Gujarat Latest News: અમરેલી: પ્રેમસંબંધમાં યુવકની હત્યા, કડિયાળી ગામમાં ચકચાર
ગુજરાત અને દેશભરના તમામ મહત્વના સમાચાર ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ડિજિટલ પર તમને વાંચવા મળશે સવારના 7 વાગ્યાથી રાત્રીના 12 વાગ્યા સુધી. અમે દિવસભર તમામ સમાચાર અપડેટ કરતા રહીશું અને આપના સુધી તમામ સમાચારો પહોંચાડીશું,અહીં તમને દેશ અને દુનિયાના દરેક બ્રેકિંગ ન્યૂઝ મળશે. દિવસના મોટા સમાચારો માટે એક ક્લિક કરીને જાણવા માટે, અમારા પેજ પર રહો અને રિફ્રેશ કરતા રહો.
રાજકોટવાસીઓ માટે ખુશખબર: આવતીકાલે સાંઢીયા પુલનું લોકાર્પણ
June 12, 2026 11:30 pm
રાજકોટ: રાજકોટ શહેરના લોકો જેની લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા તે સાંઢીયા પુલ આખરે આવતીકાલે જનતા માટે ખુલ્લો મૂકવામાં આવશે. આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટનું લોકાર્પણ રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે સવારે 10:00 કલાકે કરવામાં આવશે.અંદાજે 74 કરોડ રૂપિયાના માતબર ખર્ચે તૈયાર થયેલા આ બ્રિજના નિર્માણથી રાજકોટથી જામનગર તરફ અવરજવર કરતા લાખો વાહનચાલકોને મોટી રાહત મળશે. અત્યાર સુધી જે ટ્રાફિકની સમસ્યાથી વાહનચાલકોને પીડાવું પડતું હતું, તે હવે લોકાર્પણ બાદ હળવી થશે. આ બ્રિજ શહેરના ટ્રાફિક વ્યવસ્થાપનમાં એક મહત્વનું કડી સાબિત થશે.
તલાલાના ધારાસભ્ય ભગવાન બારડના નિવેદનથી રાજકીય ગરમાવો
June 12, 2026 11:08 pm
તલાલા: તલાલાના ધારાસભ્ય ભગવાન બારડ ફરી એકવાર પોતાના આકરા નિવેદનને લઈને ચર્ચામાં આવ્યા છે. એક બ્લડ ડોનેશન કેમ્પ અને માનસિંગ પરમારના સન્માન સમારોહ દરમિયાન ભગવાન બારડે નામ લીધા વિના જ આકરા પ્રહારો કર્યા હતા, જે રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચાનો વિષય બન્યા છે. કાર્યક્રમમાં સંબોધન કરતા ભગવાન બારડે ગંભીર આક્ષેપ કર્યો હતો કે, "તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ તો જાણે ધારાસભ્યની ચૂંટણીની જેમ લડવામાં આવી હતી." તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જો ભગવાન બારડનું કોઈ કામ હોય તો લોકોને તે કામ કરવા માટે આવતા અટકાવવામાં આવે છે. આ ઉપરાંત, પાણી, ડેમ અને રસ્તાઓના વિકાસ કામોમાં પણ જાણીજોઈને અવરોધો ઊભા કરવામાં આવતા હોવાનો ઉલ્લેખ તેમણે કર્યો હતો.
ભુજમાં ગાંધીનગરી રેલવે ફાટકમાં ટેકનિકલ ખામી: વાહનચાલકો અટવાયા
June 12, 2026 10:38 pm
ભુજમાં ગાંધીનગરી રેલવે ફાટક પર આજે યાંત્રિક ખામી સર્જાતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. ફાટકના બેરીકેટમાં ખામી સર્જાતા બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી, જેના કારણે આશરે 20 મિનિટ સુધી ટ્રાફિક જામ જેવી સ્થિતિ સર્જાઈ હતી. રેલવે તંત્રને જાણ થતાં ટેકનિકલ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. મરામત કામગીરી પૂર્ણ થયા બાદ ફાટક ફરી કાર્યરત કરાયું છે અને વાહન વ્યવહાર પૂર્વવત થઈ ગયો છે.
અમરેલી: પ્રેમસંબંધમાં યુવકની હત્યા, કડિયાળી ગામમાં ચકચાર
June 12, 2026 10:29 pm
અમરેલીના જાફરાબાદ તાલુકાના કડિયાળી ગામે પ્રેમસંબંધની શંકાએ યુવકની હત્યા કરી દેવામાં આવી છે. રાજેશ લક્ષ્મણભાઇ બાંભણીયા નામના યુવક પોતાની પ્રેમિકાને મળવા માટે ગયો હતો. આ સમયે યુવતીના પરિવારજનોએ તેને જોઈ લેતા મામલો બિચક્યો હતો.યુવતીના પિતા સહિતના પરિવારજનોએ એકત્ર થઈને રાજેશ પર હુમલો કર્યો હતો અને માર મારતા તેનું મોત નિપજ્યું હતું. બનાવને પગલે મૃતક રાજેશના મૃતદેહને જાફરાબાદ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. હાલ પોલીસ દ્વારા હત્યાનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આરોપીઓને પકડવા માટે જાફરાબાદ પોલીસ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)ની ટીમો દ્વારા સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.
રાજકોટ: અમદાવાદ હાઈવે પર બેટી ગામ પાસે ટેન્કર અને ઇકો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 3 લોકોના મોત અને ૪ ઈજાગ્રસ્ત
June 12, 2026 8:46 pm
રાજકોટ-અમદાવાદ હાઈવે પર સર્જાયેલા આ અકસ્માતને કારણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ કુવાડવા અને એરપોર્ટ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તપાસ અને ટ્રાફિક ક્લિયર કરવાની કામગીરી હાથ ધરી છે.
દાહોદ: અમદાવાદ-ઇન્દોર હાઇવે પર ગમખ્વાર ટ્રિપલ અકસ્માત, કાર અને બે ટ્રક વચ્ચે ટક્કર છતાં મુસાફરોનો આબાદ બચાવ
June 12, 2026 7:40 pm
લીમખેડાના ઢઢેલા ગામ નજીક સર્જાયેલા આ અકસ્માતને પગલે હાઇવે પર લાંબી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. સદનસીબે મોટી જાનહાનિ ટળી છે અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. હાલ પોલીસ દ્વારા ઘટનાસ્થળે વાહનો હટાવી ટ્રાફિક પૂર્વવત કરવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.
અમદાવાદ પ્લેન ક્રેશની પ્રથમ વરસી: ઘટનાસ્થળે પહોંચી ડેવિડ ક્રિશ્ચિયને કરી પુત્ર-પુત્રવધૂને શ્રદ્ધાંજલિ, દુર્ઘટનાના સત્યની કરી માંગ
June 12, 2026 7:19 pm
પ્લેન ક્રેશની કરુણ ઘટનામાં પોતાના દીકરા અને વહુને ગુમાવનાર ડેવિડ ક્રિશ્ચિયન આજે પરિવાર સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને ભાવપૂર્ણ પ્રાર્થના કરી હતી. આ દુઃખદ પ્રસંગે તેમણે આ દુર્ઘટના પાછળના સાચા કારણો અને સત્ય સામે લાવવા માટે તંત્ર પાસે ઉગ્ર માંગ કરી છે.
અમદાવાદમાં AMCનું મેગા ડિમોલેશન: સૈજપુર ટાવર પાસે 14 વર્ષ જૂના વિવાદનો અંત, 100 ફૂટનો ટી.પી. રોડ ખુલ્લો કરાયો
June 12, 2026 7:18 pm
14 વર્ષના લાંબા વિવાદ બાદ હાઈકોર્ટના આદેશથી તંત્રએ કડક કાર્યવાહી કરી ૭૫ પાકા બાંધકામો તોડી પાડ્યા છે. આ કામગીરીથી 15 હજાર ચોરસ ફૂટ જગ્યા ખુલ્લી થઈ છે, જેનાથી હવે એસ.ટી. બસોની અવરજવર સરળ બનશે અને BRTS પ્રોજેક્ટની કામગીરીમાં વેગ આવશે, તેમજ સ્થાનિક વાહનચાલકોને ટ્રાફિકની સમસ્યામાંથી મોટી રાહત મળશે.
હળવદના કોયબામાં ભીષણ આગ: 6 કલાકની જહેમત છતાં આગ કાબૂ બહાર, 1 કરોડનું નુકસાન!
June 12, 2026 6:29 pm
હળવદના કોયબા ગામની સીમમાં લાગેલી ભીષણ આગ 6 કલાકે પણ કાબૂમાં આવી નથી. સુરેન્દ્રનગર, મોરબી અને રાજકોટના 6 વોટર બાઉઝર દ્વારા આગ ઓલવવાના પ્રયાસો ચાલુ છે. આ દુર્ઘટનામાં 1 કરોડથી વધુનું નુકસાન થવાનો અંદાજ છે. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચી સ્થિતિની સમીક્ષા કરી હતી, જોકે આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ અકબંધ છે.
મહેસાણા: કડીમાં ચોરીની શંકાએ યુવકની નિર્મમ હત્યા, ચાર સામે ગુનો નોંધાયો
June 12, 2026 6:21 pm
કડીની ગણેશ વિલા સોસાયટીમાં લોખંડની જાળી ચોરવાની શંકાએ બે યુવકોને પકડી આરોપીઓએ ઢોર માર માર્યો હતો. પ્લાસ્ટિક-લોખંડની પાઈપ અને ખીલીવાળી પટ્ટીના હુમલામાં રવિ પંચાલનું મોત નીપજ્યું હતુ, જ્યારે પ્રજ્ઞેશ પંચાલને ગંભીર ઈજાઓ પહોંચી છે. પોલીસે પિનાકીન પટેલ, અભિષેક પટેલ, અંકિત પટેલ અને મિતુલ સુથાર વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
PM મોદીના 12 વર્ષના સુશાસન પર ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માનું નિવેદન
June 12, 2026 5:55 pm
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 12 વર્ષના ચૂંટાયેલા વડા તરીકેના કાર્યકાળની સિદ્ધિઓને વર્ણવતા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, જનતાએ 2014 , 2019 અને 2024માં પીએમ મોદી પર જે અતૂટ વિશ્વાસ મૂક્યો છે, તે જ તેમની સૌથી મોટી સફળતા છે. તેમણે કહ્યું કે, વડાપ્રધાને એક પણ દિવસની રજા લીધા વિના અવિરત રાષ્ટ્રસેવા કરી છે.
વડાપ્રધાન મોદીના 12 વર્ષના સુશાસન પર નાયબ મુખ્યમંત્રીનું સંબોધન: 'આ રેકોર્ડ દેશવાસીઓનો છે'
June 12, 2026 5:53 pm
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ચૂંટાયેલા વડા તરીકેના કાર્યકાળના 12 વર્ષ પૂર્ણ થવા પર ગુજરાતમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું હતું કે, પીએમ મોદીએ 4399 દિવસ સુધી ચૂંટાયેલા વડા તરીકે રહીને નવો રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો છે, જે સમગ્ર દેશવાસીઓ માટે ગૌરવની ક્ષણ છે. તેમણે ઉમેર્યું કે, વડાપ્રધાને એક પણ દિવસ રજા લીધા વિના રાષ્ટ્રસેવા કરી છે અને તેમના નેતૃત્વમાં ભારતે વૈશ્વિક સ્તરે નવી ઊંચાઈઓ સર કરી છે. આ ઐતિહાસિક સિદ્ધિને ઉજવવા માટે વિશેષ પ્રદર્શની અને રંગોળીના કાર્યક્રમો પણ યોજાયા હતા, જેમાં મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષ પણ ઉપસ્થિત રહ્યા હતા.
PM મોદીના સુશાસનના 12 વર્ષ: ગુજરાતમાં ભવ્ય ઉજવણી, મહત્વના નિર્ણયો પર યોજાઈ વિશેષ પ્રદર્શની
June 12, 2026 5:45 pm
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સુશાસનના 12 વર્ષ પૂર્ણ થતા ગુજરાતમાં ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા પણ ખાસ ઉપસ્થિત રહ્યા. આ કાર્યક્રમમાં વડાપ્રધાનના શાસનકાળના મહત્વના નિર્ણયો અને સિદ્ધિઓ પર વિશેષ ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત, તેમના નિર્ણયોને લોકો સુધી પહોંચાડવા માટે ખાસ પ્રદર્શની અને રંગોળી દ્વારા તેમના 12 વર્ષના વિકાસલક્ષી પ્રવાસને આબેહૂબ રીતે રજૂ કરવામાં આવ્યો હતો.
નાસિર નગર ડિમોલિશન મામલો: વિવાદ વચ્ચે સ્ટેન્ડિંગ ચેરમેનનું ગોળ-ગોળ નિવેદન, તપાસ સમિતિ રચાઈ
June 12, 2026 5:36 pm
નાસિર નગરના કથિત ગેરકાયદે ડિમોલિશન મામલે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક બાદ ચેરમેન રાજન પટેલે મીડિયાના સવાલો ટાળ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે હાલ મામલો હાઇકોર્ટમાં પેન્ડિંગ છે અને તપાસ સમિતિની રચના કરાઈ છે. રિપોર્ટ બાદ કમિશનર યોગ્ય કાર્યવાહી કરશે. શાસક પક્ષ જરૂર પડ્યે વધારાના પગલાં લેશે તેમ તેમણે આશ્વાસન આપ્યું હતું.
મહેસાણા નગરપાલિકામાં વિવાદ: ડોર-ટુ-ડોર કચરા કલેક્શન એજન્સીની બેદરકારી સામે કાઉન્સીલરનો મોરચો
June 12, 2026 5:23 pm
મહેસાણા નગરપાલિકામાં ડોર-ટુ-ડોર કચરા કલેક્શન કરતી એજન્સી સામે કાઉન્સીલર રાકેશ પટેલે આકરા પ્રહાર કર્યા છે. એજન્સીએ પાલિકાના 10 ટ્રેક્ટર સહિતના વાહનોની જાળવણી ન કરતા તેને ભંગાર કરી નાખ્યા હોવાનો આક્ષેપ છે. આનાથી પાલિકાને મોટું આર્થિક નુકસાન થયું હોવાથી કાઉન્સીલરે કમિશનરને પત્ર લખી તપાસ અને કાર્યવાહીની માગ કરી છે.
ગુજરાત પોલીસનો માસ્ટરપ્લાન: હવે ખાનગી CCTV બનશે પોલીસની ત્રીજી આંખ!
June 12, 2026 5:15 pm
રાજ્યના DGP જી.એસ. મલિકે ઉચ્ચ સ્તરીય બેઠકમાં સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. જેમાં ખાનગી CCTV કેમેરાને પોલીસ નેટવર્ક સાથે જોડવા અને 'મિશન બેટર પોલિસિંગ' હેઠળ કામગીરી તેજ કરવા આદેશ અપાયા હતા. આ સાથે ગુનાખોરી ડામવા પ્રોએક્ટિવ પોલીસિંગ, પોલીસ કર્મચારીઓની ફિટનેસ અને વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.
રાજકોટ: રેલનગરમાં 60 ફૂટ ઊંડા કૂવામાં ફસાયેલી બિલાડીનું ફાયર બ્રિગેડ દ્વારા સફળ રેસ્ક્યુ
June 12, 2026 4:46 pm
રાજકોટના રેલનગરમાં એક બિલાડી આશરે 60 ફૂટ ઊંડા કૂવામાં પડી ગઈ હતી. બિલાડીના જીવને બચાવવા માટે ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને જીવના જોખમે સફળ ઓપરેશન હાથ ધર્યું હતું. ફાયર જવાનોની આ કામગીરી અને મૂંગા પશુઓ પ્રત્યેની સંવેદનશીલતા જોઈ સ્થાનિક લોકોએ તેમની ભારે પ્રશંસા કરી હતી. ફાયર ટીમની સતર્કતાથી બિલાડીનો આબાદ બચાવ થયો છે.
વાવ-થરાદ પંથકમાં દહેશત: દિયોદરના કુવાણા ગામમાં પાર્લર પર બેઠેલા યુવકની ધારિયાના ઘા મારી કરપીણ હત્યા
June 12, 2026 3:46 pm
દિયોદરના કુવાણા ગામે આજે બે ગાડીમાં આવેલા શખ્સોએ એક યુવક પર જીવલેણ હુમલો કરી હત્યા નિપજાવી છે. હત્યારાઓએ યુવક પર ધારિયાના ઘા ઝીંક્યા હતા, સાથે જ બંદૂકમાંથી ફાયરિંગ થયું હોવાની પણ આશંકા સેવાઈ રહી છે. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. પાર્લર પર બેઠેલા યુવક પર અચાનક થયેલા આ હુમલાને પગલે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે.
ખેરાલુ તાલુકા કોંગ્રેસ પ્રમુખ પરબતજી ઠાકોરનું રાજીનામું, ખરાબ તબિયતને કારણભૂત ગણાવી જિલ્લા પ્રમુખને સોંપ્યો પત્ર
June 12, 2026 3:42 pm
ખેરાલુ વિધાનસભા વિસ્તારમાં સક્રિય રહેલા કોંગ્રેસના તાલુકા પ્રમુખ પરબતજી ઠાકોરે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે. તેમણે જિલ્લા પ્રમુખને મોકલેલા પત્રમાં પોતાની નાદુરસ્ત તબિયત અને શારીરિક ક્ષમતાના અભાવને રાજીનામાંનું મુખ્ય કારણ જણાવ્યું છે. લાંબા સમયથી પક્ષમાં સક્રિય રહેલા ઠાકોરના આ અચાનક રાજીનામાને કારણે સ્થાનિક રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે.
ભરૂચ: અંકલેશ્વર GIDCની દુકાનમાં ભીષણ આગથી અફરાતફરી, ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે કાર્યરત
June 12, 2026 3:42 pm
અંકલેશ્વર GIDC વિસ્તારમાં આવેલી એક દુકાનમાં અચાનક આગ ફાટી નીકળતા આસપાસના વેપારીઓ અને સ્થાનિકોમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ગાડીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે. હાલ આ આગ કયા કારણોસર લાગી તે જાણી શકાયું નથી, જે અંગે તપાસ ચાલી રહી છે.
PM મોદીના શાસનને 12 વર્ષની ઉજવણીને લઈ મુખ્યમંત્રી કરશે પત્રકાર પરિષદ
June 12, 2026 3:23 pm
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા તથા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી કરશે પત્રકાર પરિષદ, પીએમ મોદીના શાસનના મહત્વના નિર્ણયો અને વહીવટ પર કરશે ચર્ચા. પીએમ મોદીના 12 વર્ષના મહત્વના નિર્ણય પર પ્રદર્શની, પીએમ મોદી દ્વારા લેવાયેલા નિર્ણયો પર રંગોળી કરી પ્રદર્શની બનાવવામાં આવી.
પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી સામે ફરિયાદ
June 12, 2026 3:13 pm
હેયર સ્ટ્રીટ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ. ભડકાઉ ભાષણને લઈ મમતા બેનર્જી સામે ફરિયાદ. વિરોધ પ્રદર્શનમાં મમતા બેનર્જીએ ભડકાઉ. ભાષણ કર્યું હતુ
સુરતમાં કોંગ્રેસના ધરણામાં એક વૃદ્ધા થયા બેભાન
June 12, 2026 3:02 pm
નાસીરનગરના ડિમોલિશનના વિરોધમાં કરી રહ્યા હતા સ્થાનિકો ધરણા, 60 વર્ષના શહેનાઝ નામના વૃદ્ધાની લથડી તબિયત, તબિયત લથડતા મહિલાને 108માં હોસ્પિટલ લઇ જવાયા, 40 વર્ષથી રહેતા વૃદ્ધા ડિમોલિશન બાદ થયા બેઘર.
કાજલ હિન્દુસ્તાનીનો વિનુ મોરડીયા પર વધુ એક પ્રહાર
June 12, 2026 2:55 pm
વિનુ મોરડિયા જેહાદીઓને રક્ષણ આપી રહ્યાં છેઃ કાજલ હિન્દુસ્તાની
વિનુ મોરડિયાને જેહાદીઓ પ્રત્યે વિશેષ પ્રેમ છેઃ કાજલ હિન્દુસ્તાની
દબાણો હટાવવાની SMCની કામગીરીને અટકાવી રહ્યાં છેઃ કાજલ હિન્દુસ્તાની
વિનુભાઇના વિસ્તારમાં જેહાદીઓએ ઘૂષણખોરી કરી છેઃ કાજલ હિન્દુસ્તાની
કતારગામમાં જાહેર માર્ગ પર બે દરગાહ અને દુકાનો આવેલી છેઃ કાજલ હિન્દુસ્તાની
ધારાસભ્ય કાર્યાલયથી 700 મીટર દૂર ગેરકાયદે બાંધકામ છેઃ કાજલ હિન્દુસ્તાની
ગેરકાયદે બાંધકામને પગલે ટ્રાફિકની સમસ્યા વકરીઃ કાજલ હિન્દુસ્તાની
ગેરકાયદે બાંધકામોને હટાવવા માટે SMCને કરી અપીલ
અમદાવાદમાં પ્લેન ક્રેશ દરમિયાન મૃત્યુ પામ્યા તે લોકોને શાંતિ માટે પૂજા કરવામાં આવી
June 12, 2026 2:31 pm
અમરાવાડી ખાતે આવેલ અંબાજી મંદિર પૂજા કરવામાં આવી. 15 ભૂદેવો દ્વારા પૂજા અને પાઠ કરવામાં આવ્યા. 11 ભૂદેવો પ્લેન ક્રેશ ઘટના આવીને મંત્રોચાર કરી પૂજા કરી. સોલા ભાગવતના ભૂદેવો વિષ્ણુ સહસ્ત્ર પાઠ કરવામાં આવ્યો. તમામ મૃતકોને સદગતિ મળે તેવી ભગવાને કરી પ્રાર્થના.
NEET UG પરીક્ષામાં 15 મિનિટ વધુ મળશે
June 12, 2026 2:31 pm
21 જૂને યોજાનારી પરીક્ષા અંગે NTAનો નિર્ણય, હવે 180ના બદલે 195 મિનિટનો પરીક્ષા સમય, બપોરે 2થી સાંજના 5.15 સુધી યોજાશે પરીક્ષા, હાજરી સહિતની ઔપચારિકતાનું આપ્યું કારણ.
દેશનું પ્રથમ સ્વદેશી વિડિયો AI મોડલ લોન્ચ
June 12, 2026 2:09 pm
'ઈન્ડિયા AI મિશન' હેઠળ 'વર્યા'નું લોન્ચિંગ, અન્ય વૈશ્વિક મોડલ્સ કરતા 10 ગણું વધુ ઝડપી. માત્ર 4 સ્ટેપમાં સચોટ રીતે વિડિયો બનાવાશે, સ્ટાર્ટઅપ્સ અને કન્ટેન્ટ ક્રિએટર્સને ઉપયોગી, સાંસ્કૃતિક સમજને ધ્યાને રાખીને કરાયું તૈયાર. વિડિયો જનરેશન ખર્ચ 48 પૈસા પ્રતિ સેકન્ડ.
રાજકોટમાં આવતીકાલે થશે સાંઢિયા પુલનું લોકાર્પણ
June 12, 2026 2:03 pm
નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે કરવામાં આવશે લોકાર્પણ. 74 કરોડ રૂપિયાના ખર્ચે બન્યો છે બ્રીજ. લોકાર્પણ બ્રિજના આકાશી દ્રશ્યો આવ્યા સામે. અનેક વિવાદો અને વિલંબ બાદ આખરે લાખો રાહદારીઓને મળસે રાહત.
આગમાં મેજર કોલ જાહેર કરાયો
June 12, 2026 1:46 pm
રબર બનાવતી કંપનીમાં લાગી છે ભીષણ આગ અને આ આગને લઈ ફાયર વિભાગે મેજર કોલ જાહેર કર્યો છે. હળવદ ઉપરાંત મોરબી, ધ્રાંગધ્રા,સુરેન્દ્રનગરના મળીને કુલ 6 ફાયર ફાઇટર આગ પર કાબુ મેળવવા કામે લાગ્યા છે. આગમાં મોટું નુકસાન થયું હોવાની પણ સંભાવના છે. આગ લાગવાનું કોઈ ચૌક્કસ કારણ સામે આવ્યું નથી. ફાયર વિભાગ અને પોલીસની ટીમ સ્થળ પર છે. આગ કાબુમાં આવશે અને કુલિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે ત્યારબાદ ખબર પડશે કે આગ કેમ લાગી હતી.
મોરબીમાં રબર બનાવતી ફેકટરીમાં લાગી ભીષણ આગ, ફાયર વિભાગે મેજર કોલ જાહેર કર્યો
June 12, 2026 1:46 pm
હળવદના કોયબા ગામની સીમમાં રબર બનાવતી ફેકટરીમાં આગની ઘટના બની છે, તો આગ લાગતાની સાથે ફાયર વિભાગની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી અને આગને કાબુમાં લેવાનો પ્રયાસ કરાયો હતો, જોકે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે.
તળાવમાં કરાયું હતુ ગેરકાયદે બાંધકામ
June 12, 2026 12:57 pm
તળાવમાં આ બાંધકામ કરાયું હોવાની વાત સામે આવી હતી અને કોર્પોરેશનને આ વાત ધ્યાને આવતા બાંધકામ તોડી પડાયું છે. બીજી તરફ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે નાગરિકો પાસે વસવાટ કરતા હોવા અંગેના પુરાવા હશે તેના આધારે ફોર્મ ભરાવીને વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવશે. મ્યુનિસિપલ કોર્પોરેશનના સૂત્રોના જણાવ્યા મુજબ શહેરમાં વિવિધ વિસ્તારોમાં તળાવોની જગ્યા આવેલી છે. જે જગ્યામાં ગેરકાયદેસર દબાણો થઈ ગયા છે.
અમદાવાદના ઈસનપુરમાં મેગો ડિમોલિશન, ગેરકાયદે બાંધકામો પર તંત્રનો ઝીંકાયો હથોડો
June 12, 2026 12:57 pm
Ahmedabadના ઈસનુપર વિસ્તારમાં કોર્પોરેશને ગેરકાયદે બાંધકામ સામે હથડો ઝીંકીને સરકારી જમીન ખુલ્લી કરી છે, સૈજપુર ગોપાલપુરમાં આ કાર્યવાહી કરવામાં આવી છે. મોની હોટેલ ખાંચામાં દબાણો સામે તંત્રની કાર્યવાહી સામે આવી છે. કોર્પોરેશનની માલિકીના તળાવમાં દબાણ ઉભા કરી વસવાટ કરતા લોકોને દૂર હટાવી આ કામગીરી કરવામાં આવી છે. દક્ષિણ ઝોનમાં લાંભા વોર્ડમાં ઈસનપુર વિસ્તારમાં મોની હોટેલના ગલીમાં શાક માર્કેટ પાસે આવેલા આંબા તળાવમાં મેગા ડિમોલીશનની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
ચોટીલા પોલીસ સ્ટેશનના PI-PSIને સસ્પેન્ડ કરાયા
June 12, 2026 12:39 pm
PI-PSI સહિત 4 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરાયા. PI જે.એન.સોલંકી, PSI બી.એન.ગલચર સસ્પેન્ડ. કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહ પરમાર, દિલીપ માંઝરિયા સસ્પેન્ડ. કેમિકલ ચોરી કૌભાંડ નબળી કાર્યવાહી બદલ કાર્યવાહી. રેન્જ IG નિર્લિપ્ત રોય દ્વારા કરવામાં આવી કાર્યવાહી. SMCની ટીમે કેમિકલ ચોરીનો કૌભાંડ ઝડપી પાડ્યું હતું. કૌભાંડ ચાલુ હોવા છતાં કોઇ કાર્યવાહી ન કરતા લેવાયા પગલાં.
રાધનપુર નગરપાલિકામાં રાજકીય ગરમાવો
June 12, 2026 12:26 pm
પાલિકા પ્રમુખ ભાવનાબેન જોષીના જણાવ્યા અનુસાર, ગઈકાલે રાધનપુર વિસ્તારના સ્થાનિક પ્રશ્નોની રજૂઆત કરવાના બહાને કોંગ્રેસના કોર્પોરેટર જયાબેન આશરે 100 જેટલા લોકોના ટોળા સાથે અચાનક તેમની ચેમ્બરમાં ધસી આવ્યા હતા. ચેમ્બરમાં ઘૂસેલા ટોળાએ શાંતિથી રજૂઆત કરવાને બદલે ધાકધમકી આપી હતી, અપશબ્દો બોલ્યા હતા અને ટેબલ પર કાગળો ઉછાળીને ભારે હોબાળો મચાવ્યો હતો. પ્રમુખે આક્ષેપ કર્યો છે કે, રજૂઆતના નામે તેમના પર હિંસક હુમલો કરવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો.
રાધનપુરના કોંગ્રેસના કોર્પોરેટર 100નું ટોળું લઈ પાલિકાના પ્રમુખની કેબિનમાં ઘુસ્યા, કાગળો ઉછાળીને ઓફિસમાં ધમાચકડી કરી!
June 12, 2026 12:25 pm
Patan : રાધનપુર નગરપાલિકા પ્રમુખ ભાવનાબેન જોષીએ કોંગ્રેસના કોર્પોરેટર જયાબેન પર કાર્યવાહી કરવા ચીફ ઓફિસરને લેખિતમાં કરી રજૂઆત. રાધનપુર નગરપાલિકામાં ગઈકાલે વોર્ડ નંબર 1 ના કોંગ્રેસના કોર્પોરેટર જયાબેન 100 જેટલું ટોળું લઈને નગરપાલિકાપ્રમુખની ચેમ્બરમાં ઘુસી માથાકૂટ કરી હોવાની વાત સામે આવી છે.
કેદારનાથ યાત્રા કરીને આવેલી ગાંધીનગરની મહિલાનો રિપોર્ટ પોઝિટિવ
June 12, 2026 11:55 am
મહિલા કેદારનાથની પવિત્ર યાત્રા કરીને પરત ફરી. ગાંધીનગરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી. લોકોને તાત્કાલિક ક્વોરન્ટિન કરી દેવામાં આવ્યા.
વાંચો સવારના 7 થી બપોરના 12 વાગ્યા સુધીના મહત્વના સમાચાર એક કિલક પર
June 12, 2026 11:49 am
01 - Bhavnagar : પોલીસ ભરતીના ઉમેદવારો માટે STની ખાસ ભેટ, 12 જેટલી વધારાની બસો દોડાવવાનો નિર્ણય
02 - Vadodara News: વડોદરાના કુંભારવાડામાં વહેલી સવારે ફાયરિંગ, જૂની અદાવતમાં હુમલો
08 - Surat : રૂ.7.93 લાખના હીરાની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, આરોપી વિરુદ્ધ અગાઉ 8 જેટલા ગંભીર ગુના નોંધાયા
09 - Delhi Fire : તુગલકાબાદમાં આગનો કહેર, બિલ્ડીંગમાં ફસાયેલા 3 લોકોના મોત
10 - Jaspal Rana passes away : ભારતના દિગ્ગજ નિશાનબાજ જસપાલ રાણાનું નિધન, રમત જગતમાં શોકનું મોજું
ભાવનગર STને ઓનલાઈન રિઝર્વેશનથી વધારાની આવક થઈ
June 12, 2026 11:14 am
વિભાગે કોઈપણ પ્રકારના ભાડાં વધારા વિના બસ સંચાલનમાં વધારો કરીને મુસાફરોને વધુ સુવિધા ઉપલબ્ધ કરાવી છે. ભાવનગર વિભાગ દ્વારા એપ્રિલ-2025ની સરખામણીએ એપ્રિલ-2026માં બસોના સંચાલનમાં અંદાજે 70 હજાર કિલોમીટરનો વધારો નોંધાયો છે. ભાવનગર એસ.ટી. વિભાગમાં વધારાના સંચાલનના પરિણામે વિભાગની આવકમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. એપ્રિલ-2025ની તુલનાએ એપ્રિલ-2026 દરમિયાન ભાવનગર એસટી વિભાગને રૂ.1,01,41,18,000 (એક કરોડ એકતાલીસ લાખ અઢાર હજાર)થી વધુની વધારાની વાર્ષિક આવક પ્રાપ્ત થઈ છે.
વિશેષ ટ્રિપોનું આયોજન કરવામાં આવ્યું
June 12, 2026 11:14 am
ગુજરાત રાજ્યમાં આગામી તા.14મી જૂન-2026ના રોજ યોજાનારી પોલીસ ભરતી પરીક્ષાને અનુલક્ષીને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના ભાવનગર વિભાગ દ્વારા ભાવનગર, પાલિતાણા, મહુવા અને તળાજા ડેપોમાંથી અમદાવાદ, રાજકોટ અને વડોદરા જવા 12 વધારાની બસો દોડાવાશે. ભાવનગર ડેપોમાંથી 3 બસ, પાલિતાણા ડેપોમાંથી 2 બસ, તળાજા ડેપોમાંથી 2 બસ અને મહુવા ડેપોમાંથી 1 બસનું પરીક્ષાર્થીઓની સંખ્યાને ધ્યાને રાખી ખાસ ટ્રિપોનું આયોજન કરવામાં આવ્યું છે.
પોલીસ ભરતીના ઉમેદવારો માટે STની ખાસ ભેટ, 12 જેટલી વધારાની બસો દોડાવવાનો નિર્ણય
June 12, 2026 11:14 am
Bhavnagar ST વિભાગ દ્વારા પોલીસ ભરતીના ઉમેદવારો માટે 12 બસો દોડાવશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે. તા.14 જૂને પોલીસ ભરતીની પરીક્ષા હોવાથી લેવામાં આવ્યો નિર્ણય. ભાવનગર સહિત પાલિતાણા, મહુવા અને તળાજા ST ડેપોમાંથી વધારાની 12 જેટલી બસો દોડાવશે.
અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ થવા મામલો
June 12, 2026 11:04 am
આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાનું નિવેદન. તમામ મૃતકો ને શ્રદ્ધાંજલિ આપું છું. દુર્ઘટના સ્થળે બે આરોગ્ય અને શિક્ષણના કેન્દ્ર બનશે. 500 કરોડના ખર્ચે શિક્ષણ અને આરોગ્યના પ્રોજેકટ બનાવવામાં આવશે. વિધાર્થીઓ માટે અત્યાધુનિક હોસ્ટેલ બનાવવામાં આવશે.
ગુજરાત જેલ વિભાગની શિક્ષણ ક્ષેત્રે અનોખી પહેલ
June 12, 2026 11:04 am
બંદીવાનોના પુનર્વસન માટે NIOS સાથે ઐતિહાસિક MOU, કેદીઓ હવે જેલની અંદર રહીને જ કરી શકશે અભ્યાસ, અધવચ્ચે અભ્યાસ છોડનાર કેદીઓ પણ ફરી મેળવશે પ્રવેશ, કેદીઓ ધોરણ-12 સુધીનો અભ્યાસ જેલમાં પૂર્ણ કરી શકશે, ભવિષ્યમાં કેદીઓ માટે કૌશલ્યલક્ષી કોર્સ પણ શરૂ કરાશે, જેલમુક્તિ બાદ રોજગારી મેળવવામાં આ નિર્ણય ઉપયોગી થશે.
જામનગરમાં એક જ વર્ષમાં નવી 80 બિલ્ડિંગો ભયજનક ઝોનમાં
June 12, 2026 9:55 am
જામનગરની અતિ જર્જરિત ગીતાલોજનું ડિમોલિશન કરાયું છે. એક વર્ષમાં 38 ઈમારતોનું ડિમોલિશન કરવામાં આવ્યું છે. ગત વર્ષે મહાનગરપાલિકા દ્વારા શહેરભરમાં 241 જર્જરિત ઇમારતો ઓળખીને નોટિસો પાઠવવામાં આવી હતી. જોકે, માત્ર એક જ વર્ષના ટૂંકા ગાળામાં જર્જરિત ઇમારતોમાં 80 નો તોતિંગ વધારો થયો છે. આ સાથે જ ચાલુ વર્ષે તંત્ર દ્વારા રેકોર્ડબ્રેક 321 જર્જરિત મિલકતોના આસામીઓને કડક નોટિસ આપીને સુરક્ષિત સ્થળે ખસી જવા અથવા મકાન ખાલી કરવા સ્પષ્ટ આદેશ આપી દેવાયો છે.
ગેરકાયદે બાંધકામ તોડી પડાયું
June 12, 2026 9:55 am
જામનગરના બેડી વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ તોડી પડાયું છે પહેલા તંત્ર દ્વારા નોટિસ આપવામાં આવી હતી પરંતુ ઘર ખાલી ના કરાતા આજે વહેલી સવારે ડિમોલિશન કરવામાં આવ્યું છે, કોઈ અઈચ્છનીય ઘટના ના બને તે માટે પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. ગેરકાયદે બાંધકામને લઈ મકાનોનો કાટમાળ પણ ખસેડી લેવામાં આવ્યો છે, લાંબા સમયથી સરકારી જમીન પર આ બાંધકામ કરવામાં આવ્યું હોવાની વાત સામે આવી હતી અને તંત્રએ આજે તે જગ્યા ખુલ્લી કરી નાખી છે.
જામનગરના બેડી વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ સામે મેગા ડિમોલિશન ડ્રાઇવ, 918 ચોરસ મીટર સરકારી જગ્યા ખુલ્લી કરાઈ
June 12, 2026 9:54 am
બેડી વિસ્તારમાં આજે વહેલી સવારથી તંત્ર દ્વારા ગેરકાયદે બાંધકામ સામે હથોડો ઝીંકી સરકારી જમીન ખુલ્લી કરાઈ છે. પોલીસ અને તંત્રની હાજરીમાં આ ડિમોલિશન કરવામાં આવ્યું છે અને જે ઘર બાંધવામાં આવ્યા હતા તેને તોડી પડાયા છે.
ગેસની બોટલ લીકેજ થતાં આગ ભભૂકી ઊઠી
June 12, 2026 9:19 am
ડીસામાં આજે વહેલી સવારે આગની ઘટના બની હતી, ગેસનો સિલિન્ડર લીકેજ થતા આ આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. તો ઘટનાની જાણ થતાની સાથે પોલીસ અને ફાયરની ટીમ સ્થળ પર પહોંચી હતી. ફાયર વિભાગે આગને કાબુમાં લીધી હતી. પરંતુ આગના કારણે ઘરમાં રહેલી ઘરવખરી બળીને ખાખ થઈ હતી. તો આ ઘટનામાં આસપાસના સ્થાનિકો પણ ઘરની બહાર નીકળી ગયા હતા. આગ લાગતા આસપાસના લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
ડીસામાં ઘરમાં ગેસ સિલિન્ડર લીક થતા લાગી આગ, ઘરમાં રહેલી ઘરવખરી બળીને ખાખ
June 12, 2026 9:18 am
Banaskantha : ડીસાના વણઝારાવાસ વિસ્તારમાં ઘરમાં આગ લાગવાની ઘટના બની હતી અને ગેસનો સિલિન્ડર લીકેજ થતા આગ લાગી હતી, આગ લાગતાની સાથે ઘર આગની ઝપેટમાં આવી ગયું હતુ અને ઘરમાં રહેલી ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી.
સાતમ આઠમ પર લોકમેળાનું આયોજન થાય છે
June 12, 2026 8:56 am
સૌરાષ્ટ્રમાં કૃષ્ણજન્માષ્ટમીના અવસરે લોકમેળો યોજાય છે. રાજકોટમાં અતિ ભવ્ય અને વિશાળ લોકમેળાનું શ્રાવણ મહિનામાં સાતમ આઠમ પર આયોજન થાય છે. દર વર્ષે લોકમેળામાં સમગ્ર સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના મોટાભાગના વિસ્તારમાંથી લોકો ઉમટી પડે છે.
બેઠકમાં લોકમેળાનું સ્થળ પણ ફાઈનલ કરવામાં આવશે
June 12, 2026 8:56 am
જો કે, વહીવટી વર્તુળોમાંથી મળતા નિર્દેશ મુજબ મેળો પરંપરાગત રેસકોર્સ મેદાનમાં જ યોજાશે. નવા રેસકોર્સ એટલે અટલ સરોવર ખાતે મેળો લઈ જવો હિતાવહ નથી, કારણ કે ત્યાં પથરાળ જમીન હોવાના કારણે મેળાની રાઈડ-ફજતફાળકાના ધંધાર્થીઓને મુશ્કેલી પડે અને ટ્રાફિક સમસ્યા સર્જાય તેમ છે. રેસકોર્સ મેદાન શહેરની મધ્યમાં હોવાથી તમામ લોકોને અનુકૂળ પડે છે.
જન્માષ્ટમીના લોકમેળાને લઈને સૌરાષ્ટ્રવાસીઓ માટે મોટા સમાચાર, સપ્ટેમ્બર મહિનામાં પાંચ દિવસ પડી જશે મજા
June 12, 2026 8:56 am
Rajkot માં જન્માષ્ટમીનો લોકમેળો રેસકોર્ષ ગ્રાઉન્ડમાં યોજાશે અને કલેક્ટર તંત્ર દ્વારા લોકમેળાને લઈ તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. આગામી સપ્ટેમ્બર માસમાં 5 દિવસના લોકમેળાનું આયોજન કરાશે. જેમાં 2 સપ્ટેમ્બરથી 6 સપ્ટેમ્બર એમ પાંચ દિવસ લોકમેળાનું આયોજન કરવાનું નક્કી થયું છે.
પોલીસે ગણતરીના દિવસોમાં રીઢો આરોપી ઝડપ્યો
June 12, 2026 8:26 am
મિની બજાર વિસ્તારની કોહિનૂર સોસાયટીમાં આવેલા એક મકાનમાં નીચે રહેણાંક અને ઉપર હીરા ઘસવાનું કારખાનું આવેલું હતું. ગત 10 મેના રોજ અજાણ્યા તસ્કરે મકાનમાં પ્રવેશ કરીને અંદાજે 80 કેરેટ જેટલા રફ અને તૈયાર હીરાની ચોરી કરી હતી. ચોરી થયેલા હીરાની બજાર કિંમત આશરે રૂ.7.93 લાખ જેટલી હોવાનું સામે આવ્યું હતું. ઘટનાની જાણ થતા અશ્વિનીકુમાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી પોલીસ સર્વેલન્સ ટીમને તપાસ સોંપવામાં આવી હતી.
રૂ.7.93 લાખના હીરાની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, આરોપી વિરુદ્ધ અગાઉ 8 જેટલા ગંભીર ગુના નોંધાયા
June 12, 2026 8:26 am
Surat : રૂપિયા 7.93 ની લાખની હીરા ઘરફોડ ચોરીમાં આરોપીની ધરપકડ સુરત પોલીસે કરી છે. આરોપી વિજય ઉર્ફે જાડિયા ચંદ્રવંશીની ધરપકડ કરવામાં આવી છે. મીની બજાર સ્થિત કોહિનૂર સોસાયટીના આવેલ હીરા યુનિટમાં આરોપીએ ચોરી કરી હતી અને 10 મે ના રોજ આ ઘટના બની હતી.
છત તોડીને ફાયર વિભાગ અંદર સુધી પહોંચ્યું
June 12, 2026 7:56 am
યશવંત મીણાએ જણાવ્યું હતું કે, સાંકડી ગલીમાં આવેલી પાંચ માળની ઇમારત બચાવ કામગીરીમાં ઘણા પડકારોનો સામનો કરવો પડયો હતો. જોકે, ફાયર બ્રિગેડ ઝડપથી કાર્યવાહી કરીને છત પર પહોંચી ગઈ. ત્યાંથી, ટીમે છતનો દરવાજો કાપીને અંદર પ્રવેશી હતી. અંદર ફસાયેલી બે છોકરીઓને પહેલા સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવી અને બાદમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવી.
ફાયર વિભાગે પાંચ લોકોને બચાવ્યા
June 12, 2026 7:56 am
ફાયર વિભાગના એડીઓ યશવંત મીણાએ જણાવ્યું હતું કે, પાર્કિંગમાં પાર્ક કરેલા ત્રણ સ્કૂટર, બે મોટરસાયકલ અને એક સાયકલમાં આગ લાગી હતી. પરિણામે, આગ અને ધુમાડો પાંચમા માળે ફેલાઈ ગયો હતો, જેના કારણે ગ્રાઉન્ડ, પહેલા અને બીજા માળે સૌથી વધુ નુકસાન થયું હતું, જ્યારે ઉપરના માળે ઓછું નુકસાન થયું હતું.
પાર્કિંગમાં પાર્ક કરેલા વાહનોમાં આગ લાગી
June 12, 2026 7:55 am
પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો તુગલકાબાદના શેરી નંબર 1 માં સ્થિત નયા તારા એપાર્ટમેન્ટ્સ પાસે આગ લાગી હોવાની વાત છે. હાલમાં આ મામલાની તપાસ ચાલી રહી છે. પ્રાથમિક તપાસ મુજબ, આગ બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર પાર્ક કરેલા વાહનોમાં લાગી હતી. ધુમાડો આખી બિલ્ડિંગમાં ફેલાઈ ગયો હતો, જેના કારણે લોકો અંદર ફસાઈ ગયા હતા.
Delhi Fire : તુગલકાબાદમાં આગનો કહેર, બિલ્ડીંગમાં ફસાયેલા 3 લોકોના મોત
June 12, 2026 7:55 am
દિલ્હીના તુગલકાબાદ વિસ્તારમાં આજે વહેલી સવારે એક ઇમારતમાં ભીષણ આગ લાગી. આ ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, ફાયર સર્વિસ (DFS) ના કર્મચારીઓએ અત્યાર સુધીમાં પાંચ લોકોને બચાવ્યા છે.
પ્રેમના બહાને બોલાવી ખંડણી વસૂલતી ગેંગનો પર્દાફાશ
June 12, 2026 7:24 am
આ ગુનાહિત કાવતરામાં દશરથ જેન્તીભાઈ સરવૈયા, સંગીતા નામની યુવતી, ઇમરાન મેમુદશાહ શાહમદાર અને ઇમરાનની માતા સહિત કુલ ચાર આરોપીઓ સામેલ છે. ફરિયાદીના પરિચિત આરોપી દશરથે ભોગ બનનાર ખેડૂતના જ ફોનમાંથી સંગીતા નામની યુવતીનો સંપર્ક કરાવ્યો હતો. સંગીતાએ પ્રેમજાળમાં ફસાવીને ખેડૂતને 8 જૂન, 2026ના રોજ ગોંડલના વોરા કોટડા રોડ પર આવેલા એક મકાનમાં બોલાવ્યા હતા. તમામ ચારેય આરોપીઓએ ભેગા મળીને ફરિયાદીનું તેની જ ક્રેટા ગાડીમાં અપહરણ કર્યું હતું.
ગોંડલમાં હનીટ્રેપનો કિસ્સો સામે આવ્યો
June 12, 2026 7:23 am
ગોંડલમાં હનીટ્રેપ અને ખંડણીનો મામલો સામે આવ્યો છે. રાજકોટના મોરબી રોડ પર રહેતા 40 વર્ષીય ખેડૂતને પ્રેમજાળમાં ફસાવી, ગોંધી રાખીને તેમની કાર અને રોકડ પડાવી લેવામાં આવી હોવાની ફરિયાદ ગોંડલ સીટી બી ડીવીઝન પોલીસ મથકે નોંધાઈ છે. પોલીસે આરોપીઓને ઝડપી વધુ તપાસ હાથધરી છે. આરોપીઓએ અન્ય કોઈ પાસે આ રીતનું કરી રૂપિયા પડાવ્યા છે કે નહી તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. તો મહિલાના ફોનની ડિટેઈલ્સ પણ પોલીસે નીકાળી છે.
ગોંડલમાં હનીટ્રેપમાં ફસાવતી ગેંગ ઝડપાઈ, ખેડૂતને ગોંધી રાખી કાર અને રોકડ પડાવી
June 12, 2026 7:23 am
ગોંડલમાં હનીટ્રેપ અને અપહરણ ગેંગનો પર્દાફાશ થયો છે ગોંડલ બી ડિવિઝન પોલીસે સમગ્ર ઘટનામાં 4 આરોપીને ઝડપ્યા છે, ખેડૂતે મહિલાને ગોંડલ બોલાવી પ્રેમજાળમાં ફસાવ્યો હતો અને છરી બતાવી રેપના કેસમાં ફસાવી દઈશું તેમ કહી રૂ.4000 પડાવી લીધા હોવાની વાત સામે આવી છે.
નાસીરનગર ડિમોલિશન મામલે કોંગ્રેસ ધરણા યોજશે
June 12, 2026 6:54 am
પીડિત અસરગ્રસ્તોની કોંગ્રેસ નેતાઓ મુલાકાત લેશે. મંજૂરી ન મળતા માત્ર 1 કલાકના ધરણા. તુષાર ચૌધરી અને અનંત પટેલ હાજર રહેશે. પાલિકા અને પોલીસની કામગીરી સામે વિરોધ. સ્થાનિક શહેર કોંગ્રેસના નેતાઓ પણ જોડાશે. અમિત ચાવડાની અધ્યક્ષતામાં નક્કી કર્યો હતો કાર્યક્રમ. કથિત ડિમોલિશન મામલે ઉચ્ચ સ્તરીય તપાસની માંગ. કસૂરવાર અધિકારીઓને સસ્પેન્ડ કરવાની માંગ કરાશે. ટ્રાફિક અને કાયદો-વ્યવસ્થાના કારણે મંજૂરી ન મળી.
સૌરાષ્ટ્રના પ્રથમ સિટી બર્ડ એટલાસનો પ્રારંભ
June 12, 2026 6:54 am
વઢવાણ ખાતેથી આ અનોખા પ્રોગ્રામની શરૂઆત. મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના હસ્તે થયો પ્રારંભ. પક્ષીઓની ગણતરી અને વૈજ્ઞાનિક દસ્તાવેજીકરણ કરાશે. પક્ષીઓની માહિતી આપતી પુસ્તકનું વિમોચન કરાયું. વન્ય જીવોના રક્ષણ માટે મંત્રીનું આહવાન. નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા ઉપસ્થિત. ખાસ કાર્યક્રમમાં મેયર અને ડેપ્યુટી મેયર પણ હાજર. કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનર કાર્યક્રમમાં જોડાયા
કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પક્ષી પ્રેમીઓ હાજર રહ્યા.
ગોંડલમાં હનીટ્રેપ અને અપહરણ ગેંગનો પર્દાફાશ
June 12, 2026 6:53 am
ખેડૂતને ફસાવતી ગેંગના 4 આરોપીઓ ઝડપાયા. મહિલાએ ખેડૂતને પ્રેમજાળમાં ફસાવી ગોંડલ બોલાવ્યો. છરી બતાવી રેપ કેસની ધમકી આપી 4,000 પડાવ્યા. આરોપીઓએ 5 લાખની વધુ માંગણી કરી. ખેડૂતની 4 લાખની ક્રેટા કાર પણ આરોપીએ પડાવી. બળજબરીથી લખાણ કરાવી ખેડૂતનું અપહરણ કર્યું. બી ડિવિઝન પોલીસે તમામ આરોપીઓ દબોચ્યા. આરોપીઓ પાસેથી 5,51,050નો મુદ્દામાલ જપ્ત. ભોગ બનનારાઓને સંપર્ક કરવા પોલીસની અપીલ.
ચોટીલા નાયબ કલેક્ટર મકવાણાની મોટી કાર્યવાહી
June 12, 2026 6:52 am
ગુંડાઓએ પચાવી પાડેલી જમીન મુક્ત કરાવી, 15 વર્ષ જૂનો જમીન વિવાદ ઉકેલાયો, તરણેતર ગામેથી 21 વીઘા જમીન છોડાવી, અસામાજિક તત્વોના કબજામાંથી જમીન મુક્ત કરાઈ, ગરીબ અરજદારોને પોતાની જમીન પરત સોંપાઈ. ન્યાય મળતા ગૌસ્વામી પરિવારે આભાર માન્યો. ચોટીલા પ્રશાસને પરિણામલક્ષી કામગીરીનું ઉદાહરણ આપ્યું.
પૂર્વ ભારતમાં ચોમાસું આગળ વધવા લાગ્યું
June 12, 2026 6:51 am
11 જૂને ઉત્તર પૂર્વી બિહારમાં ચોમાસાનું આગમન, મુંબઈમાં ચોમાસાની ગતિ થોડી ધીમી પડી, આજ રાતથી ઉત્તર ભારતમાં વરસાદની સંભાવના, પર્વતીય વિસ્તારોમાં પણ વરસાદી પ્રવૃત્તિઓ વધશે, કર્ણાટક, કેરળ અને ગોવામાં ભારે વરસાદ, અંડમાન-નિકોબાર દીપસમૂહમાં પણ મુસળધાર વરસાદ, ગુજરાત અને પશ્ચિમ રાજસ્થાનમાં હવામાન સૂકું રહેશે.

