Ahmedabad Latest News: ગુજરાતમાં હજું વરસાદનું જોર યથાવત, અનેક વિસ્તારોની હાલત ખરાબ
ગુજરાત અને દેશભરના તમામ મહત્વના સમાચાર ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ડિજિટલ પર તમને વાંચવા મળશે સવારના 7 વાગ્યાથી રાત્રીના 12 વાગ્યા સુધી. અમે દિવસભર તમામ સમાચાર અપડેટ કરતા રહીશું અને આપના સુધી તમામ સમાચારો પહોંચાડીશું,અહીં તમને દેશ અને દુનિયાના દરેક બ્રેકિંગ ન્યૂઝ મળશે. દિવસના મોટા સમાચારો માટે એક ક્લિક કરીને જાણવા માટે, અમારા પેજ પર રહો અને રિફ્રેશ કરતા રહો.
મહેસાણા અમદાવાદ હાઈવે પર સર્જાયો અકસ્માત
August 2, 2026 11:23 pm
મહેસાણા અમદાવાદ હાઈવે પર સર્જાયો અકસ્માત,ચાંદરડા પાટિયા પાસે ઈકો ગાડી પલટી જતાં અકસ્માત,અકસ્માતમાં ઈકો ગાડીના ડ્રાઈવરનું સ્થળ પર નીપજ્યું મોત,ગાડીમાં સવાર અન્ય પાંચ મિત્રોને થઈ ગંભીર ઈજા,રણુજા દર્શન કરી અંકલેશ્વર પરત ફરતા બન્યો બનાવ,તમામ ઘાયલ યુવકોને સારવાર અર્થે મહેસાણા સિવિલ ખસેડાયા,નંદાસણ પોલીસે ગુનો નોંધી આગળની વધુ તપાસ ધરી
અમદાવાદના દરિયાપુરમાં SMCની મોટી રેડ
August 2, 2026 10:26 pm
અમદાવાદના દરિયાપુરમાં SMCની મોટી રેડ,મનપસંદ જીમખાનામાં ચાલતા જુગારધામ પર રેડ,100થી વધુ જુગારીઓ પકડાયા હોવાની માહિતી,મોટી માત્રામાં રોકડ અને મદ્દામાલ જપ્ત કરાયો,સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે વધુ તપાસ હાથ ધરી,અગાઉ પણ અનેક વખત પડી ચૂક્યા છે દરોડા,
લીંમડી ગામે નાહવા ગયેલા 5 લોકો ડૂબ્યા, એકનું મોત
August 2, 2026 9:15 pm
ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના લીંમડી ગામે નાહવા પડેલા પાંચ લોકો ડૂબી જવાની ઘટના સામે આવી છે. ડૂબેલા પાંચ પૈકી ત્રણ લોકોનો સમયસર બચાવ કરવામાં આવ્યો હતો. જ્યારે બે લોકો લાપતા બન્યા હતા. શોધખોળ દરમિયાન એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો છે, જ્યારે અન્ય એકની શોધખોળ હજુ ચાલુ છે. ઘટનાથી ગામમાં શોકનો માહોલ છવાયો છે.
કરજણના જુના બજારમાં મગરે ભૂંડનો શિકાર કર્યો, વીડિયો વાયરલ
August 2, 2026 9:15 pm
વડોદરા જિલ્લાના કરજણના જુના બજાર વિસ્તારમાં મગરે ભૂંડનો શિકાર કરતાં ભારે ચકચાર મચી છે. સતત વરસાદને કારણે મગરો રહેણાંક વિસ્તારોમાં ઘૂસી આવતાં સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે. મગર ભૂંડનો શિકાર કરી રહ્યો હોવાનો વીડિયો પણ સામે આવ્યો છે. ઘટનાની જાણ સ્થાનિકોએ વન વિભાગને કરતા ટીમને કાર્યવાહી માટે સૂચના આપવામાં આવી છે.
દરિયાપુરમાં SMCની મોટી કાર્યવાહી, જુગારધામ પર દરોડામાં 100થી વધુ જુગારીઓ ઝડપાયા
August 2, 2026 9:15 pm
અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલે મોટી કાર્યવાહી હાથ ધરી છે. મનપસંદ જીમખામાં ચાલતા જુગારધામ પર દરોડા દરમિયાન 100થી વધુ જુગારીઓ ઝડપાયા હોવાની માહિતી મળી રહી છે. સ્થળ પરથી મોટી માત્રામાં રોકડ રકમ અને અન્ય મદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. SMCની ટીમે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે. નોંધનીય છે કે આ સ્થળે અગાઉ પણ અનેક વખત દરોડાની કાર્યવાહી થઈ ચૂકી છે.
રાજકોટમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભા પટેલે 268 કરોડના વિકાસ કામોને આપી ગતિ
August 2, 2026 8:12 pm
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે રાજકોટ મુલાકાત દરમિયાન 268 કરોડથી વધુના વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા. રાજકોટ મનપાના 26 વિકાસ કામો ઉપરાંત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નવા ઓડિટોરિયમ, લાઇબ્રેરી અને હેલ્થ સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું. થોરાળા ગામના ખેડૂતોને જમીનના ટાઇટલ હક્ક સોંપાતા આનંદ છવાયો. મુખ્યમંત્રીએ ઝડપી પ્રશ્ન નિરાકરણ, ગુણવત્તાયુક્ત વિકાસ અને RCC રસ્તાઓ બનાવવા સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
વરસાદી નુકસાન સહાયઃ કેન્દ્ર સરકારે ગુજરાતને SDRF હેઠળ ₹500 કરોડ ફાળવ્યા
August 2, 2026 6:41 pm
વરસાદથી થયેલા નુકસાનને ધ્યાનમાં રાખીને ભારત સરકારે એડવાન્સ રિલિફ તરીકે ગુજરાતને SDRF ફંડ હેઠળ ₹500 કરોડ ફાળવ્યા છે. દેશભરના રાજ્યો માટે કુલ ₹2117.85 કરોડની સહાય મંજૂર કરવામાં આવી છે. અરુણાચલ પ્રદેશને ₹44.55 કરોડ, આસામને ₹379.55 કરોડ અને મહારાષ્ટ્રને પણ ₹500 કરોડ ફાળવવામાં આવ્યા હોવાનું કેન્દ્ર સરકારે જણાવ્યું છે.
દક્ષિણ ગુજરાતના પૂરગ્રસ્ત વિસ્તારોની સાંસદ ધવલભાઈ પટેલે કરી મુલાકાત
August 2, 2026 6:15 pm
સાંસદ ધવલભાઈ પટેલે દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં પૂરથી થયેલી નુકસાનીની સમીક્ષા કરી હતી. વાંસદા તાલુકામાં અસરગ્રસ્ત પરિવારોને રાહત કીટનું વિતરણ કરાયું. ડાંગમાં ગીરા નદી, પ્રોટેક્શન વોલ અને પુલોની સ્થિતિનું નિરીક્ષણ કરી અહેવાલ મેળવાયો. તેમણે ગૃહમંત્રી અમિતભાઈ શાહને સ્થિતિથી અવગત કરાવી કેન્દ્ર સરકાર તરફથી તમામ મદદની ખાતરી મેળવી.
રાપરના આંઢવાળા તળાવ સહિત વાગડના અનેક તળાવો અને ડેમ ઓવરફ્લો
August 2, 2026 6:14 pm
કચ્છના રાપર તાલુકામાં મોસમનો કુલ 362 મી.મી. વરસાદ નોંધાતા પૌરાણિક આંઢવાળા તળાવ સહિત વાગડના અનેક તળાવો અને ડેમ ઓવરફ્લો થયા છે. નગરપાલિકા પ્રમુખ ચાંદભાઈ ભીંડેએ શાસ્ત્રોક્ત વિધિથી તળાવ વધાર્યું. સોનસર તળાવ, ફતેહગઢ, ભોજનારી, બેલા અને લોદ્રાણી ડેમમાં પણ પાણીની ભરપૂર આવક થતાં ખેડૂતોમાં ખુશીની લહેર ફેલાઈ છે.
હાંસોટમાં કિમ નદીના પૂરે મચાવ્યો વિનાશ, મંત્રી ઈશ્વરસિંહ પટેલે કર્યા અસરગ્રસ્ત ગામોના દૌરા
August 2, 2026 5:31 pm
ભરૂચ જિલ્લાના હાંસોટ પંથકમાં કિમ નદીના પૂરના પાણીથી વ્યાપક નુકસાન થયું છે. જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલે પાંજરોલી, ઓભા, આસરમા અને બાલોતા ગામોની મુલાકાત લઈ સ્થિતિનું નિરીક્ષણ કર્યું. પાણી ઓસરતાં તાત્કાલિક સર્વે પૂર્ણ કરવા અને અસરગ્રસ્તોને વહેલી તકે સરકારી સહાય ચૂકવવા તંત્રને આદેશ આપ્યો. રાહત અને પુનઃસ્થાપન કામગીરી ઝડપથી પૂર્ણ કરવા પણ સૂચના અપાઈ.
પૂજિત વિજય રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટનો દીક્ષાગ્રહણ સમારોહ યોજાયો
August 2, 2026 5:18 pm
પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજયભાઈ રૂપાણીના પુત્ર પૂજિત રૂપાણીના નામે ચાલી રહેલા ટ્રસ્ટના દીક્ષાગ્રહણ સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. ગરીબ અને મધ્યમ વર્ગના તેજસ્વી વિદ્યાર્થીઓને શિક્ષણ સહાય મળે તે હેતુથી ટ્રસ્ટ કાર્યરત છે. કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી સહિત અનેક આગેવાનો અને સામાજિક કાર્યકરો હાજર રહ્યા હતા.
હેરંજ નજીક બનાવેલા નવા બ્રિજનો એક ભાગ બેસી ગયો
August 2, 2026 4:49 pm
મહુધા તાલુકાના પણસોરા પાસે શેઢી નદી પર આવેલ અરડી-હેરંજ માર્ગનો બ્રિજ ક્ષતિગ્રસ્ત થતા જિલ્લા વહીવટીતંત્ર દોડતું થયું છે. બ્રિજનો એક ભાગ બેસી જતાં તંત્રએ તાત્કાલિક વાહન વ્યવહાર બંધ કર્યો છે. વાહનચાલકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા સૂચના અપાઈ છે. માહિતી મુજબ આ બ્રિજ સિદ્ધપુરના નરેશ અગ્રવાલ નામના કોન્ટ્રાક્ટરે બનાવ્યો હતો.
અમદાવાદની ઐતિહાસિક જામા મસ્જિદની દીવાલ ધરાશાયી, વરસાદ જવાબદાર માનવામાં આવી રહ્યો
August 2, 2026 3:59 pm
અમદાવાદના લાલ દરવાજા નજીક આવેલી ઐતિહાસિક જૂની જામા મસ્જિદની દીવાલનો એક ભાગ ભારે વરસાદના કારણે ધરાશાયી થયો છે. ઘટનાના પગલે આસપાસના વિસ્તારમાં ચિંતા ફેલાઈ હતી. જામા મસ્જિદ યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટનો ભાગ હોવાથી આ ઘટનાને ગંભીર માનવામાં આવી રહી છે. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. તંત્ર દ્વારા સ્થળની તપાસ શરૂ કરવામાં આવી છે અને સુરક્ષાને ધ્યાનમાં રાખી જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
જૂનાગઢમાં ડો. સુભાષ યુનિવર્સિટી હોસ્ટેલમાં જીવાતયુક્ત જમવાના આક્ષેપે હોબાળો
August 2, 2026 3:40 pm
જૂનાગઢની ડો. સુભાષ યુનિવર્સિટીની વિદ્યાર્થિનીઓએ હોસ્ટેલના જમવામાં જીવાત નીકળ્યાનો આક્ષેપ કરી મોડી રાત્રે હોબાળો મચાવ્યો હતો. વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે લાંબા સમયથી જમવાની ગુણવત્તા અંગે ફરિયાદો કરવામાં આવી રહી હતી, પરંતુ સંચાલકો કોઈ ધ્યાન આપતા નહોતા. મોટી સંખ્યામાં વિદ્યાર્થિનીઓએ વિરોધ નોંધાવ્યો હતો. ઘટનાસ્થળે ABVPના હોદ્દેદારો પણ પહોંચ્યા હતા અને પરિસ્થિતિને પગલે પોલીસે દખલ કરવી પડી હતી. વિદ્યાર્થિનીઓએ ફી પરત કરવાની માગ ઉઠાવી છે.
જેતપુરમાં 5,400 લીટર શંકાસ્પદ દૂધ ઝડપાયું, ટેન્કર સાથે એક શખ્સ ઝડપાયો
August 2, 2026 3:32 pm
રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકામાં રાજકોટ ગ્રામ્ય LCB અને SOGએ સંયુક્ત કાર્યવાહી કરીને અંદાજે 5,400 લીટર શંકાસ્પદ દૂધનો જથ્થો ઝડપી પાડ્યો છે. બાતમીના આધારે જૂનાગઢથી રાજકોટ તરફ આવી રહેલા દૂધ ભરેલા ટેન્કરને રોકી તપાસ હાથ ધરતા ભરત લોહન નામના ઇસમને ટેન્કર સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. ટેન્કરમાંથી અંદાજે 2.70 લાખ રૂપિયાનું શંકાસ્પદ દૂધ મળી આવ્યું છે. ફૂડ એન્ડ સેફ્ટી વિભાગે સેમ્પલ લઈને પ્રાથમિક તપાસ હાથ ધરી હતી, જેમાં દૂધ ભેળસેળયુક્ત અને માનવ ઉપભોગ માટે અયોગ્ય હોવાની શંકા જતા સમગ્ર જથ્થાનો નાશ કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
કોમનવેલ્થ 2030ની યજમાનીથી અમદાવાદમાં ખેલ મહાકુંભનો માહોલ, ખેલાડીઓમાં જબરદસ્ત ઉત્સાહ
August 2, 2026 3:21 pm
સ્કોટલેન્ડમાં કોમનવેલ્થ ગેમ્સ 2026ના ભવ્ય સમાપન સાથે અમદાવાદને 2030 કોમનવેલ્થ ગેમ્સની યજમાનીનો કાર્યભાર સોંપાવાની તૈયારી છે. પોતાના શહેરમાં રમવાની તક ગૌરવની વાત હોવાનું પેરા ખેલાડીઓએ ગુજરાત ફર્સ્ટ સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું. ખેલાડીઓએ અત્યારથી જ ક્વોલિફિકેશન માટે તૈયારી શરૂ કરી છે. ગેમ્સને કારણે અમદાવાદના સ્ટેડિયમ, રોડ, ટ્રાન્સપોર્ટ અને અન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં પણ મોટા પાયે આધુનિક વિકાસ થવાની આશા વ્યક્ત થઈ રહી છે.
ખેડા જિલ્લાના વસો અને માતર તાલુકાના અનેક ગામ તરફ જવાના રસ્તા તરફ પાણી
August 2, 2026 2:58 pm
વરસાદી માહોલના એક સપ્તાહ બાદ પણ ખેડા જિલ્લામાં રસ્તા પર વરસાદી પાણી, બાટવાથી દેથલી તરફ જવાના રસ્તે પાણી ભરાયાં, જોકે ધીમે ધીમે પાણી ઉતરી રહ્યાં હોવાથી સ્થાનિકોને રાહત.
પાદરાના મેઢાદ ગામેથી પસાર થતી વિશ્વામિત્રી નદીમા 12 વર્ષીય કિશોરી પર મગરનો હુમલો
August 2, 2026 2:48 pm
કલાકો વીતી ગયા બાદ પણ કિશોરીની શોધખોળ ચાલુ. મગર કિશોરીને લઈ નદીમાં લાપતા મોટી સંખ્યામાં ગ્રામજનો નદી કિનારે ઉમટ્યા. પાદરા પોલીસનો કાફલો ઘટના સ્થળે. પાદરા વન વિભાગ, વડોદરા વન વિભાગ પણ ઘટના સ્થળે.
વડનગરના શ્રાવણોત્સવને ડિજિટલ માધ્યમથી મળશે વૈશ્વિક ઓળખ
August 2, 2026 2:38 pm
- ગુજરાત સરકાર દ્વારા 'શ્રાવણોત્સવ 2026 રીલ સ્પર્ધા'નું આયોજન
- MyGov ગુજરાત પોર્ટલ પર 2 ઓગસ્ટથી 5 ઓગસ્ટ, 2026 દરમિયાન યોજાશે સ્પર્ધા
- વિજેતાઓને મળશે રૂ. 31 હજાર, રૂ. 21 હજાર અને રૂ. 11 હજારના રોકડ ઇનામ
- ગુજરાતી, હિન્દી અથવાગ અંગ્રેજી ભાષામાં એન્ટ્રી મોકલી શકાશે
- સ્પર્ધકોને 'અનંત, અનાદિ વડનગર' વિષય પર 1થી 3 મિનિટની મૌલિકરીલ તૈયાર કરીને ઓનલાઈન સબમિટ કરવાની રહેશે.
વાંચો બપોરના 12 થી બપોરના 3 વાગ્યા સુધીના મહત્વના સમાચાર એક કિલક પર
August 2, 2026 2:21 pm
02 - ખેડા જિલ્લામાં ભારે વરસાદથી જળબંબાકાર: શેઢી નદીનું રૌદ્ર સ્વરૂપ, અનેક ગામોમાં પૂરની સ્થિતિ!
03 - Surat Floods: 25 દિવસમાં ત્રીજી વખત કુંભારિયા ગામ જળમગ્ન, ખાડીપુરના પાણી ઘૂસતા સ્થાનિકોમાં રોષ
05 - NFSU ગાંધીનગરમાં નશામુક્ત યુવા અભિયાન: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનો મોટો સંદેશ
07 - Broad Peak avalanche : POKમાં બ્રોડ પીક પર એવલાન્ચથી પ્રસિદ્ધ પર્વતારોહક પુરજા સહિત 10 લોકોના મોત
08 - Moscow restaurant explosion : મોસ્કો રેસ્ટોરન્ટમાં હોમમેડ બોમ્બ વિસ્ફોટ થતા 3 લોકોના મોત, 21 ઘાયલ
09 - Nazca Plane Crash : પેરુમાં મોટી દુર્ઘટના, નાઝકા લાઇન્સમાં ટુરિસ્ટ પ્લેન ક્રેશ,13 લોકોના મોત
ખેતરો બેટમાં ફેરવાતા ખેડૂતો ચિંતામાં
August 2, 2026 2:05 pm
ગ્રામજનો દ્વારા અગાઉ અનેકવાર તંત્ર સમક્ષ રજૂઆતો કરવા છતાં પાણીના નિકાલ માટે કોઈ નક્કર અને ઝડપી કાર્યવાહી ન થવાને કારણે લોકોમાં વહીવટી તંત્ર અને સ્થાનિક સત્તાધીશો સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. અસરગ્રસ્ત ખેડૂતો અને ગ્રામજનોએ સરકાર તથા તંત્ર સમક્ષ ઉગ્ર માંગ કરી છે કે તાત્કાલિક ધોરણે મોટા પંપો અથવા અન્ય સાધનો લગાવીને ભરાયેલા પાણીનો નિકાલ કરવામાં આવે અને ખેતરોમાં થયેલા નુકસાનનો સર્વે કરીને યોગ્ય આર્થિક સહાય ચૂકવવામાં આવે, જેથી મુશ્કેલીમાં મુકાયેલા પરિવારોને રાહત મળી શકે.
બગોદરા આસપાસના ગામડાઓમાં જળબંબાકાર યથાવત
August 2, 2026 2:05 pm
આશાસ્પદ પાક પાણીમાં ડૂબી જવાના કારણે અન્નદાતાઓની મહેનત પાણીમાં ગઈ છે અને આર્થિક નુકસાનનો સામનો કરવાનો વારો આવ્યો છે. ખેતરોમાંથી પાણી વહેલી તકે બહાર ન નીકળવાને કારણે આગામી સમયમાં રવી પાકની વાવણી પર પણ તેની માઠી અસર પડે તેવી પૂરી શક્યતા સેવાઈ રહી છે. બીજી તરફ, ગામડાઓની અંદર અને કાચા રસ્તાઓ પર ભરાયેલા પાણીના કારણે અવરજવર બંધ જેવી સ્થિતિ છે. પાણી ભરાઈ રહેવાને કારણે દૂષિત વાતાવરણ સર્જાયું છે અને મચ્છરોનો ઉપદ્રવ વધવાની સાથે ગંભીર રોગચાળો ફાટી નીકળવાની દહેશત પણ સ્થાનિક રહીશો સતાવી રહી છે.
Ahmedabad : ધંધુકા અને બગોદરા પંથકમાં જળબંબાકાર યથાવત, વરસાદ થંભી ગયાના દિવસો પછી ખેડૂતોની મુશ્કેલી યથાવત
August 2, 2026 2:03 pm
ગુજરાતમાં ચોમાસાની સીઝન દરમિયાન પડેલા ભારે વરસાદ બાદ હવે મેઘરાજાએ વિરામ લીધો છે, તેમ છતાં અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં મુશ્કેલીઓનો અંત આવ્યો નથી. અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકા અને બગોદરા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં હજુ પણ ગંભીર જળભરાવની સ્થિતિ યથાવત જોવા મળી રહી છે. વરસાદ બંધ થયાને કેટલાય દિવસો વીતી ગયા હોવા છતાં નીચાણવાળા વિસ્તારો અને રસ્તાઓ પરથી હજુ સુધી પાણી ઓસર્યા નથી, જેના કારણે સ્થાનિક નાગરિકો અને ખેડૂતોનું જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. સૌથી વધુ ચિંતાજનક સ્થિતિ ખેતીવાડી ક્ષેત્રે સર્જાઈ છે. ધંધુકા અને બગોદરા પંથકના ખેતરોમાં હજુ પણ ગોઠણસમા પાણી ભરાયેલા રહેવાના કારણે ખેડૂતોના ઉભા પાકને ભારે નુકસાન પહોંચ્યું છે.
દક્ષિણ ગુજરાતની જીવાદોરી ઉકાઈ ડેમની સપાટીમાં 48 કલાકમાં 13 ફૂટનો વધારો
August 2, 2026 1:44 pm
હાલ ઉકાઈ ડેમ 67 ટકા જેટલો ભરાઈ જતા ખેડૂતો અને લોકોમાં ખુશી. ઉકાઈ ડેમની સપાટી રૂલ લેવલથી 5 ફૂટ માત્ર દૂર. ઉકાઈ ડેમના ઉપરવાસ માંથી 2.5 લાખ ક્યુસેક પાણી આવી રહ્યું છે. ઉકાઈ ડેમની સપાટી 330 ફૂટ નજીક. સીઝનમાં પ્રથમવાર હાઇડ્રો શરૂ કરવામાં આવ્યો. 1 હાઇડ્રો શરૂ કરી 6 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. નીચાણવાળા વિસ્તારો ના લોકોએ હાલ ચિંતા કરવાની કોઈ જરૂર નથી.
સુરત-કડોદરા રોડ પર ખાડીપુરના પાણી ભરાયા
August 2, 2026 1:31 pm
કુંભારિયા ગામે ખાડીપુરના પાણી ફરી વળ્યા, 25 દિવસમાં ત્રીજી વખત કુંભારિયા ગામ જળમગ્ન, ખાડીપુરના પાણી ગામમાં ઘૂસતા સ્થાનિકોમાં રોષ
100થી વધુ કાચા-પાકા મકાનો પાણીમાં ગરકાવ, મનપા દ્વારા ફૂડ પેકેટ પહોંચાડવાની વ્યવસ્થા કરાઈ.
લખતરમાં ભારે વરસાદથી તારાજી, 1000 વિઘાથી વધુ વાવેતરને નુકસાન
August 2, 2026 1:18 pm
સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકામાં ભારે વરસાદ બાદ તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. અંદાજે 6 ઈંચથી વધુ વરસાદ નોંધાતા ડેરવાળા સહિતના અનેક ગામોના ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. કપાસ, જુવાર, બાજરી અને એરંડા સહિતના પાકને ભારે નુકસાન થયું હોવાનું ખેડૂતોનું કહેવું છે. અંદાજે 1000 વિઘાથી વધુ જમીનમાં થયેલા નુકસાનને લઈને ખેડૂતો સરકારે તાત્કાલિક સર્વે કરી યોગ્ય વળતર ચૂકવવાની માગ કરી છે.
ઉપરવાસના ભારે વરસાદથી કિમ નદીનું જળસ્તર વધતાં હાંસોટના આસરમા ગામમાં પાણી ઘૂસ્યા
August 2, 2026 12:58 pm
ગામના અનેક વિસ્તારોમાં અંદાજે 3 ફૂટ પાણી ભરાતા જનજીવન પ્રભાવિત. પરિસ્થિતિને પગલે હાંસોટ પોલીસ બોટ સાથે ઘટનાસ્થળે પહોંચી. એક બીમાર વૃદ્ધને ખાટલામાં બેસાડી સુરક્ષિત સ્થળે રેસ્ક્યુ કરાયા. વૃદ્ધને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ પહોંચાડતાં જીવ બચ્યો. સ્થાનિકોની મદદથી પોલીસ દ્વારા બચાવ કામગીરી હાથ ધરાઈ. તંત્રે નદી કાંઠાના લોકોને સતર્ક રહેવા અને બિનજરૂરી બહાર ન નીકળવા અપીલ કરી.
વસો તાલુકાના અલીન્દ્રા ગામમાં વરસાદના કારણે પાણી ભરાયા
August 2, 2026 12:55 pm
ગામમાં જવાના તરફ જતો મુખ્ય માર્ગ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયો, ભારે વરસાદના કારણે રસ્તા પર પાણીનો પ્રવાહ વધી જતા વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ થઈ ગયો, સ્થાનિક લોકોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સમગ્ર વિસ્તારમાં પાણી ભરાતા નીચાણવાળા વિસ્તારોમાં પણ ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે. લોકોની માગ છે કે તંત્ર તાત્કાલિક સ્થળ પર પહોંચી માર્ગને સુરક્ષિત બનાવે પાણીના નિકાલની વ્યવસ્થા કરે.
રાજકોટના નવા રીંગરોડ નજીક અકસ્માતની ઘટના સામે આવી
August 2, 2026 12:39 pm
કાળીપાટ ગામ નજીક અકસ્માતની ઘટના, સ્વિફ્ટ કાર અને ટ્રક વચ્ચે અકસ્માતની ઘટના સામે આવી. અકસ્માતમાં સ્વિફ્ટ કારમાં ફસાયેલ 27 વર્ષીય જયદીપ ભાઈ વેકરિયાનું મોત.
અમદાવાદના ધંધુકા તાલુકામાં હજુ પણ જળભરાવ
August 2, 2026 12:38 pm
બગોદરા આસપાસના ગામડાઓમાં જળભરાવની સ્થિતિ, વરસાદ બંધ થયા બાદ હજુ સુધી નથી ઓસર્યા પાણી, ખેતરોમાં પાણી ભરાઇ રહેલા પાક નુકસાન.
નશામુક્ત યુવા વિકસિત ભારત સંકલ્પ અભિયાન
August 2, 2026 11:49 am
યુવાનો સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલનો સંવાદ
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલએ યુવાઓને કરી અપીલ
My Bharat સાથે જોડાવોઃ CM
વિકસિત ભારતનો સંકલ્પ સાથે જોડાવો: CM
મારો વિચાર નહી પણ દેશનો વિચાર પહેલો આવવો જોઇએઃ CM
આ સંકલ્પથી જ વિકસિત ભારતનો સંકલ્પ પૂર્ણ થશેઃ CM
વાંચો સવારના 7 થી બપોરના 12 વાગ્યા સુધીના મહત્વના સમાચાર એક કિલક પર
August 2, 2026 11:26 am
03 - Viramgam માં મેઘરાજાનું તાંડવ, ફૂલવાડી વિસ્તારના અનેક ઘરોમાં પાણી ઘૂસતા ઘરવખરી નષ્ટ
05 - Rajkot માં મોટી દુર્ઘટના, બેડીપરા વિસ્તારમાં જર્જરિત મકાન ધરાશાયી થતાં શ્રમજીવીનું મોત
07 - Morbi Rain : હળવદના બે ગામોમાંથી NDRF અને SDRFની ટીમે રેસ્કયુ કરી 17 લોકોને હેમખેમ બચાવ્યા
09 - Delhi Earthquake : દિલ્હીમાં વહેલી સવારે 2.9ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા
10 - Nazca Plane Crash : પેરુમાં મોટી દુર્ઘટના, નાઝકા લાઇન્સમાં ટુરિસ્ટ પ્લેન ક્રેશ,13 લોકોના મોત
નાના વેપારીઓને પીએમ સ્વનિધિ લોન અને કિટ્સનું વિતરણ
August 2, 2026 11:14 am
આ ઉપરાંત, આરોગ્ય અને પોષણ ક્ષેત્રે પણ અનેકવિધ જનહિતના કાર્યો હાથ ધરવામાં આવ્યા હતા. આયુષ્માન ભારત યોજના હેઠળ લાભાર્થીઓને નિઃશુલ્ક આરોગ્ય કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું, જ્યારે આઈસીડીએસ (ICDS) યોજના હેઠળ સગર્ભા માતાઓ, નાના બાળકો અને કિશોરીઓને પૌષ્ટિક આહાર પૂરો પાડવા માટે પોષણ કિટ્સ અર્પણ કરાઈ હતી. દેશને ક્ષય મુક્ત કરવાના સંકલ્પને વેગ આપવા માટે 'ટીબી મુક્ત ભારત અભિયાન' અંતર્ગત વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (PHC) પર દર્દીઓને વિશેષ પોષણ કિટ્સનું વિતરણ કરાયું હતું. આ સાથે યુવા વર્ગ અને વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે ઉત્તમ માર્ગદર્શન પૂરું પાડતી પુસ્તક કિટ્સ પણ આપવામાં આવી હતી. આમ, કુલ 20 જેટલા વ્યક્તિગત લાભાર્થીઓને વિવિધ સરકારી યોજનાઓનો સીધો અને પારદર્શક લાભ અપાયો હતો. પાટનગરના સ્થાપના દિવસની આ અનોખી ઉજવણીએ પર્યાવરણ રક્ષા અને જનસેવાના શ્રેષ્ઠ સમન્વયનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
ગાંધીનગર સ્થાપના દિન વિશેષ
August 2, 2026 11:14 am
વૃક્ષારોપણની આ પહેલની સાથે-સાથે આ કાર્યક્રમમાં જનકલ્યાણ અને નાગરિકોના આર્થિક-સામાજિક સશક્તિકરણ માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું સીધું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીના હસ્તે નાના વેપારીઓને સ્વરોજગાર માટે 'પીએમ સ્વનિધિ યોજના' હેઠળ 2.55 લાખ રૂપિયા સુધીની લોન સહાય અર્પણ કરવામાં આવી હતી, જેનાથી નાના ધંધાર્થીઓને મોટો આર્થિક સહારો સાંપડ્યો છે. શહેરની સ્વચ્છતા જાળવવામાં અથાક પરિશ્રમ કરનાર ઉત્કૃષ્ટ કામગીરી કરનારા 5 સફાઈ કર્મચારીઓને પ્રોત્સાહિત કરવા માટે 10-10 હજાર રૂપિયાના રોકડ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
Gujarat ના પાટનગર ગાંધીનગરના 62મા સ્થાપના દિવસની ઉજવણી, વૃક્ષારોપણ સાથે નાના વેપારીઓને PM સ્વનિધિ લોન અને કિટ્સનું વિતરણ
August 2, 2026 11:13 am
Gujarat ના હરિયાળા અને આધુનિક પાટનગર ગાંધીનગર શહેરની સ્થાપનાને 62 વર્ષ પૂર્ણ થવા પર આજે શહેરભરમાં ઉત્સાહ અને ઉમંગભેર 62મા સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. આ વિશેષ અવસરે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા કોબા તળાવ ખાતે એક પ્રેરણાદાયી રાજ્ય કક્ષાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહીને પર્યાવરણ સંરક્ષણના ઉદાત્ત સંકલ્પ સાથે 14,000 વૃક્ષોના વિશાળ વૃક્ષારોપણ અભિયાનનો મંગલારંભ કરાવ્યો હતો. આ અભિયાન અંતર્ગત કોબા વિસ્તારમાં 4000 અને ભાટ વિસ્તારમાં 10,000 જેટલા સ્થાનિક પ્રજાતિના વૃક્ષોનું વાવેતર કરવામાં આવી રહ્યું છે, જે પાટનગરની હરિયાળીને વધુ સમૃદ્ધ બનાવશે.
એક આરોપી ફરાર
August 2, 2026 10:22 am
આ સફળ રેડ દરમિયાન પોલીસે સ્થળ પરથી કુલ 227 શીલબંધ વિદેશી દારૂની બોટલો (કિંમત રૂ.1,14,850), 127 ખાલી બ્રાન્ડેડ બોટલો, 100 બુચ, 118 સ્ટીકર, હેર ડ્રાયર, અલગ-અલગ ફ્લેવર, પાંચ મોબાઈલ ફોન, રોકડ રકમ તેમજ કેરબામાં ભરેલો કુલ 22 લીટર દારૂ સહિત કુલ રૂ.1,56,410/- ની મત્તાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલા ચાર મુખ્ય આરોપીઓ મંદિપ કનુભાઇ ભાવસાર (રહે. શાહપુર), કૈલાશ જયંતીભાઇ બોડાણા (રહે. માધુપુરા), દેવ પ્રતિક કુમાર પટેલ (રહે. શાહપુર) અને દેવાંગ અમિતભાઇ જાની (રહે. શાહપુર) ની ઘટનાસ્થળેથી ધરપકડ કરવામાં આવી છે. જ્યારે આ રેકેટમાં સામેલ અન્ય એક મુખ્ય આરોપી વીક્કી ઉર્ફે મંગો ઉર્ફે બળેલો કનુભાઇ ચૌહાણ (રહે. શાહપુર) હાથમાં આવ્યો નથી, જેને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. શાહપુર પોલીસ મથકે આ તમામ વિરુદ્ધ કાયદેસરની ગુનાહિત કાર્યવાહી હાથ ધરવામાં આવી
દારૂ બનાવનાર 4 આરોપી ઝડપાયા
August 2, 2026 10:22 am
પીસીબી ટીમને બાતમી મળી હતી કે શાહપુરની આ પોળમાં આવેલા એક મકાનમાં સસ્તી બ્રાન્ડના વિદેશી દારૂમાંથી મોંઘી અને પ્રખ્યાત બ્રાન્ડનો નકલી વિદેશી દારૂ બનાવવાનો ખેલ ચાલી રહ્યો છે. બાતમીના આધારે સઘન વોચ ગોઠવીને દરોડો પાડવામાં આવતા ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. સ્થળ પરથી આરોપીઓ ખાલી બોટલોમાં સસ્તો દારૂ ભરીને તેને બ્રાન્ડેડ બોટલના સ્ટીકર, બુચ અને હેર ડ્રાયરની મદદથી પેક કરીને અસલી જેવો મોંઘો દારૂ તૈયાર કરતા હતા.
Ahmedabad માં PCBની મોટી રેડ, શાહપુરમાં સસ્તી બ્રાન્ડમાંથી મોંઘી બ્રાન્ડનો નકલી વિદેશી દારૂ બનાવતા 4 ઝડપાયા
August 2, 2026 10:22 am
ગુજરાતમાં દારૂબંધીના કડક કાયદા વચ્ચે બુટલેગરો દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટે અવનવા કિમિયા અજમાવવામાં આવતા હોય છે. આ જ ક્રમમાં અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાંચની પીસીબી (PCB) ટીમે શાહપુર વિસ્તારમાં એક ચોંકાવનારો પર્દાફાશ કર્યો છે. શાહપુર પોલીસ સ્ટેશનની હદમાં આવતી હલીમની ખડકી પાસે આવેલી મઢવાળાની પોળમાં એક મકાનમાં ચાલતી નકલી વિદેશી દારૂ બનાવવાની ફેક્ટરી પર રેડ પાડીને પોલીસે ચાર ઈસમોને રંગે હાથે ઝડપી પાડ્યા છે, જેણે સ્થાનિક સ્તરે ભારે ચર્ચા જગાવી છે.
24 કલાક વીતવા છતાં પાણી ન સરક્યા
August 2, 2026 10:01 am
સૌથી ચિંતાજનક બાબત એ છે કે વરસાદ બંધ થયાને 24 કલાક જેટલો સમય વીતી ગયો હોવા છતાં, ફૂલવાડી વિસ્તારના અનેક ઘરોમાં હજુ પણ પાણી ભરાયેલા જ છે. પાણીનો યોગ્ય નિકાલ ન થવાને કારણે સ્થાનિક રહેવાસીઓને ઘરમાં રહેવું તો દૂરની વાત છે, પરંતુ બહાર અવરજવર કરવામાં પણ અસહ્ય મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. પીવાના પાણીના સ્ત્રોત દૂષિત થવાની અને રોગચાળો ફાટી નીકળવાની પણ દહેશત સેવાઈ રહી છે. સ્થાનિક નાગરિકો અને અસરગ્રસ્ત પરિવારો દ્વારા હવે વહીવટી તંત્ર અને નગરપાલિકા સમક્ષ ઉગ્ર માંગ કરવામાં આવી છે કે તાત્કાલિક ધોરણે મોટર અથવા અન્ય સાધનો દ્વારા ભરાયેલા પાણીનો નિકાલ કરવામાં આવે અને નુકસાન પામેલા પરિવારોને યોગ્ય રાહત તથા સહાય પૂરી પાડવામાં આવે. જો વહેલી તકે યોગ્ય પગલાં નહીં ભરાય તો સ્થાનિકો દ્વારા ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
ઘરવખરી પલળી જતાં શ્રમજીવી પરિવારો મુશ્કેલીમાં
August 2, 2026 10:01 am
ફૂલવાડી વિસ્તારમાં પાણીનો ભરાવો એટલો ભયજનક હતો કે અનેક લોકોના ઘરોની અંદર પાણી ઘૂસી ગયા હતા. ઘરોમાં પાણી ભરાઈ જવાના કારણે ઘરમાં રાખવામાં આવેલી અનાજની સામગ્રી, વીજ ઉપકરણો અને ઘરવખરીનો સામાન સંપૂર્ણપણે પલળી ગયો છે અને ભારે નુકસાન પહોંચ્યું છે. અચાનક સર્જાયેલી આ પરિસ્થિતિના કારણે સ્થાનિક રહીશો અને ખાસ કરીને શ્રમજીવી પરિવારોમાં તંત્રની નબળી કામગીરી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે જો અગાઉથી યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી હોત તો આ પ્રકારની દુર્દશા ન સર્જાત.
Viramgam માં મેઘરાજાનું તાંડવ, ફૂલવાડી વિસ્તારના અનેક ઘરોમાં પાણી ઘૂસતા ઘરવખરી નષ્ટ
August 2, 2026 10:00 am
ગુજરાતમાં ચોમાસાની સીઝન દરમિયાન પડી રહેલા ભારે વરસાદ અને ઉપરવાસમાંથી સતત આવી રહેલા પાણીના પ્રવાહના કારણે અનેક શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે. આ દરમિયાન અમદાવાદ જિલ્લાના વિરમગામ શહેરમાંથી પણ ભારે હાલાકીના અહેવાલો સામે આવ્યા છે. શહેરમાં ગઈકાલે પડેલા મુશળધાર વરસાદ અને ઉપરવાસના પાણીના વહેણને કારણે નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે, જેમાં ખાસ કરીને ફૂલવાડી વિસ્તારમાં પાણી ભરાઈ જવાથી લોકોનું જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.
શેરબજાર હવે 3.30ની જગ્યાએ 3.15 વાગ્યે થશે બંધ?
August 2, 2026 9:47 am
ભારતીય શેરબજારમાં રોકાણ કરતા કરોડો રોકાણકારો માટે હાલમાં એક મોટા સમાચાર અને અટકળો ચર્ચાના કેન્દ્રમાં છે. સોશિયલ મીડિયા અને નાણાકીય બજારના વર્તુળોમાં એવી ચર્ચા જોરશોરથી ચાલી રહી છે કે આગામી સમયમાં શેરબજારના ટ્રેડિંગ સમયમાં મોટો ફેરફાર કરવામાં આવી શકે છે. અત્યાર સુધી જે શેરબજાર સવારે 9:15 વાગ્યે શરૂ થઈને સાંજે 3:30 વાગ્યે બંધ થતું હતું, તેના બંધ થવાના સમયને લઈને અટકળો લગાવાઈ રહી છે કે હવે બજાર અડધો કલાક વહેલું એટલે કે સાંજે 3:15 વાગ્યે જ બંધ થઈ જશે. આ પ્રકારની ચર્ચાઓ પાછળનું મુખ્ય કારણ એ છે કે બજાર નિયમનકાર સેબી (SEBI) અને એક્સચેન્જો દ્વારા રોકાણકારોની સુરક્ષા, વૈશ્વિક બજારો સાથેના તાલમેલ અને માર્કેટના જોખમોને ઘટાડવા માટે સતત નવા સુધારાઓ કરવામાં આવતા હોય છે.
ભારે વરસાદ વચ્ચે માનવતાનું ઉત્તમ ઉદાહરણ
August 2, 2026 9:19 am
ફાયર ટીમના જવાનો ઝાલા રાજેન્દ્રસિંહ અને તેમની ટીમે સમયસૂચકતા દાખવીને કોઈપણ પ્રકારની રાહ જોયા વગર જોખમી પૂરના પાણીમાં છલાંગ લગાવી હતી. ભારે પ્રવાહ અને જીવન જોખમમાં હોવા છતાં ફાયર જવાનોએ અત્યંત કુશળતાપૂર્વક અને સાહસિકતાપૂર્વક રેસ્ક્યૂ ઓપરેશન પાર પાડ્યું હતું. ટીમે પૂરના પાણીમાંથી ઈશ્વરભાઈ થોરીને હેમખેમ અને સુરક્ષિત રીતે બહાર કાઢી લીધા હતા. સમયસર મળેલી મદદ અને ફાયર ટીમના જવાનોની બહાદુરીના કારણે એક નિર્દોષ વ્યક્તિનો જીવ બચી ગયો છે. આ સફળ રેસ્ક્યૂ બાદ સમગ્ર પંથકમાં ફાયર ટીમના જવાનોની પ્રશંસા થઈ રહી છે. બીજી તરફ, જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે ભારે વરસાદ અને પૂરની સ્થિતિમાં કોઈએ પણ નદી-નાળા કે પાણીના પ્રવાહવાળા વિસ્તારોમાં જવાનું જોખમ ન ખેડવું જોઈએ.
સાબરકાંઠા ફાયર ટીમની સમયસૂચકતા રંગ લાવી
August 2, 2026 9:19 am
આ પ્રવાહની વચ્ચે ઈશ્વરભાઈ થોરી નામના વ્યક્તિ ફસાઈ ગયા હતા. પાણીનો પ્રવાહ એટલો તેજ હતો કે બહાર નીકળવાનો કોઈ જ રસ્તો નહોતો, જેથી ઈશ્વરભાઈ જીવ બચાવવા માટે ત્યાં આવેલા એક બાવળના ઝાડને મજબૂતાઈથી પકડીને લાંબા સમય સુધી પોતાની જાતને સંભાળીને ઊભા રહ્યા હતા. તેમનો આ સંઘર્ષ જોઈને સ્થાનિકોમાં ગભરાહટ ફેલાઈ ગઈ હતી અને તાત્કાલિક તંત્રને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતાની સાથે જ ઇડર ફાયર વિભાગની ટીમ ત્વરિત ગતિએ ઘટનાસ્થળે દોડી આવી હતી.
Sabarkantha માં ફાયર ટીમે દેવદૂત બની, ઇડરના ઉમેદગઢ ગામે પાણીના પ્રવાહમાં ફસાયેલા શ્રમજીવીનો જીવ બચાવ્યો
August 2, 2026 9:18 am
મેઘરાજાએ પોતાનું રૌદ્ર રૂપ બતાવતા અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદના કારણે નદી-નાળાઓ અને કોઝવે પર પાણી ફરી વળ્યા છે, ત્યારે ઇડર તાલુકાના ઉમેદગઢ ગામેથી એક અત્યંત રોમાંચક અને જીવ સચરિત કરનાર રેસ્ક્યૂ ઓપરેશન સામે આવ્યું છે. પૂરના તીવ્ર પ્રવાહ વચ્ચે ફસાઈ ગયેલા એક વ્યક્તિનો ફાયર ટીમના જવાનોએ પોતાના પ્રાણની પરવા કર્યા વગર સાહસિક રીતે જીવ બચાવી લીધો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ઇડરના ઉમેદગઢ ગામના વાઘા વિસ્તારમાં ભારે વરસાદના કારણે અચાનક પાણીનો પ્રવાહ ખૂબ જ વધી ગયો હતો.
બેડીપરામાં જર્જરિત મકાન ધરાશાયી
August 2, 2026 9:04 am
ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં સતત બે દિવસથી વરસાદ વરસી રહ્યો છે અને અગાઉ પણ તંત્ર દ્વારા આવા જોખમી તથા જર્જરિત મકાનોમાં રહેતા લોકોને સુરક્ષાના ભાગરૂપે મકાન ખાલી કરી દેવાની સૂચના આપવામાં આવી હતી. તેમ છતાં સમયસર આ બાબતે નક્કર પગલાં ન લેવાયા હોવાને કારણે આજે એક નિર્દોષ શ્રમજીવીએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે. આ દુર્ઘટના બાદ સ્થાનિક રહેવાસીઓમાં તંત્ર સામે પણ ભારે રોષ અને વેદના જોવા મળી રહી છે.
તંત્રની ચેતવણી બેઅસર?
August 2, 2026 9:04 am
ઘટનાની ગંભીરતા જોતા આસપાસના લોકો દ્વારા તરત જ સ્થાનિક તંત્રને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતાની સાથે જ ફાયર વિભાગ અને 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને રાહત તથા બચાવ કામગીરી શરૂ કરી હતી. જો કે, ભારે જહેમત બાદ અજયભાઈને બહાર કાઢવામાં આવ્યા હતા પરંતુ ઇજાઓ ગંભીર હોવાથી તેમનું મોત નીપજ્યું હતું. ઘટના બાદ વહીવટી તંત્ર દ્વારા તરત જ જેસીબી મશીન મંગાવીને ધરાશાયી થયેલા મકાનનો કાટમાળ હટાવવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી હતી.
Rajkot માં મોટી દુર્ઘટના, બેડીપરા વિસ્તારમાં જર્જરિત મકાન ધરાશાયી થતાં શ્રમજીવીનું મોત
August 2, 2026 9:03 am
Rajkot શહેરમાં છેલ્લા બે દિવસથી પડી રહેલા સતત ધીમીધારના વરસાદ વચ્ચે બેડીપરા વિસ્તારમાં એક ગંભીર અને હૃદયદ્રાવક દુર્ઘટના સામે આવી છે. બેડીપરા વિસ્તારમાં આવેલી શ્રમજીવી સોસાયટીમાં રામજી મંદિર ચોક પાસે આવેલું એક અત્યંત જર્જરિત મકાન મોડી રાત્રે અચાનક ધરાશાયી થઈ ગયું હતું. આ અકસ્માતમાં મકાનની અંદર રહેતા એક નિદોર્ષ શ્રમજીવી વ્યક્તિનું કાટમાળ નીચે દબાઈ જવાથી કરુણ મોત નીપજ્યું છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. મળતી પ્રાથમિક માહિતી મુજબ, આ જર્જરિત મકાનમાં અજયભાઈ કુરજીભાઈ બેલદાર (ઉંમર અંદાજે 48 વર્ષ) છેલ્લા 40 લાંબા સમયથી પરિવાર સાથે રહેતા હતા. મોડી રાત્રે અચાનક મકાનનો મોટો ભાગ તૂટી પડતા તેઓ ગંભીર રીતે કાટમાળ નીચે ફસાઈ ગયા હતા.
જંગલની જમીનનો વિવાદ ચરમસીમાએ
August 2, 2026 8:45 am
જનપ્રતિનિધિ અને વહીવટી તંત્ર વચ્ચેનો આ ટકરાવ ચરમસીમાએ પહોંચતા વિસ્તારમાં પોલીસનો મોટો કાફલો તૈનાત કરવો પડ્યો હતો. આદિવાસી ખેડૂતોના અધિકારો અને જમીન બાબતે ચાલી રહેલા આ સંઘર્ષમાં સાંસદ ખુદ મેદાને ઉતર્યા છે. આ ઘટના બાદ વહીવટી તંત્રમાં પણ દોડધામ મચી ગઈ છે અને ઉચ્ચ અધિકારીઓ સમગ્ર મામલાને શાંત પાડવાના પ્રયાસો કરી રહ્યા છે. સાંસદ સાથે થયેલા આ વર્તન સામે સ્થાનિક સ્તરે અને રાજકીય મોરચે ભારે રોષ જોવા મળી રહ્યો છે. આગામી સમયમાં આ વિવાદ વધુ વકરે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે, કારણ કે આદિવાસી ખેડૂતોના સમર્થન અને વન વિભાગની કાર્યવાહી વચ્ચેનો આ વિરોધ સતત ઉગ્ર બનતો જઈ રહ્યો છે.
સાગબારામાં રાજકીય ડ્રામા
August 2, 2026 8:45 am
આ દરમિયાન ઉમરપાડાના ફોરેસ્ટ અધિકારી અને સાંસદ મનસુખ વસાવા વચ્ચે કોઈ વાતને લઈને બોલાચાલી શરૂ થઈ ગઈ હતી. આરોપ છે કે ચર્ચા દરમિયાન ફોરેસ્ટ અધિકારી દ્વારા સાંસદને અપશબ્દો અને ગાળો બોલવામાં આવી હતી, જેના કારણે મામલો વધુ ગરમાયો હતો અને વાતાવરણ તંગ બની ગયું હતું. સાંસદ સાથે થયેલા આ દુર્વ્યવહારના સમાચાર વાયુવેગે પ્રસરતા રાજકીય વર્તુળોમાં પણ ભારે હલચલ મચી ગઈ હતી.
સ્થિતિ એટલી હદે વણસી ગઈ કે ઉમરપાડા અને સુરત તરફથી આવેલા પોલીસ કર્મચારીઓ તેમજ વનકર્મીઓ અને સાંસદ મનસુખ વસાવા આમને-સામને આવી ગયા હતા.
Narmada ના સાગબારામાં રાજકારણ ગરમાયું, સાંસદ મનસુખ વસાવા અને ફોરેસ્ટ અધિકારી વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઘર્ષણ
August 2, 2026 8:44 am
સાગબારા પંથકમાં જંગલની જમીન અને ખેડાણના મુદ્દે શરૂ થયેલું આંદોલન હવે એક મોટા રાજકીય અને પ્રશાસનિક વિવાદમાં ફેરવાઈ ગયું છે. સાગબારા તાલુકાના ખોપી ગામે આદિવાસી ખેડૂતો દ્વારા જંગલની જમીન પરના ખેડાણ અને વિવિધ માંગણીઓને લઈને રસ્તા રોકો આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું. આ આંદોલનને સમર્થન આપવા અને ખેડૂતોની વેદના સાંભળવા માટે પહોંચેલા લોકસભા સાંસદ મનસુખ વસાવા અને વન વિભાગના અધિકારીઓ વચ્ચે ઉગ્ર ઘર્ષણ જોવા મળ્યું હતું. મળતી માહિતી મુજબ, ખોપી ગામે ચાલી રહેલા વિરોધ પ્રદર્શન દરમિયાન સ્થિતિ તણાવપૂર્ણ બની હતી.
અમેરિકામાં ગન કલ્ચર ફરી જીવલેણ સાબિત થયું છે
August 2, 2026 8:25 am
ઈડાહો રાજ્યના ટ્વિન ફોલ્સના એક શોપિંગ સેન્ટર બહાર અંધાધૂંધ ફાયરિંગ થયું છે. ફાયરિંગની ઘટનામાં 3 લોકોના મોત થયા છે. હુમલાખોરો સરેઆમ ફાયરિંગ કરીને આતંક મચાવ્યો હતો. આ ઘટનામાં અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ઘટનાની સૂચના મળતા જ પોલીસ ટીમ સ્થળ પર પહોંચી હતી અને જવાબી કાર્યવાહીમાં હુમલાખોરને ઠાર માર્યો હતો.
જૂના માલનિયાદ ગામે પાણીમાં ફસાયેલા 5 લોકોનો બચાવ
August 2, 2026 8:17 am
આ સમગ્ર આપત્તિના સમયમાં મોરબીના પ્રાંત અધિકારી તેમજ સમગ્ર વહીવટી તંત્ર દ્વારા રાત-દિવસ એક કરીને ખડેપગે રહીને આ રેસ્ક્યુ કામગીરીનું સતત મોનિટરિંગ કરવામાં આવ્યું હતું. સમયસર હાથ ધરેલી આ રાહત અને બચાવ કામગીરીના કારણે કોઈ પણ પ્રકારની જાનહાનિ ટળી શકી છે અને તમામ 17 લોકોનો જીવ બચી ગયો છે. તંત્રની આ સક્રિયતા અને બચાવ ટીમોના સાહસને કારણે નાગરિકોએ રાહતનો શ્વાસ લીધો છે.
વહેલી સવારે ચાર વાગ્યે NDRFનું ઓપરેશન
August 2, 2026 8:17 am
આ ઉપરાંત, જૂના માલનિયાદ ગામે પણ પાણી ભરાઈ જવાથી લોકો ફસાયા હોવાના અહેવાલ મળ્યા હતા. વહેલી સવારે ચાર વાગ્યાના અરસામાં એનડીઆરએફની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને ત્યાં ફસાયેલા અન્ય 5 લોકોનું પણ સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું હતું. આ બંને ગામોમાં ફસાયેલા કુલ 10 લોકોને એજન્સીઓની મદદથી સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે અન્ય 7 લોકો વરસાદી પાણી ધીમે-ધીમે ઓસરતા પોતાની મેળે જ એજાર ગામેથી સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા હતા.
Morbi Rain : હળવદના બે ગામોમાંથી NDRF અને SDRFની ટીમે રેસ્કયુ કરી 17 લોકોને હેમખેમ બચાવ્યા
August 2, 2026 8:17 am
મોરબી જિલ્લામાં મેઘરાજાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે, જેના કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને હળવદ પંથકમાં ભારે વરસાદના કારણે ચારેબાજુ પાણી ભરાઈ જવાથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. આવી જ એક વિકટ પરિસ્થિતિમાં હળવદના જૂના માલનિયાદ અને ઇંગોરાળા ગામે પાણીમાં ફસાયેલા કુલ 17 લોકોના જીવન બચાવવા માટે વહીવટી તંત્ર, એનડીઆરએફ (NDRF) અને એસડીઆરએફ (SDRF) ની ટીમો તાત્કાલિક મેદાને ઉતરી હતી અને સફળ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું.
બાતમીના આધારે દારૂ ઝડપી પડાયો
August 2, 2026 8:03 am
પોલીસની આ સરાહનીય કામગીરીથી બુટલેગરોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે. હાલ પકડાયેલા આરોપીઓની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે કે આ જથ્થો કોને પહોંચાડવાનો હતો અને આ નેટવર્ક સાથે કયા અન્ય લોકો જોડાયેલા છે. મહેસાણા પોલીસે દારૂના આ ગેરકાયદે કારોબારના મૂળ સુધી પહોંચવા માટે વધુ તપાસ શરૂ કરી છે.
16 લાખથી વધુનો દારૂ ઝડપાયો
August 2, 2026 8:03 am
આ સફળ રેડ દરમિયાન પોલીસે વિદેશી દારૂ, ક્રેટા ગાડી અને અન્ય સામાન સહિત કુલ 16 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. દારૂની હેરાફેરી કરવાના આ કારસામાં સંડોવાયેલા મુખ્ય શખ્સો સામે નંદાસણ પોલીસ મથકમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને કુલ ત્રણ આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
Mehsana પોલીસની મોટી કાર્યવાહી, નંદાસણ હાઈવે પરથી લાખોના વિદેશી દારૂ સાથે 2 ઝડપાયા
August 2, 2026 8:02 am
ગુજરાત રાજ્યમાં દારૂબંધીના કાયદાને કડકિથી અમલમાં મૂકવા માટે પોલીસ સતત સક્રિય જોવા મળી રહી છે. આ જ ક્રમમાં મહેસાણા જિલ્લાના નંદાસણ પોલીસ મથક દ્વારા બાતમીના આધારે એક મોટી સફળતા હાંસલ કરવામાં આવી છે. નંદાસણ પોલીસે હાઈવે ઉપર વોચ ગોઠવીને લાખો રૂપિયાની કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર મોટો ફટકો માર્યો છે. નંદાસણ પોલીસ હાઈવે વિસ્તારમાં પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ કરી રહી હતી તે દરમિયાન એક શંકાસ્પદ ક્રેટા ગાડી નજરે પડી હતી. પોલીસે ગાડીને રોકીને તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું કે આ ગાડી ઉપર ખોટી નંબર પ્લેટ લગાવીને રાજસ્થાન તરફથી વિદેશી દારૂ ગુજરાતમાં ઘૂસાડવામાં આવી રહ્યો હતો. પોલીસે ઘટનાસ્થળેથી રાજસ્થાનના બે શખ્સોને રંગે હાથે ઝડપી લીધા હતા.
અમદાવાદ રેલવે ડિવિઝનની ધમાકેદાર કમાણી
August 2, 2026 7:42 am
આ ઉપરાંત, સામાન્ય મુસાફરો દ્વારા કરવામાં આવેલા પ્રવાસ અને ટિકિટોના વેચાણથી રેલવેને ₹147.05 કરોડની આવક પ્રાપ્ત થઈ છે. રેલવે વિભાગ દ્વારા મુસાફરોને ઉત્તમ સુવિધાઓ પૂરી પાડવાની સાથે-સાથે નિયમોનું કડક પાલન કરાવવાને કારણે આ સિદ્ધિ મળી છે. આગામી દિવસોમાં પણ રેલવે તંત્ર દ્વારા આવક વધારવા અને મુસાફરોની સુરક્ષા તથા સુવિધા માટે આ પ્રકારના સઘન પગલાં લેવામાં આવનાર છે.
વગર ટિકિટ મુસાફરી કરવી પડી ભારે
August 2, 2026 7:42 am
રેલવે પ્રશાસનની આ કડક કાર્યવાહીથી ટિકિટ વગર મુસાફરી કરતા તત્વોમાં ભારે ફફડાટ ફેલાયો છે અને રેલવેની આવકમાં પણ મોટો વધારો થયો છે. સમગ્ર જુલાઈ મહિનાની કુલ આવક પર નજર કરીએ તો, અમદાવાદ રેલવે વિભાગને કુલ રૂ.763 કરોડની માતબર આવક થઈ છે. આ જંગી કમાણીમાં સૌથી મોટો ફાળો માલગાડીઓ (ફ્રેટ ટ્રેનો) ના પરિવહનનો રહ્યો છે. માલગાડીઓના માધ્યમથી વિભાગને સૌથી વધુ રૂ.584.84 કરોડની કમાણી થઈ છે, જે વેપાર અને ઉદ્યોગ ક્ષેત્રે રેલવેની વધતી ઉપયોગીતા દર્શાવે છે.
Railway News : અમદાવાદ રેલવે ડિવિઝનની કમાણીનો નવો રેકોર્ડ, જુલાઈ મહિનામાં જંગી આવક સાથે રૂ.2.10 કરોડનો દંડ વસૂલ્યો
August 2, 2026 7:42 am
ભારતીય રેલવેના પશ્ચિમ રેલવે ક્ષેત્ર હેઠળ આવતા અમદાવાદ રેલવે ડિવિઝન માટે જુલાઈ મહિનો આર્થિક દ્રષ્ટિએ અત્યંત સફળ અને લાભદાયી સાબિત થયો છે. ડિવિઝન દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરના આંકડાઓ મુજબ, જુલાઈ મહિનામાં અમદાવાદ રેલવે વિભાગને જંગી આવક પ્રાપ્ત થઈ છે, જેણે રેલવે તંત્રની કામગીરી અને વહીવટી સફળતાને ઉજાગર કરી છે. મુસાફરોની અવરજવર અને માલસામાન પરિવહન બંને ક્ષેત્રે ઉત્તમ પ્રદર્શન જોવા મળ્યું છે. વિશેષરૂપે, વગર ટિકિટ અથવા અનિયમિત મુસાફરી કરતા મુસાફરો સામે રેલવે વિભાગ દ્વારા સઘન ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ ડ્રાઈવ દરમિયાન જુલાઈ મહિનામાં અંદાજે 25 હજાર જેટલા મુસાફરોને ઝડપીને તેમની પાસેથી કુલ રૂ.2.10 કરોડ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે.
સુરેન્દ્રનગરના કોંઢ ગામે માનવતા મહેકી
August 2, 2026 7:30 am
108 ટીમ અને ગ્રામજનોએ જીવના જોખમે પ્રસુતા મહિલાને કપડાની ખોળમાં સૂવડાવીને કાળજીપૂર્વક ચાલીને મુખ્ય રસ્તે ઊભેલી એમ્બ્યુલન્સ સુધી પહોંચાડ્યા હતા. વરસાદના આ માહોલ વચ્ચે સમયસર કરેલી આ જહેમત બાદ પ્રસુતાને તાત્કાલિક મુળી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાલ તેમની યોગ્ય સારવાર ચાલી રહી છે. 108 ટીમની આ પ્રશંસનીય અને ઉત્કૃષ્ટ કામગીરીના કારણે એક મહિલાનો સમયસર જીવ બચી ગયો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થયા બાદ સમગ્ર વિસ્તારમાં 108ની ટીમની ફરજપ્રેમી ભાવના અને સાહસની પ્રશંસા થઈ રહી છે.
પ્રસુતાને મળી સમયસર સારવાર
August 2, 2026 7:30 am
આવી મુશ્કેલ પરિસ્થિતિમાં 108ની ટીમ (પાયલોટ અને ઈએમટી) તથા સ્થાનિક ગ્રામજનોએ જરાય સમય બગાડ્યા વગર અદભુત સાહસ દાખવ્યું હતું. વાયરલ થઈ રહેલા વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, ઢીંચણસમા ભરાયેલા વરસાદી પાણી વચ્ચે પ્રસુતા મહિલાને સુરક્ષિત રીતે લઈ જવા માટે કપડાની ખોળનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
Surendranagar : મેઘરાજાના કહેર વચ્ચે 108ની ટીમ બની દેવદૂત, ઘૂંટણસમા પાણીમાંથી પ્રસુતા મહિલાને સુરક્ષિત હોસ્પિટલ પહોંચાડી
August 2, 2026 7:29 am
ગુજરાતમાં ચોમાસાની વિપરિત અને ભારે વરસાદી પરિસ્થિતિ વચ્ચે પણ ફરજ પ્રત્યેની નિષ્ઠા અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતી એક ઘટના સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના કોંઢ ગામેથી સામે આવી છે. અહીં ભારે વરસાદના કારણે ચારેય તરફ પાણી ભરાયા હતા, તેવા સમયે એક પ્રસુતા મહિલાની તબિયત અચાનક લથડતા 108 એમ્બ્યુલન્સ સેવાના કર્મચારીઓ અને સ્થાનિક ગ્રામજનો દેવદૂત સાબિત થયા હતા.
કોંઢ ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર લઈ રહેલી પ્રસુતા મહિલાની તબિયત વધુ બગડતાં તાત્કાલિક ધોરણે 108 ઇમરજન્સી સેવાને જાણ કરવામાં આવી હતી. સતત પડી રહેલા મૂશળધાર વરસાદને કારણે ગામના રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા અને એમ્બ્યુલન્સ સીધી હોસ્પિટલ સુધી પહોંચી શકે તેમ નહોતી.
અમદાવાદ રેલવે વિભાગને જુલાઈ મહિનામાં થઇ જંગી આવક
August 2, 2026 7:18 am
25 હજાર મુસાફરો પાસેથી 2.10 કરોડનો દંડ વસૂલ્યો, રેલવે વિભાગને જુલાઈ મહિમા કુલ 763 કરોડની થઈ આવક, માલગાડીમાંથી સૌથી 584.84 કરોડની થઇ આવક, મુસાફરો પાસેથી 147.05 કરોડની થઈ આવક.
સુરેન્દ્રનગરમાં મેઘો મન મૂકીને વરસ્યો
August 2, 2026 7:05 am
આવતા-જતાં વરસાદના આ રાઉન્ડમાં 80થી વધુ તાલુકાઓમાં 1 થી 3 ઇંચ સુધીનો મધ્યમ વરસાદ વરસ્યો છે, જ્યારે બાકીના અન્ય તાલુકાઓમાં અડધા ઇંચથી લઈને સામાન્ય વરસાદ નોંધાયો છે. સતત પડી રહેલા આ ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાંથી પાણીના નિકાલ માટે તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ખેડૂતો માટે આ વરસાદ પાકને નવું જીવનદાન આપનાર સાબિત થઈ શકે છે, પરંતુ ભારે પૂર જેવી સ્થિતિના કારણે નાગરિકોને સાવચેત રહેવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.
ટંકારામાં 8 ઇંચ વરસાદ નોંધાયો
August 2, 2026 7:05 am
મોરબી ઉપરાંત સુરેન્દ્રનગર જિલ્લામાં પણ મેઘરાજાએ ભારે બેટિંગ કરી છે. જિલ્લાના ધ્રાંગધ્રા, હળવદ અને વઢવાણ તાલુકામાં 6 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે, જ્યારે તિકલવાડામાં પણ 6 ઇંચ જેટલો વરસાદ વરસવાથી ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે. આ સિવાય રાજ્યના અન્ય 11 જેટલા તાલુકાઓમાં 4 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હોવાના અહેવાલ છે.
Gujarat Rain 2026 : રાજયમાં છેલ્લા 24 કલાકમાં 257 તાલુકામાં સાર્વત્રિક વરસાદ, મોરબીમાં સૌથી વધુ 9 ઇંચ વરસાદ ખાબક્યો
August 2, 2026 7:05 am
ગુજરાત રાજ્યમાં ચોમાસાએ ફરી એકવાર ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના કુલ 257 તાલુકાઓમાં મેઘરાજાએ મન મૂકીને હેત વરસાવ્યો છે, જેના કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. આ ભારે વરસાદની સ્થિતિમાં સૌથી વધુ પ્રભાવિત જિલ્લો મોરબી રહ્યો છે. મોરબી જિલ્લામાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરીને અવિરત 9 ઇંચ જેટલો ભારે વરસાદ વરસાવ્યો છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. મોરબીના ટંકારા તાલુકામાં પણ અનરાધાર 8 ઇંચ વરસાદ ખાબક્યો છે, જેનાથી જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે.
સ્કોટલેન્ડના ગ્લાસગો કોમનવેલ્થ ગેમ 2026નું આજે સમાપન
August 2, 2026 6:49 am
2026 કોમનવેલ્થ ગેમ સમાપન બાદ બેટન અને ધ્વજ અમદાવાદને સોંપાશે, અમદાવાદમાં 2030માં કોમનવેલ્થ ગેમ્સ યોજાશે, 2030 કોમનવેલ્થ ગેમ્સની સત્તાવાર યાત્રાનો થશે પ્રારંભ, સ્કોટલેન્ડમાં યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનું રહ્યું છે શાનદાર પ્રદર્શન.
દેશના 13 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર
August 2, 2026 6:38 am
ઘણા રાજ્યોમાં પવન સાથે વાવાઝોડાની શક્યતા, 30 થી 60 KMની ઝડપે પવન ફુંકાવાની સંભાવના, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, રાજસ્થાન અને બિહારમાં પણ વરસાદી માહોલ રહેશે.
ગાંધીનગરમાં NFSU ખાતે યોજાશે વ્યસનમુક્તિ કાર્યક્રમ
August 2, 2026 6:37 am
માય ભારત આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રી ઉપસ્થિત રહેશે, વ્યસનમુક્તિ કાર્યક્રમમાં PM મોદી આપશે વીડિયો સંદેશ, ગાંધીનગરમાં યુવાનોને વ્યસનમુક્તિના શપથ લેવડાવવામાં આવશે, વિકસિત ભારત અભિયાન અંતર્ગત રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમ યોજાશે.
સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા સ્ટેશન પર વરસાદી પાણી ભરાયા
August 2, 2026 6:37 am
વેસ્ટર્ન રેલવેના અમદાવાદ ડિવિઝનના રેસ્ટ રૂમમાં ભરાયા પાણી, સ્ટેશન પર લોકો પાઇલટ્સ અને મેનેજરો માટેના રૂમોમાં પાણી ભરાયા.
કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનો દબદબો
August 2, 2026 6:36 am
એક જ દિવસમાં 8 ગોલ્ડ મેડલ જીત્યા, ભારતીય બોક્સરોએ ઇતિહાસ રચ્યો, એક જ ગેમ્સમાં 7 બોક્સિંગ ગોલ્ડ જીત્યા, જૈસ્મિન લમ્બોરિયા, પ્રીતિ પવારને જીત્યો ગોલ્ડ, પ્રિયા સાંગવાન, સાક્ષી ચૌધરીએ ગોલ્ડ જીત્યો, અરૂંધતી ચૌધરી, સચિન સિવાચ, અંકુશ પંઘાલને ગોલ્ડ, લવલીના બોરગોહેન, જાદુમણિ સિંહ, નરેન્દ્ર બેરલાને સિલ્વર, 39 મેડલ સાથે ભારત ચોથા સ્થાન પર પહોંચ્યું, મેડલ ટેલીમાં ભારતને 13 ગોલ્ડ, 17 સિલ્વર અને 9 બ્રોન્ઝ.
દિલ્હીમાં ભૂકંપના આંચકો અનુભવાયો
August 2, 2026 6:35 am
સવારે 4.14 કલાકે ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 2.9, દિલ્હીના ઉત્તર જિલ્લામાં ભૂકંપનું કેન્દ્રબિંદુ.

