Mahashivaratri: હર હર મહાદેવના નાદથી ગુંજ્યું સાબરકાંઠાનું બેરણા ધામ
- Mahashivaratri: રાજ્યભરમાં મહાશિવરાત્રીની ભવ્ય ઉજવણી
- CM ભૂપેન્દ્રભાઈ પટેલ જૂનાગણ પહોંચ્યા
- ભવનાથ મંદિરે મહાદેવની પૂજા-પાઠ કરી
- સાધુ-સંતો સાથે મુખ્યમંત્રીએ કરી મુલારાત
Mahashivaratri: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જૂનાગઢમાં પહોંચ્યા. ભવનાથમાં મહાશિવરાત્રીના મેળના અંતિમ દિવસે સહભાગી થયા. મુખ્યમંત્રીએ ભવનાથ મંદિરના સાધુ-સંતો સાથે મુલાકાત કરી. સાથે ભવનાથ મંદિરે મહાદેવની પૂજા પાઠ કરી, આ દરમિયાન રાજ્યના નાણીમંત્રી, ભાજપ આગેવાનો અને સ્થાનિક નેતાઓ ઉપસ્થિત રહ્યા. મીનીકુંભના આયોજન માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે, સ્થાનિક અધિકારીઓને શુભેચ્છા પાઠવી હતી.
સોમનાથ મહાદેવ સમક્ષ મુખ્યમંત્રીએ સૌ નાગરિકોની સુખાકારી માટે પ્રાર્થના કરી
February 15, 2026 9:21 pm
મહાશિવરાત્રિના પાવન અવસરે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ભક્તિ, ભવ્યતા અને દિવ્યતાના ત્રિવેણી સંગમ સમાન દ્વાદશ જ્યોતિર્લિંગોમાં અગ્રગણ્ય એવા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવી ધન્યતા અનુભવી હતી. આ મંગલમય પર્વે તેમણે સોમનાથ દાદાની વિશેષ પૂજા અને વિધિવત અર્ચના કરીને શ્રદ્ધાપૂર્વક આરાધના કરી હતી. દર્શન બાદ મુખ્યમંત્રીએ ભગવાન મહાદેવ સમક્ષ ગુજરાતના તમામ નાગરિકોના ઉત્તમ સ્વાસ્થ્ય, સમૃદ્ધિ અને સર્વાંગી સુખાકારી માટે મંગલ કામના કરી હતી. શિવરાત્રિના આ દિવ્ય માહોલમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિએ ભક્તોમાં પણ ભારે ઉત્સાહ જગાડ્યો હતો અને સોમનાથનું આંગણું આધ્યાત્મિક ચેતનાથી ઝળહળી ઉઠ્યું હતું.
વડોદરા : કેન્દ્રીય ગૃહમંત્રી Amitbhai Shah શિવભક્તિમાં લીન
February 15, 2026 8:22 pm
સાંસ્કૃતિક નગરી વડોદરામાં મહાશિવરાત્રીના પર્વે આસ્થા અને ભક્તિનો અદભૂત સંગમ જોવા મળ્યો છે, જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે ખાસ હાજરી આપી શિવભક્તિમાં લીન થયા હતા. પ્રતાપનગર સ્થિત ઋણમુક્તેશ્વર મહાદેવ મંદિરથી પરંપરાગત રીતે પ્રારંભ થયેલી 'શિવજી કી સવારી'માં હજારોની સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીએ સુરસાગર તળાવ ખાતે બિરાજમાન સર્વેશ્વર મહાદેવની દિવ્ય આરતી ઉતારી રાજ્યની સુખાકારી અને શાંતિ માટે પ્રાર્થના કરી હતી. સમગ્ર શહેર 'હર હર મહાદેવ'ના નાદથી ગુંજી ઉઠ્યું હતું અને શિવ ઉત્સવને લઈને વડોદરાવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. સંગમ અને ભક્તિના આ માહોલમાં અમિત શાહની ઉપસ્થિતિએ ઉજવણીને વધુ ભવ્ય અને યાદગાર બનાવી દીધી હતી.
DyCM હર્ષભાઈ સંઘવીએ પરિવાર સાથે પાર્લે પોઈન્ટ સોમનાથ મહાદેવના કર્યા દર્શન
February 15, 2026 8:15 pm
મહાશિવરાત્રીના પાવન અવસરે DyCm હર્ષભાઈ સંઘવીએ સુરતના પાર્લે પોઈન્ટ વિસ્તારમાં આવેલા સુપ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિરની મુલાકાત લઈને વિશેષ પૂજા-અર્ચના કરી હતી. આ મુલાકાત તેમના માટે માત્ર ધાર્મિક જ નહીં પણ ભાવનાત્મક પણ રહી હતી, કારણ કે તેમણે જણાવ્યું હતું કે તેઓ બાળપણથી જ આ મંદિરે સતત આવીને મહાદેવની આરાધના કરતા રહ્યા છે. આજે પણ તેમણે પોતાની આ અતૂટ શ્રદ્ધા જાળવી રાખીને પરિવાર સાથે શિવલિંગ પર જળાભિષેક કરી ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે તેમણે સૌ નાગરિકોને શિવરાત્રીની શુભેચ્છાઓ પાઠવતા વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે દેવાધિદેવ મહાદેવ આ પવિત્ર દિવસે સર્વ ભક્તો પર પોતાની કૃપા વરસાવશે અને સૌનું કલ્યાણ કરશે.
Sabarkantha : હર હર મહાદેવના નાદથી ગુંજ્યું સાબરકાંઠાનું બેરણા ધામ
February 15, 2026 8:09 pm
સાબરકાંઠા જિલ્લાના સુપ્રસિદ્ધ બેરણા ધામ ખાતે મહાશિવરાત્રીના પાવન પર્વની અદભૂત અને દિવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે, જ્યાં સમગ્ર વાતાવરણ 'હર હર મહાદેવ'ના ગુંજતા નાદથી શિવમય બની ગયું છે. આ વર્ષે વિશ્વ શાંતિના કલ્યાણકારી હેતુ સાથે 50 કિલો શુદ્ધ ઘી અને સવા મણ રૂની દિવ્ય 'મહાજ્યોત' પ્રજ્વલિત કરવામાં આવી છે, જેના પર શ્રદ્ધાળુઓએ શ્રદ્ધાપૂર્વક ઘીનો અભિષેક કરી ધન્યતા અનુભવી હતી. અહીં સ્થાપિત ભગવાન મહાદેવની 50 ફૂટ ઊંચી ભવ્ય પ્રતિમા ભક્તો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની છે, જેના દર્શન માત્રથી ભક્તોને સાક્ષાત્ કૈલાશ પર્વત જેવી દિવ્ય શાંતિની અનુભૂતિ થઈ રહી છે. ભક્તિ અને મેળાના ત્રિવેણી સંગમ સમાન આ અવસરે હજારો શ્રદ્ધાળુઓએ દાદાના દર્શનની સાથે પરંપરાગત મેળાની રોનક માણી હતી. બેરણા ધામની આ દિવ્યતા અને વ્યવસ્થા સાબરકાંઠામાં આસ્થાનો એક નવો ઇતિહાસ રચી રહી છે.
Sabarkantha : ‘હર હર મહાદેવ’ના નાદથી ગુંજ્યું સાબરકાંઠાનું બેરણા ધામ | Gujarat First
— Gujarat First (@GujaratFirst) February 15, 2026
સાબરકાંઠામાં મહાશિવરાત્રીની ભવ્ય ઉજવણી
મહાશિવરાત્રી પર્વે બેરણા ધામમાં ભક્તિનો સંગમ
50 કિલો ઘી અને સવા મણ રૂની મહાજ્યોત
વિશ્વ શાંતિ માટે બેરણા ધામમાં દિવ્ય જ્યોત
મહાદેવની 50 ફૂટ ઊંચી ભવ્ય… pic.twitter.com/jgZw3lk8VZ
મહાવશિવરાત્રી મહોત્સવમાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી
February 15, 2026 7:53 pm
મહાશિવરાત્રીના પાવન અવસરે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ સુરત સ્થિત સોમનાથ મહાદેવ મંદિરે પહોંચી ભગવાન શિવના દર્શન કર્યા હતા અને રાજ્યની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. દર્શન બાદ માધ્યમો સાથે વાતચીત કરતા તેમણે આધ્યાત્મિક ભાવની સાથે વહીવટી પારદર્શિતા પર પણ ભાર મૂક્યો હતો. ખાસ કરીને પોલીસ ભરતી પ્રક્રિયાને લઈને ચાલી રહેલી ચર્ચાઓ અંગે પ્રતિક્રિયા આપતા નાયબ મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, ભરતી મામલે જે કોઈ પણ શંકાસ્પદ ઘટનાઓ સામે આવી હશે તેની તટસ્થ અને ઊંડી તપાસ કરવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે સરકાર યુવાનોના હિતમાં કટિબદ્ધ છે અને તપાસના આધારે યોગ્ય કાર્યવાહી સુનિશ્ચિત કરવામાં આવશે. આમ, પવિત્ર તહેવારના દિવસે તેમણે શિવભક્તિની સાથે સાથે શાસકીય જવાબદારી અને ન્યાયી પ્રક્રિયાનો મજબૂત સંદેશ પાઠવ્યો હતો.
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથના સાનિધ્યમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે
February 15, 2026 7:25 pm
મહાશિવરાત્રીના પવિત્ર અવસરે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે બિરાજમાન પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવવા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગીર સોમનાથ ખાતે આવી પહોંચ્યા છે. શિવરાત્રીના આ મહાપર્વ નિમિત્તે સોમનાથ મંદિરના સાનિધ્યમાં આયોજિત ભવ્ય 'સોમનાથ સ્વાભિમાન' સાંસ્કૃતિક કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ ખાસ ઉપસ્થિતિ દર્શાવી હતી. ભક્તિ અને સંસ્કૃતિના અનોખા સંગમ સમાન આ મહોત્સવમાં તેમણે કલાકારોની પ્રસ્તુતિ નિહાળી હતી અને આધ્યાત્મિક વાતાવરણનો આનંદ માણ્યો હતો. મુખ્યમંત્રીની આ મુલાકાતથી શિવભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને સોમનાથનું આંગણું શિવમય ભક્તિની સાથે ગૌરવશાળી સાંસ્કૃતિક વારસાના નાદથી ગુંજી ઉઠ્યું હતું.
વડોદરા : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સુરસાગરના કિનારે શિવજી કી સવારીનું કરશે સ્વાગત
February 15, 2026 7:17 pm
સાંસ્કૃતિક નગરી વડોદરામાં મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવી પહોંચ્યા છે, જેના કારણે સ્થાનિકો અને શિવભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેઓ વડોદરાના ઐતિહાસિક સુરસાગર તળાવ ખાતે પરંપરાગત રીતે નીકળતી શિવજી કી સવારીનું ભવ્ય સ્વાગત કરશે અને આસ્થાના પ્રતીક સમાન સર્વેશ્વર મહાદેવની વિશેષ આરતીમાં સહભાગી થઈ આશીર્વાદ મેળવશે. વહીવટી તંત્ર અને સુરક્ષા એજન્સીઓ દ્વારા આ મુલાકાતને લઈને ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. વડોદરાની મધ્યમાં બિરાજમાન મહાદેવની પ્રતિમા સમક્ષ કેન્દ્રીય મંત્રીની ઉપસ્થિતિ આ વર્ષની શિવરાત્રીની ઉજવણીને વધુ યાદગાર અને ભવ્ય બનાવશે.
CM ભૂપેન્દ્ર પટેલે સાધુ-સંતોના લીધા આશીર્વાદ
February 15, 2026 6:25 pm
જૂનાગઢના ગિરનારની તળેટીમાં આયોજિત ભવનાથના મેળામાં ભક્તિનો માહોલ ચરમસીમાએ છે, ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મહાદેવના શરણે જઈ મિની કુંભમાં ઉપસ્થિત સાધુ-સંતો સાથે ખાસ મુલાકાત કરી આશીર્વાદ મેળવ્યા હતા. મેળાના અંતિમ ચરણમાં યોજાનારી પરંપરાગત રવેડી માટે વહીવટી તંત્ર સંપૂર્ણપણે સજ્જ છે, જેમાં સ્વચ્છતા જાળવવા માટે 200થી વધુ કર્મચારીઓ દ્વારા સતત સફાઈ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. મહાશિવરાત્રિની આ પાવન મધ્યરાત્રિએ સાધુ-સંતોના મૃગીકુંડમાં શાહી સ્નાન સાથે આ આસ્થાના મહાપર્વની વિધિવત પૂર્ણાહુતિ થશે. ભક્તો અને સાધુ-સંતોના સંગમ સમાન આ મેળામાં વહીવટી તંત્રની તત્પરતા અને શ્રદ્ધાળુઓના ઉત્સાહ વચ્ચે ભવનાથનું વાતાવરણ સંપૂર્ણપણે શિવમય બની ગયું છે.
Bhavnath Mela Ravadi Shahi Snan preparations
— Gujarat First (@GujaratFirst) February 15, 2026
ભવનાથ મેળામાં સાધુ-સંતોની રવેડી માટે તંત્ર સજ્જ; 200થી વધુ કર્મીઓનું સફાઈ અભિયાન, મધ્યરાત્રીએ મૃગીકુંડમાં શાહી સ્નાન સાથે મેળાની થશે પૂર્ણાહુતિ@mcjunagadh #BhavnathMela #Ravadi #ShahiSnan #Junagadh #Mahashivratri2026 #MrigiKund… pic.twitter.com/CxXuYRQNPL
Junagadh : ભવનાથના મેળામાં આફ્રિકાના શ્રદ્ધાળુઓનું આકર્ષણ
February 15, 2026 6:22 pm
જૂનાગઢના ગિરનારની તળેટીમાં આયોજિત પરંપરાગત ભવનાથનો મેળો આ વર્ષે વૈશ્વિક આકર્ષણનું કેન્દ્ર બન્યો છે, જેમાં સાધુ-સંતોના દર્શન અર્થે છેક આફ્રિકાથી પણ શ્રદ્ધાળુઓ ગુજરાત પધાર્યા છે. આફ્રિકામાં ગુજરાતીઓની વિશાળ વસ્તી વસે છે, જે અંતર્ગત છેલ્લા 40 વર્ષથી ત્યાં સ્થાયી થયેલા પરેશભાઈ મહેતા ખાસ મેળાની રોનક જોવા અને આધ્યાત્મિક શાંતિ મેળવવા જૂનાગઢ આવ્યા છે. તેમણે મેળાની સુદ્રઢ સુરક્ષા વ્યવસ્થા અને ભાવિકો માટે કરવામાં આવેલી ભોજનની ઉત્તમ સુવિધાના મન ભરીને વખાણ કર્યા હતા. આ વર્ષે મહાશિવરાત્રિના મેળામાં 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (STUDIO ON WHEELS) ની હાજરીએ પણ વિશેષ આકર્ષણ જમાવ્યું છે, જે મેળાના અદભૂત દ્રશ્યોને કંડારી રહ્યું છે. આમ, ભવનાથનો આ મેળો માત્ર સ્થાનિક જ નહીં પરંતુ સાત સમંદર પાર વસતા શિવભક્તો માટે પણ આસ્થા અને સંસ્કૃતિના મિલનનું અનોખું ધામ બની રહ્યો છે.
મુખ્યમંત્રી મહાદેવના શરણે! CM ભૂપેન્દ્રભાઈ પટેલે મિની કુંભમાં સાધુ-સંતો સાથે કરી ખાસ મુલાકાત
February 15, 2026 5:58 pm
CM Bhupendrabhai Patel Bhavnath Mela visit
— Gujarat First (@GujaratFirst) February 15, 2026
CM Visit: મુખ્યમંત્રી મહાદેવના શરણે! સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે મિની કુંભમાં સાધુ-સંતો સાથે કરી ખાસ મુલાકાત@CMOGuj @Bhupendrapbjp @ikaushikvekaria @sanghaviharsh @GujaratTourism #CMBhupendraPatel #BhavnathMela #MiniKumbh #Junagadh… pic.twitter.com/4TQtPhjcJ4
હર હર મહાદેવના નાદથી કાશી બન્યું શિવમય
February 15, 2026 5:38 pm
મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે સમગ્ર દેશના શિવાલયોમાં શ્રદ્ધાનું ઘોડાપૂર ઉમટ્યું છે, જેમાં ખાસ કરીને કાશી નગરી હર હર મહાદેવના ગુંજતા નાદ સાથે સંપૂર્ણપણે શિવમય બની ગઈ છે. બાબા વિશ્વનાથના દર્શન કરવા માટે ભક્તોમાં અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જેના પરિણામે મંદિરની બહાર અંદાજે 3 કિલોમીટર જેટલી લાંબી કતારો લાગી છે. વહીવટી તંત્ર દ્વારા આસ્થાના આ મહાકુંભમાં પધારેલા શ્રદ્ધાળુઓનું પુષ્પવર્ષા કરીને ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું, જેણે વાતાવરણને વધુ મંગલમય બનાવ્યું હતું. ભીડને નિયંત્રિત કરવા અને સામાન્ય ભક્તોને સરળતાથી દર્શન મળી રહે તે હેતુથી તંત્ર દ્વારા 48 કલાક માટે તમામ VVIP પાસ સ્થગિત રાખવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આમ, કાશીના ખૂણેખૂણે આજે માત્ર ભક્તિ, શ્રદ્ધા અને મહાદેવ પ્રત્યેનો અતૂટ વિશ્વાસ જ છવાયેલો જોવા મળી રહ્યો છે.
Mahashivratri 2026 : 'હર હર મહાદેવ'ના નાદથી કાશી બન્યું શિવમય | Gujarat First
— Gujarat First (@GujaratFirst) February 15, 2026
વિશ્વનાથ મંદિર બહાર
3 કિલોમીટર લાંબી કતાર
દેશભરમાં શિવમંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
'હર હર મહાદેવ'ના નાદથી કાશી બન્યું શિવમય
બાબા વિશ્વનાથના દર્શનાર્થે ભક્તોની ભારે ભીડ
તંત્ર દ્વારા ફૂલવર્ષા કરીને… pic.twitter.com/dJCFVPtOhY
Gondal: ગોંડલ મુક્તિધામમાં મહાશિવરાત્રીની ભવ્ય ઉજવણી કરાઈ, વિવિધ ફળોથી કરાયો મહાદેવને શણગાર
February 15, 2026 4:27 pm
Gondal: આજે મહાશિવરાત્રીના પવિત્ર પર્વ નિમિત્તે ગોંડલ (Gondal)માં મુક્તિધામ ખાતે ભક્તિમય માહોલ જોવા મળ્યો. વહેલી સવારે કપાટ ખુલતાની સાથે જ મોટી સંખ્યામાં ભક્તો આવી પહોંચ્યા હતા. મહાશિવરાત્રી નિમિત્તે મંદિરે વહેલી સવારે 6:00 વાગ્યે ભગવાન શિવની અત્યંત મંગલકારી ભસ્મ આરતી કરવામાં આવી. આ અવસરે શ્રી મુક્તેશ્વર મહાદેવને 25 અલગ-અલગ પ્રકારના કુલ, અને 1 હજાર 111 કિલો ફળથી ભવ્ય અને કલાત્મક સુશોભન કરવામાં આવ્યું. ખાસ કરીને મહાદેવને 10 ફૂટ લાંબો ફળોનો હાર અર્પણ કરવામાં આવ્યો. જે ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. શણગારમાં ખાસ તરબૂચ, દ્રાક્ષ, ડ્રેગનફ્રૂટ, કિવી, સ્ટ્રોબેરી, અનાનસ, સફરજન સહિતના ફળોને ઉપયોગમાં લેવામાં આવ્યા હતા. મંદિર પ્રશાસન દ્વારા ભક્તોને પ્રસાદમાં ફ્રૂટ અને 800 લીટર ભાંગનું વિતરણ કરવામાં આવ્યું હતું.
Ahmedabad: અમદાવાદનું અમરાઈવાડી શિવભક્તિમાં ડૂબ્યું, રુદ્રેશ્વર મહાદેવ મંદિરેથી નીકળી પાલખી યાત્રા
February 15, 2026 4:16 pm
Ahmedabad: મહાશિવરાત્રિ નિમિત્તે અમદાવાદના અમરાઈવાડીમાં મહાદેવની વિશાળ શોભાયાત્રા નીકળી હતી. અમરાઇવાડી ખાતે આવેલાં રુદ્રેશ્વર મહાદેવ મંદિરેથી ભગવાન શિવની પાલખી તથા વિશાળ શોભાયાત્રા કાઢવામાં આવી હતી. સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ રામપ્રતાપ સિંહ ચૌહાણ તથા યુવા અધ્યક્ષ તેજેન્દ્ર સિંહ ચૌહાણના નેતૃત્વમાં નીકળેલી શોભાયાત્રામાં હજારોની સંખ્યામાં શિવભક્તો જોડાયા હતા. આ અંગે તેજેન્દ્ર ચૌહાણે જણાવ્યું કે, છેલ્લાં પાંચ વર્ષથી મહાશિવરાત્રીના દિવસે રુદ્રેશ્વર મહાદેવ મંદિરથી ભગવાન શિવની પાલખી તથા શોભાયાત્રા કાઢવામાં આવે છે. આ શોભાયાત્રા અમરાઇવાડી ગામમાં આવેલાં શિવ મંદિર સુધી જાય છે. ઢોલ-નગારા તથા ડીજેના તાલે ભગવાન શિવના ભજનો સાથે શોભાયાત્રા નીકળતી હોય છે. શોભાયાત્રામાં ભગવાન શિવ, માતા પાર્વતી સહિત વિવિધ ઝાંખીઓ આકર્ષણના કેન્દ્ર હોય છે. આ વર્ષે શોભાયાત્રામાં તલવાર રાસ જોવા માટે મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમડી પડી હતી. શોભાયાત્રાનું ઠેર ઠેર સ્વાગત પણ કરવામાં આવે છે. શોભાયાત્રા દરમિયાન હાટકેશ્વર રોડ હર હર મહાદેવના જયકારાથી ગૂંજી ઉઠ્યો હતો.
Vadodara: વડોદરામાં નીકળશે શિવજી કી સવારી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ રહેશે ઉપસ્થિત
February 15, 2026 4:07 pm
Vadodara: વડોદરા શહેરમાં લોકો ખૂબ ઉત્સાહ સાથે મહાશિવરાત્રી (Mahashivaratri) નો પર્વ ઉજવી રહ્યા છે. વડોદરામાં શિવજી કી સવારીની ઉજવણી સમગ્ર દેશમાં જાણીતી છે. ત્યારે આજે પણ પરંપરાગત રીતે શિવજી નંદી પર બિરાજમાન થઈને, માતા પાર્વતી સાથે નગરનું ભ્રમણ (Wandering) કરવા નીકળશે. મહાદેવની આ શાહી સવારીના દર્શન માટે સમગ્ર વડોદરાવાસીઓ ઉમટી પડશે. જેના માટે તૈયારીઓ કરી દેવામાં આવી છે. લાલ કોર્ટ પાસેઆ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ (Union Home Minister Amit Shah) પણ ઉપસ્થિત રહેશે. અમિતભાઈ શાહ સુરસાગર તળાવ (Sursagar Lake) ખાતે સર્વેશ્વર મહાદેવની મહાઆરતીમાં પણ ભાગ લેશે. શિવજી કી સવારીની વાત કરીએ તો, શહેરના ઋણ મુક્તેશ્વર મહાદેવ પ્રતાપનગરથી શિવજી કી સવારીનું પ્રસ્થાન થશે. વડોદરા પોલીસે (Vadodara Police) સવારીના તમામ રૂટ પર ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે.
Banaskantha: અંબાજીમાં શિવરાત્રી નિમિત્તે ગબ્બરનો અદભૂત શણગાર, શિવ-શક્તિનો સર્જાયો સંયોગ
February 15, 2026 3:57 pm
Banaskantha: બનાસકાંઠા જિલ્લામાં સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં મહાશિવરાત્રીના પર્વની ઉજવણી કરવામાં આવી. માતા અંબાના મુખ્ય સ્થાનક એટલે કે, ગબ્બરને વિશેષ શણગાર કરવામાં આવ્યો. જાણે કે, માતા સતીના હૃદય સ્થાન પર મા અંબા અને શિવનો સંગમ થયો હોય. અંબાજી ખાતે પ્રથમવાર આવો શુભ સંયોગ સર્જાયો. આ દ્રશ્યો જોઈને ભક્તો ભાવવિભોર થયા.
Kutch: કચ્છના રાપર પંથકમાં શિવાલયો ભક્તિથી તરબોળ થયા, જાગેશ્વર, નાગેશ્વર મંદિરે ભક્તોની ભીડ
February 15, 2026 3:46 pm
Kutch: કચ્છ જિલ્લામાં મહાશિવરાત્રીની ઉજવણી કરવામાં આવી. રાપર પંથકના શિવાલયો ભક્તિમાં તરબોળ થયા. પંથકમાં આવેલા જાગેશ્વર અને નાગેશ્વર મંદિરે મોટી સંખ્યામાં ભાવિકોની ભીડ ઉમટી પડી. તો રામેશ્વર-દુધેશ્વર મંદિરે પણ ભક્તોએ દર્શન માટે રીતસરની દોટ મૂકી હતી. બેલાના બિલેશ્વર મંદિરે, નિલાગર અને નાગતર શિવાલય, પાતાળેશ્વર અને ઝર ટપકેશ્વર અે વિથરોયેશ્વર મંદિરે ભક્તોએ મહાદેવની પૂજાનો લાભ લીધો હતો.
Disa: ડીસાના મહાદેવિયામાં સોનેશ્વર મહાદેવ મંદિરે ઉજવણી, શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું પ્રતિક
February 15, 2026 3:42 pm
Disa: ડીસાના મહાદેવિયામાં બનાસ નદીના કાંઠે અતિ પ્રાચીન સોનેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. મંદિર આજે પણ શ્રદ્ધા અને આસ્થાનું પ્રતિક બની રહ્યું છે. અંદાજે 700 વર્ષ જૂનું આ પૌરાણિક મંદિરમાં મહાશિવરાત્રીના પાવન દિવસે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું.. ખાસ વાત એ છે કે અહીં વર્ષો જૂની અનોખી પરંપરા આજે પણ જીવંત છે. જ્યાં ગામના ખેડૂતો પોતાના ખેતરમાં ઉત્પન્ન થયેલ શાકભાજી મહાદેવને અર્પણ કરે છે. મહાશિવરાત્રીના પાવન દિવસે અહીં મહામેળો ભરાય છે. દૂર દૂરથી ભક્તો અહીં દર્શન કરવા આવે છે. અને ભક્તિભાવથી નમન કરીને ધન્યતા અનુભવે છે.
Surat: સુરતના શિવાલયો હર હર મહાદેવના નાદથી ગૂંજી ઉઠ્યા, ભક્તોએ મંદિરે કરી પૂજા
February 15, 2026 3:38 pm
Surat: સમગ્ર રાજ્યમાં જ્યારે મહાશિવરાત્રીની પૂજા થતી હોય ત્યારે સુરત શહેર કેમ પાછળ રહે?. સુરતમાં પણ સુરતીલાલાઓ શિવમય થયા. શહેરના તમામ શિવાલયોમાં હર હર મહાદેવની ગૂંજ લાગી. ત્યારે શહેરમાં આવેલા પવિત્ર કાંતારેશ્વર મહાદેવમાં શ્રદ્ધાળુઓનું મહેરામણ ઉમટી પડ્યું. પવિત્ર પર્વે મહાદેવની પૂજા અને દર્શન માટે ભક્તોમાં જાણો હોડ જામી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. ભાવિકોએ દૂધ અને બીલીપત્રથી મહાદેવની પૂજા-અર્ચના કરી. ભાંગની પ્રસાદી લઈ ભક્તોએ ધન્યતાનો અનુભવ કર્યો. કાંતારેશ્વર મંદિરે મહાદેવની ભવ્ય પાલખી યાત્રા યોજાઈ હતી. ઢોલ નગારાના તાલે મંદિર અને મંદિરમાં ઉપસ્થિત ભક્તો શિવમાં તલ્લીન થયા હતા. તો મધ્યરાત્રે 12 વાગ્યે મહાદેવની વિશેષ પૂજા કરવામાં આવશે. સ્વયંભૂ પ્રગટ શિવલિંગને ઘીના કમળ અર્પણ કરવામાં આવશે. મહિલા ભક્તોને ઘીના પ્રસાદનું વિતરણ કરવામાં આવશે.
Surendranagar: સુરેન્દ્રનગરમાં સતવારા સમાજે મહાશિવરાત્રીની ઉજવણી કરી, સિધ્ધનાથ મહાદેવની ભવ્ય શોભાયાત્રા યોજી
February 15, 2026 3:31 pm
Surendranagar: સુરેન્દ્રનગર જિલ્લામાં સતવારા સમાજે ધામધૂમથી મહાશિવરાત્રીના પર્વની ઉજવણી કરી. દર વર્ષની જેમ આ વર્ષે પણ સિધ્ધનાથ મહાદેવની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. છેલ્લા 8 વર્ષથી આ શોભાયાત્રા યોજાઈ રહી છે. વઢવાણના સિધ્ધનાથ મહાદેવ મંદિરથી શરૂ થયેલી આ શોભાયાત્રા સુરેન્દ્રનગર અને વઢવાણના મુખ્ય માર્ગોમાંથી પસાર થઈ. શોભાયાત્રામાં 15થી વધુ ટ્રેક્ટર પર વિવિધ ઝાંખી, અંદાજે 1000થી વધુ બાઇક અને કાર સાથે સતવારા સમાજ સહિત અન્ય સમાજના હજારો લોકો જોડાયા હતા. ખાસ કરીને 'ઓપરેશન સિંદૂર'ની ઝાંખીએ ધાર્મિક ભાવના સાથે દેશભક્તિનો સંદેશ પણ આપ્યો હતો. આ શોભાયાત્રાનો મુખ્ય હેતુ સામાજિક સમરસતા કેળવવાનો અને યુવાનો તથા બાળકોમાં સનાતન ધર્મ પ્રત્યે ભક્તિ અને શ્રદ્ધા જગાડવાનો હતો. શોભાયાત્રા પૂર્ણ થયા બાદ સિધ્ધનાથ મહાદેવ મંદિરે મહાઆરતી અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું.
Sabarkantha: સાબરકાંઠામાં વૈજનાથ મહાદેવ મંદિરે સર્જાયું ભક્તિમય વાતાવરણ, પરિસરમાં મહાકાલની 25 ફૂટ ઊંચી પ્રતિમા
February 15, 2026 3:26 pm
Sabarkantha: સાબરકાંઠાના હિંમતનગર તાલુકામાં રાયગઢમાં સ્વયંભૂ પ્રાચીન વૈજનાથ મહાદેવ મંદિરે ભક્તિમય વાતાવરણ સર્જાયું. પવિત્ર શિવરાત્રીના પર્વે મંદિર પરિસરમાં વિવિધ શિવલિંગની પ્રતિકૃતિ મૂકવામાં આવી. મંદિર પ્રટાંગણમાં 25 ફૂટ ઊંચી મહાકાલની પ્રતિમા અને અનોખી ગુફાએ ભક્તોમાં આકર્ષણ જગાવ્યું. ગામના યુવાનોએ એકત્ર થઈને મહાકાલની આ પ્રતિમાનું નિર્માણ કર્યું છે. શિવરાત્રીના અવસરે આ પ્રતિમા અને ગુફાને ભક્તો માટે ખુલ્લી મુકવામાં આવી. આપને જાણીને નવાઈ થશે કે, અહીં વિષ્ણુના દશાવતાર સાથે દેવી-દેવતાઓની પ્રતિમાઓને ચણાના લોટ સહિતની સામગ્રીમાંથી બનાવવામાં આવી છે. જેના માટે 23 હજાર કિલો પીઓપી, 30 મીટર બારદાન, અને બાંબુ વાસ સહિત વિવિધ કલર અને માટીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. વૈજનાથ યુવક મંડળે કરેલા આ આયોજનથી મંદિરમાં કુદરતી ગુફા જેવું વાતાવરણ સર્જાયું છે.
Panchmahal: પંચમહાલમાં સ્વયંભૂ મરડેશ્વર મહાદેવના સાનિધ્યમાં ભક્તોનો વંટોળ, મહાશિવરાત્રીએ ભોળાનાથના લીધા આશીર્વાદ
February 15, 2026 3:19 pm
Panchmahal: પંચમહાલ જિલ્લાના શહેરાના પાલીખંડા ગામે આવેલા સ્વયંભૂ મરડેશ્વર મહાદેવનું અનેરું મહત્વ રહેલું છે. હજારો વર્ષ જૂના અને અલૌકીક એવા સ્વંયભુ મરડેશ્વર મહાદેવ મંદિર અને મરડ નામના માટીમાંથી સ્વયંભૂ મરડેશ્વર મહાદેવ અને એક વર્ષમાં એક ચોખાના દાણા જેટલું શિવલિંગ વધતા હોવાની માન્યતા છે. જે હાલ શિવભક્તોની અસ્થાનું કેન્દ્ર બન્યું છે. ગુજરાતમાં સૌથી વધુ ઊંચાઈ ધરાવતું આ સ્વયંભૂ પ્રગટ શિવલિંગ છે. મહાશિવરાત્રીના પર્વ પર વહેલી પરોઢિયે જ ભક્તો આસ્થા સાથે મંદિરે દોડી આવ્યા. મંદિરનું વધતું મહત્વ જોઈને પાડોશી રાજ્યમાંથી પણ ભક્તો અહીં દર્શન માટે આવી રહ્યા છે. મરડેશ્વર મહાદેવ સ્વયંભૂ અને ત્રણ જળાધારી ધરાવતું ગુજરાતમાં એકમાત્ર શિવલિંગ છે. આ શિવલિંગ દર મહાશિવરાત્રિની રાત્રે એક ચોખાના દાણા જેટલું વૃદ્ધિ થતું હોવાની લોકવાયકા છે.
Vadodara: વડોદરાના લકુલીશ મંદિર ભક્તોથી ઉભરાયું, મંદિર પ્રશાસને શ્રદ્ધાળુઓ માટે કરી વ્યવસ્થા
February 15, 2026 1:27 pm
Vadodara: ગુજરાતભરમાં આજે મહાશિવરાત્રી પર્વને લઈ “બમ બમ ભોલે”ના નાદ સાથે શિવાલયોમાં ભક્તોની ભીડ ઉમટી પડી છે. ત્યારે વડોદરા જિલ્લાના કાયાવરોહણ ગામમાં આવેલું, ગુજરાતનું કાશી ગણાતું પ્રસિદ્ધ લકુલીશ મંદિર પણ ભક્તોની ભારે ભીડ ઉમટી પડી છે. વહેલી સવારે ચાર વાગ્યાથી જ મંદિર પરિસરમાં ભક્તોની લાંબી લાઈનો જોવા મળી હતી. મહાશિવરાત્રીના પાવન પર્વ અને શુભ યોગને કારણે માત્ર ગુજરાત જ નહીં પરંતુ અન્ય રાજ્યોમાંથી પણ હજારો ભક્તો લકુલીશ ભગવાનના દર્શન માટે પહોંચ્યા હતા. તેવામાં મંદિર પ્રશાસને વિશેષ તૈયારીઓ કરી હતી. મંદિર પરિસરને ફૂલોથી શણગારવામાં આવ્યું., જેના કારણે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. સાથે સાથે ભક્તો માટે શિવરાત્રીની વિશેષ પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું. મહાશિવરાત્રી પર મંદિરના કપાટ દિવસભર ભક્તો માટે ખુલ્લા રહેશે. જેથી વધુમાં વધુ ભક્તો સરળતાથી દર્શન કરી શકે. મંદિરમાં વધુ ભીડ હોવાના કારણે પોલીસ તથા સ્વયંસેવકો દ્વારા સુરક્ષા અને વ્યવસ્થાપન માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.
Sabarkantha: સાબરકાંઠાના બેરણા ધામમાં પ્રગટાવાઈ વિશાળ જ્યોત, 50 ફૂટ ઊંચી શિવજીની પ્રતિમાના દર્શન
February 15, 2026 12:43 pm
Sabarkantha: સાબરકાંઠા જિલ્લામાં બેરણા ધામમાં મહાશિવરાત્રીની ઉઝવણી કરવામાં આવી. મહાપર્વ નિમિત્તે મંદિરે ખાસ વિશાળ દીપક 50 કિલો ઘી સાથે પ્રટગાવવામાં આવ્યો. આ મહાજ્યોત માટે સવા મણ રૂ થી દીવેટ બનાવવામાં આવે છે. આ દીપકમાં સતત ઘીનો અભિષેક કરવામાં આવે છે. જેથી જ્યોત પ્રજ્વલિત રહે. આજના દિવસે દર વર્ષે પ્રગટાવવામાં આવતા મોટી સંખ્યામાં ભક્તો વિશાળ દીપકના પણ દર્શન કરે છે. અહીં મહાદેવની 50 ફૂટ ઊંચી પ્રતિમા છે. જે ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર છે. આ મહાજ્યોત પ્રજ્વલિત કરવા પાછળ સમગ્ર વિશ્વમાં શાંતિ રહે તેવો હેતુ છે.
Dwarka: દ્વારકામાં આવેલા જ્યોતિર્લિંગ નાગેશ્વર ખાતે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
February 15, 2026 12:29 pm
Dwarka: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા નાગેશ્વર જ્યોતિર્લિંગ ખાતે પણ ભવ્ય મહાશિવરાત્રીની ઉજવણી કરવામાં આવી. નાગેશ્વર મહાદેવના દર્શન માટે રાજ્ય અને રાજ્ય બહારથી મોટી સંખ્યામાં ભક્તો આવ્યા. વહેલી સવારે જ્યારે કપાટ ખૂલ્યા ત્યારે જ મોટી સંખ્યામાં ભક્તો લાઈન લગાવીને રાહ જોઈ રહ્યા હતા. નાગેશ્વર જ્યોતિર્લિંગમાં નાન-નાગણી સ્વરૂપે મહાદેવ અને માતા પાર્વતીની પૂજા કરવામાં આવે છે.
દ્વારકા નાગેશ્વર જ્યોર્તિલિંગ ખાતે ભક્તોની ભીડ
— Gujarat First (@GujaratFirst) February 15, 2026
શિવરાત્રી પર્વે નાગેશ્વર મહાદેવના શરણે ભક્તો
મહાદેવ હરના નાદ સાથે શિવાલયો ગુંજી ઉઠ્યા
વહેલી સવારથી નાગેશ્વર મંદિરે ભક્તો ઉમટ્યા
નાગેશ્વર જ્યોર્તિલિંગ મંદિર ખાતે પૂજા અર્ચના
દર્શન કરી શિવભક્તોએ અનુભવી પરમ ધન્યતા
ભારે ભીડ વચ્ચે… pic.twitter.com/wHEfQfNqLM
Banaskantha: યાત્રાધામ અંબાજીમાં મહાશિવરાત્રીની ઉજવણી, ભક્તોએ અંબાજી સાથે મહાદેવના કર્યા દર્શન
February 15, 2026 12:20 pm
Banaskantha: બનાસકાંઠા જિલ્લામાં આવેલા શક્તિપીઠ અને પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં મહાશિવરાત્રીના પર્વની ઉજવણી કરવામાં આવી. અંબાજી મંદિરમાં આવેલા અંબિકેશ્વર મહાદેવ ખાતે વિશેષ આરતી કરવામાં આવી. પર્વ નિમિત્તે આરતીમાં મોટી સંખ્યામાં શિવ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું. પર્વ નિમિત્તે મહાદેવને ખાસ શીરાનો ભોગ ધરાવવામાં આવ્યો હતો. ભક્તોને પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું.
બનાસકાંઠામાં મહાશિવરાત્રીની ભવ્ય ઉજવણી
— Gujarat First (@GujaratFirst) February 15, 2026
અંબાજી મંદિરમાં અંબિકેશ્વર મહાદેવ ખાતે આરતી
આરતીમાં મોટી સંખ્યામાં શિવ ભક્તોનું ઘોડાપુર
અંબાજી મંદિરમાં આવેલું છે, પ્રાચીન મહાદેવનુ મંદિર
શિવરાત્રિ પર્વે મહાદેવને શીરાનો ભોગ ધરાવાયો
હર હર મહાદેવના નાદ સાથે ભક્તોની શિવ આરાધના… pic.twitter.com/t3YjwbBWzc
Bhuj: ભુજમાં મહાશિવરાત્રી પર ભક્તો ઓતપ્રોત થયા, ઠેર ઠેર હર હર મહાદેવનો નાદ
February 15, 2026 12:15 pm
Bhuj: કચ્છના મુખ્ય મથક ભુજમાં મહાશિવરાત્રીના પર્વ પર ભક્તો ઓતપ્રોત થયા. ભુજ શહેરમાં ભક્તિભાવનો માહોલ સર્જાયો હતો. શહેરના પારેશ્વર ચોક પાસેથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં ભક્તજનો, યુવાનો અને મહિલાઓ જોડાયા હતા. ઢોલ-નગારાના તાલ સાથે અને "હર હર મહાદેવ"ના જયઘોષ વચ્ચે શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી. આ યાત્રામાં ભગવાન શિવની આકર્ષક ઝાંખીઓ, ફૂલોની સજાવટ અને ધ્વજ-બેનરો સાથે યાત્રાએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. અનેક સ્થાનો પર ભક્તો દ્વારા પુષ્પવર્ષા કરી શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. મહાશિવરાત્રીના પાવન દિવસે મંદિરોમાં વિશેષ પૂજા-અર્ચના અને અભિષેકના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. ભક્તોએ ઉપવાસ કરીને ભગવાન શિવની આરાધના કરી. સમગ્ર શહેરમાં આધ્યાત્મિકતા અને શ્રદ્ધાનો માહોલ છવાઈ ગયો હતો.
Rajkot: રંગીલા રાજકોટમાં ભક્તો શિવભક્તિમાં તલ્લીન થયા, રામનાથ મહાદેવ મંદિર શ્રદ્ધાળુઓથી ઉભરાયું
February 15, 2026 11:34 am
Rajkot: રંગીલા રાજકોટમાં પણ મહાશિવરાત્રીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. રાજકોટમાં આવેલા પૌરાણિક અને પ્રસિદ્ધ રામનાથ મહાદેવ મંદિર હજારો ભક્તોની હાજરીથી ઉભરાયું. વહેલી સવારથી જ ભક્તોએ મંદિર તરફ દોટ મુકી, ભગવાનના દર્શન અને પૂજા માટે ભક્તોએ લાંબી લાઈનો લગાવી.
Bhavnagar: ભાવનગરના પ્રખ્યાત નીલકંઠ મહાદેવ મંદિરે ભક્તોનું ઘોડાપૂર, મહાદેવને રિઝવવા પ્રયાસ
February 15, 2026 11:31 am
Bhavnagar: ભાવનગરમાં આવેલા પ્રસિદ્ધ નીલકંઠ મહાદેવ મંદિરે ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે. મહાશિવરાત્રીના પર્વે શ્રદ્ધાળુએ મહાદેવના દર્શન અને પૂજા માટે મંદિરોમાં ભીડ લગાવી છે. મહાદેવના અતિપાવન પર્વ નિમિત્તે મંદિરે વિશેષ શણગાર કરવામાં આવ્યો. પર્વના ઉત્સાહમાં ભક્તો વહેલી સવારથી જ મંદિરે દાદાના સાનિધ્યમાં પહોંચી રહ્યા છે. મંદિર દ્વારા ભક્તો માટે ખાસ પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી. આજે ભોળાનાથને રિઝવવા માટે ભક્તો સવારથી રાત્રી સુધી સતત પૂજા કરશે.
Mehsana: મહેસાણાવાસીઓની મહાશિવરાત્રીની પૂજા, મોદીપુર અન્નપૂર્ણા મંદિરે ઉજવણી
February 15, 2026 11:11 am
Mehsana: ઉત્તરગુજરાત પણ આજે જાણો શિવમય બન્યું છે. મહેસાણા જિલ્લાના લોકો રંગેચંગે મહાશિવરાત્રીની ઉજવણી કરી રહ્યા છે. મહેસાણામાં આવેલા મોદીપુર અન્નપુર્ણા મંદિરે અનોખી ઉજવણી કરવામાં આવી. શિવરાત્રીના પર્વ પર BSFના જવાનોને ઈન્ડોલાયન ફાઉન્ડેશન દ્વારા ભોજન પીસરવામાં આવ્યું. મહાપર્વ નિમત્તે ખાસ આ આયોજન કરવામાં આવ્યું.
Jamnagar: જામનગર શહેરના શિવાલયો અને ભક્તો થયા શિવમાં લિન, ‘છોટી કાશી’ના મંદિરોને અનોખો શણગાર
February 15, 2026 11:05 am
Jamnagar: જામનગર શહેરના શિવમંદિરોમાં ભક્તોની ભીડ જામી છે. જામનગરના તમામ મંદિરોમાં શિવઘોષ થઈ રહ્યો છે. કાશી વિશ્વનાથ, ભીડ ભંજન, ત્ર્યંબકેશ્વર મહાદેવ સહિતના શિવમંદિરોને રોશનીનો શણગાર કરવામાં આવ્યો છે. આજે મહાદેવના આશીર્વાદ માટે ભક્તો બિલ્વ પત્ર, પંચામૃત, ફૂલ, દુગ્ધ સહિત પહોચ્યા શિવાલયોમાં પહોંચી રહ્યા છે. છોટી કાશી તરીકે જાણીના જામનગર શહેરમાં આવેલા કાશી વિશ્વનાથ મંદિરે પણ ભક્તોનો ધસારો જોવા મળ્યો. ભોળાનાથના દર્શન માટે મંદિરે લાંબી લાઈનો લાગી. જામનગરના કાશી વિશ્વનાથ મંદિરની વાત કરીએ તો, આ મંદિરમાં ચારેય દિશાથી મહાદેવના દર્શન થાય છે.
Junagadh: જૂનાગઢમાં મહાશિવરાત્રી મેળાનો અંતિમ દિવસ, હર હર મહાદેવના નાદથી ગૂંજી ઉઠ્યું ભવનાથ
February 15, 2026 10:59 am
Junagadh: જૂનાગઢમાં પ્રસિદ્ધ મહાશિવરાત્રીના મેળાનો આજે અંતિમ દિવસ છે. અંતિમ દિવસે મહામેળામાં સહભાગી થવા માટે રાજ્યભરમાંથી મોટી સંખ્યા શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા. વહેલી સવારથી જ ભવનાથ મહાદેવ મંદિરે શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી રહી. ભવનાથ મંદિરના વહીવટદાર અને અધિકારી ચરણસિંહ ગોહિલ, DySP હિતેશ ધાંધલીયા સહિત અધિકારીઓએ મંદિરે પૂજામાં ભાગ લીધો હતો. નોંધનીય છે કે, મહાશિવરાત્રી નિમિત્તે આજે મધ્યરાત્રીએ રવેડી નીકળશે. દેમાં ત્રણ અખાડાના દેવોની પાલખી કાઢવામાં આવશે, જૂના અખાડા, આહવાન અખાડા અને અગ્નિ અખાડાના સાધુ-સંતો રવેડીમાં જોડાશે. ભવનાથ મંદિરના મૃગીકુંડમાં સ્નાન કર્યા પછી મેળાની પૂર્ણાહૂતિ થશે.
Junagadh MahaShivratri Mela: ગિરનારની ગોદમાં ગુંજ્યો 'હર હર મહાદેવ'નો નાદ | Gujarat First
— Gujarat First (@GujaratFirst) February 15, 2026
જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળાનો અંતિમ દિવસ
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો
ભવનાથ મંદિરમાં વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓની ભારે ભીડ
ભવનાથ મંદિરના વહીવટદાર અને અધિકારીઓએ પ્રથમ પૂજામાં… pic.twitter.com/yy7iFLeKWi
Gir Somnath: બોલિવૂડ સિંગર કૈલાસ ખેર ગીર સોમનાથના સાનિધ્યમાં, શિવજીના ગીતોથી રેલાવ્યા સૂર
February 15, 2026 10:54 am
Gir Somnath: બોલિવૂડ સિંગર કૈલાસ ખેર મહાશિવરાત્રીના પર્વ પર સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પહોંચ્યો. કૈલાસ ખેરે પાવન પર્વ નિમિત્તે મંદિરે મહાદેવના દર્શન કરીને ધન્યતા પ્રાપ્ત કરી. દર્શન કર્યા પછી તેણે મંદિર પરિસરમાં કૈલાસ થીમ પર પરફોમન્સ કર્યું. જેમાં તેણે મહાદેવના ગીતો ગાઈને હાજર તમામ ભક્તોને મંત્રમુગ્ધ કરી દીધા. કૈલાસ ખેરે કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની ભરપૂર પ્રશંસા કરી. કહ્યું, નરેન્દ્રભાઈ મોદીના પીએમ બન્યા પછી દેશમાં ગીત-સંગીતને વધુ પ્રોત્સાહન મળ્યું છે.
Ahmedabad: ગોદરેજ ગાર્ડન સિટીના લોકો થયા શિવમય, 7 ફૂટ ઊંચા બરફના શિવલિંગની પૂજા
February 15, 2026 9:58 am
Ahmedabad: અમદાવાદમાં આવેલા ગોદરેજ ગાર્ડન સિટીમાં મહાશિવરાત્રીની અનોખી ઉજવણી કરવામાં આવી. વિશ્વહિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું. જેમાં અમરનાથની થીમ પર 7 ફૂટથી વધુ ઊંચાઈ ધરાવતા બરફના શિવલિંગની પૂજા કરવામાં આવી. કાર્યક્રમમાં યુવાનોને ત્રિશૂલ દીક્ષા અને પ્રસાદ વિતરણનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો. આ ભવ્ય આયોજનથી સમગ્ર વિસ્તાર હર હર મહાદેવના નાદ સાથે ગૂંજી ઉઠ્યો.
Ahmedabad Godrej Garden City: અમદાવાદમાં બરફના શિવલિંગ સાથે મહાશિવરાત્રીની ઉજવણી | Gujarat First
— Gujarat First (@GujaratFirst) February 15, 2026
અમદાવાદમાં મહાશિવરાત્રીની ભવ્ય ઉજવણી
ગોદરેજ ગાર્ડન સિટી ખાતે રામ ચોક સર્કલનું લોકાર્પણ
વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આયોજન
RSSના કાર્યકર્તાઓ દ્વારા ઘોષવાદનથી શરૂઆત
અમરનાથ… pic.twitter.com/LvhX7cvfLa
Gir Somnath: સોમનાથ મહાદેવ મંદિરે ખાસ પૂજા, ભક્તો માટે કરાઈ વ્યવસ્થા
February 15, 2026 8:59 am
Gir Somnath: સોમનાથ મહાદેવ મંદિરના કપાટ આજે વહેલી સવારે 4 વાગ્યાથી જ ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા. મહાશિવરાત્રી નિમત્તે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો મંદિરે પહોંચી રહ્યા. પાવન પર્વ પર મંદિર ટ્રસ્ટ દ્વારા પૂજા અને પ્રસાદની ખાસ વ્યવસ્થા કરવામાં આવી. મંદિર નજીક દરિયાકાંઠે માટીના પાર્થિવ શિવલિંગની ત્રણ પ્રહરની પૂજાનું પણ આયોજન કરવામાં આવ્યું. જેમાં હજારો પરિવારો પૂજાનો લાભ લેશે. મહાશિવરાત્રીએ ભક્તો મહાદેવના દર્શનથી વંચિત ના રહે માટે સતત 42 કલાક સુધી મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લુ રાખવામાં આવશે.
Dahod: દાહોદના પૌરાણિક કેદારનાથ મંદિરે ઉજવણી, ડાયરો અને શિવમહોત્સવનું આયોજન
February 15, 2026 8:50 am
Dahod: મહાશિવરાત્રી નિમિત્તે દાહોદ નજીક આવેલા પૌરાણિક કેદારનાથ મંદિરે ભવ્ય શિવમહોત્સવનું આયોજન કરાયું. જેમાં ગુજરાતના ખ્યાતનામ કલાકારો ભવ્ય લોકડાયરો યોજ્યો. દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી અને મિત્ર મંડળે સંયુક્ત આ ભવ્ય કાર્યક્રમ યોજ્યો. જેમાં રાજ્યના પ્રસિદ્ધ લોકગાયકોએ ડાયરાની રમઝટ બોલાવી હતી. સાથે જ શિવતાંડવ, ભગવાન શિવની મહિમા દર્શાવતા નૃત્યો, ડાંગી નૃત્ય આદિવાસી લોકનૃત્ય સહિતના અલગ અલગ નૃત્યોએ આકર્ષણ જમાવ્યું હતું. સ્થાનિક સાંસદ જશવંતસિંહ ભાભોર સહિત નેતાઓ અને અગ્રણીઓએ પણ કાર્યક્રમનો લાભ લીધો હતો.
Ahmedabad: વિશ્વેશ્વર મહાદેવ મંદિરે શ્રદ્ધાળુઓની ભીડ, મહાદેવના દર્શન માટે ભક્તો આતુર
February 15, 2026 8:44 am
Ahmedabad: અમદાવાદ શહેરના શિવ મંદિરોમાં ભક્તોની ભીડ ઉમટી પડી છે. મહાશિવરાત્રીના અવસર પર ભાવિકો ભોળાનાથના દર્શન માટે આકુળ વ્યાકુળ થયા છે. ત્યારે શહેરમાં આવેલા વિશ્વેશ્વર મહાદેવ મંદિરમાં પણ મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે પહોંચ્યા. મહાશિવરાત્રીના પર્વ પર મંદિરને ફૂલોનો શણગાર કરવામાં આવ્યો. વહેલી સવારથી જ હર હર મહાદેવના નામની ગૂંજ ગૂંજવા લાગી.
Gir Somnath: ત્રિવેણી સંગમ ઘાટ પર મહાઆરતી, સ્થાનિક સાંસદ-ધારાસભ્ય-કલેક્ટર રહ્યા ઉપસ્થિત
February 15, 2026 8:32 am
Gir Somnath:ગીર સોમનાથમાં સ્વાભિમાન પર્વ અને મહાશિવરાત્રીના પર્વની ઉજવણી (Celebration) કરવામાં આવી. મંદિર (Temple) નજીક ત્રિવેણી સંગમ ઘાટ આરતીને એક વર્ષ પૂર્ણ થયું. આ અવસરે ઘાટ પર 108 દીવડાની મહાઆરતી કરવામાં આવી. જેમાં સ્થાનિક ધારાસભ્ય, સાંસદ, કલેક્ટર સહિત મહામંડલેશ્વર અને મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી આપી હતી. એક વર્ષ અગાઉ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે (Chief Minister Bhupendra Patel) આ સંગમ આરતીની શરૂઆત કરાવી હતી. નોંધનીય છે કે, સંગમ ઘાટ પર હિરણ, કપિલા અને સરસ્વતી નદીનું સંગમ થાય છે. --------------------
Gir Somnath: પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરે મહાશિવરાત્રીની ઉજવણી, મહાપર્વ પર મહાદેવને ખાસ શણગાર
February 15, 2026 8:22 am
Gir Somnath: 12 જ્યોતિર્લિંગમાંથી એક, અને પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવ મંદિરે મહાશિવરાત્રીના પાવન પર્વની ઉજવણી કરવામાં આવી. સોમનાથ મહાદેવની કૃપા માટે રાજ્યભરમાંથી ભક્તો દર્શન માટે પહોંચ્યા. મોટી સંખ્યામાં ભાવિકોએ દાદાની મંગળા આરતીનો લાભ લઈને ધન્ય થયા. હજારોની સંખ્યામાં ભક્તોએ હર હર મહાદેવના ગૂંજ સાથે મંદિર પરિસર ગૂંજાવી દીધુ.
Maha Shivratri 2026: ઘરે બેઠા કરો પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવની આરતીના દર્શન । Gujarat First
— Gujarat First (@GujaratFirst) February 15, 2026
દેશભરમાં મહાશિવરાત્રિના મહાપર્વની ઉજવણી
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરથી જીવંત પ્રસારણ
શિવરાત્રી પર્વ પર સોમનાથ દાદાને વિશેષ શણગાર
સોમનાથ મંદિરમાં શ્રદ્ધાળુઓનો ઉમટ્યું ઘોડાપૂર… pic.twitter.com/rvPfvdiCSw
Ahmedabad: અમદાવાદીઓ આજે શિવમય બન્યા, શહેરના પારમેશ્વર મહાદેવ મંદિરે દર્શન માટે ભીડ
February 15, 2026 8:17 am
Ahmedabad: અમદાવાદ શહેરમાં પણ ઠેર ઠેર ભાવિકો શિવમય બની ગયા છે. મહાશિવરાત્રીએ ભગવાન ભોળાનાથની પરમ કૃપા માટે ભક્તો વહેલી સવારથી જ લાઈનમાં ઉભા રહી ગયા. શહેરમાં આવેલા પારમેશ્વર મહાદેવ મંદિરે પણ ભક્તોનો જમાવડો જોવા મળ્યો. પૂજાની સામગ્રી સહિત દૂધ અને જળ સહિત પંચામૃત સાથે ભક્તો મહાદેવની પૂજા કરી રહ્યા છે.


