Ahmedabad Plane Crash : ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પંચમહાભૂતમાં વિલીન
રાજકોટમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અંતિમયાત્રા નીકળશે. અંતિમયાત્રામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સ્વ. વિજયભાઈ રૂપાણીના ઘરે પહોંચ્યા હતા. અને તેમને શ્રદ્ધાંજલી અર્પી હતી. સંઘના આગેવાનો પણ વિજયભાઈ રૂપાણીની અંતિમયાત્રામાં જોડાયા હતા. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું વિમાની દુર્ઘટનામાં મોત થયુ હતુ. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિધનથી રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો છે. જેમાં આજે રાષ્ટ્રીય ધ્વજ અડધી કાઠીએ ફરકાવાયો છે.
સ્મશાનયાત્રા રામનાથપરા સ્મશાન પહોંચી
June 16, 2025 9:51 pm
સ્મશાનયાત્રા રામનાથપરા સ્મશાન પહોંચી હતી. જ્યાં વિજય ભાઈ અમર રહોના નારા લાગ્યા હતા.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે સ્વ.વિજય રૂપાણીને પાઠવી શ્રદ્ધાંજલિ
June 16, 2025 9:33 pm
આજે રાજકોટમાં વિજયભાઈ રૂપાણીજીના અંતિમ દર્શન કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી. વિજયભાઈ સંગઠનથી લઈને સરકાર સુધી જીવનભર વિચારધારાને સંપૂર્ણપણે સમર્પિત રહ્યા. વિજયભાઈ જેવા શિસ્તબદ્ધ અને વફાદાર સાથીદારને ગુમાવવા એ સમગ્ર ભાજપા પરિવાર સાથે મારા માટે પણ વ્યક્તિગત ખોટ છે. તેઓ હવે આપણી વચ્ચે નથી, પરંતુ તેમની સ્મૃતિ હંમેશા આપણા મનમાં જીવંત રહેશે. સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું કે તેઓ પુણ્યશાળી દિવંગત આત્માને સદ્ગતિ આપે તેમજ શોકગ્રસ્ત પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. ૐ શાંતિ શાંતિ શાંતિ
આજે રાજકોટમાં વિજયભાઈ રૂપાણીજીના અંતિમ દર્શન કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી.
— Amit Shah (@AmitShah) June 16, 2025
વિજયભાઈ સંગઠનથી લઈને સરકાર સુધી જીવનભર વિચારધારાને સંપૂર્ણપણે સમર્પિત રહ્યા. વિજયભાઈ જેવા શિસ્તબદ્ધ અને વફાદાર સાથીદારને ગુમાવવા એ સમગ્ર ભાજપા પરિવાર સાથે મારા માટે પણ વ્યક્તિગત ખોટ છે. તેઓ હવે આપણી વચ્ચે… pic.twitter.com/ppDbJvIQYR
સ્વ.પૂર્વ CM વિજયભાઈ રૂપાણી અંતિમ સફરે
June 16, 2025 9:05 pm
સ્વ. પૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણી અંતિમ સફરે છે. રાજકોટ ખાતે અંતિમ સફરમાં લોકો ઉમટ્યા છે. સ્વ. વિજયભાઈ રૂપાણીને રાજકીય સન્માન સાથે ભાવભીની વિદાય આપી હતી. રાજકોટવાસીઓએ સ્વ. વિજયભાઈને શ્રદ્ધામજલિ આપી હતી. રાજકોટમાં સ્વ. વિજયભાઈને રાજકીય સન્માન સાથે વિદાય અપાઈ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે સ્વ. વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલી આપી હતી. કેન્દ્રીય ગૃહમંત્રીએ પરિવારને સાંત્વના પાઠવી હતી. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે પણ શ્રદ્ધાંજલી આપી હતી.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પહોંચ્યા રાજકોટ એરપોર્ટ
June 16, 2025 4:09 pm
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ રાજકોટ એરપોર્ટ પહોંચ્યા. રાજકોટ એરપોર્ટથી સીધા સક્રિટ હાઉસ જશે. ત્યાર બાદ સ્વ. વિજયભાઈ રૂપાણીના નિવાસ સ્થાને પહોંચશે. કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલ પણ રાજકોટ એરપોર્ટ પહોંચ્યા
હવાઈ માર્ગે વિજય રૂપાણીના મૃતદેહને રાજકોટ લવાયો
June 16, 2025 2:23 pm
સ્વ. વિજયભાઈ રૂપાણીનો પાર્થિવ દેહ રાજકોટ લાવવામાં આવ્યો છે. હવાઈ માર્ગે વિજયભાઈ રુપાણીના મૃતદેહને રાજકોટ લવાયો છે. ગ્રીનલેન્ડ ચોકડીથી નિવાસ સ્થાન સુધી રાજમાર્ગો પર રથ ફરશે. રાજકીય-સામાજિક આગેવાનો અલગ અલગ રૂટ પર પહોંચ્યા. ગ્રીનલેન્ડ ચોકડી ખાતે મોટી સંખ્યામાં આગેવાનો પહોંચ્યા હતા. સાંજે 4 થી 5 વાગ્યા સુધી નિવાસ સ્થાને અંતિમ દર્શન માટે રખાશે. તેમજ સાંજે 5 થી 6 વાગ્યે અંતિમયાત્રા નીકળશે. રામનાથપરા સ્મશાન ગૃહમાં અંતિમ સંસ્કાર થશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ અંતિમયાત્રામાં જોડાશે. તેમજ અનેક મહાનુભાવો આજે અંતિમયાત્રામાં જોડાશે. સંઘના આગેવાનો પણ અંતિમયાત્રામાં જોડાશે.
રૂપાણી પરિવાર પાર્થિવદેહ સાથે હીરાસર એરપોર્ટ પહોંચ્યો
June 16, 2025 1:23 pm
રૂપાણી પરિવાર પાર્થિવદેહ સાથે હીરાસર એરપોર્ટ પહોંચ્યો:ગ્રીનલેન્ડ ચોકડીએ મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો પહોંચ્યા
ભાજપ સંગઠનના નેતાઓ રાજકોટ એરપોર્ટ પહોંચ્યા
June 16, 2025 12:32 pm
ભાજપ સંગઠનના નેતાઓ રાજકોટ એરપોર્ટ પહોંચ્યા છે. જેમાં ધારાસભ્ય દર્શિતા શાહ, ભાજપના ઉપાધ્યક્ષ ભરત બોધરા, સાંસદ રામભાઈ મોકરિયા, સાંસદ પુરુષોત્તમ રૂપાલા, ભુપેન્દ્રસિંહ ચુડાસમા, પૂર્વ રાજ્ય ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજા, દિલીપ સંઘાણી સહિતના નેતા રાજકોટ એરપોર્ટ પહોચ્યા છે. થોડીક વારમાં સ્વ.વિજય રૂપાણીનો પાર્થિવદેહ રાજકોટ એરપોર્ટ પહોંચશે.
Tribute to Vijay Rupani : સ્વ. વિજયભાઈની અંતિમયાત્રાનો મોક્ષ રથ તૈયાર
June 16, 2025 12:32 pm
Tribute to Vijay Rupani : સ્વ. વિજયભાઈની અંતિમયાત્રાનો મોક્ષ રથ તૈયાર | Gujarat First#VijayRupani #MokshRath #LastRites #TributeToLeader #RespectAndRemembrance #RIPVijayRupani #GujaratFirst pic.twitter.com/30LWOMaldl
— Gujarat First (@GujaratFirst) June 16, 2025
Vijay Rupani Funeral : દિવંગત પૂર્વ CM વિજય રૂપાણીને ગાર્ડ ઓફ ઓનર અને શ્રદ્ધાંજલિ
June 16, 2025 12:13 pm
Vijay Rupani Funeral : દિવંગત પૂર્વ CM વિજય રૂપાણીને ગાર્ડ ઓફ ઓનર અને શ્રદ્ધાંજલિ@vijayrupanibjp @Bhupendrapbjp @sanghaviharsh @CMOGuj @MLAJagdish @irushikeshpatel @Nitinbhai_Patel #VijayRupani #AirIndiaPlaneCrash #vijayrupani #PlaneCrashAhmedabad #PlaneCrash… pic.twitter.com/JtV2OEGMTr
— Gujarat First (@GujaratFirst) June 16, 2025
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પત્ની અંજલિ રૂપાણીએ તેમના પતિને ભાવનાત્મક વિદાય આપી.
June 16, 2025 12:12 pm
#WATCH | Ahmedabad | Former CM Vijay Rupani's wife, Anjali Rupani, bids an emotional farewell to her husband pic.twitter.com/5FkneNWKG4
— ANI (@ANI) June 16, 2025
મુખ્યમંત્રીએ પૂર્વ CM સ્વ.વિજયભાઈ રુપાણીને શ્રદ્ધાંજલિ આપી
June 16, 2025 12:10 pm
#WATCH | Gujarat CM Bhupendra Patel lays a wreath as he pays last respects to former CM Vijay Rupani, who died in Air India plane crash pic.twitter.com/yJLvMrZxJ9
— ANI (@ANI) June 16, 2025
પૂર્વ CM સ્વ.વિજયભાઈ રુપાણીનો પાર્થિવદેહ પરિવારને સોંપાયો
June 16, 2025 11:45 am
#WATCH | Mortal remains of former Gujarat CM Vijay Rupani, who died in Air India plane crash, at Ahmedabad Civil Hospital pic.twitter.com/nrVL02V7SA
— ANI (@ANI) June 16, 2025
પૂર્વ CM સ્વ.વિજયભાઈ રુપાણીને તેમના નિવાસસ્થાને ગાર્ડ ઓફ ઓનર અપાશે
June 16, 2025 11:27 am
પૂર્વ CM વિજયભાઈ રુપાણીને રાજકોટમાં અંતિમ વિદાય અપાશે. રાજકોટમાં આજે વિજયભાઈ રૂપાણીની અંતિમ યાત્રા નીકળશે. અંતિમ યાત્રાના રૂટ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રહેશે. તેમજ પૂર્વ મુખ્યમંત્રીને તેમના નિવાસસ્થાને ગાર્ડ ઓફ ઓનર અપાશે.
Ahmedabad Airplane Crash : વિલાપ કરતાં છોડી ગયા વિજયભાઈ
June 16, 2025 11:26 am
Ahmedabad Airplane Crash : વિલાપ કરતાં છોડી ગયા વિજયભાઈ, સ્વ.Vijay Rupani ની અંતિમવિધિ LIVE https://t.co/PUQ3eIiU3n
— Gujarat First (@GujaratFirst) June 16, 2025
સ્વ. વિજયભાઈ રૂપાણીની અંતિમ વિદાય
June 16, 2025 11:23 am
-સ્વ. વિજયભાઈ રૂપાણીની અંતિમ વિદાય
— Gujarat First (@GujaratFirst) June 16, 2025
-11 વાગે પરિવારજનો અમદાવાદ સિવિલ હોસ્પિટલ જશે
-11:30 વાગે વિજય રૂપાણીનો નશ્વરદેહ સ્વીકારશે
-12:30 વાગ્યે અમદાવાદથી રાજકોટ નશ્વરદેહ લઈ જવાશે
-12:30 થી 2 વાગ્યા વચ્ચે હવાઈ માર્ગે રાજકોટ પહોંચશે
-2:30 વાગ્યે ગ્રીન લેન્ડ ચોકડીથી નિવાસ્થાન સુધી… pic.twitter.com/aed2CYTUDp
વિજય રૂપાણીના પરિવારજનો સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ રૂમમાં પહોંચ્યા
June 16, 2025 11:06 am
વિજય રૂપાણીના પરિવારજનો સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ રૂમમાં પહોંચ્યા છે. વિજય રૂપાણીના મૃતદેહને સોંપવાની પ્રક્રિયા ચાલી રહી છે. પીએમ રૂમમાં વિજયભાઈના પુત્ર ઋષભ, પુત્રી રાધિકા અને પત્ની અંજલી રૂપાણી હાજર છે.
108 એમ્બ્યુલન્સમાં વિજય રૂપાણીના મૃતદેહને લઈ જવાશે
June 16, 2025 10:50 am
જે 108 એમ્બ્યુલન્સમાં વિજય રૂપાણીના મૃતદેહને લઈ જવાના છે, તેને ફૂલો લગાવવામાં આવી રહ્યાં છે.
સિવિલ હોસ્પિટલ ખાતે આવેલા પીએમ રૂમ પાસે રાજકીય નેતાઓ હાજર
June 16, 2025 10:44 am
થોડીવારમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પરિવારજનો સિવિલ હોસ્પિટલ ખાતે આવેલા પીએમ રૂમ ખાતે મૃતદેહ લેવા માટે પહોંચશે. સિવિલ હોસ્પિટલ ખાતે આવેલા પીએમ રૂમ પાસે રાજકીય નેતાઓ હાજર છે.
વિજય રુપાણીનો પરિવાર ગાંધીનગરથી સિવિલ જવા રવાના
June 16, 2025 10:18 am
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પત્ની અંજલી રૂપાણી, પુત્ર ઋષભ રૂપાણી, પુત્રી રાધિકા રૂપાણી, પરિવારના સભ્યો તથા નીતિન ભારદ્વાજ ગાંધીનગરથી સિવિલ હોસ્પિટલ જવા રવાના થયા
ઋષભે પિતાનો અંતિમ સમયે ચહેરો જોવાની ઈચ્છા વ્યક્ત કરી
June 16, 2025 10:18 am
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પુત્ર ઋષભ રૂપાણીએ દુઃખદ લાગણી વ્યક્ત કરી છે અને મુખ્યમંત્રી સમક્ષ પોતાના પિતાનો અંતિમ સમયે ચહેરો જોવાની ઈચ્છા વ્યક્ત કરી છે. જોકે, પ્લેન દુર્ઘટનામાં શરીર અર્ધ-બળી ગયેલું હોવાથી ચહેરો બતાવવો શક્ય નથી.
વિજયભાઈના મૃતદેહને AI-100 તરીકે નંબર આપવામાં આવ્યો
June 16, 2025 9:29 am
આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા વિજય રૂપાણીના મૃતદેહ ઓળખાય તેવી સ્થિતિમાં નહોતો. જેથી વિજય રૂપાણીના મૃતદેહની ઓળખ માટે પરિવારજનોના DNA સેમ્પલ લેવામાં આવ્યા હતા. લગભગ 70 કલાક પછી તેમના ભત્રીજા અમિનેષ રૂપાણીના DNA સાથે મેચ થતા મૃતદેહની પુષ્ટિ થઈ હતી. વિજયભાઈના મૃતદેહને AI-100 તરીકે નંબર આપવામાં આવ્યો હતો. તેમના ડેથ સર્ટિફિકેટ સહિતની તમામ ફોર્માલિટી પુરી કરી દેવામાં આવી છે.
વિજય રૂપાણીના પાર્થિવ દેહ માટે હોસ્પિટલમાં તિરંગો લાવવામાં આવ્યો
June 16, 2025 8:02 am
અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં તિરંગો લાવવામાં આવ્યો છે, જે વિજય રૂપાણીના પાર્થિવ દેહ પર લપેટવામાં આવશે. આજે સવારે 11:30 વાગ્યે તેમનો પાર્થિવ દેહ હોસ્પિટલમાંથી તેમના પરિવારને સોંપવામાં આવશે.
#WATCH | Gujarat: Tricolour being brought to the Civil Hospital mortuary in Ahmedabad, to be draped over the mortal remains of former CM Vijay Rupani, who died in #AirIndiaPlaneCrash.
— ANI (@ANI) June 16, 2025
Today, at 11.30 am, his family will receive his mortal remains from the Hospital. The mortal… pic.twitter.com/YsxSz0i36U
વિજય રૂપાણીના આજે રાજકોટમાં અંતિમ સંસ્કાર
June 16, 2025 8:02 am
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના આજે રાજકોટમાં અંતિમ સંસ્કાર કારશે. 11.30 વાગ્યે તેમનો પાર્થિવ દેહ પરિવારને સોંપાશે. અમદાવાદથી હવાઈ માર્ગે પાર્થિવ દેહ રાજકોટ લઈ જવાશે. સાંજે 5 વાગ્યે તેમના નિવાસસ્થાનેથી અંતિમયાત્રા નીકળશે.
અંતિમયાત્રા સમયે રાજકોટમાં અનેક રૂટ બંધ રહેશે
June 16, 2025 8:01 am
વિજય રૂપાણીની અંતિમયાત્રા સમયે રાજકોટમાં અનેક રૂટ બંધ રહેશે. પ્રકાશ સોસાયટી મેઇન રોડથી ભીચરીનાકાથી રામનાથપરા સ્મશાન સુધી કોઈ પણ વાહનચાલક અંતિમયાત્રાનો રસ્તો ક્રોસ નહી કરી શકે.
વિજય રૂપાણીના નિધન પર આજે એક દિવસીય રાજકીય શોક
June 16, 2025 8:01 am
પૂર્વ CM વિજય રૂપાણીના નિધન પર આજે રાજ્ય સરકારે એક દિવસીય રાજકીય શોકની જાહેરાત કરાઈ છે. આજે તમામ બિલ્ડિંગ પર રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવશે
રાજકોટમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અંતિમયાત્રા નીકળશે
June 16, 2025 8:01 am
રાજકોટમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અંતિમયાત્રા નીકળશે. અંતિમયાત્રામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ત્રણ વાગે પહોંચશે તથા અનેક સેલિબ્રિટી આજે અંતિમયાત્રામાં જોડાશે.