાં પલટો આવ્યો છે અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો, સાયલા સહિત આસપાસના પંથકમાં વરસાદ વરસ્યો હતો અને લોકોને ગરમીથી રાહત મળી હતી બીજી તરફ ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે. સારા વરસાદને પગલે ખેડૂતોમાં આનંદની લાગણી છે અને નવા પાકની લણણી શરૂ કરી દીધી છે. હવામાન વિભાગે પણ સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદની આગાહી કરી છે.

સુરેન્દ્રનગર જીલ્લામાં ફરી વાતાવરણમાં પલટા અને ગાજવીજ સાથે વરસાદ પડ્યો

June 4, 2026 6:52 am

અચાનક તેજ પવન ફૂંકાયો અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદનું આગમન. સુરેન્દ્રનગર, રતનપર, જોરાવરનગર, વઢવાણ, સાયલા, ધ્રાંગધ્રા, પાટડી, ચોટીલા સહિતના તાલુકામાં પણ વરસાદ. સાયલા શહેરી વિસ્તાર સહિત આસપાસના ગામોમાં કરા સાથે પડયો વરસાદ. ભારે પવન સાથે વરસાદ શરૂ થતાં જ અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો.

જૂનાગઢના દામોદર કુંડ નજીક મહાકાય મગર ચડી આવ્યો

June 4, 2026 6:51 am

જાહેરમાં મગર આવી જતા જૂનાગઢ વન વિભાગને કરવામા આવી જાણ. વન વિભાગની ટીમ પહોચી ઘટના સ્થળે. મગરનું રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યુ. અંદાજીત 5 થી 6 ફૂટ લાંબો મગર આવી જતા રેસ્ક્યુ કરાયુ. મગરનું સહી સલામત રેસ્ક્યુ કરી વિલીંગ્ડન ડેમમા છોડવામાં આવ્યો. હાલ પવિત્ર પુરૂષોત્તમ માસ ચાલી રહ્યો હોય ખૂબ મોટી સંખ્યામાં શ્રધ્ધાળુ ઓ દામોદર કુંડ ખાતે આવતા હોય છે. મગર આવી ચડતા તેનુ રેસ્ક્યુ કરી લેતા મોટો ખતરો ટળ્યો.

ઓપરેશન ડેલ્ટા હન્ટના ભાગરૂપે મોરબીમાં 100 થી વધુ શકમંદોની પૂછતાછ

June 4, 2026 6:50 am

શ્રમિકની હાજરી હોય એવા વિસ્તારોમાં સર્ચ અને તપાસ હાથ ધરાઈ. બે મહિલા સહિત ચાર શકમંદો ની ઝીણવટભરી તપાસ માં બે મહિલા બાંગ્લાદેશી હોવાનું ખુલ્યું. હજી બે શખ્સોની તપાસ ચાલી રહી છે. બાંગ્લાદેશી મહિલાઓ ક્યાંથી આવી ક્યાં ક્યાં ફરી એ તમામ બાબતે પોલીસ તપાસ ચાલુ. જિલ્લા પોલીસ વડાની આગેવાની માં પોલીસ તંત્ર હજી પણ સર્ચ ચલાવી રહી છે.

પોરબંદરના રાણાવાવ તાલુકા પંચાયત પ્રમુખ જયેશ ભૂતિયાનો મોટો નિર્ણય

June 4, 2026 6:49 am

સરકારી બંગલો અને સરકારી વાહનનો ઉપયોગ નહીં કરે. જનતાની સુવિધા માટે રાણાવાવ ખાતે જનસેવા કેન્દ્ર શરૂ કરાશે. દર સોમવાર અને ગુરુવારે જનસેવા કેન્દ્ર શરૂ કરી આધાર કાર્ડ સહિતની કામગીરી શરૂ કરાશે.

દિલ્હી બાદ બિહારમાં આગની ઘટના

June 4, 2026 6:48 am

મુજફ્ફરપુરમાં હોસ્પિટલમાં ભીષણ આગ. હોસ્પિટલના ICUમાં આગમાં 7ના મોત. 20 દર્દીઓને સુરક્ષિત બહાર કઢાયા. વહેલી સવારે 3 વાગ્યે બની આગની ઘટના. ફાયરબ્રિગેડની 12 ગાડી ઘટના સ્થળે. ફાયરબ્રિગેડની ટીમ દ્વારા રેસક્યૂ ઓપરેશન કરાયું.

This Live Blog has Ended
Advertisement

.

×