Gujarat Latest News: યોગેશભાઈએ કામ કર્યું તેને હવે સતીષભાઈ આગળ વધારશે, ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માનું નિવેદન
ગુજરાત અને દેશભરના તમામ મહત્વના સમાચાર ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ડિજિટલ પર તમને વાંચવા મળશે સવારના 7 વાગ્યાથી રાત્રીના 12 વાગ્યા સુધી. અમે દિવસભર તમામ સમાચાર અપડેટ કરતા રહીશું અને આપના સુધી તમામ સમાચારો પહોંચાડીશું,અહીં તમને દેશ અને દુનિયાના દરેક બ્રેકિંગ ન્યૂઝ મળશે. દિવસના મોટા સમાચારો માટે એક ક્લિક કરીને જાણવા માટે, અમારા પેજ પર રહો અને રિફ્રેશ કરતા રહો.
માઉન્ટ આબુમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, ત્રણ ઇંચ વરસાદથી પર્યટકો ખુશખુશાલ
August 3, 2026 9:50 pm
રાજસ્થાનના લોકપ્રિય હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી સાથે ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે. વરસાદ બાદ નક્કી લેક સહિતના પર્યટન સ્થળોએ પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. વાદળો, ઠંડા પવનો અને ઘેરા ધુમ્મસથી માઉન્ટ આબુનું કુદરતી સૌંદર્ય વધુ ખીલી ઊઠ્યું છે, જેના કારણે પ્રવાસીઓમાં ખુશીનો માહોલ છવાયો છે.
જામ ખંભાળિયાની ઠક્કર હોસ્પિટલ સામે તપાસના આદેશ, માતા-બાળકના મોત મામલે આરોગ્ય વિભાગ એક્શનમાં
August 3, 2026 9:48 pm
જામ ખંભાળિયાની ઠક્કર હોસ્પિટલ માતા અને બાળકના મોત મામલે વિવાદમાં સપડાઈ છે. પરિવારજનોએ હોસ્પિટલ પર ગંભીર બેદરકારી અને પ્રસુતિ વિભાગમાં એક્સપાયરી દવા હોવાના આરોપ લગાવ્યા છે. આરોગ્ય વિભાગે તાલુકા હેલ્થ ઓફિસરને તપાસ સોંપી પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવાનું જણાવ્યું છે. એક્સપાયરી દવા મુદ્દે ડ્રગ્સ વિભાગને જાણ કરાશે અને બેદરકારી સાબિત થશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે.
દાંતીવાડા ડેમમાંથી યુવકનો મૃતદેહ મળતા ચકચાર
August 3, 2026 9:37 pm
બનાસકાંઠાના પાલનપુર તાલુકાના નાની ભટામલ ગામ નજીક દાંતીવાડા ડેમમાંથી એક યુવકનો મૃતદેહ મળતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. સ્થાનિક તરવૈયાઓ અને ફાયર ફાઈટરની ટીમે મૃતદેહને બહાર કાઢ્યો હતો. પાલનપુર તાલુકા પોલીસે મૃતદેહને કબ્જે લઈ પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે. મૃતકની ઓળખ અને તે ક્યાંનો રહેવાસી છે તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.
રાજકોટમાં સ્પાની આડમાં ચાલતા કૂટણખાના પર પોલીસનો દરોડો, 7 યુવતીઓને મુક્ત કરાવાઈ
August 3, 2026 9:01 pm
રાજકોટના માલવિયા નગર વિસ્તારમાં બાલાજી હોલ પાસે આવેલ ધ મોક્સ સ્પામાં પોલીસે દરોડો પાડી સ્પાની આડમાં ચાલતું કૂટણખાનું ઝડપી પાડ્યું છે. ડમી ગ્રાહક મોકલી કાર્યવાહી કરાઈ હતી. મિઝોરમ, ત્રિપુરા અને આસામની 7 યુવતીઓને મુક્ત કરાવવામાં આવી છે. સ્પાના માલિક જીગર સચદેવ અને મેનેજર અરુણ બિસ્કો સામે ગુનો નોંધાયો છે, જ્યારે બંને આરોપીઓ ફરાર હોવાનું પોલીસે જણાવ્યું છે.
CNG ભાવવધારા સામે રિક્ષા-ટેક્સી ચાલકોનો વિરોધ, CM અને કેબિનેટ મંત્રીને પત્ર
August 3, 2026 8:46 pm
CNGના વધતા ભાવ સામે રિક્ષા ચાલક યુનિયન અને ટેક્સી ચાલકોએ મુખ્યમંત્રી તથા કેબિનેટ મંત્રીને પત્ર લખ્યો છે. ભાવવધારા સામે રાહત પેકેજ અથવા સબસિડી આપવાની માગ કરવામાં આવી છે. ચાલકોનું કહેવું છે કે તેઓ CNG પર નિર્ભર છે અને ભાડામાં વધારો કરવો પડશે તો મધ્યમ વર્ગીય લોકોને પણ આર્થિક અસર થશે. સરકારે સહકાર આપે તેવી માંગ ઉઠી છે.
ઓગડ જાગીરમઠ મામલે ન્યાયિક તપાસની માંગ, પૂર્વ ધારાસભ્યએ CMને લખ્યો પત્ર
August 3, 2026 8:07 pm
ઓગડ જાગીરમઠમાં મહંતને માર મારવાના મામલે પૂર્વ ધારાસભ્ય રમીલા દેસાઈએ મુખ્યમંત્રીને પત્ર લખી ન્યાયિક તપાસની માગ કરી છે. તેમણે અજમલભાઈ ચૌધરીને ન્યાય અપાવવાની રજૂઆત કરી છે. આક્ષેપ કરવામાં આવ્યો છે કે મહંત બળદેવગીરી મુખ્ય કાવતરાખોર છે અને પોલીસે ફરિયાદમાં નામ નોંધ્યું નથી. પોલીસ ભેદભાવ રાખી કાર્યવાહી કરતી હોવાનો પણ આક્ષેપ કરાયો છે.
માંજલપુર પેટાચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય, સતીષભાઈ પટેલ 30 હજાર મતોથી જીત્યા
August 3, 2026 7:34 pm
વડોદરાના માંજલપુરમાં ભાજપના ઉમેદવાર સતીષભાઈ પટેલે ભવ્ય જીત મેળવી છે. ભાજપની જીત બાદ પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું કે વડાપ્રધાનના નેતૃત્વમાં વિકાસની હરણફાળને મુખ્યમંત્રી આગળ વધારી રહ્યા છે. તેમણે કહ્યું કે માંજલપુર બેઠક પર ભાજપે 30 હજાર મતોથી વિજય મેળવ્યો છે. યોગેશભાઈ દ્વારા કરાયેલા વિકાસકાર્યોને હવે સતીષભાઈ આગળ વધારશે.
થરાદમાં કરુણ દુર્ઘટના: જમાઇને બચાવવા કેનાલમાં કૂદેલા પિતા-પુત્રનું ડૂબી જવાથી મોત
August 3, 2026 7:07 pm
બનાસકાંઠાના થરાદ તાલુકાના જમડા ગામ નજીક કરુણ ઘટના બની છે. કૌટુંબિક વિવાદ દરમિયાન જમાઇએ કેનાલમાં ઝંપલાવતાં તેને બચાવવા સસરા અને પુત્રો કૂદ્યા હતા. જમાઇ અને એક સાળાનો બચાવ થયો, પરંતુ પિતા અને પુત્રનું ડૂબી જવાથી મોત નીપજ્યું. પાલિકાની ટીમે મૃતદેહ બહાર કાઢી પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યા છે. પોલીસે તપાસ શરૂ કરી છે.
સંત રવિદાસની 650મી જન્મજયંતિ નિમિત્તે અમદાવાદમાં કળશ યાત્રાનું સમાપન
August 3, 2026 7:07 pm
સંત રવિદાસ મહારાજની 650મી જન્મજયંતિ નિમિત્તે ભાજપ દ્વારા સમરસતા સંકલ્પ અભિયાન અંતર્ગત યોજાયેલી કળશ યાત્રાનું અમદાવાદના જગન્નાથ મંદિર ખાતે સમાપન થયું. અંબાજીથી 1 ઓગસ્ટે શરૂ થયેલી યાત્રામાં કાશીની જન્મભૂમિથી લાવેલી પવિત્ર માટી કળશમાં સ્થાપિત કરવામાં આવી હતી. સમાપન પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
8 સપ્ટેમ્બરથી શરૂ થશે ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર
August 3, 2026 7:06 pm
ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર 8 સપ્ટેમ્બરથી શરૂ થશે. રાજ્યપાલે સત્ર બોલાવવા આહ્વાન કર્યું છે. બપોરે 12 વાગ્યાથી વિધાનસભાની કાર્યવાહી શરૂ થશે. આ ચોમાસું સત્ર દરમિયાન રાજ્ય સરકાર અનેક મહત્વના બિલો અને નીતિ સંબંધિત પ્રસ્તાવો રજૂ કરે તેવી શક્યતા છે. સત્ર દરમિયાન વિવિધ જાહેર હિતના મુદ્દાઓ પર ચર્ચા પણ થવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.
મુન્દ્રા પોર્ટનો રાષ્ટ્રીય કીર્તિમાન: એક જ જહાજમાં 21,085 TEU કન્ટેનર હેન્ડલિંગ
August 3, 2026 7:05 pm
અદાણી પોર્ટ્સના ફ્લેગશિપ મુન્દ્રા પોર્ટે MSC AMBRA જહાજ પર 21,085 TEU કન્ટેનર હેન્ડલ કરી રાષ્ટ્રીય રેકોર્ડ સર્જ્યો છે. ભારતના કોઇપણ પોર્ટ પર એક જ જહાજમાં સૌથી વધુ કન્ટેનર હેન્ડલિંગની આ ઐતિહાસિક સિદ્ધિ માનવામાં આવી રહી છે. ટેકનોલોજી, ઝડપી કામગીરી અને ઉચ્ચ કાર્યક્ષમતાથી મુન્દ્રા પોર્ટે દેશના મેરિટાઇમ ક્ષેત્રમાં નવો માઇલસ્ટોન સ્થાપ્યો છે.
જામનગરમાં મનપાના ફૂડ વિભાગના દરોડા, 171 કિલો અખાદ્ય જથ્થો નાશ કરાયો
August 3, 2026 6:01 pm
જામનગર મહાનગરપાલિકાના ફૂડ વિભાગે શહેરભરમાં હોટલ, રેસ્ટોરન્ટ, બેકરી અને અન્ય ખાણીપીણીના એકમોમાં સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. તપાસ દરમિયાન 171 કિલો અખાદ્ય જથ્થો અને 53 કિલોથી વધુ વપરાયેલ ખાદ્ય તેલનો સ્થળ પર જ નાશ કરાયો. નિયમોના ભંગ બદલ કેટલાક વેપારીઓને નોટિસ ફટકારાઈ અને FSSAIના નિયમોનું કડક પાલન કરવા તાકીદ કરવામાં આવી છે.
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત, 22 બાળકોના મોત અને 35 કેસ નોંધાયા
August 3, 2026 6:00 pm
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો પ્રકોપ યથાવત રહેતાં અત્યાર સુધી 22 બાળકોના મોત થયા છે. રાજ્યમાં કુલ 35 પોઝિટિવ કેસ સામે આવ્યા છે, જ્યારે 184 શંકાસ્પદ કેસ નોંધાયા છે. 11 સેમ્પલના રિપોર્ટ બાકી છે. ગાંધીનગર, હિંમતનગર, પાટણ, રાજકોટ અને ભાવનગરની સિવિલ હોસ્પિટલોમાં 7 પોઝિટિવ દર્દીઓ સારવાર હેઠળ હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું છે.
સુરત લિંબાયત હત્યા કેસમાં મોટો ખુલાસો, મુખ્ય આરોપી મોહમ્મદ હાસિમ સિદ્દીકી ઝડપાયો
August 3, 2026 5:33 pm
સુરતના લિંબાયત વિસ્તારમાં આસિફ પઠાણની સરાજાહેર હત્યા કેસમાં પોલીસે મુખ્ય આરોપી મોહમ્મદ હાસિમ સિદ્દીકીની ધરપકડ કરી છે. અગાઉ ત્રણ સાગરીતો અને બાતમી આપનાર શોએબ ઉર્ફે સલમાન ખાતીક ઝડપાયા હતા. સાયન્ટિફિક અને ટેકનિકલ પુરાવા તેમજ પોલિગ્રાફ ટેસ્ટના આધારે કાર્યવાહી કરાઈ. આરોપી સામે અગાઉ આર્મ્સ એક્ટ, ખંડણી અને અપહરણ સહિત 20 ગુના નોંધાયેલા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
જામનગરમાં લગ્નની લાલચ આપી યુવતી પર દુષ્કર્મનો આરોપ, યશરાજસિંહ સોઢાની ધરપકડ
August 3, 2026 5:33 pm
જામનગરમાં યુવતીની ફરિયાદના આધારે સિટી સી ડિવિઝન પોલીસે મચ્છરનગરના યશરાજસિંહ સોઢાની ધરપકડ કરી છે. આરોપીએ પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાની ખાતરી આપી આશરે આઠ મહિના સુધી વારંવાર શારીરિક સંબંધ બાંધ્યા હોવાનો આક્ષેપ છે. યુવતીની ફરિયાદ બાદ પોલીસે દુષ્કર્મનો ગુનો નોંધી આરોપીના રિમાન્ડ મેળવી સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.
અમદાવાદના સુભાષ બ્રિજના કામને મંજૂરી, ડિઝાઇન ફીમાં ઘટાડાથી 7 કરોડનો ફાયદો
August 3, 2026 5:33 pm
અમદાવાદમાં સુભાષ બ્રિજના કામને સત્તાવાર મંજૂરી આપવામાં આવી છે. ડિઝાઇન ફીમાં ઘટાડો કરવામાં આવતા નિર્ધારિત રકમની સરખામણીએ અંદાજે 7 કરોડ રૂપિયાનો ફાયદો થશે. મહત્વપૂર્ણ માનવામાં આવતા આ પ્રોજેક્ટનું કામ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. બ્રિજના નિર્માણથી શહેરના ટ્રાફિક દબાણમાં રાહત મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
પ્રદેશ ભાજપની આવતીકાલે મહત્વપૂર્ણ બેઠક, ત્રિરંગા યાત્રા અને આગામી કાર્યક્રમો પર થશે ચર્ચા
August 3, 2026 4:59 pm
પ્રદેશ ભાજપની આવતીકાલે પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ બેઠક મળશે. બેઠકમાં તમામ જિલ્લા પ્રમુખોને હાજર રહેવા સૂચના અપાઈ છે. સ્વાતંત્ર્ય પર્વ નિમિતે યોજાનારી ત્રિરંગા યાત્રાની રૂપરેખા, વિભાજન વિભીષિકા કાર્યક્રમ અને ભાજપના આગામી સંગઠનાત્મક કાર્યક્રમોની આયોજન બાબતે વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે. બેઠકને રાજકીય રીતે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
ખેડામાં મગર દેખાવાની ઘટનાઓ વધતાં વન વિભાગ એલર્ટ, નાગરિકોને સાવચેતીની અપીલ
August 3, 2026 4:37 pm
ખેડા જિલ્લામાં ભારે વરસાદ બાદ વિવિધ તાલુકાઓમાં મગર દેખાવાની ઘટનાઓ સામે આવતાં વન વિભાગ એલર્ટ બન્યું છે. નાયબ વન સંરક્ષક અભિષેક સામરીયાએ નદી, તળાવ, કેનાલ અને પાણી ભરાયેલા વિસ્તારોની નજીક ખાસ સાવચેતી રાખવા અપીલ કરી છે. મગર જોવા મળે તો ભીડ ન કરવા, તેને હેરાન ન કરવા અને તરત જ હેલ્પલાઇન 1926 પર જાણ કરવા અનુરોધ કરાયો છે.
NEET આંદોલન મુદ્દે રાજ્ય સરકારનો મોટો નિર્ણય: વિદ્યાર્થી-યુવાનો સામેની FIR પરત ખેંચાશે
August 3, 2026 3:56 pm
NEET આંદોલન મુદ્દે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લઈ આંદોલનમાં જોડાયેલા વિદ્યાર્થી અને યુવાનો સામે નોંધાયેલી પોલીસ ફરિયાદો પરત ખેંચવાની જાહેરાત કરી છે. નોંધાયેલી FIR રદ કરવાની પ્રક્રિયા તાત્કાલિક પૂર્ણ કરવા સરકારે પોલીસ તંત્રને સૂચના આપી છે. સાથે જ આંદોલનમાં સામેલ યુવાનો સામે નવી પોલીસ કાર્યવાહી નહીં કરવામાં આવે તેમ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે.
માંડલમાં યુવકે વેરહાઉસમાં ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, પ્રેમપ્રકરણની આશંકા
August 3, 2026 3:52 pm
માંડલના રીબડી ગામ નજીક સોમ ટ્રેડિંગ વેરહાઉસમાં 22 વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. મૃતકની ઓળખ યાદવ સિબ્બુકુમાર રાજકુમાર તરીકે થઈ છે, જે મૂળ બિહારનો અને હાલ રીબડીમાં રહેતો હતો. પ્રાથમિક તપાસમાં એક તરફી પ્રેમપ્રકરણ કારણ હોવાનું સામે આવ્યું છે. આત્મહત્યા પહેલાં ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ મૂકી હોવાની માહિતી મળી છે. માંડલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ખાનગી અનુદાનિત પ્રાથમિક શિક્ષકોને મેડિકલ રિઇમ્બર્સમેન્ટનો લાભ, શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય
August 3, 2026 3:37 pm
શિક્ષણ વિભાગે ખાનગી અનુદાનિત પ્રાથમિક શિક્ષકોને મેડિકલ રિઇમ્બર્સમેન્ટનો લાભ આપવા મહત્વનો નિર્ણય કર્યો છે. તબીબી સારવાર નિયમો-2015 મુજબ શિક્ષકોને સરકારી કર્મચારીઓ સમકક્ષ રિઇમ્બર્સમેન્ટ મળશે. અગાઉ આ લાભ માત્ર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોને મળતો હતો. વિભાગે આજે ઠરાવ જાહેર કર્યો છે અને નિર્ણય ઠરાવ જાહેર થયાની તારીખથી અમલમાં આવશે.
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: તાલુકા આયોજન માટે યુટીપીસી સમિતિની રચના થશે
August 3, 2026 3:37 pm
ગુજરાત સરકારે રાજ્યમાં એકીકૃત તાલુકા આયોજન સમિતિ (UTPC) રચવાનો મહત્વનો નિર્ણય લીધો છે. તાલુકા આયોજન સમિતિ અને એટીવીટી તાલુકા કાર્યબળ આયોજન સમિતિનું વિલીનીકરણ કરવામાં આવશે. જિલ્લા આયોજન અને તાલુકા વિકાસ યોજનાઓ માટે હવે એક જ સમિતિ કાર્ય કરશે. તાલુકા પંચાયત પ્રમુખ અધ્યક્ષ રહેશે અને જનપ્રતિનિધિઓ સાથે વિવિધ વિભાગોના અધિકારીઓને પણ સમિતિમાં સ્થાન આપવામાં આવશે.
માંજલપુર પેટાચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય, સતિષભાઈ પટેલ 28,940 મતથી જીત્યા
August 3, 2026 3:09 pm
વડોદરાની માંજલપુર બેઠકની પેટાચૂંટણીમાં ભાજપ ઉમેદવાર સતિષભાઈ પટેલે 28,940 મતથી ભવ્ય જીત નોંધાવી છે. તેમને કુલ 52,761 મત મળ્યા, જ્યારે કોંગ્રેસના ભીખાભાઈ દેસાઈને 23,821 મત મળ્યા. જીત બાદ સતિષભાઈ પટેલે મતદારો અને કાર્યકરોનો આભાર વ્યક્ત કર્યો અને યોગેશ કાકાના સંકલ્પોને પૂર્ણ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.
આણંદ રેલવે સ્ટેશન પાસે માલગાડી પાટા પરથી ઉતરી પડી, રેલ વિભાગ ઘટનાસ્થળે
August 3, 2026 1:46 pm
આણંદ રેલવે સ્ટેશન નજીક દિલ્હી-મુંબઈ મુખ્ય રેલવે લાઈન પર માલગાડી પાટા પરથી ઉતરી જતાં હડકંપ મચ્યો હતો. ઘટનાની જાણ થતાં જ રેલવે વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ અને ટ્રેક પુનઃસ્થાપન કામગીરી શરૂ કરી છે. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ કે ઇજાના બનાવ નોંધાયા નથી. રેલવે અધિકારીઓ દ્વારા ઘટનાના કારણોની તપાસ હાથ ધરાઈ છે.
માંજલપુર પેટાચૂંટણીમાં ભાજપની જીત નિશ્ચિત, સતિષભાઈ પટેલ 27,448 મતથી આગળ
August 3, 2026 1:39 pm
વડોદરાની માંજલપુર બેઠકની પેટાચૂંટણીમાં ભાજપની જીત લગભગ નિશ્ચિત માનવામાં આવી રહી છે. 17 રાઉન્ડની મતગણતરી પૂર્ણ થતાં ભાજપના ઉમેદવાર સતિષભાઈ પટેલ 27,448 મતની જંગી લીડ સાથે આગળ છે. હવે માત્ર બે રાઉન્ડની ગણતરી બાકી રહી છે. આ પેટાચૂંટણીમાં અંદાજે 37.5 ટકા જેટલું મતદાન નોંધાયું હતું, જેના પરિણામે ભાજપને સ્પષ્ટ વધારું મળતું દેખાઈ રહ્યું છે.
ગાંધીનગરમાં મિસ્ટ્રી ડેથ: 11મા માળેથી પટકાતાં B.Tech વિદ્યાર્થીનું મોત
August 3, 2026 1:17 pm
ગાંધીનગર (Gandhinagar)ના PDEU રોડ પર આવેલી વિનાયક સરલ કોટિયાર્ડ સોસાયટી (Vinayak Saral Courtyard Society)માં એક અત્યંત કરૂણ અને દુઃખદ ઘટના સામે આવી છે. સોસાયટીના 11મા માળેથી નીચે પટકાતાં 19 વર્ષીય યુવકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું છે. મોડી રાત્રે બનેલી આ ઘટનાને પગલે આસપાસના લોકોમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી FSL અને CCTV Footage ના આધારે તમામ સંભવિત પાસાઓની તપાસ શરૂ કરી છે.
પાટણ જિલ્લામાં વધુ એક બાળકી ચાંદીપુરા રિપોર્ટ પોઝીટીવ આવ્યો
August 3, 2026 12:23 pm
સંખારી ગામની 7 વર્ષીય બાળકીનો ચાંદીપુરાનો રિપોર્ટ પોઝીટીવ, બાળકી ધારપુર સ્થિત સિવિલ હોસ્પિટલના ICUમાં દાખલ, આરોગ્ય વિભાગ દ્વારા ગામમાં સર્વે, ડસ્ટિંગ સહિતની કામગીરી, અત્યારસુધી પાટણ જિલ્લામાં ચાંદીપુરાથી એક બાળકનું થયું છે મોત.
વડોદરાની માંજલપુર બેઠક પેટાચૂંટણીનું પરિણામ
August 3, 2026 12:15 pm
9 રાઉન્ડની મતગણતરી બાદ ભાજપ આગળ, ભાજપના ઉમેદવારની લીડમાં સતત વધારો, ભાજપના સતિષ પટેલ 13591 મતથી આગળ, ભાજપના કાર્યકર્તાઓમાં ઉત્સાહ, મતગણતરી કેન્દ્ર બહાર ભાજપના કાર્યકર્તાઓની ઉજવણી.
MLA ચૈતર વસાવા સજા પર સ્ટે માટે હાઇકોર્ટના શરણે
August 3, 2026 11:58 am
કોર્ટે ચૈતર વસાવાને 7 વર્ષની સજા ફટકારી હતી, ઓફિસર પર હુમલાના કેસમાં ફટકારી હતી 7 વર્ષની સજા, નર્મદા કોર્ટના હુકમ સામે સ્ટે લેવા ચૈતર વસાવા હાઈકોર્ટના શરણે. ચૈતરની જામીન અરજી પર 5 ઓગસ્ટે સુનાવણી હાથ ધરાશે.
રાજકોટ જિલ્લાના ખેડૂતો કલેકટર કચેરીએ પહોંચ્યા
August 3, 2026 11:52 am
કિસાન કોંગ્રેસના પ્રમુખ પાલ આંબલીયાની આગેવાનીમાં વિરોધ, જિલ્લામાં વીજ પોલ પ્રશ્નને લઈને વિરોધ રાજકોટ જિલ્લાના અલગ અલગ ગામડાના ખેડૂતો થયા ભેગા, જિલ્લાના અલગ અલગ ગામડાઓમાં વીજ પોલ પ્રશ્નને લઈને વિરોધ. ખેડૂત સંઘર્ષ સમિતિ અને કિસાન કોંગ્રેસ દ્વારા વિરોધ.
વડોદરાની માંજલપુર બેઠક પેટાચૂંટણીનું પરિણામ
August 3, 2026 11:40 am
9 રાઉન્ડની મતગણતરી બાદ ભાજપ આગળ, ભાજપના ઉમેદવારની લીડમાં સતત વધારો, ભાજપના સતિષ પટેલ 13591 મતથી આગળ, ભાજપના કાર્યકર્તાઓમાં ઉત્સાહ, મતગણતરી કેન્દ્ર બહાર ભાજપના કાર્યકર્તાઓની ઉજવણી.
પાટણના રાધનપુરનું વડ પાસર તળાવ ઓવરફ્લો
August 3, 2026 11:27 am
શહેરના મેઇન બજારના મુખ્ય માર્ગ પર તળાવનું પાણી ફરી વળ્યું, મેઇન બજારમાં આવેલ વેપારીઓની દુકાનમાં પાણી ઘૂસ્યા, મુખ્ય બજારના માર્ગથી સરકારી હોસ્પિટલ,બસ સ્ટેન્ડ,પોલીસ સ્ટેશન,નગર પાલિકા જવાનો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ, મુખ્ય માર્ગ પાણી પર ઢીંચણ સમા પાણી ભરાતા વાહન ચાલકોને અને રાહદારીઓને ભારે હાલાકી, મેઇન બજારના મુખ્ય માર્ગ પર પાણી ફરી વળતા વેપારીઓમાં ભારે રોષ, વેપારીઓના ધંધા પર માઠી અસર.
વાંચો સવારના 7 થી બપોરના 12 વાગ્યા સુધીના મહત્વના સમાચાર એક કિલક પર
August 3, 2026 11:21 am
01 - Dharoi Dam Water Level: ધરોઈ ડેમની જળસપાટીમાં સતત વધારો, આગામી દિવસોમાં પાણીની ચિંતા દૂર!
06 - Brij Bhushan Sharan Singh ને મોટી રાહત, યૌન શોષણ કેસમાં દિલ્હીની કોર્ટે કર્યા નિર્દોષ જાહેર
09 - Petrol Diesel Today : ક્રૂડ ઓઈલ 84 ડોલરની નીચે સરકયું, આજે પેટ્રોલ-ડિઝલના ભાવ સ્થિર
10 - LIVE: Gujarat Latest News : ખેડા ઠાસરા તાલુકાના નેસ ગામે મકાનની દિવાલ ધરાશાયી થતા 2 ના મોત
AMC રાજ્યમાં પહેલીવાર QR કોડ અને ફોટો સાથે લગ્ન સર્ટીફીકેટ આપવાની શરૂઆત કરી છે
August 3, 2026 11:15 am
અત્યાર સુધી કચેરી જઈને સર્ટીફીકેટ માટે જવું પડતું હતું, હવે પેપરલેસ કામગીરી શરૂ કરી છે આજથી ઓનલાઇન પોર્ટલ પર જ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે, પાસપોર્ટ ની જેમ ચોક્કસ સમય કચેરી આવી સર્ટિફિકેટ મેળવવાનું રહેશે, QR કોડ સ્કેન કરવાથી તે સાચું છે કે કેમ તે તરત જ જાણી શકાશે.
સમગ્ર પ્રકરણમાં નવો મોડ આવ્યો છે
August 3, 2026 11:11 am
આ વિવાદને લઈ દેશભરમાં મોટા વિરોધ પ્રદર્શનો પણ થયા હતા. લાંબી કાનૂની લડત અને દલીલોના દોર બાદ, કોર્ટે પુરાવાઓના આધારે આ ચુકાદો આપ્યો છે અને બંને આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. આ ચુકાદા બાદ રાજકીય અને ખેલ જગતમાં ભારે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. ખેલાડીઓ દ્વારા લગાવવામાં આવેલા આરોપો સામે કોર્ટના આ નિર્ણયથી બ્રિજભૂષણ શરણ સિંહને મોટી કાનૂની રાહત મળી છે. આ કેસ શરૂઆતથી જ મીડિયા અને જનતાનું કેન્દ્રબિંદુ રહ્યો છે, અને કોર્ટના આ ફેસલાથી સમગ્ર પ્રકરણમાં નવો મોડ આવ્યો છે.
Brij Bhushan Sharan Singh ને મોટી રાહત, યૌન શોષણ કેસમાં દિલ્હીની કોર્ટે કર્યા નિર્દોષ જાહેર
August 3, 2026 11:11 am
Brij Bhushan Sharan Singh : દેશભરમાં ચર્ચાનો વિષય બનેલા મહિલા રેસલર્સના યૌન શોષણના કેસમાં ભારતીય કુસ્તી મહાસંઘના પૂર્વ પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહને દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટ તરફથી મોટી રાહત મળી છે. કોર્ટે આ મામલામાં મોટો ચુકાદો આપતા બ્રિજભૂષણ શરણ સિંહ અને તેમના સહયોગી વિનોદ તોમર બંનેને નિર્દોષ જાહેર કર્યા છે. સ્પેશિયલ જજ અશ્વિની પંવારે બંધ રૂમમાં આ ચુકાદો સંભળાવ્યો હતો, જેના કારણે લાંબા સમયથી ચાલી રહેલા આ કાનૂની વિવાદમાં મોટો વળાંક આવ્યો છે. ગત વર્ષે 10 મે 2024ના રોજ કોર્ટે આ મામલે કડક રૂખ અપનાવતા બ્રિજભૂષણ શરણ સિંહ અને વિનોદ તોમર સામે ભારતીય દંડ સંહિતાની કલમ 354 અને 354A હેઠળ આરોપો ઘડ્યા હતા. દેશની દિગ્ગજ મહિલા ખેલાડીઓ અને રેસલર્સે તેમની પર ગંભીર યૌન શોષણના આરોપો લગાવ્યા હતા.
મહિલા પહેલવાનોએ શારીરિક શોષણના આક્ષેપનો કેસ
August 3, 2026 10:57 am
દિલ્હીની કોર્ટ રાઉજ એવન્યુ કોર્ટનો ચૂકાદો, શારીરિક શોષણના કેસમાં બ્રિજભૂષણ સિંહ નિર્દોષ જાહેર, મહિલા પહેલવાનોએ શારીરિક શોષણનો કર્યો હતો આક્ષેપ.
સુરતના ગોડાદરાના માનસરોવર સોસાયટી નજીકની ઘટના
August 3, 2026 10:49 am
ખાડામાં બાઈક પડતાં યુવકનું કરુણ મોત, રાત્રે આશરે 10:30 વાગ્યે ઘરે જતાં સંદીપ નામના યુવકને અકસ્માત નડ્યો, બે થી ત્રણ ફૂટ ઊંડા ખાડા અને કાદવના કારણે બાઈક સ્લીપ થઈ, અકસ્માતમાં યુવકનું ઘટનાસ્થળે જ મોત થતાં પરિવારમાં શોક, સ્થાનિકોના જણાવ્યા મુજબ રોડ પર લાંબા સમયથી અનેક મોટા ખાડા, અનેક રજૂઆતો છતાં રોડનું સમારકામ ન થતાં લોકોમાં રોષ, સ્ટ્રીટ લાઈટના અભાવે રાત્રે વાહનચાલકો માટે જોખમ, મૃતકના પરિવારજનોએ જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરી માગ, સ્થાનિકોએ રોડનું તાત્કાલિક સમારકામ કરી આવી દુર્ઘટનાઓ અટકાવવાની પણ માગ કરી.
રાજ્યની વધુ એક યુનિવર્સિટી ઇન્ચાર્જ VC થી ચાલશે
August 3, 2026 10:17 am
GTU નાં કુલપતિ રાજુલ ગજ્જરનો કાર્યકાળ આજે પૂરો થઈ રહ્યો છે, ઉચ્ચ શિક્ષણ વિભાગે GTU નાં નવા કુલપતિ ની નિમણૂક માટે પ્રક્રિયા શરૂ ન કરી, નવા કુલપતિ તરીકેની સર્ચ કમિટી રચના ન થતાં ઇન્ચાર્જ કુલપતિ તરીકે યુનિવર્સિટી ચાવવાની ફરજ પડશે.
અમદાવાદની 450 જેટલી સહકારી મંડળી ઓડિટ બાકી
August 3, 2026 10:17 am
અમદાવાદમાં આવેલ 1800 સહકારી મંડળી માંથી 450 ઓડિટના થયું હોવાનું આવ્યું સામે, કેટલી મંડળી ઓડિટ થયું બાકી અંગે જિલ્લા રજીસ્ટ્રાર પણ અજાણ, સ્ટાફની ઘટના લીધે ઓડિટમા મુશ્કેલી આવતી હોવાનો આક્ષેપ, રિધ્ધિ સિદ્ધિ સહકારી મંડળીના 7 કરોડ કૌંભાડની સૂચના બાદ ઓડિટ થયું થયું નથી, ઓડિટ ના થવાના કારણે નાણાકીય ગેરનીતિ અને ભ્રષ્ટાચાર શંકા, ઓડિટ ના થવાના કારણે નાણાકીય નુકશાન અને લોન લેવામાં પણ મુશ્કેલી.
માંજલપુર બેઠક પર બીજા રાઉન્ડમાં ભાજપના ઉમેદવાર આગળ
August 3, 2026 9:36 am
ભાજપના સતીષ પટેલ 3519 મતથી આગળ.
મહેમદાવાદના રીંછોલ ગામે રહેણાંક મકાનમાં મગર ઘૂસતા અફરાતફરી
August 3, 2026 9:30 am
ફોરેસ્ટ વિભાગની ટીમે સુરક્ષિત રીતે મગરનું રેસ્ક્યુ કર્યું, મહેમદાવાદ તાલુકાના રીંછોલ ગામમાં મગર ઘૂસતાં અફરાતફરી, વણઝારા વાસ વિસ્તારમાં આવેલા એક રહેણાંક મકાનમાં રાત્રિના સમયે મગર ઘૂસી ગયો, સવારે પરિવારજનોને ઘરમાં મગર દેખાતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક લોકોએ તાત્કાલિક સરપંચને જાણ કરી હતી, ત્યારબાદ વન વિભાગને જાણ કરવામાં આવી મહેમદાવાદ ફોરેસ્ટ વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને સુરક્ષિત રીતે મગરનું રેસ્ક્યુ કર્યું, સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઇજા થઈ નથી, પરંતુ ગામમાં ભયનો માહોલ સર્જાયો હતો.
રાજકોટમાં જંગલેશ્વર ડિમોલીશન ખર્ચ બાદ મનપાની ઊઘડી આંખ!
August 3, 2026 9:16 am
અગાઉ 200 ML પાણીની બોટલ 8 રૂ.માં ખરીદ કરવામાં આવતી હતી. સાંસ્કૃતિક વિભાગ દ્વારા બે વર્ષ માટે 152 વસ્તુઓ માટે રેટ કોન્ટ્રાક્ટ આધારીત ટેન્ડર બહાર પાડવામાં આવ્યું. 200ML બોટલનો ભાવ 3.5 રૂ., 500 ML બોટલનો ભાવ 6 રૂ. 1 લિટર બોટલનો મહતમ ભાવ 10 રૂ.નક્કી કરાયો. 20 લીટર જગના 20 રૂ.નક્કી કરવામાં આવ્યા. જંગલેશ્વર ડિમોલિશન કામગીરી દરમિયાન મનપાએ 23 લાખ રૂપિયાનું પાણી પીવાયાનું ચોપડે માંડ્યુ છે.
રાજકોટમાં 19 લાખની લૂંટનો મામલો
August 3, 2026 9:09 am
સામકાંઠા વિસ્તારમાં આંગડિયા પેઢીમાં બંદૂકની અણીએ લૂંટ. ચાર શખ્સોની સંડોવણી ખુલી. ત્રણ રાજ્યમાં પોલીસની તપાસનો ધમધમાટ. મધ્યપ્રદેશ,રાજસ્થાન અને વેસ્ટબંગાળમાં તપાસ. આરોપીએ ભગવતીપરા વિસ્તારમાં ભાડાની ઓરડી રાખી હતી. ભાડાની ઓરડીમાં જ લૂંટનો પ્લાન ઘડવામાં આવ્યો હતો. લુટારુઓ ટેકનોલોજીનો જાણકાર હોવાનું તપાસમાં ખૂલ્યું.
વડોદરાની માંજલપુર બેઠક પેટાચૂંટણી પરિણામ
August 3, 2026 9:07 am
પ્રથમ રાઉન્ડની ગણતરીમાં ભાજપ આગળ, ભાજપના સતીષ પટેલને 3174 મત મળ્યા, કોંગ્રેસના ભીખાભાઇ રબારીને 1460 મત મળ્યા.
નર્મદાના ડેડીયાપાડાના કંજાલ ગામે પ્રસૂતા માટે જીવના જોખમે માનવતાની મિસાલ
August 3, 2026 8:50 am
ડેડીયાપાડા તાલુકાના કંજાલ ગામે પ્રસૂતા મહિલાને ઝોળીમાં લઈ જવાની ફરજ પડી. આઝાદીના દાયકાઓ બાદ પણ ગામમાં પાકા રોડના અભાવે મુશ્કેલીઓ યથાવત. પ્રસૂતા જવનીબેન વસાવાને પ્રસૂતિની પીડા ઉપડતાં 108 સુધી પહોંચાડવા ગ્રામજનો આગળ આવ્યા. ગામ સુધી રસ્તો ન હોવાથી 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સીધી પહોંચી શકી નહોતી. અંદાજે 20થી 25 ગ્રામજનોએ ઝોળીમાં ઉંચકી પ્રસૂતાને એકથી દોઢ કિમી સુધી પગપાળા લઈ ગયા.
ખેડાના ઠાસરા તાલુકાના નેસ ગામે મકાનની દિવાલ ધરાશાયી થતા બે ના મોત
August 3, 2026 8:46 am
ગઈકાલે મોડી રાત્રે નેશના વાળંદ ફળિયામાં બની ઘટના, મકાનમાં કુલ રહેતા હતા પાંચ લોકો, ઘટનામાં સાસુ પુનમબેન વાળંદ અને પુત્રવધુ સોહમબેન વાળંદનું મોત, પુત્ર પ્રવીણભાઈ 13 વર્ષની નિશા અને આઠ વર્ષની આરોહીનો આબાદ બચાવ, 13 વર્ષની નિશા અને 8 વર્ષની આરોહીને સારવાર અર્થે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ, ઘટનાની જાણ થતા ગ્રામજનો દ્વારા દિવાલ નો કાટમાળ ખસેડી પાંચેય લોકોને કાઢવામાં આવ્યા બહાર.
સતીષ પટેલ અને ભીખા રબારીના રાજકીય ભવિષ્યનો થશે ફેંસલો
August 3, 2026 8:33 am
કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ટાળવા અને કાયદો તથા વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે ભવન્સ સ્કૂલ અને તેની આસપાસના વિસ્તારમાં 200થી વધુ પોલીસ જવાનોનો કડક ત્રિસ્તરીય બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર ઉપસ્થિત રહીને સમગ્ર ગણતરી પરીક્ષણ પર બાજ નજર રાખી રહ્યા છે. માંજલપુર બેઠક પર કયો પક્ષ બાજી મારે છે અને કોણ વિજયી બને છે તે જોવા માટે રાજકીય વર્તુળો અને સમર્થકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. થોડીવારમાં જ ચૂંટણીના વલણો સામે આવવાની શરૂઆત થઈ જશે, જેનાથી ચિત્ર વધુ સ્પષ્ટ થશે.
વડોદરા માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણી
August 3, 2026 8:32 am
મતગણતરીની પ્રક્રિયાને પારદર્શક અને ઝડપી બનાવવા માટે ચૂંટણી તંત્ર દ્વારા વ્યાપક વ્યવસ્થા કરવામાં આવી છે. કુલ 260 મતદાન મથકોના મતોની ગણતરી માટે 15 ટેબલો ગોઠવવામાં આવ્યા છે, જે કુલ 19 રાઉન્ડમાં પૂર્ણ કરવામાં આવશે. નિયમો અનુસાર, સૌથી પહેલા પોસ્ટલ બેલેટના મતોની ગણતરી કરવામાં આવી રહી છે અને ત્યારબાદ EVM મશીનોના મતો ખોલવામાં આવશે. આ સમગ્ર પ્રક્રિયાને સુચારૂ રૂપે પાર પાડવા માટે 42 કાઉન્ટિંગ સ્ટાફ, 42 માઇક્રો ઓબ્ઝર્વર્સ તેમજ 200થી વધુ અન્ય કર્મચારીઓ પોતાની ફરજ નિભાવી રહ્યા છે.
Vadodara Manjalpur વિધાનસભા પેટા ચૂંટણીની મતગણતરી શરૂ, સતીષ પટેલ અને ભીખા રબારીના રાજકીય ભવિષ્યનો થશે ફેંસલો
August 3, 2026 8:32 am
વડોદરાની ચર્ચાસ્પદ બનેલી માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણી માટે આજે મતગણતરી હાથ ધરવામાં આવી રહી છે. સવારે 8 વાગ્યાથી શહેરની ભવન્સ સ્કૂલ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને વહીવટી તૈયારીઓ સાથે મતગણતરીની પ્રક્રિયાનો આરંભ થઈ ચૂક્યો છે. આ પેટા ચૂંટણી દરમિયાન અંદાજે 37.05 ટકા જેટલું મતદાન નોંધાયું હતું, જેમાં મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ચૂંટણીના આ જંગમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સતીષ પટેલ અને કોંગ્રેસના ઉમેદવાર ભીખા રબારી વચ્ચે મુખ્ય મુકાબલો છે, જેમના રાજકીય ભવિષ્યનો ફેંસલો આજે બપોર સુધીમાં સ્પષ્ટ થઈ જશે.
ગળતેશ્વર તાલુકામાં વહેલી સવારથી જ વરસાદની ધમાકેદાર બેટિંગ
August 3, 2026 7:54 am
ગળતેશ્વર તાલુકાના અનેક ગામોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે, સેવાલિયા થર્મલ, સોનીપુર, બળેલીયામાં વરસાદ, મેનપુરા, કુણી, હડમતીયા, માલવણ, અંગારી ગામોમાં વરસાદ.
સુરત પોલીસ નું "નો ડ્રગ્સ ઇન સુરત સીટી અભિયાન"
August 3, 2026 7:53 am
અમરોલીમાંથી એમડી ડ્રગ્સ સાથે આરોપીની ધરપકડ, આરોપી તૌસિફ દિવાન ને ઝડપી પાડ્યો, આરોપી પાસેથી 34 હજાર ની કિંમતનો એમડી ડ્રગ્સ જપ્ત કરાયું, આરોપી વિરુદ્ધ ભૂતકાળમાં એમડી ડ્રગ્સ સહિત 11 જેટલા ગંભીર ગુન્હા રજીસ્ટર, માહિતીના આધારે પોલીસે કોસાડ આવાસ ખાતે છાપો માર્યો હતો, એચ ટુ આવાસ બિલ્ડિંગમાં છાપો મારી ઝડપી પાડ્યો, વધુ કાર્યવાહી અમરોલી પોલીસે હાથ ધરી.
માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીની આજે મતગણતરી હાથ ધરાશે
August 3, 2026 7:45 am
સવારે 8 વાગ્યાથી ભવન્સ સ્કૂલ ખાતે મતગણતરી શરૂ થશે, પેટા ચૂંટણીમાં 37.5 ટકા જેટલું થયું હતું મતદાન, 260 મતદાન મથકોના મતોની ગણતરી કુલ 15 ટેબલો પર 19 રાઉન્ડમાં પૂર્ણ કરાશે, સૌપ્રથમ પોસ્ટલ બેલેટ અને ત્યારબાદ EVM મશીનોના મતો ગણાશે, 42 કાઉન્ટિંગ સ્ટાફ, 42 માઇક્રો ઓબ્ઝર્વર્સ અને 200થી વધુ અન્ય કર્મચારીઓ ફરજ નિભાવશે, 200થી વધુ પોલીસ જવાનોનો ત્રિસ્તરીય બંદોબસ્ત ગોઠવાશે, ભાજપ ઉમેદવાર સતીષ પટેલ અને કોંગ્રેસ ઉમેદવાર ભીખા રબારીના ભાવિનો ફેંસલો આવશે.
પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષકની ભરતીની જાહેરાત
August 3, 2026 7:29 am
3294 જગ્યાઓ માટે HTAT પરીક્ષા લેવામાં આવશે, રાજ્ય પરીક્ષા બોર્ડ HTAT પરીક્ષાની કરી જાહેરાત, 11 ઓગસ્ટથી ઓનલાઇન અરજી કરી શકાશે, 25 ઓગસ્ટ સુધી ઓનલાઇન અરજી કરી શકાશે, 5 વર્ષનો અનુભવ ધરાવતા શિક્ષકો કરી શકશે અરજી, 4 ઓક્ટોબરના રોજ પરીક્ષા લેવામાં આવશે, 150 ગુણની પરીક્ષા લેવામાં આવશે, પરીક્ષામાં નેગેટિવ મૂલ્યાંકન નથી રખાયું.
રાજ્યમાં ભારે વરસાદ બાદ હવે વિરામ
August 3, 2026 7:21 am
આગામી 5 દિવસ રાજ્યમાં વરસાદની સંભાવના નહિવત, છેલ્લા 24 કલાકમાં 226 તાલુકાઓમાં સામાન્ય વરસાદ, તમામ તાલુકાઓમાં છૂટોછવાયો વરસાદ નોંધાયો, છેલ્લા 24 કલાકમાં રાજકોટમાં 2.72 ઈંચ વરસાદ નોંધાયો, કેટલાક તાલુકાઓમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે, રાજ્યમાં વાદળછાયુ વાતવરણ રહેવાની સંભાવના.
રાજ્યમાં અતિભારે વરસાદ વચ્ચે અનેક ભાગમાં હજુ ઘટ
August 3, 2026 7:17 am
84 તાલુકાઓમાં 50 ટકા કરતા પણ ઓછો વરસાદ, 38 તાલુકાઓમાં 100 ટકા કરતા વધુ વરસાદ, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સરેરાશ 2 ઈંચ વરસાદ, દ્વારકા, કલ્યાણપુર તાલુકામાં 1 ઈંચ વરસાદ નોંધાયો. અબડાસામાં 1.77 ઈંચ, પોરબંદરમાં 2.50 ઈંચ વરસાદ, કચ્છના લખપતમાં અત્યાર સુધી 2.90 ઈંચ વરસાદ, કચ્છ જિલ્લામાં સરેરાશ 5.50 ઈંચ વરસાદ નોંધાયો, પોરબંદર જિલ્લામાં સરેરાશ 5.60 ઈંચ વરસાદ, જામનગરમાં 8.17 ઈંચ, દાહોદમાં 11 ઈંચ વરસાદ, 35 તાલુકાઓમાં 40 ઈંચ કરતા વધુ વરસાદ, 77 તાલુકાઓમાં 20 થી 40 ઈંચ વરસાદ, 116 તાલુકાઓમાં 10 થી 20 ઈંચ વરસાદ, 29 તાલુકાઓમાં 10 ઈંચ કરતા ઓછો વરસાદ, 11 તાલુકઓમાં 5 ઈંચ કરતા ઓછો વરસાદ.
અમદાવાદમાં ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે AMCનો પ્લાન
August 3, 2026 6:58 am
AMC ટ્રાફિક પ્લાનિંગ સેલ સક્રિય કરશે, ટ્રાફિક, પાર્કિંગની સમસ્યાને લઇ હાઇકોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી, ટ્રાફિક મેનેજમેન્ટ માટે પાંચ ડેપ્યુટ મ્યુનિ.કમિશનરને જવાબદારી, એક આસિ.કમિશનર, એક એડિશનલ ઇજનેરનો પણ સમાવેશ, 10 ઈજનેરો, એસ્ટેટ-TDOના 17 કર્મચારીઓને સેલમાં સમાવેશ, લાઇટ ખાતાના 10 અધિકારીઓને પણ ટ્રાફિક સેલમાં સમાવેશ.
માંજલપુર બેઠકની પેટાચૂંટણીની આજે મતગણતરી
August 3, 2026 6:44 am
સવારે 8 વાગ્યાથી ભવન્સ સ્કૂલ ખાતે ગણતરી શરૂ કરાશે, 260 મતદાન મથકોના મતોની 19 રાઉન્ડમાં ગણતરી, પોસ્ટલ બેલેટ અને ત્યાર બાદ EVM મશીનોના મતો ગણાશે, ભાજપના સતીષ પટેલ અને કોંગ્રેસના ભીખા રબારી વચ્ચે જંગ.
અમદાવાદમાં સ્ટેટ મોનિટરિંગ સેલના કડાકો
August 3, 2026 6:43 am
મનપસંદ જીમખાનામાં ચાલતા જુગારધામ પર દરોડા, 150 કરતા વધુ લોકો જુગાર રમતા ઝડપાયા, બાતમીના આધારે SMCની ટીમે પાડ્યા દરોડા, SMCની ટીમ દ્વારા પુરાવા એકત્ર કરી કાર્યવાહી હાથ ધરાઇ. SP અને DYSP સહિતના અધિકારીઓ પણ દરોડામાં જોડાયા, મનપસંદ જીમખાનામાં અનેક વખત જુગારધામ ઝડપાઇ ચુક્યા છે.
ભારતને CWG 2030ની મશાલ સોંપાઈ
August 3, 2026 6:42 am
2030માં CWGના હોસ્ટિંગ માટે અમદાવાદ તૈયાર
ભારતની તૈયારીઓ મુદ્દે નાયબ મુખ્યમંત્રીએ આપી માહિતી
અમદાવાદમાં CWGની યજમાની માટે તૈયારીઓ પૂરજોશમાં
નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવીનું નિવેદન
2028 સુધી તમામ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર થઇ જશેઃ હર્ષભાઇ
અમદાવાદ-ગાંધીનગરમાં તમામ સુવિધાઓ ઉપલબ્ધ
વિશ્વભરના પત્રકારોને અમદાવાદ આવવા હર્ષભાઇનું આમંત્રણ
ટ્રાન્સપોર્ટેશન માટે પણ બસ અને ટ્રેનનું મોટું માળખુંઃ હર્ષભાઇ
બસ અને મેટ્રો ટ્રેનના રૂટમાં વધારો થઇ રહ્યો છેઃ હર્ષભાઇ
5 સ્ટાર, 4 સ્ટાર, 3 સ્ટાર હોટેલ પૂરતા પ્રમાણમાંઃ હર્ષભાઇ
ગ્લાસગોના આયોજનથી અમે ચોક્કસથી પ્રેરણા લઇશુઃ હર્ષભાઇ
અમદાવાદ હોસ્ટેલ્સનું મોટું માળખુ ઉપલબ્ધ છેઃ હર્ષભાઇ
BRTSની તમામ બસો ઇ-બસ દોડતી જોવા મળશેઃ હર્ષભાઇ
ગ્રીસના એથેન્સમાં બે ફાઇટર હેલિકોપ્ટર વચ્ચે ટક્કર
August 3, 2026 6:42 am
આગ બુઝાવવાની કામગીરી દરમિયાન બે હેલિકોપ્ટર અથડાયા, જંગલોમાં આગ બુઝાવવા માટે ચાલી રહી હતી કામગીરી, અચાનક બે હેલિકોપ્ટર એકબીજાની નજીક આવી જતા થઇ ટક્કર, એક હેલિકોપ્ટર ક્ષતિગ્રસ્ત થઇ નીચે પટકાયું.
પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વામાં બ્લાસ્ટ
August 3, 2026 6:42 am
10 થી વધુ લોકોના મોત, 18 લોકો ઘાયલ, રવિવારે એક શાંતિ રેલી દરમિયાન વિસ્ફોટ, પોલીસકર્મીઓને નિશાન બનાવી બ્લાસ્ટ, ઘટના બાદ સુરક્ષા એજન્સીઓએ ચેકિંગ કર્યું, સુરક્ષા એજન્સીઓએ વિસ્તારને કોર્ડન કર્યો સ્વાતમાં કથળતી સુરક્ષા સ્થિતિ વચ્ચે હુમલો, કબ્બાલ પોલીસ સ્ટેશન એન્ટ્રન્સ પર વિસ્ફોટ, શંકાસ્પદને રોકી તલાશી લેતાં આત્મઘાતી હુમલો, હુમલાખોરે પોતાની જાતને બોમ્બથી ઉડાવ્યો.
પરીક્ષા કૌભાંડના 158 CBI કેસ પેન્ડિંગ
August 3, 2026 6:41 am
CAT 2004 થી NEET 2024ના 158 કેસ પેન્ડિંગ, કેટલાક કેસ 10 વર્ષ કરતા વધુ સમયથી પેન્ડિંગ, CBI તપાસ પૂર્ણ થયા બાદ પણ કોર્ટમાં કેસ પેન્ડિંગ, પેન્ડિંગ કેસોને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ટ્રાન્સફર કરાશે, નવા એન્ટી પેપર લીક કાયદા હેઠળ સુનાવણી કરાશે.

