ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Amit Shah Gujarat Visit: અમિતભાઈ શાહના હસ્તે બોપલમાં ઓક્સિજન પાર્કનું ઉદ્ઘાટન

08:02 AM Dec 07, 2025 IST | SANJAY
Amit Shah, Gujarat, Union Home Minister, Ahmedabad

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ ગુજરાત પ્રવાસે છે. જેમાં 3 દિવસની મુલાકાતમાં આજે તેમનો છેલ્લો દિવસ છે. ત્યારે અમિતભાઈ શાહ ગુજરાતને અનેક વિકાસકાર્યોની ભેટ આપશે. તેમાં આજે થલતેજમાં 861 આવાસનું અમિતભાઈ શાહ લોકાર્પણ કરશે. તથા નવા વાડજમાં 350 આવાસનું પણ લોકાર્પણ કરશે. આ સાથે જ સાઉથ બોપલમાં ઓક્સિજન પાર્કનું લોકાર્પણ કરશે તથા સરખેજ વોર્ડમાં શકરી તળાવનું પણ લોકાર્પણ કરશે અને નરસિંહ મહેતા સરોવર વસ્ત્રાપુર તળાવનું લોકાર્પણ કરશે.

ગોતામાં મિની સ્પોર્ટ્સ કોમ્પલેક્ષનું ખાતમુહૂર્ત કરશે

નારાયણ રાવ ભંડારી ઓપન પાર્ટીપ્લોટનું લોકાર્પણ કરશે. તથા GST ઓવરબ્રિજ નીચે વિકસિત રમતગમત સંકુલની મુલાકાત તેમજ રાણીપમાં જિમ્નેશિયમ અને વાંચનાલયની મુલાકાત લેશે. ગોતામાં મિની સ્પોર્ટ્સ કોમ્પલેક્ષનું ખાતમુહૂર્ત કરશે. તથા UPના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત પુસ્તકનું વિમોન કરશે. તથા BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા આયોજિત પ્રમુખ વરણી મહોત્સવમાં હાજરી આપશે.

અમદાવાદમાં અમિતભાઈ શાહે શકરી તળાવનું લોકાર્પણ કર્યું

December 7, 2025 12:35 pm

અમદાવાદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહે સરખેજ વોર્ડમાં સકરી તળાવનું લોકાર્પણ કર્યું છે. દક્ષિણ પશ્ચિમ ઝોનના સરખેજ વોર્ડમાં સકરી તળાવનું રિડેવલોપમેન્ટ કરવામાં આવ્યું છે. રૂપિયા 16.21 કરોડના ખર્ચે ફેસ 2 અંતર્ગત રીડેવલપમેન્ટ કરવામાં આવ્યું છે. જેમાં સરખેજ વિસ્તારના સ્થાનિકોને ભેટ મળશે. સકરી તળાવમાં વુક્ષારોપણ પણ કેન્દ્રીયગૃહ મંત્રી દ્વારા કરવામાં આવ્યું છે. જેમાં લોકાર્પણ બાદ લોકો માટે સકરી તળાવ ખુલ્લું મૂકવામાં આવશે.

અમિત ભાઈ શાહે બોપલમાં ઓક્સિજન પાર્કનું ઉદ્ઘાટન

December 7, 2025 12:28 pm

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત ભાઈ શાહે બોપલમાં ઓક્સિજન પાર્કનું ઉદ્ઘાટન કર્યું છે. જેમાં 4.6 કરોડના ખર્ચે ઇલેક્ટ્રોથર્મ કંપની દ્વારા પ્રહર્ષ હાઇલેન્ડ સામે 11 હજાર સ્કેર મીટરમાં આ ઓક્સિજન પાર્ક પથરાયો છે. પ્રથમ વાર પેટ પાર્ક પણ આ ઓક્સિજન પાર્ક માં તૈયાર કરવામાં આવ્યો છે જે આખો અલગ વિભાગ હશે. થીમ બેઝ પ્લાન્ટિંગ, રનિંગ વોટર ચેનલ, વોકિંગ ટ્રેક સાથે ફાઉન્ટેન (ફુવારા) આ પાર્કની શોભા વધારશે. પીપીપી મોડલ પર સરખેજ વોર્ડમાં વિકાસ કરેલ ઓક્સિજન પાર્ક જનતા માટે ખુલ્લો મુકાયો છે. જેમાં બોપલ, ઘુમા,શૈલાના રહીશોને ઓક્સિજન પાર્કના લાભ મળશે.

અમિતભાઇ શાહ સરખેજ વોર્ડમાં સકરી તળાવનું લોકાર્પણ કરશે

December 7, 2025 12:24 pm

અમદાવાદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ સરખેજ વોર્ડમાં સકરી તળાવનું લોકાર્પણ કરશે. દક્ષિણ પશ્ચિમ ઝોનના સરખેજ વોર્ડમાં સકરી તળાવનું રિડેવલોપમેન્ટ કરવામાં આવ્યું છે. રૂપિયા 16.21 કરોડના ખર્ચે ફેસ 2 અંતર્ગત રીડેવલપમેન્ટ કરવામાં આવ્યું છે. જેમાં સરખેજ વિસ્તારના સ્થાનિકોને ભેટ મળશે. સકરી તળાવમાં વુક્ષારોપણ પણ કેન્દ્રીયગૃહ મંત્રી દ્વારા કરવામાં આવશે. જેમાં લોકાર્પણ બાદ લોકો માટે સકરી તળાવ ખુલ્લું મૂકવામાં આવશે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ ગુજરાત પ્રવાસે

December 7, 2025 11:54 am

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ ગુજરાત પ્રવાસે છે. જેમાં અમિતભાઈ શાહ અનેક વિકાસકાર્યોની ભેટ આપશે. તેમાં થલતેજમાં 861 આવાસનું અમિતભાઈ લોકાર્પણ કરશે. તથા નવા વાડજમાં 350 આવાસનું પણ લોકાર્પણ તેમજ સાઉથ બોપલમાં ઓક્સિજન પાર્કનું લોકાર્પણ તથા સરખેજ વોર્ડમાં શકરી તળાવનું પણ લોકાર્પણ કરશે.

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઇ શાહના ગુજરાતમાં આયોજિત કાર્યક્રમો

December 7, 2025 11:53 am

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઇ શાહના ગુજરાતમાં આયોજિત કાર્યક્રમો

ચુનોતિયા મુજે પસંદ હૈ પુસ્તકનું વિમોચન

December 7, 2025 11:53 am

ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ જીવન આધારિત પુસ્તક ચુનોતિયા મુજે પસંદ હૈનું વિમોચન પણ આજે કરવામાં આવશે.અમદાવાદ શહેર આજે વિકાસ, સંસ્કૃતિ અને સાહિત્યને સમર્પિત અનેક મહત્વપૂર્ણ કાર્યક્રમોની સાક્ષી બનશે.

ગોવાના આર્પોરામાં આગ દુર્ઘટનામાં થયેલા જીવ ગુમાવવાથી ખૂબ જ દુઃખ થયું - અમિતભાઇ શાહ

December 7, 2025 10:28 am

ગોવાના આર્પોરામાં આગ દુર્ઘટનામાં થયેલા જીવ ગુમાવવાથી ખૂબ જ દુઃખ થયું છે. સ્થાનિક વહીવટીતંત્ર બચાવ અને રાહત કામગીરી હાથ ધરી રહ્યું છે અને અસરગ્રસ્તોને જરૂરી સંભાળ પૂરી પાડી રહ્યું છે. જીવ ગુમાવનારાઓના પરિવારો પ્રત્યે મારી નિષ્ઠાવાન સંવેદના અને ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય તે માટે પ્રાર્થના.

અમિતભાઇ શાહ હસ્તે રૂપિયા 1507 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત થશે

December 7, 2025 8:43 am

અમિતભાઇ શાહ હસ્તે રૂપિયા 1507 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત થશે. જેમાં થલતેજમાં 881 EWS આવાસો, બોપલમાં ગાર્ડન અને વસ્ત્રાપુર તળાવનું લોકાર્પણ સાથે ગોતામાં જાહેરસભા સંબોધશે.

સાદગી, સેવા અને કરુણાના પ્રતીક પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજજીની જયંતિ પર તેમનું સ્મરણ કરી નમન કરું છું - અમિતભાઇ શાહ

December 7, 2025 8:18 am

સ્વામીજીના વિચારો અને જ્ઞાનનો વ્યાપ એટલો વિશાળ હતો કે જ્યારે પણ તેમની સાથે વાત કરવાની તક મળતી, ત્યારે નવી પ્રેરણા અને ઊર્જા પ્રાપ્ત થતી. મારા માટે સૌભાગ્યની વાત છે કે મને તેમની સાથે મળવા, વાતચીત કરવા અને સમય પસાર કરવાનો શુભ અવસર મળ્યો હતો. સ્વામી મહારાજજીએ માનવ સમાજને આસ્થા અને ઈશ્વર-ભક્તિ સાથે જોડવાનું કાર્ય કર્યું. ભગવાન સ્વામિનારાયણજીની શિક્ષાઓને જન-જન સુધી પહોંચાડનાર પ્રમુખ સ્વામી મહારાજજીના સ્મરણ માત્રથી જ મન શાંતિ અને શ્રદ્ધાથી ભરાઈ જાય છે.

નારાયણ રાવ ભંડારી ઓપન પાર્ટીપ્લોટનું લોકાર્પણ કરશે

December 7, 2025 8:07 am

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ નારાયણ રાવ ભંડારી ઓપન પાર્ટીપ્લોટનું લોકાર્પણ કરશે. તથા GST ઓવરબ્રિજ નીચે વિકસિત રમતગમત સંકુલની મુલાકાત તેમજ રાણીપમાં જિમ્નેશિયમ અને વાંચનાલયની મુલાકાત લેશે. ગોતામાં મિની સ્પોર્ટ્સ કોમ્પલેક્ષનું ખાતમુહૂર્ત કરશે. તથા UPના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત પુસ્તકનું વિમોન કરશે. તથા BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા આયોજિત પ્રમુખ વરણી મહોત્સવમાં હાજરી આપશે.

અમિતભાઈ શાહ ગુજરાતને અનેક વિકાસકાર્યોની ભેટ આપશે

December 7, 2025 8:07 am

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ ગુજરાત પ્રવાસે છે. જેમાં 3 દિવસની મુલાકાતમાં આજે તેમનો છેલ્લો દિવસ છે. ત્યારે અમિતભાઈ શાહ ગુજરાતને અનેક વિકાસકાર્યોની ભેટ આપશે. તેમાં આજે થલતેજમાં 861 આવાસનું અમિતભાઈ શાહ લોકાર્પણ કરશે. તથા નવા વાડજમાં 350 આવાસનું પણ લોકાર્પણ કરશે. આ સાથે જ સાઉથ બોપલમાં ઓક્સિજન પાર્કનું લોકાર્પણ કરશે તથા સરખેજ વોર્ડમાં શકરી તળાવનું પણ લોકાર્પણ કરશે અને નરસિંહ મહેતા સરોવર વસ્ત્રાપુર તળાવનું લોકાર્પણ કરશે.

Next Article