Gujarat Latest News: સુરત LCB એ પોષડોડાના કરોડોના રેકેટનો કર્યો પર્દાફાશ, મધ્યપ્રદેશથી રાજસ્થાન સુધી કનેક્શન
ગુજરાત અને દેશભરના તમામ મહત્વના સમાચાર ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ડિજિટલ પર તમને વાંચવા મળશે સવારના 7 વાગ્યાથી રાત્રીના 12 વાગ્યા સુધી. અમે દિવસભર તમામ સમાચાર અપડેટ કરતા રહીશું અને આપના સુધી તમામ સમાચારો પહોંચાડીશું,અહીં તમને દેશ અને દુનિયાના દરેક બ્રેકિંગ ન્યૂઝ મળશે. દિવસના મોટા સમાચારો માટે એક ક્લિક કરીને જાણવા માટે, અમારા પેજ પર રહો અને રિફ્રેશ કરતા રહો.
દાહોદ શહેરમાં તસ્કરોનો વધતો તરખાટ
August 6, 2026 11:38 pm
દાહોદ શહેરમાં તસ્કરોનો વધતો તરખાટ,પડાવ વિસ્તારમાં જ્વેલર્સને ત્યાં ચોરી,સોના-ચાંદીના દાગીનાની થઈ ચોરી,ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ,એ ડિવિઝન પોલીસે હાથ ધરી તપાસ
જીગ્નેશભાઈ યાદવનું અંગદાન કરવામાં આવ્યું
August 6, 2026 10:29 pm
કચ્છ (Kutch) જિલ્લાના ભુજ (Bhuj) શહેરમાંથી માનવતાને મૂર્તિમંત કરતો એક અત્યંત પ્રેરણાદાયી અને ભાવુક કિસ્સો સામે આવ્યો છે. પરિવારના યુવાન સ્વજનના દુઃખદ અવસાન બાદ શોકમાં ડૂબેલો પરિવાર આખો દેશી-વિદેશી દુનિયા માટે મિસાલ બની ગયો છે. બ્રેનડેડ (Brain Dead) જાહેર થયેલા જીગ્નેશભાઈ યાદવ (Jigneshbhai Yadav) ના પરિવારજનોએ અસાધારણ હિંમત દાખવીને અંગદાન (Organ Donation) કરવાનો મોટો અને પવિત્ર નિર્ણય લીધો છે, જેનાથી જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળવાની આશા બંધાઈ છે.
હેન્ડલૂમ ડે ઉજવવા PM મોદીનો આગ્રહ, સ્વદેશી આંદોલનની યાદ તાજી કરી
August 6, 2026 9:51 pm
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વધુ એક વીડિયો સંદેશમાં 7 ઓગસ્ટ 1905ના સ્વદેશી આંદોલનની યાદ તાજી કરી હતી. તેમણે જણાવ્યું કે અંગ્રેજો સામે દેશે મોટી લડાઈ લડી હતી અને આ દિવસને હેન્ડલૂમ ડે તરીકે ઉજવવાનો આગ્રહ કર્યો હતો. હેન્ડલૂમ ઉત્પાદનોની ખરીદીથી ગરીબ પરિવારોને આર્થિક ફાયદો થશે અને લોકો વીડિયો બનાવી દેશ-દુનિયા સુધી તેનો સંદેશ પહોંચાડે તેવી અપીલ પણ કરી હતી.
કચ્છમાં અંગદાનથી માનવતાનો સંદેશ, બ્રેનડેડ યુવાનના પરિવારે ત્રણ જીવ બચાવ્યા
August 6, 2026 9:51 pm
કચ્છના ભુજમાં બ્રેનડેડ જાહેર થયેલા યુવાન જીગ્નેશભાઈ યાદવના પરિવારે બે કિડની અને લિવરનું દાન કરીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ અંગદાનથી ત્રણ દર્દીઓને નવજીવન મળવાની આશા જાગી છે. ભુજ હોસ્પિટલથી એરપોર્ટ સુધી ગ્રીન કોરિડોર તૈયાર કરી વિશેષ એમ્બ્યુલન્સ દ્વારા અંગો એરપોર્ટ તરફ રવાના કરવામાં આવ્યા હતા. પરિવારના નિર્ણયને સર્વત્ર પ્રશંસા મળી રહી છે.
જામનગરમાં શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાએ ડ્રોપઆઉટ વિદ્યાર્થીઓને ફરી શાળાએ જોડાવા પ્રેર્યા
August 6, 2026 9:09 pm
જામનગરમાં શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાએ અર્ધ રસ્તે અભ્યાસ છોડી ગયેલા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ સાથે મુલાકાત કરી હતી. મેયર અને મહાનગરપાલિકાના પદાધિકારીઓની હાજરીમાં તેમણે શિક્ષણનું મહત્વ સમજાવી સરકાર સંપૂર્ણ સહયોગ આપશે એવો વિશ્વાસ અપાવ્યો. બાળકોને શિક્ષણ કીટ આપીને ફરી શાળાએ પહોંચી નિયમિત અભ્યાસ સાથે જોડાવા પ્રોત્સાહિત કર્યા હતા.
જૂનાગઢમાં ખુલ્લા કૂવામાં ખાબકેલી સિંહણનું વનવિભાગે સફળ રેસ્ક્યુ કર્યું
August 6, 2026 8:18 pm
જૂનાગઢ જિલ્લાના ચોરવાડ નજીક કુકુસવાડા ગામે પાણી ભરેલા ખુલ્લા કૂવામાં અંદાજે એકથી બે વર્ષની સિંહણ ખાબકી હતી. વાડી માલિકે વનવિભાગને જાણ કરતાં રાત્રે બે વાગ્યે માળિયા હાટીના અને સીમર વનવિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. દોરડાની મદદથી સિંહણને બહાર કાઢી પાંજરામાં પૂરાઈ સીમર એનિમલ કેર સેન્ટર ખસેડાઈ હતી. સારવાર બાદ તેને જંગલમાં છોડવામાં આવશે.
વડોદરામાં ભાજપનો ઋણ સ્વીકાર કાર્યક્રમ, જગદીશભાઈ વિશ્વકર્માએ કાર્યકરોને સંબોધ્યા
August 6, 2026 8:14 pm
ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા વડોદરાની મુલાકાતે પહોંચ્યા હતા. સંગઠન મહામંત્રી રત્નાકરજીની હાજરીમાં તરસાલીના ખાનગી બેન્કવેટ હોલમાં માંજલપુર પેટાચૂંટણીમાં ઉમેદવારની જીત નિમિત્તે ઋણ સ્વીકાર કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમ દરમિયાન પ્રદેશ પ્રમુખે કાર્યકરોને સંબોધતા સંગઠનની એકતા અને ચૂંટણીમાં કાર્યકરોના યોગદાનની પ્રશંસા કરી હતી.
ધ્રાંગધ્રામાં કેમિકલ યુક્ત પાણીથી અસરગ્રસ્ત પરિવારોની મુલાકાતે પૂર્વ ધારાસભ્ય નૌશાદભાઈ સોલંકી
August 6, 2026 7:32 pm
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રામાં અતિભારે વરસાદ બાદ DCW કંપનીમાંથી કેમિકલ યુક્ત પાણી છોડાતા આસપાસના રહેણાક વિસ્તારોમાં પાણી ઘૂસી ગયું હતું. ઘટનાને પગલે સ્થાનિકોએ બે દિવસ સુધી હોબાળો મચાવ્યો હતો. અસરગ્રસ્ત 70થી વધુ પરિવારો ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. પૂર્વ ધારાસભ્ય અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નૌશાદભાઈ સોલંકીએ દર્દીઓની મુલાકાત લઈને કંપની અને સરકાર પર આક્ષેપો કર્યા તથા અસરગ્રસ્તોને વળતર અપાવવાની ખાતરી આપી.
ગુજરાતમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ, ભેળસેળ કરનાર સામે કડક કાર્યવાહી થશે: DyCM
August 6, 2026 6:24 pm
રાજ્યમાં એનાલોગ પનીરના વેચાણ અને ઉત્પાદન પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ તમામ વિભાગોને તાત્કાલિક કાર્યવાહી માટે સૂચના અપાઈ છે. આગામી સમયમાં ખાસ ટાસ્ક ફોર્સ રચાશે. સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર સામે ગુનેગાર તરીકે કાર્યવાહી કરવામાં આવશે અને માત્ર દંડ ભરી છૂટકો નહીં મળે, પરંતુ આવી દુકાનોને સીલ કરવાની કાર્યવાહી પણ હાથ ધરાશે.
રાજ્યભરમાં એનાલોગ પનીર સામે FDAની કાર્યવાહી, 1053 કિલો જથ્થો નષ્ટ
August 6, 2026 6:24 pm
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે એનાલોગ પનીર સામે રાજ્યવ્યાપી કાર્યવાહી હાથ ધરી છે. વિભાગે 134 સ્થળોએ દરોડા પાડી 29 સ્થળોથી નમૂનાઓ લીધા હતા. તપાસ દરમિયાન મળેલું એનાલોગ પનીર સ્થળ પર જ નષ્ટ કરવામાં આવ્યું. કુલ 1053 કિલો જથ્થો, જેની કિંમત રૂ. 2.82 લાખથી વધુ થાય છે, તેનો નાશ કરાયો છે. પ્રતિબંધ લાગુ થયાના એક જ દિવસમાં વિભાગે આ કાર્યવાહી કરી હોવાનું જાણવા મળ્યું છે.
વડોદરાના ગોત્રી સ્મશાન બહાર કચરાપેટીમાં સળગેલો મૃતદેહ મળતાં ચકચાર
August 6, 2026 5:22 pm
વડોદરાના ગોત્રી સ્મશાન બહાર કચરાપેટીમાં સળગેલી હાલતમાં મૃતદેહ મળતાં વિસ્તારમાં ચકચાર મચી હતી. ગોત્રી પોલીસ અને FSLની ટીમ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતદેહ કપિરાજનો હોવાનું સામે આવ્યું છે. શરૂઆતમાં સ્થાનિક લોકોએ મનુષ્યનો મૃતદેહ સળગાવી નાખ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. કપિરાજનો મૃતદેહ સળગાવી કચરાપેટીમાં કોણે નાખ્યો તે અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
ગુજરાત ફર્સ્ટના અહેવાલની અસર: મીઠાના મુવાડામાં તંત્ર હરકતમાં, 15 વર્ષ જૂની સમસ્યાના ઉકેલ તરફ પગલા
August 6, 2026 5:22 pm
ગુજરાત ફર્સ્ટ ન્યૂઝમાં મીઠાના મુવાડાની સમસ્યાનો અહેવાલ પ્રસારિત થતાં તંત્ર દોડતું થયું છે. તાલુકા પંચાયતની ટીમે સ્થળની મુલાકાત લઈને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. છેલ્લા 15 વર્ષથી ગ્રામજનો અવરજવર માટે લાકડાના અસ્થાયી પૂલનો સહારો લઈ રહ્યા હતા. અહેવાલ બાદ એન્જિનિયર અને કર્મચારીઓએ તાત્કાલિક સ્થળ પર પહોંચી સરવેની કામગીરી હાથ ધરી છે. હવે ગ્રામજનોને કાયમી સુવિધા મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ગુજરાતમાં ‘હર ઘર તિરંગા’ અભિયાન શરૂ થશે, 70 લાખથી વધુ ઘરોમાં ફરકાશે રાષ્ટ્રધ્વજ
August 6, 2026 4:41 pm
રાજ્યમાં 10થી 17 ઓગસ્ટ દરમિયાન ‘હર ઘર તિરંગા’ અભિયાન યોજાશે. DyCM હર્ષ સંઘવીએ જણાવ્યું કે 70 લાખથી વધુ ઘરોમાં તિરંગો લગાવવામાં આવશે. શાળા, સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ પણ જોડાશે. ગાંધીનગર, અમદાવાદ, રાજકોટ અને વડોદરામાં રાજ્ય કક્ષાની તિરંગા યાત્રાઓ યોજાશે. વીર જવાનો અને શહીદોને શ્રદ્ધાંજલિ સાથે ધ્વજ સન્માન જળવાઈ રહે તે માટે ખાસ સૂચના આપવામાં આવી છે.
જામનગરમાં મકાનની છત ધરાસાઈ, એક પ્રૌઢ ગંભીર રીતે ઘાયલ
August 6, 2026 4:40 pm
જામનગરના રાજ પાર્ક વિસ્તારમાં ચબુતરા પાસે આવેલ મકાનની છત અચાનક ધરાશાયી થતાં એક આસામી કાટમાળ નીચે દબાયા હતા. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ અને 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક સ્થળે પહોંચી હતી. ફાયરની ટીમે તાબડતોબ રેસ્ક્યુ ઓપરેશન ચલાવી ગંભીર રીતે ઘાયલ પ્રૌઢને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. ઘટનાસમયે મકાનમાં રહેલા અન્ય એક વ્યક્તિનો આબાદ બચાવ થયો હતો.
14 ઓગસ્ટે ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ની ઉજવણી કરાશે, પીડિતોને અપાશે શ્રદ્ધાંજલિ
August 6, 2026 4:03 pm
14 ઓગસ્ટે દેશભરમાં ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ની ઉજવણી કરવામાં આવશે. 1947ના વિભાજન દરમિયાન પીડિત બનેલા લાખો લોકોને શ્રદ્ધાંજલિ આપવા સંવેદનશીલતા કાર્યક્રમો યોજાશે. વિભાજનની કરુણ યાદોને જીવંત રાખી નવી પેઢીને ઇતિહાસથી અવગત કરાવવાનો મુખ્ય હેતુ છે. વિવિધ સરકારી કચેરીઓ અને સંસ્થાઓમાં એકતા, સમરસતા અને માનવતાનો સંદેશ આપતા કાર્યક્રમો યોજાશે.
સાપુતારામાં 8 ઓગસ્ટથી ‘મેઘ મલ્હાર પર્વ-2026’નો રંગારંગ પ્રારંભ
August 6, 2026 3:57 pm
ગુજરાતના એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારામાં 8 ઓગસ્ટથી ‘મેઘ મલ્હાર પર્વ-2026’ શરૂ થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ભવ્ય ઉદ્ઘાટન કરશે. કલેક્ટર એન.ડી. પરમારની અધ્યક્ષતામાં હેલીપેડ, સ્ટેજ, ટ્રાફિક, સુરક્ષા, આરોગ્ય અને પાર્કિંગ સહિતની તૈયારીઓને અંતિમ ઓપ અપાયો છે. હજારો પ્રવાસીઓના આગમનને ધ્યાનમાં રાખી સમગ્ર જિલ્લા તંત્ર એલર્ટ બન્યું છે અને સાપુતારા મોન્સૂન ટૂરિઝમનું મુખ્ય આકર્ષણ બનશે.
લુણાવાડામાં ટ્યુશન શિક્ષક સામે સગીરાની છેડતીનો આક્ષેપ, પોલીસ તપાસ શરૂ
August 6, 2026 3:40 pm
મહીસાગર જિલ્લાના લુણાવાડામાં આઇસ્ટાર ટ્યુશન ક્લાસીસના સંચાલક સામે સગીર વિદ્યાર્થીની સાથે છેડતી કર્યાનો આક્ષેપ થયો છે. સંચાલક સિદ્ધરાજસિંહ જાડેજા ઉર્ફે રાઠોડ સામે પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ શિક્ષકે અશ્લીલ વિડિયો બતાવી સગીરાના શરીર પર હાથ ફેરવ્યો હતો. વર્ષ 2025માં બનેલી ઘટનાની ફરિયાદ બાદ પોલીસે તપાસ હાથ ધરી છે.
દ્વારકામાં જળસંકટનો ધડાકો! 20 ગામોના 500થી વધુ લોકો સાની ડેમમાં પાણી માટે રસ્તા પર
August 6, 2026 3:23 pm
મહેસાણાના કડીમાં લોહિયાળ ખેલ! સિક્યુરિટી ગાર્ડ ઇન્ચાર્જ રાધેશ્યામની તીક્ષ્ણ હથિયારથી હત્યા
August 6, 2026 2:59 pm
જામનગરમાં પિઝા પ્રેમીઓ માટે મોટા સમાચાર, 14 કિલો નકલી 'એનાલોગ પનીર' ઝડપાયું
August 6, 2026 2:38 pm
વડોદરામાં ટ્રાફિક પોલીસની ચોંકાવનારી કરતૂત! કારનું લોક ખોલવા ખુલ્લેઆમ લીધી લાંચ!
August 6, 2026 2:28 pm
મોરબીના વાંકાનેરમાં ફાયર વિભાગનું મોટું સીલિંગ સત્ર: ફાયર સેફ્ટી વિનાના 200થી વધુ દુકાનો ધરાવતા કોમ્પ્લેક્સને માર્યા સીલ
August 6, 2026 1:26 pm
અમદાવાદની ગુજરાત કોલેજમાં વિદ્યાર્થી પર હુમલો: જૂની અદાવતમાં માથું દીવાલે અથડાવી લોહીલુહાણ કર્યો
August 6, 2026 12:12 pm
બોટાદમાં માનવતા મરી પરવારી! સળગતા કચરામાંથી મળ્યો નવજાત શિશુનો મૃતદેહ
August 6, 2026 11:46 am
અમદાવાદના નાના ચિલોડા-દહેગામ રોડ પર સનસનાટી: સ્પામાં કામ કરતા યુવકને ચોથા માળેથી ફેંકી હત્યા
August 6, 2026 10:32 am
બનાસકાંઠાની શેરપુરા દૂધ ડેરીમાં ફેટ મુદ્દે હંગામો: મહિલા પશુપાલકે મંત્રી પર દૂધ ઢોળી બરણીના ઢાંકણથી કર્યો હુમલો
August 6, 2026 10:22 am
બાંગ્લાદેશમાં ક્રિકેટર શાકિબ અલ હસનના પિતૃક ઘર પર પેટ્રોલ બોમ્બથી હુમલો: તોડફોડ કરી આગ ચાંપી
August 6, 2026 9:36 am
રાજકોટમાં ફરી હિટ એન્ડ રનની કાળજું કંપાવનારી ઘટના: પૂરપાટ કારે દંપતીને અડફેટે લેતાં પત્નીનું મોત, પતિ સારવાર હેઠળ
August 6, 2026 9:32 am
ઉત્તર પ્રદેશના પ્રતાપગઢમાં ભારે વરસાદથી 100 વર્ષ જૂનું મકાન ધરાશાયી: એક જ પરિવારના 6 સભ્યોના કરુણ મોત
August 6, 2026 8:47 am
આસારામની જામીન અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી: જેલ કે મુક્તિ?
August 6, 2026 8:42 am
વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં આજે દિલ્હી ખાતે મહત્વની કેબિનેટ બેઠક: દેશહિતના અનેક નિર્ણયો પર વાગશે મહોર
August 6, 2026 8:31 am
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે કેન્દ્રીય મંત્રીમંડળ (કેબિનેટ) ની એક અત્યંત મહત્વપૂર્ણ બેઠક યોજાવા જઈ રહી છે. સંસદ ભવન સંકુલ ખાતે બપોરે 1:00 વાગ્યે આ ઉચ્ચસ્તરીય બેઠક યોજાશે. સંસદના ચાલુ સત્ર અને દેશના વર્તમાન રાજકીય માહોલ વચ્ચે યોજાઈ રહેલી આ કેબિનેટ બેઠકને ખૂબ જ નિર્ણાયક માનવામાં આવી રહી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, આ મહત્વની બેઠકમાં દેશહિતને લગતા અનેક મહત્ત્વના પ્રસ્તાવિત બિલો અને જનહિતકારી યોજનાઓ પર આખરી મહોર મારવામાં આવશે. આ ઉપરાંત આર્થિક, સામાજિક અને વિદેશ નીતિ સંબંધિત નિર્ણયો પર મંત્રીમંડળ વચ્ચે ઊંડાણપૂર્વક ચર્ચા-વિચારણા હાથ ધરવામાં આવશે.
પોતાનાથી નાની ઉંમરના પ્રેમી સાથે લગ્ન કરવાની જીદ પરણિત મહિલાને ભારે પડી!
August 6, 2026 8:17 am
રાજકોટમાં લગ્નની જીદ કરવાને કારણે એક પરણિત મહિલાની તેના જ નાની ઉંમરના પ્રેમી દ્વારા હત્યા કરવામાં આવી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. 45 વર્ષીય મંજુબેન નામના પરણિત મહિલા પોતાનાથી નાના એવા 25 વર્ષીય પ્રકાશ સોલંકી સાથે લગ્ન કરવા માટે સતત દબાણ કરતા હતા, જેના કારણે બંને વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. આ જ અદાવતમાં આરોપી પ્રકાશે ગુંદાળા ફાટક પાસે ચાલુ ટ્રેન સાથે ભટકાડીને તેમની હત્યા કરી નાખી હતી. આ મામલે મૃતકની દીકરીએ શંકા વ્યક્ત કર્યા બાદ રાજકોટ રેલવે પોલીસે સઘન તપાસ હાથ ધરી આરોપી પ્રકાશ સોલંકીની ધરપકડ કરી લીધી છે, જેમાં તેણે પોતાનો ગુનો કબૂલી લીધો છે.
રાજકોટમાં નકલી વિદેશી દારૂ વેચનાર ઝડપાયો
August 6, 2026 7:46 am
રાજકોટમાં ભગવતીપરા વિસ્તારના અનીશ હિંગોળાની પીસીબી દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ શખ્સ મોંઘી ઇંગ્લિશ દારૂની બોટલોમાં સસ્તો દારૂ ભરીને ગ્રાહકોને વેચાણ કરતો હતો. પોલીસે તેની પાસેથી મોંઘી બોટલો અને રેપર કબજે કરી સમગ્ર કૌભાંડનો ડેમો પણ કરાવ્યો હતો.
વડોદરામાં નશાખોર કારચાલકનો આતંક
August 6, 2026 7:16 am
વડોદરામાં મકરપુરા પોલીસ સ્ટેશન સામે એક નશામાં ધૂત કારચાલકે બેફામ કાર હંકારી બે-ત્રણ કિલોમીટર સુધી અકસ્માતો સર્જી લોકોના જીવ જોખમમાં મૂક્યા હતા. આ નશાખોર ચાલકને લોકોએ ઝડપી પાડ્યો છે, ત્યારે આ ઘટનાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે અને તેની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની ઉગ્ર માંગ ઉઠી છે.
આસારામની જામીન અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી
August 6, 2026 7:16 am
આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામની જામીન અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. અગાઉ કોર્ટે આસારામના સ્વાસ્થ્યની તપાસ માટે એમ્સને મેડિકલ બોર્ડ રચવા અને રિપોર્ટ સોંપવા આદેશ કર્યો હતો, જે સંદર્ભે આજે મહત્વની સુનાવણી થશે.
જૂનાગઢમાં SC-ST સ્કોલરશીપ કૌભાંડનો પર્દાફાશ
August 6, 2026 6:40 am
જૂનાગઢમાં દર્શન મેસવાણીયા નામના શખ્સે 'ગુજરાત એજ્યુકેશન' સંસ્થા આડ ફ્રીશીપ અને વગર પરીક્ષાએ પાસ કરવાની લાલચ આપી વિદ્યાર્થીઓની SC-ST સ્કોલરશીપની રકમ હડપ કરી હતી. પોલીસે 11.03 લાખની ઉચાપત સંદર્ભે તેની ધરપકડ કરી છે. તેની ઓફિસમાંથી 149 બેંક કીટ, 9 મોબાઇલ અને નકલી માર્કશીટો સહિતનો શંકાસ્પદ મુદ્દામાલ જપ્ત કરી BNS અને IT એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.

