Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

PM Modi Gujarat Visit : પીએમ મોદીએ નિહાળ્યો ભવ્ય ડ્રોન શો- ઝળહળી ઉઠ્યું સોમનાથ મંદિર પરિસરનું આકાશ

pm modi gujarat visit   પીએમ મોદીએ નિહાળ્યો ભવ્ય ડ્રોન શો  ઝળહળી ઉઠ્યું સોમનાથ મંદિર પરિસરનું આકાશ
Advertisement
  • વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી 3 દિવસ ગુજરાત પ્રવાસે છે
  • PM Modi આજે કેશોદ એરપોર્ટ અને ત્યાંથી સોમનાથ પહોંચશે
  • 11 અને 12 જાન્યુઆરીએ ગાંધીનગરમાં બે કાર્યક્રમ યોજાશે

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી 3 દિવસ ગુજરાત પ્રવાસે છે. PM આજે કેશોદ એરપોર્ટ અને ત્યાંથી સોમનાથ પહોંચશે. PM મોદી સોમનાથમાં ઓમકાર જાપમાં ભાગ લેશે. PM મોદી સોમનાથ મંદિરમાં ડ્રોન શોમાં નિહાળશે. તથા 11 અને 12 જાન્યુઆરીએ ગાંધીનગરમાં બે કાર્યક્રમ યોજાશે. PM મોદી 5.5 કિમીના મેટ્રો ફેજને લીલી ઝંડી આપશે. ગાંધીનગરના સચિવાલયથી મહાત્મા મંદિર સુધી મેટ્રો ફેજ છે. ગાંધીનગર રાજભવન ખાતે PM મોદી રાત્રિ રોકાણ કરશે. તથા 12મી જાન્યુ. જર્મનીના ચાન્સલર સાથે દ્વિપક્ષીય વાર્તાલાપ કરશે.

Advertisement

PM મોદીનાં કાર્યક્રમની વિગત :

* 11 જાન્યુઆરીના કાર્યક્રમ

Advertisement

- સવારે 9.45 કલાકે શૌર્ય યાત્રામાં ભાગ લેશે
- સવારે 10.15 કલાકે દર્શન-પૂજા
- સવારે 11 વાગ્યે સ્વાભિમાન પર્વ
- બપોરે 1.30 કલાકે રાજકોટ પહોંચશે
- વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સનું કરશે ઉદ્ધાટન
- 11 જાન્યુઆરી સાંજે 5.15 કલાકે અમદાવાદ પહોંચશે

* 12 જાન્યુઆરીના કાર્યક્રમ

- મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશન ફેઝ-2 ઉદ્ધાટન કરશે
- 12 જાન્યુઆરી સવારે 9.30 કલાકે જર્મન ચાન્સેલરને મળશે
- સાબરમતી આશ્રમની મુલાકાત લેશે વડાપ્રધાન
- 12 જાન્યુઆરી સવારે 10 વાગ્યે કાઈટ ફેસ્ટિવલ રિવરફ્રન્ટ
- 12 જાન્યુઆરીએ સવારે 11.15 કલાકે દ્વિપક્ષીય બેઠક
- મહાત્મા મંદિર ખાતે ભારત-જર્મની દ્વિપક્ષીય બેઠક

Somnath Swabhimaan Parv : સ્વાભિમાન પર્વ નિમિત્તે આખું સોમનાથ મંદિર લાઈટોથી ઝળહળી ઉઠ્યું

January 10, 2026 9:53 pm

M મોદી સોમનાથ દાદાની ભક્તિમાં લીન ઓમકાર મંત્ર જાપમાં લીધો ભાગ

January 10, 2026 9:52 pm

Somnath Drone Show : હજારો ડ્રોન થકી રજૂ થઈ સોમનાથની શૌર્ય ગાથા

January 10, 2026 9:51 pm

Somnath : સ્વાભિમાન પર્વની ગર્વભેર ઉજવણી, સોમનાથમાં ગુંજ્યો હર હર મહાદેવનો નાદ- પીએમ મોદીએ ભક્તોનો ઝીલ્યો અભિવાદન

January 10, 2026 9:50 pm

જુઓ LIVE ડ્રોન શો સોમનાથમાં સ્વાભિમાન પર્વની રંગેચંગે ઉજવણી

January 10, 2026 9:50 pm

ભવ્ય ડ્રોન-શોથી સોમનાથ મંદિર પરિસરનું આકાશ ઝળહળી ઉઠ્યું

January 10, 2026 9:32 pm

ભગવાન શિવ અને માતા પાર્વતીજીની સહિત કુમારપાળ-અહિલ્યાબાઈ અને વીર હમીરજી ગોહિલની ઝાંખી, નવગ્રહોના દર્શન; પીએમ મોદીએ નિહાળ્યો ડ્રોન-શો

અદ્દભૂત ડ્રોન શો

January 10, 2026 9:17 pm

અદ્દભૂત ડ્રોન શો નિહાળીને પીએમ મોદી સહિત ભક્તો અવિભૂત થયા

પીએમ મોદીએ ભક્તોનું અભિવાદન ઝીલ્યુંં હતું.

January 10, 2026 9:15 pm

પીએમ મોદીએ ડ્રોન શો દરમિયાન પર્વમાં ભાગ લેવા આવેલા ભક્તોનું અભિવાદન ઝીલ્યું હતું. આ દરમિયાન તેમણે પોતાના હાથમાં મહાદેવજીનું ત્રિશુલ હાથમાં રાખ્યું હતું.

ડ્રોન થકી બનાવેલા મહાદેવજી અને પાર્વતી માતા

January 10, 2026 9:09 pm

પીએમ મોદી સહિત મુખ્યંમત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી ડ્રોન શો નિહાળી રહ્યા છે. જેમાં વિવિધ ધાર્મિક છબીઓ દર્શાવવામાં આવી રહી છે.

પીએમ મોદી દર્શન કરીને ઓમકાર જાપ અનુષ્ઠાનમાં જોડાયા

January 10, 2026 9:05 pm

સોમનાથ મંદિર ટ્રસ્ટની બેઠક પૂર્ણ કરીને પીએમ મોદી હમીરજી સર્કલથી પગપાળા સોમનાથ મંદિર પહોંચ્યા હતા, જ્યાં દિગ્વિજય દ્વાર પર સાધુ-સંતોનું અભિવાદન ઝીલ્યું હતું અને 72 કલાકના ઓમકાર જાપ અનુષ્ઠાનમાં જોડાયા હતા. ત્યારબાદ વડાપ્રધાન મોદીએ સોમનાથ મહાદેવના દર્શન કરી જલાભિષેક કર્યો હતો અને બાદમાં મંદરી પરિસરમાં ભવ્ય ડ્રોન શો નિહાળ્યો હતો. વડાપ્રધાન મોદીની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ જોડાયા હતા.

પીએમ મોદી હમીરજી સર્કલથી પગપાળા પહોંચ્યા સોમનાથ મંદિરે

January 10, 2026 8:42 pm

પીએમ મોદી હમીરજી સર્કલથી પગપાળા સોમનાથ મંદિરે પહોંચ્યા છે. સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. આ દરમિયાન મોદી-મોદી અને હર-હર મહાદેવના નાદથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું.

સોમનાથ સર્કિટ હાઉસ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બેઠક કરી

January 10, 2026 7:42 pm

સોમનાથ સર્કિટ હાઉસ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બેઠક કરી કરી છે. આ બેઠકમાં ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી પણ સામેલ છે. આ અંગે સોમનાથ પર્વની જવાબદારી નિભાવવા જીતુભાઈ વાઘાણી દ્વારા આપવામાં આવી છે.

Somnath Swabhiman Parv : સોમનાથમાં PM Modi નું કરાયું ભવ્ય સ્વાગત

January 10, 2026 7:33 pm

PM Modi Somnath Road Show : સોમનાથથી PM Modiનો રોડ શો

January 10, 2026 7:31 pm

Somnath Swabhimaan Parv: PM મોદીના ત્રિદિવસીય ગુજરાત પ્રવાસનો પ્રારંભ

January 10, 2026 7:30 pm

108 ફિશિંગ બૉટ દ્વારા વડાપ્રધાન મોદીનું અભૂતપૂર્વ સ્વાગત

January 10, 2026 7:26 pm

પીએમ મોદીનું 108 ફિશિંગ બૉટ દ્વારા વડાપ્રધાન મોદીનું અભૂતપૂર્વ સ્વાગત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાનની અધ્યક્ષતામાં મંદિર ટ્રસ્ટની બેઠક પણ મળી હતી. તો આ અભૂતપૂર્વ ઉત્સવમાં હજારોની સંખ્યામાં લોકો જોડાવવા માટે ઉમટી પડ્યા હતા. સોમનાથમાં સાધુ-સંતોની ઉપસ્થિતિથી સોમનાથમાં મહાકુંભ જેવો માહોલ સર્જાયો છે.

ગુજરાત ફર્સ્ટ પર માણો સ્વાભિમાન પર્વનું મહાકવરેજ

January 10, 2026 7:15 pm

સોમનાથમાં અલૌકીક, અદ્વિતીય, અદ્દભૂત માહોલ જોવા મળી રહ્યો છે. સોમનાથ પ્રાંગણમાં સૌથી અદ્દભૂત દૃશ્યો સર્જાય છે. સ્વાભિમાન પર્વનું ગુજરાત ફર્સ્ટ મેરેથોન કવરેજ ગ્રાઉન્ડ ઝોરીથી મહાકવરેજ કર્યું રહ્યુ છે. વડાપ્રધાન મોદીની હાજરીમાં સૌથી યાદગાર મહાપર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. તો પર્વમાં જોડાયેલા પર્વ સોમનાથ મંદિરની પ્રદક્ષિણાનો અદ્દભૂત અનુભવની મજા માણી રહ્યા છે. સ્વાભિમાન પર્વમાં ઓમકાર જાપથી ભક્તિમય માહોલ પણ સર્જાયો છે. આખું સોમનાથ ભક્તિમય બન્યું છે.

આક્રમણનાં 1000 વર્ષ તો મંદિરની પ્રાણપ્રતિષ્ઠાનાં 75 વર્ષે મહાઉત્સવ

January 10, 2026 7:04 pm

મહેમૂદ ગઝવીના આક્રમણનાં 1000 વર્ષ અને મંદિરની પ્રાણપ્રતિષ્ઠાનાં 75 વર્ષના ઐતિહાસિક સંગમ ટાણે આયોજિત આ ઉત્સવમાં નાની બાળાઓથી લઈને વયોવૃદ્ધ બહેનો સુધીની 100 આહીરરાણી પરંપરાગત વેશભૂષા અને લોકસંગીતના તાલે સંસ્કૃતિનું ગૌરવ રજૂ કરશે. સોમનાથ મંદિર પરિસરમાં અત્યારે મહારાસના આખરી ઓપના રિહર્સલ સાથે ભક્તિ અને શક્તિનો અનોખો માહોલ સર્જાયો છે.

વડાપ્રધાન મોદીનું સોમનાથમાં ભવ્ય સ્વાગત

January 10, 2026 7:01 pm

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસ ગુજરાતની મુલાકાતે છે. અત્યારે હેલીકોપ્ટર મારફત રાજકોટથી સોમનાથ પહોંચ્યા છે. સોમનાથમાં મુખ્યમંત્રી દ્વારા પીએમનું સ્વાગત કરવામાં આવશે. જે બાદ સોમનાથના VVIP ગેસ્ટ હાઉસમાં રાત્રિરોકાણ કરશે. આવતીકાલે વહેલી સવારે સોમનાથ દાદાના દર્શન કરી અનેક કાર્યક્રમોમાં હાજરી આપશે.

વડાપ્રધાન મોદીનું સોમનાથમાં ભવ્ય સ્વાગત

January 10, 2026 7:01 pm

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસ ગુજરાતની મુલાકાતે છે. અત્યારે હેલીકોપ્ટર મારફત રાજકોટથી સોમનાથ પહોંચ્યા છે. સોમનાથમાં મુખ્યમંત્રી દ્વારા પીએમનું સ્વાગત કરવામાં આવશે. જે બાદ સોમનાથના VVIP ગેસ્ટ હાઉસમાં રાત્રિરોકાણ કરશે. આવતીકાલે વહેલી સવારે સોમનાથ દાદાના દર્શન કરી અનેક કાર્યક્રમોમાં હાજરી આપશે.

વડાપ્રધાન મોદીનું સોમનાથમાં ભવ્ય સ્વાગત : ઓમકારના જાપમાં જોડાશે

January 10, 2026 6:58 pm

પીએમ મોદી 3000 ડ્રોન દ્વારા સોમનાથ ગાથા રજૂ કરતો અદભુત ડ્રોન શો નિહાળશે

સોમનાથ પહોંચ્યા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

January 10, 2026 6:13 pm

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ પીએમ નરેન્દ્ર મોદીનું સોમનાથ હેલિપેડ ખાતે આગમન

સોમનાથ સ્વાભિમાન યાત્રાની તૈયારીને આખરી ઓપ

January 10, 2026 6:11 pm

ગુજરાતમાં પીએમ મોદીનું આગમન... સોમનાથ જવા માટે હેલિકોપ્ટરમાં ઉડ્યા

January 10, 2026 5:33 pm

PM Modi Gujarat Visit : PM મોદીના ત્રિદિવસીય ગુજરાત પ્રવાસનો પ્રારંભ

January 10, 2026 5:15 pm

ગુજરાત ફર્સ્ટ સાથે નિહારો સોમનાથથી લાઈવ દ્રશ્યો

January 10, 2026 5:03 pm

રાજકોટ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ જવા રવાના

January 10, 2026 4:58 pm

રાજકોટ : પીએમ મોદી હિરાસર એરપોર્ટથી હેલિકોપ્ટર મારફતે થયા રવાના થઈ ગયા છે. એરપોર્ટ પર કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા અને મેયર નયનાબેન પેઢડીયા દ્વારા કરવામાં સ્વાગત આવ્યું હતું. માત્ર 5 મિનિટના રોકાણ બાદ વડાપ્રધાન સોમનાથ જવા થયા રવાના થઈ ગયા છે. થોડી જ વારમાં તેઓ સોમનાથ મહાદેવજીના શરણોમાં નત:મસ્તક થશે.

સ્વાભિમાન યાત્રાનું રૂટ નીરિક્ષણ કરી રહ્યા છે હર્ષભાઈ સંઘવી

January 10, 2026 4:51 pm

નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સોમનાથ પહોંચી ગયા છે. આ દરમિયાન તેમણે પીએમ મોદીની સ્વાભિમાન યાત્રાના રૂટનું નીરીક્ષણ કર્યું હતું. હર્ષભાઈ સંઘવી સાથે જીતુભાઈ વાઘાણી, કૌશિક વેકરિયા પણ જોડાયા હતા. તે ઉપરાંત સાંસદ વિમલ ચુડાસમા પણ રૂટ નીરીક્ષણમાં નાયબમુખ્યમંત્રીસાથે જોડાયા હતા. જણાવી દઈએ કે, થોડી જ વારમાં પીએમ મોદીનું સોમનાથમાં આગમન થશે.

નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પહોંચ્યા સોમનાથ

January 10, 2026 4:46 pm

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે સોમનાથ પહોંચશે

January 10, 2026 4:44 pm

Somnath Swabhiman Parv આવતીકાલે બહોળી સંખ્યામાં આહીરાણીઓ રમશે મહારાસ

January 10, 2026 3:47 pm

Somnath Swabhiman Parv આવતીકાલે બહોળી સંખ્યામાં આહીરાણીઓ રમશે મહારાસ

બાનો ઉત્સાહ તો જુઓ જરાક અમે ગુજરાતી લેરી લાલા

January 10, 2026 3:08 pm

બાનો ઉત્સાહ તો જુઓ જરાક અમે ગુજરાતી લેરી લાલા

આજે પણ સનાતન ધર્મની ધજા લહેરાઈ રહી છે - પૂર્વ કેન્દ્રીય મંત્રી પરસોત્તમભાઈ રૂપાલા

January 10, 2026 3:07 pm

સોમનાથમાં સ્વાભિમાન પર્વની ઉજવણીમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી પરસોત્તમભાઈ રૂપાલાનું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે જણાવ્યું છે કે સોમનાથએ પ્રથમ જ્યોતિર્લિગ છે. ભારતીય સંસ્કૃતિનું પ્રતિક છે. આજે પણ સનાતન ધર્મની ધજા લહેરાઈ રહી છે.

રાજ્યની જનતા વતી હું પણ પ્રધાનમંત્રીને હાર્દિક આવકારી રહ્યો છું

January 10, 2026 3:06 pm

રાજ્ય સરકારના મંત્રી ત્રિકમભાઈ છાંગાનું નિવેદન સામે આવ્યું છે. જેમાં જણાવ્યું છે કે ગુજરાત માટે ગર્વની વાત છે કે પ્રધાનમંત્રી સોમનાથ આવે છે. રાજ્યની જનતા વતી હું પણ પ્રધાનમંત્રીને હાર્દિક આવકારી રહ્યો છું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જર્મન ચાન્સેલર ગુજરાતની મુલાકાતને લઈ તૈયારીઓ પૂરજોશમાં

January 10, 2026 3:02 pm

અમદાવાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જર્મન ચાન્સેલર ગુજરાતની મુલાકાતને લઈ તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે એડિશનલ સીપી નીરજ કુમાર બડગુજરે માહિતી આપી છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જર્મન ચાન્સેલર અમદાવાદ અને ગાંધીનગરમાં અલગ અલગ સ્થળોની મુલાકાત લેશે. જેમાં VIP મુવમેન્ટને લઈને ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત છે. પોલીસ દ્વારા સંભવિત રૂટનું રિહર્સલ કરી સુરક્ષાની સમીક્ષા કરી છે. વડાપ્રધાન મોદી અને જર્મન ચાન્સેલર પતંગ મહોત્સવના ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપશે. એરપોર્ટથી રાજભવન, ગાંધી આશ્રમ, રિવર ફ્રન્ટ, મહાત્મા મંદિર ખાતે રિહર્સલ યોજવામાં આવ્યું છે. તથા બંદોબસ્તમાં 4 હજાર પોલીસકર્મી તૈનાત રહેશે.

સોમનાથ મહાદેવના દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા

January 10, 2026 2:14 pm

સોમનાથ મહાદેવના દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા

એક ભારત-શ્રેષ્ઠ ભારતને ચરિતાર્થ કરતા સાંસ્કૃતિક કાર્યક્રમોની રમઝટ

January 10, 2026 2:11 pm

સોમનાથમાં શૌર્ય યાત્રાના રૂટ પર એક ભારત-શ્રેષ્ઠ ભારતને ચરિતાર્થ કરતા સાંસ્કૃતિક કાર્યક્રમોની રમઝટ છે. 'સોમનાથ સ્વાભિમાન પર્વ'માં એક ભારત-શ્રેષ્ઠ ભારતની વિભાવના ચરિતાર્થ કરતા શંખ સર્કલથી હમીરજી સર્કલ સુધી શૌર્ય યાત્રાના રૂટ પર 20 જેટલા સ્ટેજ પર કર્ણાટક, પશ્ચિમ બંગાળ વગેરે રાજ્યોની કૃતિ રજૂ થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈના આગમન પૂર્વે શૌર્ય યાત્રાના રૂટ પર યક્ષગાન, કૂચિપુડી નૃત્ય, મણિયારો રાસ, ભરત-નાટ્યમ સહિત વિવિધતામાં એકતા દર્શાવતા રાજ્યભરના કલાકારો રજૂ થતાં અલગ-અલગ સાંસ્કૃતિક કાર્યક્રમને નિહાળવા શ્રદ્ધાળુઓ અને સ્થાનિક નાગરિકો ઉમટી પડ્યા છે.

સ્વાભિમાન પર્વમાં ધ્વજા ચઢાવવાનો લહાવો અલગ જ

January 10, 2026 1:18 pm

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી છે. સોમનાથ મહાદેવના દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે. હર હર મહાદેવના નાદ સાથે મહિલાઓ આવી રહી છે. કેટલાક શ્રદ્ધાળુઓ ધ્વજા લઈને આવી રહ્યા છે. તથા મહિલાઓ ઓમ નમઃ શિવાયના નાદ સાથે આવી રહી છે. તેમજ સ્વાભિમાન પર્વમાં ધ્વજા ચઢાવવાનો લહાવો અલગ જ છે.

મહાદેવ મંદિરના પ્રાંગણમાં ધૂમ મંડળી ધૂન યથાવત્

January 10, 2026 1:18 pm

સોમનાથ મંદિરમાં સ્વાભિમાન પર્વની ઉજવણી પર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે સોમનાથ પહોંચશે. મહાદેવ મંદિર ફૂલોથી ભવ્ય રીતે શણગારવામાં આવ્યું છે. સોમનાથ મહાદેવ મંદિરમાં સાંજે ડ્રોન શો નિહાળશે. સોમનાથ મંદિરમાં સ્વાભિમાન પર્વની ઉજવણીમાં મહાદેવ મંદિરના પ્રાંગણમાં ધૂમ મંડળી ધૂન યથાવત્ છે. મહિલાઓ દ્વારા ગુજરાતી ગરબા ગીતો ગાતા જોવા મળ્યા છે. મહિલાઓ મંદિર પ્રાંગણમાં ગરબા રમતી જોવા મળી છે.

સોમનાથમાં સ્વાભિમાન પર્વની ઉજવણી પર પરસોતમભાઈ રૂપાલાનું નિવેદન

January 10, 2026 1:03 pm

સોમનાથમાં સ્વાભિમાન પર્વની ઉજવણી થઇ રહી છે. જેમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી પરસોતમભાઈ રૂપાલાનું નિવેદન સામે આવ્યું છે. તેમાં પરસોતમભાઇ રૂપાલાએ જણાવ્યું છે કે ભગવાન સોમનાથનું મંદિરે આપણા રાષ્ટ્ર માટે પ્રથમ જ્યોતિર્લિંગ છે. ભારતીય સંસ્કૃતિનું પ્રતીક છે. કરોડો લોકોની અસ્થાનું પ્રતીક છે. સોમનાથ મંદિર પર 1000 વર્ષ પહેલાં આક્રમણ કરી ધ્વસ્ત કરનો પ્રયાસ કર્યો હતો. પરંતુ શ્રદ્ધા ન તૂટી...સોમનાથ મંદિર પર આજે પણ સનાતન ધર્મનો ધ્વજ લહેરાઈ રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમનાથ આવી રહ્યા છે.

સોમનાથમાં PM Modi ના સ્વાગત માટે આહીર સમાજ દ્વારા ઐતિહાસિક મહારાસની ભવ્ય તૈયારી

January 10, 2026 12:51 pm

સોમનાથમાં PM Modi ના સ્વાગત માટે આહીર સમાજ દ્વારા ઐતિહાસિક મહારાસની ભવ્ય તૈયારી થઇ છે. જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગમનને લઈને સોમનાથ ખાતે આહીર સમાજ દ્વારા ઐતિહાસિક મહારાસનું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે. સોમનાથ મંદિર પરિસરમાં આહીર સમાજની બહેનો દ્વારા મહારાસની રિહર્સલ ચાલી રહી છે, જેમાં સમાજની નાની દીકરીઓથી લઈને વયોવૃદ્ધ બહેનો સુધી સૌમાં અનોખો ઉત્સાહ અને આનંદ જોવા મળી રહ્યો છે. આ મહારાસ માત્ર નૃત્ય કાર્યક્રમ નહીં પરંતુ આહીર સમાજની સંસ્કૃતિ, પરંપરા અને સ્વાભિમાનનું પ્રતિક બની રહેશે. આહીર સમાજ દ્વારા યોજાતો આ ઐતિહાસિક મહારાસ માત્ર સોમનાથ માટે નહીં પરંતુ સમગ્ર ગુજરાત માટે ગૌરવનો વિષય બનશે અને લોકસંસ્કૃતિને નવી ઓળખ આપશે.

સોમનાથ અમર હતું, અમર છે અને અમર રહેશે

January 10, 2026 12:01 pm

સોમનાથ મંદિર સ્વાભિમાન પર્વની ઉજવણી પર ભાજપે X પર વડાપ્રધાનની તસવીર સાથે કર્યું ટ્વીટ. સનાતન ક્યારેય ઝુકી નહીં શકે, સોમનાથ અમર હતું, અમર છે અને અમર રહેશે

અમદાવાદમાં PM Modi અને જર્મન ચાન્સેલર ગુજરાતની મુલાકાતને લઈ તૈયારીઓ પૂરજોશમાં

January 10, 2026 11:57 am

અમદાવાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જર્મન ચાન્સેલર ગુજરાતની મુલાકાતને લઈ તૈયારીઓ પૂરજોશમાં છે. અમદાવાદ અને ગાંધીનગરમાં અલગ અલગ સ્થળોની મુલાકાત લેશે. VIP મુવમેન્ટને લઈને ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત છે. જેમાં પોલીસ દ્વારા સંભવિત રૂટનું રિહર્સલ કરી સુરક્ષાની સમીક્ષા કરી છે. વડાપ્રધાન મોદી અને જર્મન ચાન્સેલર પતંગ મહોત્સવના ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપશે. જેમાં એરપોર્ટથી રાજભવન, ગાંધી આશ્રમ, રિવર ફ્રન્ટ, મહાત્મા મંદિર ખાતે રિહર્સલ યોજવામાં આવ્યું છે.

PM મોદીના 3 દિવસના ગુજરાત પ્રવાસનો મિનિટ ટુ મિનિટ કાર્યક્રમ

January 10, 2026 11:51 am

PM મોદીના 3 દિવસના ગુજરાત પ્રવાસનો મિનિટ ટુ મિનિટ કાર્યક્રમ. જેમાં 10 જાન્યુઆરીનો કાર્યક્રમ. બપોરે 3.15 કલાકે રાજકોટ એરપોર્ટ પર પ્રધાનમંત્રીનું આગમન. બાય હેલિકોપ્ટરથી સોમનાથ જવા રવાના થશે. 5.25 કલાકે સોમનાથ પહોંચશે પ્રધાનમંત્રી મોદી. રાત્રે 8 વાગ્યે ઓમકાર મંત્ર જાપ, ડ્રોન શો નિહાળશે. વડાપ્રધાનનું રાત્રી રોકાણ સોમાનથ સર્કિટ હાઉસ ખાતે. 11 જાન્યુઆરીનો કાર્યક્રમ સવારે 9.45 કલાકે સોમનાથ ખાતે શૌર્ય યાત્રાનો પ્રારંભ. સવારે 10.15 કલાકે સોમનાથ મંદિરમા દર્શન-પૂજા. સવારે 11 વાગ્યે સ્વાભિમાન પર્વ જાહેર સભા. બપોરે 12.10 કલાકે સોમનાથ થી રાજકોટ જવા રવાના. બપોરે 1.20 કલાકે રાજકોટ પહોંચશે પ્રધાનમંત્રી મોદી. બપોરે 1.35 કલાકે વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સનું ઉદ્ધાટન. બપોરે 3.30 કલાકે રાજકોટ થી અમદાવાદ આવવા રવાના થશે પ્રધાનમંત્રી. સાંજે 4.45 કલાકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદ પહોંચશે. સાંજે 5.15 કલાકે મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશન ફેઝ-2 ઉદ્ધાટન કરશે. પ્રધાનમંત્રીનું રાત્રી રોકાણ ગાંધીનગર રાજભવન ખાતે. 12 જાન્યુઆરીનો કાર્યક્રમ સવારે 8.10.કલાકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજભવન થી ગાંધી આશ્રમ જવા રવાના થશે. સવારે 9.30 કલાકે જર્મન ચાન્સેલર સાથે સાબરમતી આશ્રમની મુલાકાત લેશે પ્રધાનમંત્રી મોદી. સવારે 10 વાગ્યે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે કાઈટ ફેસ્ટિવલમા આપશે હાજરી. સવારે 11.10 કલાકે મહાત્મા મંદિર ખાતે ભારત-જર્મની વચ્ચે દ્વિપક્ષીય બેઠક. બપોરે 2 વાગ્યે ગાંધીનગર મહાત્મા મંદિરથી અમદાવાદ એરપોર્ટ જવા થશે રવાના. 2.30 કલાકે અમદાવાદ એરપોર્ટ થી દિલ્હી જવા રવાના.

સોમનાથ મંદિર સ્વાભિમાન પર્વની ઉજવણી પર PM Modi એ વીડિયો શેર કર્યો

January 10, 2026 11:47 am

સોમનાથ મંદિર સ્વાભિમાન પર્વની ઉજવણી પર PM Modi એ વીડિયો શેર કર્યો

Somnath Swabhiman Parv સ્વાભિમાન યાત્રા રૂટ પર તૈયારીઓ પૂરજોશમાં

January 10, 2026 11:40 am

સ્વાભિમાન યાત્રા રૂટ પર તૈયારીઓ પૂરજોશમાં છે. જેમાં રૂટમાં અલગ-અલગ સાંસ્કૃતિક નૃત્ય જોવા મળશે. અખંડ ભારતની એકતાના દર્શન સોમનાથમાં થશે. અલગ-અલગ રાજ્યના લોકો નૃત્ય રજૂ કરશે.

PM Modi આજે શનિવાર, 10 જાન્યુઆરીથી ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે

January 10, 2026 10:51 am

PM Modi આજે શનિવાર, 10 જાન્યુઆરીથી ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવશે. રાજકોટ, અમદાવાદ અને ગાંધીનગરમાં મુખ્ય વિકાસ કાર્યક્રમો અને રાજદ્વારી કાર્યક્રમોમાં પણ ભાગ લેશે. આ મુલાકાત દરમિયાન, તેઓ સોમનાથ મંદિરમાં સોમનાથ સ્વાભિમાન પર્વ અને રાજકોટમાં વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક સમિટમાં ભાગ લેશે. ઉલ્લેખનિય છે કે, મહમૂદ ગઝનવીના હુમલાની ઘટનાને 1000મા વર્ષ પૂર્ણ થતાં આ નિમિત્તે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં ચાર દિવસીય સોમનાથ સ્વાભિમાન મહોત્સવનો પ્રારંભ થયો છે.

ભારતની સભ્યતા પ્રત્યેના સંકલ્પને કારણે સોમનાથ મંદિરનું વારંવાર નિર્માણ થયું

January 10, 2026 10:50 am

સોશિયલ મીડિયા પોસ્ટમાં, પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે અનેક હુમલાઓ છતાં, ભક્તોની અતૂટ શ્રદ્ધા અને ભારતની સભ્યતા પ્રત્યેના સંકલ્પને કારણે સોમનાથ મંદિરનું વારંવાર નિર્માણ થયું. તેમણે કહ્યું કે સોમનાથ સ્વાભિમાન પર્વ એ રાષ્ટ્રના બહાદુર સપૂતોને યાદ કરવાનો અવસર છે જેમણે ક્યારેય પોતાના સિદ્ધાંતો અને મૂલ્યો સાથે સમાધાન ન કર્યું.

અખંડ ભારતની એકતાના દર્શન સોમનાથમાં થશે

January 10, 2026 10:09 am

સોમનાથમાં સ્વાભિમાન પર્વની ઉજવણી થઇ રહી છે. સ્વાભિમાન યાત્રા રૂટ પર તૈયારીઓ પૂરજોશમાં છે. રૂટમાં અલગ-અલગ સાંસ્કૃતિક નૃત્ય જોવા મળશે. અખંડ ભારતની એકતાના દર્શન સોમનાથમાં થશે. અલગ-અલગ રાજ્યના લોકો નૃત્ય રજૂ કરશે તથા 16 જેટલા સ્ટેજ પર 20થી વધુ નૃત્ય રજૂ થશે.

સોમનાથમાં ભવ્ય ઉત્સવ

January 10, 2026 10:02 am

PM Narendrabhai Modi ના Gujarat પ્રવાસનો સમગ્ર કાર્યક્રમ

January 10, 2026 9:34 am

PM Narendrabhai Modi ના Gujarat પ્રવાસનો સમગ્ર કાર્યક્રમ

PM મોદીનાં 12 જાન્યુઆરીના કાર્યક્રમની વિગત

January 10, 2026 8:59 am

* 12 જાન્યુઆરીના કાર્યક્રમ - મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશન ફેઝ-2 ઉદ્ધાટન કરશે - 12 જાન્યુઆરી સવારે 9.30 કલાકે જર્મન ચાન્સેલરને મળશે - સાબરમતી આશ્રમની મુલાકાત લેશે વડાપ્રધાન - 12 જાન્યુઆરી સવારે 10 વાગ્યે કાઈટ ફેસ્ટિવલ રિવરફ્રન્ટ - 12 જાન્યુઆરીએ સવારે 11.15 કલાકે દ્વિપક્ષીય બેઠક - મહાત્મા મંદિર ખાતે ભારત-જર્મની દ્વિપક્ષીય બેઠક

PM મોદીનાં 11 જાન્યુઆરીના કાર્યક્રમની વિગત

January 10, 2026 8:59 am

- સવારે 9.45 કલાકે શૌર્ય યાત્રામાં ભાગ લેશે - સવારે 10.15 કલાકે દર્શન-પૂજા - સવારે 11 વાગ્યે સ્વાભિમાન પર્વ - બપોરે 1.30 કલાકે રાજકોટ પહોંચશે - વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સનું કરશે ઉદ્ધાટન - 11 જાન્યુઆરી સાંજે 5.15 કલાકે અમદાવાદ પહોંચશે

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આગમન પહેલા તૈયારીઓ

January 10, 2026 8:47 am

અમદાવાદના ગાંધી આશ્રમમાં તૈયારી પૂરજોશમાં ચાલુ છે. જેમાં સમગ્ર ગાંધી આશ્રમમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. 11 જાન્યુઆરીએ PM મોદી ગાંધી આશ્રમની મુલાકાત લેશે તથા PM મોદી સાથે જર્મનના ચાન્સેલર પણ મુલાકાત લેશે.

સોમનાથ ખાતે ત્રણ હજાર ડ્રોનનો સૌથી મોટો ડ્રોન શો યોજાશે

January 10, 2026 8:47 am

Somnath Swabhiman Parv સોમનાથ ખાતે સ્વાભિમાન પર્વમાં ભક્તોમાં ઉત્સાહ. સોમનાથ ખાતે ત્રણ હજાર ડ્રોનનો સૌથી મોટો ડ્રોન શો યોજાશે

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી 3 દિવસ ગુજરાત પ્રવાસે

January 10, 2026 8:41 am

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી 3 દિવસ ગુજરાત પ્રવાસે છે. PM આજે કેશોદ એરપોર્ટ અને ત્યાંથી સોમનાથ પહોંચશે. PM મોદી સોમનાથમાં ઓમકાર જાપમાં ભાગ લેશે. PM મોદી સોમનાથ મંદિરમાં ડ્રોન શોમાં નિહાળશે. તથા 11 અને 12 જાન્યુઆરીએ ગાંધીનગરમાં બે કાર્યક્રમ યોજાશે. PM મોદી 5.5 કિમીના મેટ્રો ફેજને લીલી ઝંડી આપશે. ગાંધીનગરના સચિવાલયથી મહાત્મા મંદિર સુધી મેટ્રો ફેજ છે. ગાંધીનગર રાજભવન ખાતે PM મોદી રાત્રિ રોકાણ કરશે. તથા 12મી જાન્યુ. જર્મનીના ચાન્સલર સાથે દ્વિપક્ષીય વાર્તાલાપ કરશે.

સમગ્ર મંદિર પરિસરને વિશેષ લાઇટિંગથી ઝળહળતું કરવામાં આવ્યું

January 10, 2026 8:41 am

PM Narendra Modi ના સૂચિત પ્રવાસ પહેલા Gir Somnath જિલ્લામાં સ્થિત ઐતિહાસિક Somnath Temple ને ભવ્ય રોશનીથી શણગારવામાં આવ્યું છે. સમગ્ર મંદિર પરિસરને વિશેષ લાઇટિંગથી ઝળહળતું કરવામાં આવ્યું છે, જેનાથી તેની દિવ્યતા અને ભવ્યતા વધુ નિખરી રહી છે. 11 જાન્યુઆરીએ PM Modi અહીં આયોજિત થનારા ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’માં સામેલ થશે, જેના માટે વહીવટીતંત્ર અને મંદિર ટ્રસ્ટ દ્વારા તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે.

This Live Blog has Ended
Advertisement

.

×