Israel US Iran Ceasefire Live :ટ્રમ્પે આપ્યું મોટું નિવેદન, ઈરાને આજીજી કરી એટલે યુદ્ધવિરામ કર્યો,પણ પરમાણુ બોમ્બ તો નહીં જ બનવા દઈએ!
- Israel US Iran Ceasefire Live
- ઈરાન-અમેરિકા વચ્ચે 2 સપ્તાહનું સીઝફાયર
- અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે હુમલા રોકવા કરી જાહેરાત
- હોર્મુઝ સ્ટ્રેટ ખોલવાની શરતે સીઝફાયરઃ ટ્રમ્પ
- ટ્રમ્પે કહ્યું પાકિસ્તાનની અપીલ બાદ નિર્ણય લીધો
Israel US Iran Ceasefire Live : વૈશ્વિક તણાવ અને ત્રીજા વિશ્વયુદ્ધની આશંકાઓ વચ્ચે અત્યારે એક ખૂબ જ રાહતના સમાચાર સામે આવ્યા છે. લાંબા સમયથી ચાલી રહેલા ઘર્ષણ બાદ અંતે અમેરિકા અને ઈરાન બે સપ્તાહ સુધી એકબીજા પર હુમલા રોકવા એટલે કે ‘સીઝફાયર’ માટે સહમત થયા છે. આ જાહેરાત બાદ આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલની કિંમતોમાં મોટો કડાકો જોવા મળ્યો છે અને ભાવ ફરી $100ની નીચે સરકી ગયા છે.
ટ્રમ્પનો નિર્ણય અને પાકિસ્તાનની મધ્યસ્થતા
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ સીઝફાયર અંગે જાહેરાત કરતા જણાવ્યું કે, તેમણે પાકિસ્તાનની અપીલ બાદ આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે જો ઈરાન વ્યૂહાત્મક રીતે મહત્વની ગણાતી ‘હોર્મુઝ સ્ટ્રેટ’ (Hormuz Strait) ને વ્યાપારી જહાજો માટે ખોલી દે, તો અમેરિકા આગામી 2 અઠવાડિયા સુધી કોઈ સૈન્ય કાર્યવાહી નહીં કરે. આ જાહેરાત બાદ ઈરાની સુપ્રીમ લીડરે પણ પોતાની સેનાને હુમલા રોકવાના આદેશ આપી દીધા છે.
Donald Trump Iran ceasefire: ટ્રમ્પે ઈરાન પર બોમ્બમારો અને હુમલાઓને 2 અઠવાડિયા માટે રોકવાની જાહેરાત કરી #DonaldTrump #Iran #Ceasefire #BreakingNews #MiddleEastTensions #USIran #Geopolitics #WorldNews #Pakistan #ShehbazSharif #AsimMunir #StraitOfHormuz #GujaratFirst
Donald… pic.twitter.com/HOOEQKLQta
— Gujarat First (@GujaratFirst) April 8, 2026
ઈસ્લામાબાદમાં થશે 'નિર્ણાયક' બેઠક
આ સમજૂતી માત્ર મૌખિક નથી, પરંતુ 10 એપ્રિલે ઈસ્લામાબાદમાં યોજાનારી નિર્ણાયક બેઠકમાં ઈરાને મૂકેલી 10 આકરી શરતો પર ચર્ચા થશે; જેમાં મુખ્યત્વે ઈરાન પરના તમામ આર્થિક પ્રતિબંધો હટાવવા, યુરેનિયમ સંવર્ધનને આંતરરાષ્ટ્રીય માન્યતા આપવી, યુદ્ધમાં થયેલા નુકસાનનું વળતર ચૂકવવું અને મધ્ય-પૂર્વમાંથી અમેરિકી સૈન્યને સંપૂર્ણપણે પાછું ખેંચી લેવા જેવી માગણીઓનો સમાવેશ થાય છે.
Iran 10 point proposal: યુદ્ધ સમાપ્તિ માટે ઈરાનની 10 શરત
આક્રમકતા ઘટાડવી
હોર્મુઝ સ્ટ્રેટ પર ઈરાનના નિયંત્રણનું ચાલુ રાખવું
સંવર્ધનની સ્વીકૃતિ
તમામ પ્રાથમિક પ્રતિબંધો ઉઠાવી લેવા
તમામ ગૌણ પ્રતિબંધો ઉઠાવી લેવા
યુએન સુરક્ષા પરિષદના તમામ ઠરાવો રદ કરવા
IAEA બોર્ડ ઓફ ગવર્નર્સના તમામ… pic.twitter.com/pY0FU89Alj— Gujarat First (@GujaratFirst) April 8, 2026
તહેરાનમાં ઉજવણી અને ભવિષ્યની ચિંતા
સીઝફાયરના સમાટાર વાયુવેગે ફેલાતા જ ઈરાનની રાજધાની તહેરાનમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. આને પોતાની નૈતિક જીત માનીને લોકોએ ઉજવણી કરી હતી. જોકે, ઈરાને સાવચેત કરતા કહ્યું છે કે આ યુદ્ધનો અંત નથી, માત્ર એક કામચલાઉ પગલું છે. હવે આખી દુનિયાની નજર 10 એપ્રિલની બેઠક પર છે. જો આ 10 શરતો પર સહમતી સંધાય છે, તો કદાચ ખાડી દેશોમાં શાંતિનો સૂરજ ઉગશે, નહીં તો આ બે સપ્તાહની શાંતિ 'તોફાન પહેલાની શાંતિ' પણ સાબિત થઈ શકે છે.
ટ્રમ્પે આપ્યું મોટું નિવેદન
April 8, 2026 8:04 pm
ટ્રમ્પે લાલ આંખ કરતા જણાવ્યું કે ઈરાન પરમાણુ શક્તિ બનવાનું સપનું છોડી દે, કારણ કે યુદ્ધવિરામ હોવા છતાં તેમના ન્યુક્લિયર પ્લાન્ટ્સ અમેરિકાના ટાર્ગેટ પર જ રહેશે.જો કોઈ પણ દેશ ઈરાનને હથિયાર આપી મદદ કરવાની કોશિશ કરશે, તો અમેરિકા તેમના પર 50% ટેરિફ લાદીને આર્થિક રીતે પાયમાલ કરી દેશે.
ઇરાનના હુમલા પર જે.ડી.વેન્સની ચેતવણી
April 8, 2026 5:34 pm
મધ્ય પૂર્વમાં યુદ્ધવિરામની (Ceasefire) જાહેરાત બાદ પણ સ્થિતિ તંગ છે. અનેક ખાડી દેશો પર ડ્રોન અને મિસાઈલ હુમલાના અહેવાલોથી શાંતિ પર ખતરો મંડરાઈ રહ્યો છે.મેરિકી ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વેન્સે (J.D. Vance) ઈરાનને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જો હિંસા નહીં અટકે તો ગંભીર પરિણામો ભોગવવા પડશે.
Israel US Iran Ceasefire Live : લેબનોન પર ઇઝરાયલના હુમલાને લઇ સ્પેને વ્યક્ત કર્યો સખત વિરોધ
April 8, 2026 3:40 pm
મધ્ય પૂર્વમાં વધતા જતા સંઘર્ષ (Conflict) વચ્ચે, ઇઝરાયલ દ્વારા લેબનોનમાં હિઝબુલ્લાહના ઠેકાણાઓ પર કરવામાં આવી રહેલા સતત હુમલાઓની સ્પેન દ્વારા આકરા શબ્દોમાં નિંદા (Condemnation) કરવામાં આવી છે. નોંધનીય છે કે ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધવિરામ (Ceasefire) માટેના પ્રયાસો અને સમજૂતી થઈ હોવા છતાં, ઇઝરાયલી દળોએ લેબનોનમાં પોતાના સૈન્ય લક્ષ્યો (Military Targets) પર બોમ્બમારો ચાલુ રાખ્યો છે. સ્પેન સરકારે આ હિંસાને અટકાવવા અને પ્રાદેશિક સ્થિરતા જાળવવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે અવાજ ઉઠાવ્યો છે. માનવીય કટોકટી અને વધતા જતા તણાવને ધ્યાનમાં રાખીને સ્પેને ઇઝરાયલની આક્રમક કાર્યવાહી સામે સખત વિરોધ (Protest) નોંધાવતા શાંતિ સ્થાપવા પર ભાર મૂક્યો છે. આ સ્થિતિ આખા વિસ્તારમાં સુરક્ષા (Security) અને રાજદ્વારી સંબંધો માટે ગંભીર પડકાર ઊભો કરી રહી છે.
Israel US Iran Ceasefire Live : ઈઝરાયેલે પણ ઇરાન સામે યુદ્ધવિરામની જાહેરાત કરી
April 8, 2026 2:02 pm
છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલા યુદ્ધનો આખરે અંત આવી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. જ્યા એક તરફ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સીઝફાયરની જાહેરાત કરી છે અને આ યુદ્ધનો અંત લાવવાનું વિચાર્યું છે ત્યારે હવે સમાચાર મળી રહ્યા છે કે, ઈઝરાયેલે પણ ઇરાન સામે યુદ્ધવિરામની જાહેરાત કરી છે.
⭕️ In accordance with directives from the political echelon, the IDF has ceased fire in the operation against Iran, and is highly prepared to respond defensively against any violation.
— Israel Defense Forces (@IDF) April 8, 2026
Overnight, the IDF conducted a wide-scale wave of strikes targeting missile launch sites and…
Israel US Iran Ceasefire Live : યુરોપિયન યુનિયને યુએસ-ઈરાન યુદ્ધવિરામને શાંતિ તરફનું મહત્વનું પગલું ગણાવ્યું
April 8, 2026 1:15 pm
યુરોપિયન યુનિયન (European Union) ના ઉપપ્રમુખ કાજા કલ્લાસે અનેક અઠવાડિયાના ભારે તણાવ બાદ અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા યુદ્ધવિરામ કરારને એક અત્યંત મહત્વપૂર્ણ પગલું (Significant Step) ગણાવીને આવકાર્યું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આ સમજૂતીથી પ્રાદેશિક ધમકીઓમાં ઘટાડો થશે અને મિસાઈલ પ્રક્ષેપણ (Missile Launches) અટકાવવા તેમજ દરિયાઈ શિપિંગ સેવાઓ ફરી શરૂ કરવા માટે એક આવશ્યક તક મળશે. કલ્લાસના મતે, આ સીઝફાયર ભવિષ્યના કાયમી કરાર માટે યોગ્ય રાજદ્વારી (Diplomatic) માહોલ તૈયાર કરશે. વધુમાં, તેમણે વૈશ્વિક વેપાર માટે વ્યૂહાત્મક ગણાતી હોર્મુઝ સ્ટ્રેટને નેવિગેશન (Navigation) એટલે કે અવરજવર માટે ફરીથી ખોલવાને અનિવાર્ય ગણાવી આંતરરાષ્ટ્રીય સુરક્ષા પર ભાર મૂક્યો છે.
The U.S.–Iran agreement on a ceasefire is a step back from the brink after weeks of escalation.
— Kaja Kallas (@kajakallas) April 8, 2026
It creates a much-needed chance to tone down threats, stop missiles, restart shipping, and create space for diplomacy towards a lasting agreement. The Strait of Hormuz must be open…
Israel US Iran Ceasefire Live : બ્રિટિશ PM કીર સ્ટાર્મરે ઈરાન-અમેરિકા યુદ્ધવિરામ નિર્ણયને વધાવ્યો
April 8, 2026 1:02 pm
બ્રિટિશ વડા પ્રધાન (British Prime Minister) કીર સ્ટાર્મરે અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા ઐતિહાસિક યુદ્ધવિરામનું ઉમળકાભેર સ્વાગત (Welcome) કર્યું છે. તેમણે આ મહત્વપૂર્ણ સમજૂતીને આવકારતા આશા વ્યક્ત કરી છે કે આ નિર્ણયથી પશ્ચિમ એશિયામાં લાંબા સમયથી પ્રવર્તતી અસ્થિરતા દૂર થશે અને પ્રાદેશિક શાંતિ (Regional Peace) સ્થાપવામાં મોટી મદદ મળશે. સ્ટાર્મરે ખાસ ભાર મૂક્યો હતો કે આ સીઝફાયરના પરિણામે વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વપૂર્ણ ગણાતી હોર્મુઝ સ્ટ્રેટ (Strait of Hormuz) ફરીથી ખુલશે, જે વૈશ્વિક વેપાર અને જળમાર્ગોની સુરક્ષા માટે અત્યંત આવશ્યક છે. આ પગલાને વૈશ્વિક રાજદ્વારી (Diplomatic) પ્રયાસોની મોટી જીત તરીકે જોવામાં આવી રહી છે.
I welcome the ceasefire agreement reached overnight, which will bring a moment of relief to the region and the world.
— Keir Starmer (@Keir_Starmer) April 8, 2026
Together with our partners we must do all we can to support and sustain this ceasefire, turn it into a lasting agreement and re-open the Strait of Hormuz.
Israel US Iran Ceasefire Live : ઈરાન સાથેના સીઝફાયર વચ્ચે ઈઝરાયલનો લેબનોન પર ભીષણ હુમલો
April 8, 2026 12:27 pm
અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામની વાટાઘાટો ચાલી રહી હોવા છતાં મધ્ય-પૂર્વમાં તણાવ ઓછો થવાનું નામ નથી લઈ રહ્યો; ઈઝરાયલે દક્ષિણ લેબનોનમાં વધુ એક મોટો સૈન્ય હુમલો (Military Strike) કર્યો છે. આ હુમલા બાદ ઈમારતોમાંથી કાળા ધુમાડાના ગોટેગોટા નીકળતા જોઈ શકાય છે, જે આ હુમલાની તીવ્રતા દર્શાવે છે. નોંધનીય છે કે ઈરાને યુદ્ધવિરામની શરતોના ભાગરૂપે હિઝબુલ્લાહ પરના હુમલાઓ બંધ કરવા અપીલ (Appeal) કરી હતી, પરંતુ ઈઝરાયલે આ માંગને ફગાવીને પોતાની કાર્યવાહી ચાલુ રાખી છે. આ સ્થિતિ વચ્ચે અમેરિકાએ (United States) પણ સ્પષ્ટતા કરી દીધી છે કે ઈરાન સાથેની યુદ્ધવિરામની શરતોમાં લેબનોન અને હિઝબુલ્લાહનો સમાવેશ (Inclusion) કરવામાં આવ્યો નથી. આમ, એક તરફ શાંતિની વાતો થઈ રહી છે, ત્યારે બીજી તરફ ઈઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચેનો આ સંઘર્ષ (Conflict) વધુ ગંભીર વળાંક લઈ રહ્યો છે.
Thick smoke columns rise as Israel STRIKES Srifa, southern Lebanon pic.twitter.com/cRUkX2gUDn
— RT (@RT_com) April 8, 2026
Israel US Iran Ceasefire Live : તેહરાનમાં ભારતીય દૂતાવાસની એડવાઈઝરી
April 8, 2026 12:21 pm
અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા યુદ્ધવિરામ (Ceasefire) ના ગણતરીના કલાકોમાં જ ભારત સરકારે ઈરાનમાં વસતા પોતાના નાગરિકો માટે એક અત્યંત મહત્વપૂર્ણ એડવાઈઝરી (Advisory) જાહેર કરી છે. અગાઉ, રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા ઈરાન પર ભીષણ હુમલાની ધમકી (Threat) ને પગલે ભારતે પોતાના નાગરિકોને સાવચેતીના ભાગરૂપે આગામી 48 કલાક સુધી ઘરની બહાર ન નીકળવાની કડક સલાહ આપી હતી. જોકે, વર્તમાન સ્થિતિની ગંભીરતા અને અનિશ્ચિતતાને (Uncertainty) ધ્યાનમાં રાખીને, હવે વિદેશ મંત્રાલયે તમામ ભારતીયોને તાત્કાલિક ધોરણે ઈરાન છોડી દેવાની સૂચના આપી છે. સરકારના આ આદેશ (Order) પાછળ નાગરિકોની સુરક્ષા અને ભવિષ્યમાં સર્જાઈ શકનારા સંભવિત જોખમોને મુખ્ય કારણ ગણવામાં આવી રહ્યું છે, જેથી કોઈપણ અનિચ્છનીય ઘટનાથી બચી શકાય.
Israel US Iran Ceasefire Live : ઈરાને ઈઝરાયલના હાઈફા પ્રદેશ પર ભીષણ ક્લસ્ટર મિસાઈલ હુમલો કર્યો
April 8, 2026 11:11 am
યુદ્ધવિરામની જાહેરાત બાદ પણ સ્થિતિ વધુ વણસી છે, જેમાં ઈરાને બુધવારે ઈઝરાયલના હાઈફા પ્રદેશ પર ભીષણ ક્લસ્ટર મિસાઈલ હુમલો કર્યો છે. આ હુમલાને કારણે ઈઝરાયલને વ્યાપક સ્તરે જાનમાલનું નુકસાન થયું હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે, જેનાથી શાંતિ સ્થાપવાના પ્રયાસોને મોટો ફટકો પડ્યો છે અને મધ્ય-પૂર્વમાં ફરી લોહિયાળ જંગના ભણકારા વાગી રહ્યા છે.
Israel US Iran Ceasefire Live : યુદ્ધવિરામ માત્ર કાગળ પર?
April 8, 2026 11:05 am
અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત તો થઈ છે, પરંતુ તે ક્યારથી અમલમાં આવશે તેની કોઈ નિર્ધારિત સમયરેખા હજુ સુધી સ્પષ્ટ કરવામાં આવી નથી. એપી (AP) ના અહેવાલ મુજબ, આ સીઝફાયરના અમલીકરણ માટે હજુ સુધી કોઈ ચોક્કસ સમય કે તારીખ નક્કી કરવામાં ન આવી હોવાથી તેની અસરકારકતા અંગે અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે.
Israel US Iran Ceasefire Live : ઈઝરાયલે લેબનોનમાં હિઝબુલ્લાહના ઠેકાણાઓ પર કર્યો હુમલો
April 8, 2026 11:02 am
અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત થઈ હોવા છતાં મધ્ય-પૂર્વમાં સંઘર્ષ અટકવાનું નામ નથી લઈ રહ્યો; આ શાંતિ પ્રયાસો વચ્ચે જ ઈઝરાયલે લેબનોનમાં હિઝબુલ્લાહના ઠેકાણાઓ પર મોટો હુમલો કરતા આ ક્ષેત્રમાં ફરી તણાવ વ્યાપી ગયો છે. આ હુમલાએ સ્પષ્ટ કરી દીધું છે કે સીઝફાયર છતાં લેબનોન મોરચે ઈઝરાયલ પોતાની સૈન્ય કાર્યવાહી ચાલુ રાખવાના મક્કમ નિર્ધારમાં છે.
FIRST BREACH HOURS AFTER CEASEFIRE — ISRAEL STRIKES SOUTHERN LEBANON AS DEAL FALTERS pic.twitter.com/zzntP9zpZz
— RT (@RT_com) April 8, 2026
Israel US Iran Ceasefire Live : શાંતિની જાહેરાત વચ્ચે પણ યુદ્ધની સ્થિતિ યથાવત?
April 8, 2026 10:58 am
ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત થઈ હોવા છતાં, કોઈ ચોક્કસ સમયમર્યાદા નક્કી ન થઈ હોવાને કારણે ફરી તણાવ સર્જાયો છે; ઈરાને બગદાદમાં અમેરિકન ઠેકાણાઓ પર ફરીથી હુમલો કરતા અમેરિકાએ પણ વળતો પ્રહાર કરવાની ફરજ પડી છે, જેના પરિણામે શાંતિની જાહેરાત વચ્ચે પણ યુદ્ધની સ્થિતિ યથાવત જોવા મળી રહી છે.
Israel US Iran Ceasefire Live : અયાતુલ્લા ખામેનેઈને આજે અપાશે શ્રદ્ધાંજલિ
April 8, 2026 10:26 am
ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા ખામેનેઈનું ગત 28 ફેબ્રુઆરીએ હુમલામાં મોત થયા બાદ, આજે તેમના મૃત્યુના 40મા દિવસે સમગ્ર ઈરાનમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવશે. ધાર્મિક દ્રષ્ટિએ આ 40મા દિવસનું વિશેષ મહત્વ હોવાથી દેશભરમાં કાર્યક્રમો યોજાશે અને એક અદભૂત જોગાનુજોગ એ છે કે, જે દિવસે તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે તે જ દિવસે અમેરિકા અને ઈરાન વચ્ચે ઐતિહાસિક સીઝફાયરની જાહેરાત પણ કરવામાં આવી છે.
Iran Ayatollah Khamenei: અયાતુલ્લા ખામેનેઈને આજે અપાશે શ્રદ્ધાંજલિ
— Gujarat First (@GujaratFirst) April 8, 2026
ઈરાનમાં મૃત્યુના 40માં દિવસનું ધાર્મિક દ્રષ્ટિએ મહત્વ
જોગાનુજોગ 40માં દિવસે જ સીઝફાયરની જાહેરાત
28 ફેબ્રુઆરીએ હુમલામાં ખામેનેઈનું થયું હતું મોત
દેશભરમાં ખામેનેઈને શ્રદ્ધાંજલિ અર્પણ કરાશે#Iran #AyatollahKhamenei… pic.twitter.com/N5incEZVQs
Israel US Iran Ceasefire Live : ટ્રંપની સીઝફાયરની જાહેરાત બાદ માર્કેટમાં ઉછાળો
April 8, 2026 10:22 am
અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પની સીઝફાયરની જાહેરાતને પગલે વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેરબજારમાં પણ જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે. રોકાણકારોમાં ઉત્સાહનો માહોલ હોવાથી પ્રી-ઓપનિંગ સેશનમાં જ સેન્સેક્સમાં 2700 પોઈન્ટ અને નિફ્ટીમાં 700 પોઈન્ટનો તોતિંગ ઉછાળો નોંધાયો હતો, જેના કારણે બજારમાં ચારેબાજુ ‘બલ્લે બલ્લે’ જેવી સ્થિતિ સર્જાઈ છે.
Stock Market Rally Today : શેરબજારમાં મોટો ધડાકો! સેન્સેક્સ 2700 પોઈન્ટ ઉછળ્યોhttps://t.co/nnf490jjmf#StockMarket #Sensex #Nifty50 #USIranCeasefire #bullmarket #GujaratFirst
— Gujarat First (@GujaratFirst) April 8, 2026
Israel US Iran Ceasefire Live : અમેરિકા-ઈરાન સીઝફાયરને ઈઝરાયલનું સમર્થન
April 8, 2026 10:22 am
ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ અમેરિકા-ઈરાન વચ્ચેના સીઝફાયરને સમર્થન જાહેર કરતા જણાવ્યું છે કે, તેઓ રાષ્ટ્રપતિ ટ્રમ્પ (President Donald Trump) ના આ નિર્ણયની સાથે છે. નેતન્યાહૂએ સ્પષ્ટ માંગ કરી છે કે ઈરાન તાત્કાલિક હોર્મુઝ સ્ટ્રેટ ખુલ્લું કરે અને ઈઝરાયલ, અમેરિકા તેમજ પડોશી દેશો પરના તમામ હુમલાઓ અટકાવે; જોકે તેમણે એ સ્પષ્ટતા પણ કરી છે કે આ સીઝફાયરમાં લેબનોનનો સમાવેશ કરવામાં આવ્યો નથી.
Israel US Iran Ceasefire Live : સીઝફાયર માટે ઈરાનની અમેરિકા સામે 10 શરત
April 8, 2026 10:13 am
અમેરિકા સાથે 2 અઠવાડિયાના સીઝફાયર વચ્ચે ઈરાને 10 શરત મુકી છે. ઈરાને મુકેલી શરતો અંગે 10 એપ્રિલે ઈસ્લામાબાદમાં આગળની વાટાઘાટો થશે. અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે ઈરાનની શરતો અંગે ચર્ચા કરીશું. ઈરાને આક્રમકતા ઘટાડવી, હોર્મુઝ સ્ટ્રેટ પરનું નિયંત્રણ ચાલુ રાખવા, યુરેનિયમ સંવર્ધનની સ્વીકૃતિની શરત મુકી છે. આ ઉપરાંત ઈરાન પરથી તમામ પ્રાથમિક અને ગૌણ પ્રતિબંધ ઉઠાવી લેવા, યુએન સુરક્ષા પરિષદ અને IAEA બોર્ડ ઓફ ગવર્નર્સના તમામ ઠરાવ રદ કરવાની શરત મુકી છે. આ સિવાય ઈરાનને વળતરને ચુકવણી, પ્રદેશમાંથી અમેરિકી સૈન્ય પરત ખેંચવા ઉપરાંત લેબનોન સહિતના તમામ મોરચે યુદ્ધ બંધ કરવાની શરત મુકી છે.
Israel US Iran Ceasefire Live : અમેરિકા-ઈરાન સીઝફાયરથી વૈશ્વિક સંકટમાં રાહત
April 8, 2026 9:50 am
અમેરિકા અને ઈરાન વચ્ચે સીઝફાયરની જાહેરાત થતા જ વૈશ્વિક સંકટમાં મોટી રાહત મળી છે, જેની સીધી અસર ક્રૂડ ઓઈલના ભાવ પર જોવા મળી છે. ઈરાન દ્વારા હોર્મુઝ સ્ટ્રેટ ખોલવાની જાહેરાતને પગલે અમેરિકી ક્રૂડના ભાવમાં 15 ટકાનો તોતિંગ ઘટાડો નોંધાયો છે, જેના કારણે ક્રૂડના ભાવ 110 ડોલરથી ઘટીને સીધા 95 ડોલર પર આવી ગયા છે. આ હકારાત્મક ફેરફારને કારણે માત્ર તેલના ભાવમાં ઘટાડો નથી થયો, પરંતુ એશિયન બજારોમાં પણ જબરદસ્ત તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે.
Crude Oil Price Crash : અમેરિકા-ઈરાન વચ્ચે સીઝફાયર થતા જ ક્રૂડ ઓઈલના ભાવ ધડાધડ તૂટ્યા, $26 પ્રતિ બેરલનો ઘટાડોhttps://t.co/ApL1lNyjIY#Iran #USA #Ceasefire #CrudeOil #OilPrices #GlobalMarket #BreakingNews #MiddleEast #StraitOfHormuz #EconomicRelief #StockMarket #GujaratFirst
— Gujarat First (@GujaratFirst) April 8, 2026


