Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

LIVE NOW Gandhinagar: ટાઈફોઈડના કેસોમાં ચિંતાજનક ઉછાળો! કોંગ્રેસનો હલ્લાબોલ

gandhinagar  ટાઈફોઈડના કેસોમાં ચિંતાજનક ઉછાળો  કોંગ્રેસનો હલ્લાબોલ
Advertisement
  • Gandhinagar:  ટાઈફોઈડનો કહેર છતાં મેયર અને કમિશનરની ટીમ ભાવનગરમાં ક્રિકેટના મેદાને
  • રોગચાળો નિયંત્રણમાં હોવાનો દાવો કરી મેયર મીરા પટેલે ક્રિકેટ ટૂર્નામેન્ટમાં હાજરી!
  • હાલ 88 દર્દીઓ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ

Gandhinagar: ગાંધીનગર શહેરમાં ટાઈફોઈડના કેસોમાં ચિંતાજનક ઉછાળો જોવા મળી રહ્યો છે, જેના કારણે હાલ 88 દર્દીઓ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ ગંભીર પરિસ્થિતિને પગલે રાજકારણ પણ ગરમાયું છે.  શહેર કોંગ્રેસ દ્વારા બે બાળકોના મોતના દાવા સાથે મનપા કચેરીનો ઘેરાવ કરી વિરોધ કરી રહ્યા છે. કચેરીમાં માટલા ફોડી વિરોધ નોંધાવ્યો છે. જોકે, મનપા કમિશનર જે.એન. વાઘેલાએ આ દાવાને નકારતા જણાવ્યું છે કે બાળકોના મોત ટાઈફોઈડથી થયા નથી અને અત્યાર સુધી લેવાયેલા તમામ પાણીના નમૂના રિપોર્ટમાં સેફ જાહેર થયા છે. તંત્ર દ્વારા પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે 20 ડોક્ટરોની સ્પેશિયલ ટીમ તૈનાત કરવામાં આવી છે અને 45 જેટલા દર્દીઓને રજા પણ આપવામાં આવી છે.

બીજી તરફ, વકરતા રોગચાળાને જોતા સ્થાનિક તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે 20 હજાર ક્લોરીનની ટેબ્લેટ અને 5 હજાર ORS પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે. આરોગ્ય વિભાગે નાગરિકોને પાણી ઉકાળીને પીવા અને ખોરાકમાં વિશેષ કાળજી રાખવા અપીલ કરી છે.  રોગચાળાની ગંભીર સ્થિતિ વચ્ચે મનપાના મેયર મીરા પટેલ અને કમિશનરની ટીમ ભાવનગર ખાતે ત્રણ દિવસીય ક્રિકેટ ટૂર્નામેન્ટ રમવા પહોંચતાં તંત્રની કામાગીરી પર સવાલો ઉભા થયા છે.

Advertisement

Advertisement

ગાંધીનગર મનપા કમિશનરનું નિવેદન

January 6, 2026 1:52 pm

ટાઇફોઇડ ના 88 પેશન્ટ ગાંધીનગર સિવિલ મા સારવાર લઈ રહ્યા છે. ગઈ કાલે 45 દર્દીઓ ને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. 1600 પાણીના સેમ્પલ લેવાય હતા. તે તમામ સેમ્પલ સેફ માલુમ પડ્યા છે.

ગાંધીનગર કોંગ્રેસનો GMCમાં હલ્લાબોલ

January 6, 2026 1:48 pm

ટાઈફોડના કેસ વધતાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ GMC કમિશ્નર ઓફીસમાં પહોંચી વિરોધ કર્યો છે. પાણી ભરેલા માટલા ઓફીસમાં ફોડવામાં આવ્યા છે.

હાલ શહેરમાં રોગચાળો સંપૂર્ણ નિયંત્રણ: મેયરનો દાવો

January 6, 2026 1:30 pm

ગાંધીનગરમાં વકરતા ટાઈફોઈડના કેસો અને રોગચાળાની ગંભીર સ્થિતિ વચ્ચે મનપાના મેયર મીરા પટેલ અને કમિશનરની ટીમ ભાવનગર ખાતે ત્રણ દિવસીય ક્રિકેટ ટૂર્નામેન્ટ રમવા પહોંચતા ચર્ચા જાગી છે. વધતાં કેસને લઈ નિવેદન આપતા મેયર મીરા પટેલે દાવો કર્યો છે કે હાલ શહેરમાં રોગચાળો સંપૂર્ણ નિયંત્રણમાં છે અને તમામ દર્દીઓ ટાઈફોઈડમાંથી બહાર આવી ગયા છે, જ્યારે બાકી રહેલા રિપોર્ટ્સ પણ હવે આવી રહ્યા છે.

Advertisement

.

×