Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Amit Shah Gujarat Visit: ખેડૂતોનાં જીવનમાં પરિવર્તન લાવવામાં બનાસ ડેરીની મહત્ત્વની ભૂમિકા : અમિતભાઈ શાહ

amit shah gujarat visit  ખેડૂતોનાં જીવનમાં પરિવર્તન લાવવામાં બનાસ ડેરીની મહત્ત્વની ભૂમિકા   અમિતભાઈ શાહ
Advertisement
  • ગુજરાતમાં અમિતભાઈ શાહના (Amit Shah) વિકાસ પ્રવાસનો બીજો દિવસ
  • કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ બનાસકાંઠાની મુલાકાત લેશે
  • સણાદર બનાસ ડેરીના પ્લાન્ટ ખાતે શિલાન્યાસ-લોકાર્પણ કાર્યક્રમ
  • સણાદર ખાતે અમિતભાઈ શાહ સભાને પણ સંબોધન કરશે
  • બનાસ ડેરીના વિવિધ પ્લાન્ટનું ખાતમુર્હૂત-લોકાર્પણ કરશે

Amit Shah Gujarat Visit: કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ (Amit Shah) હાલ ગુજરાત પ્રવાસે છે. આજે ગુજરાતમાં અમિતભાઈ શાહના (Amit Shah) વિકાસ પ્રવાસનો બીજો દિવસ છે ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ (Amit Shah) આજે બનાસકાંઠાની મુલાકાત લેશે. અહીં સણાદર બનાસ ડેરીના પ્લાન્ટ ખાતે શિલાન્યાસ-લોકાર્પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. અમિતભાઈ શાહ બનાસ ડેરીના વિવિધ પ્લાન્ટનું ખાતમુર્હૂત-લોકાર્પણ કરશે. તેમજ સણાદર ખાતે અમિતભાઈ શાહ સભાને પણ સંબોધન કરશે.

 અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલનો પ્રારંભ

ગઈ કાલે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. અમિતભાઈ શાહ અને મુખ્યમંત્રીએ અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ કાર્નિવલ પરેડને ફ્લેગ ઓફ કરાવી હતી. જે બાદ કેન્દ્રીય ગૃહ મંત્રી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શોપિંગ ફેસ્ટિવલના વિવિધ સ્ટોલ્સની પણ મુલાકાત કરી હતી. આ શોપિંગ ફેસ્ટિવલ 16 જાન્યુઆરી 2026 સુધી ચાલશે જેમાં શહેરના 6 મુખ્ય શોપિંગ ડિસ્ટ્રિક્ટ્સ અને 12થી વધુ હોટસ્પોટ ઝોન્સ છે. આ દરમિયાન આઉટલેટ્સમાં 15 ટકાથી 35 ટકાસુધીના ડિસ્કાઉન્ટ્સ ગ્રાહકોને મળશે.

Advertisement

&

Advertisement

બનાસ ડેરીના વિવિધ પ્લાન્ટનું ખાતમુર્હૂત-લોકાર્પણ

બનાસ ડેરી દ્વારા નવનિર્મિત બાયો સીએનજી અને ફર્ટિલાઈઝર પ્લાન્ટનું લોકાર્પણ તેમજ 150 ટનના પાવડર પ્લાન્ટનું ખાતમુહૂર્ત - (સવારે 11:10 કલાકે) નવીન ડેરી પ્લાન્ટ, સણાદર, જી. વાવ-થરાદ

બનાસ ડેરીના સણાદર પ્લાન્ટમાં કાર્યરત પાવડર પ્લાન્ટ તેમજ બટાટાના પ્લાન્ટની મુલાકાત-(સવારે 11:55 કલાકે) ડેરી પ્લાન્ટ, સણાદર, જી. વાવ-થરાદ

સોઈલ ટેસ્ટિંગ લેબના વર્ચ્યુઅલ નિરીક્ષણ બાદ એડમીન બ્લોક રેડિયો સ્ટેશનની મુલાકાત-(બપોરે 1:00 કલાકે) ન્યુ ડેરી પ્લાન્ટ, સણાદર, જી. વાવ-થરાદ

સહકારિતા મંત્રાલયની પરામર્શદાત્રી સમિતિની બેઠક-(બપોરે 2:10 કલાકે) ન્યુ ડેરી પ્લાન્ટ, સણાદર, જી. વાવ-થરાદ

ગર્ભ ટ્રાન્સપ્લાન્ટ લેબ, રૈયાની મુલાકાત-(બપોરે 3:30 કલાકે) રૈયા, જી. વાવ-થરાદ

બનાસ ડેરી દ્વારા નવનિર્મિત બાયો સીએનજી અને ફર્ટિલાઈઝર પ્લાન્ટની મુલાકાત-(બપોરે 4:15 કલાકે) બાયો સીએનજી પ્લાન્ટ, અગથલા, લાખણી, જી. વાવ-થરાદ

મહિલા દૂધ ઉત્પાદકો સાથે સંવાદ-(સાંજે 4:30 કલાકે) બાયો સીએનજી પ્લાન્ટ, અગથલા, લાખણી, જી. વાવ-થરાદ

બનાસ ડેરી દ્વારા કાર્યરત ઓઈલ મીલ, આટા પ્લાન્ટ, THR પ્લાન્ટ તેમજ મધના પ્લાન્ટની મુલાકાત- (સાંજે 5:30 કલાકે) બનાસ ઓઈલ યુનિટ, બાદરપુરા, પાલનપુર, બનાસકાંઠા

પ્રદેશનાં ખેડૂતોનાં જીવનમાં પરિવર્તન લાવવામાં બનાસ ડેરીની મહત્ત્વની ભૂમિકા : અમિતભાઈ શાહ

December 6, 2025 7:11 pm

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે કહ્યું કે, બનાસ ડેરી આ પ્રદેશનાં ખેડૂતોનાં જીવનમાં પરિવર્તન લાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. આ પ્લાન્ટ ડેરી ઉત્પાદનોના વિકાસ, બાળ પોષણ અને મહિલાઓ અને ખેડૂતોની સમૃદ્ધિ અને સશક્તિકરણમાં સીમાચિહ્નરૂપ સાબિત થશે. પશુધન બાયોપ્રોડક્ટ્સમાંથી બાયો-સીએનજી અને ખાતરનું ઉત્પાદન ખેડૂતો માટે વધારાની આવક માટે મજબૂત આધાર પૂરો પાડશે અને ઊર્જા ક્ષેત્રમાં આત્મનિર્ભરતાને વધુ પ્રોત્સાહન આપશે.

નવનિર્મિત BIO CNG અને ફર્ટિલાઈઝર પ્લાન્ટનું ઉદ્ઘાટન, પાવડર પ્લાન્ટનું વર્ચ્યુઅલી શિલાન્યાસ

December 6, 2025 7:11 pm

આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ દ્વારા ગુજરાતમાં નવનિર્મિત BIO-CNG તથા ઉર્વરક સંયંત્રનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન અને પાવડર પ્લાન્ટ તથા શિશુ-આહાર પ્લાન્ટનો વર્ચ્યુઅલ શિલાન્યાસ કરાયો. સાથે જ તેમણે ડેરી સેક્ટરથી જોડાયેલ મહિલાઓ સાથે સંવાદ પણ કર્યો.

બનાસ ડેરીને એશિયાની સૌથી મોટી ડેરી બનાવવામાં ગલબાકાકાનો બહુ મોટો રોલ: અમિતભાઈ શાહ

December 6, 2025 12:35 pm

વધુમાં અમિતભાઈ શાહે જણાવ્યું કે, બનાસ ડેરી એશિયાની સૌથી મોટી ડેરી છે. તેમાં ગલબાકાકાનો બહુ મોટો રોલ છે.

ગુજરાતની બહેનોએ ગુજરાતના ગામોને સમુદ્ધ કરવાનું કામ કર્યુ: અમિતભાઈ શાહ

December 6, 2025 12:35 pm

ગુજરાતની બહેનોએ ગુજરાતના ગામોને સમુદ્ધ કરવાનું કામ કર્યુ, દૂધ ભરવાનું બધું કામ મારી બહેનોએ કર્યું છે.દુનિયાભરની મહિલા સશક્તિકરણની વાતો કરતી બહેનો માટે આ સોથી મોટી વાત છે. વધુમાં અમિતભાઈ શાહે કહ્યું કે, બનાસકાંઠમા ત્રણ પાક લેતા થયા, પીએમ મોદીએ બનાસકાંઠામાં પાણી ઉપલબ્ધ કરાવ્યું.

અમિતભાઈ શાહ સભાનું સંબોધન

December 6, 2025 12:24 pm

કાર્યક્રમમાં અમિતભાઈ શાહ સભાને સંબોધિત કરી રહ્યા છે ત્યારે સબોધનની શરુઆતમાં કાર્યક્રમમાં હાજર તમામ મહાનુભાવો અને લોકોને પ્રણામ કર્યા હતા.

બનાસ ડેરીના વિવિધ પ્લાન્ટનું ખાતમુર્હૂત-લોકાર્પણ

December 6, 2025 12:22 pm

કેન્દ્રીય ગૃહમંત્રી AmitBhai Shah એ સણાદર ખાતે બનાસ ડેરીના વિવિધ પ્લાન્ટનું ખાતમુર્હૂત-લોકાર્પણ કરી રહ્યા છે. ત્યારે અમિતભાઈ શાહે બાયો CNG અને ફર્ટિલાઇઝર પ્લાન્ટનું લોકાર્પણ કર્યું છે.

કાર્યક્રમમાં શંકરભાઈ ચૌધરીનું નિવદેન

December 6, 2025 12:18 pm

આ કાર્યક્રમમાં શંકરભાઈ ચૌધરીએ નિવદેન આપતા જણાવ્યું હતું કે, મોદી સાહેબે 24 કલાક વિજળી ઉપબ્ધ કરાવી, સહકાર મંત્રાલય બન્યા દેશમાં ઘણા બદલાવ આવ્યા. એવી સંસ્થાઓનું નિર્માણ કર્યું જેનાથી નાના માણસ સદ્ધર થાય, આપણા ખેડૂતો વિદેશમાં વેચી શકાય તેવી વ્યવસ્થા કરી. સરકારે જે પોલીસી બનાવી તેનાથી ઘણા ફાયદા થયા છે.

પશુપાલક મહિલાઓએ પરંપરાગત ગીતથી અમિતભાઈ શાહનું કર્યું સ્વાગત

December 6, 2025 12:14 pm

બનાસકાંઠામાં આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહનો વિશાળ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. પશુપાલક મહિલાઓએ પરંપરાગત ગીતથી સ્વાગત કર્યું હતું. દેશી ઢોલ સાથે નૃત્ય કરીને અમિત શાહને આવકારવામાં આવ્યા હતા.

બનાસકાંઠામાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઈ શાહનો કાર્યક્રમ શરુ

December 6, 2025 12:05 pm

કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઈ શાહનો બનાસકાંઠામાં કાર્યક્રમ શરુ થઈ ગયો છે.

અમિતભાઈ શાહે સાંસદ ખેલ મહોત્સવના સમાપન સમારોહને કર્યું સંબોધન

December 6, 2025 12:00 pm

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહે અમદાવાદમાં ગઈકાલે સાંસદ ખેલ મહોત્સવના સમાપન સમારોહને સંબોધન કર્યું હતું. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ડિસિપ્લિન, ટીમ સ્પિરિટ, પેશન્સ, સ્પોર્ટ્સમેન સ્પિરિટ ચારેય ગુણોનો વિકાસ માત્ર રમતગમત ક્ષેત્ર જ કરી શકે છે અમિતશાહના જણાવ્યા પ્રમાણે દેશભરના 300થી વધુ મતવિસ્તારમાં સવા લાખથી વધુ વિદ્યાર્થીઓ વરિષ્ઠ નાગરિકો સાંસદ ખેલ મહોત્સવમાં ભાગ લઈ રહ્યા છે. આ ખેલ લ મહોત્સવમાં ગાંધીનગર લોકસભા વિસ્તારમાં એક લાખ 57 હજાર ખેલાડીઓએ નોંધણી કરા હોવાની માહિતી છે. તેમજ 2036માં ઓલિમ્પિક રમતોનું આયોજન પણ અમદાવાદમાં થશે તેમ પણ અમિતભાઈ શાહે જણાવ્યુ હતું.

આજના અમિતભાઈ શાહના (Amit Shah) બનાસકાંઠામાં મેગા કાર્યક્રમ

December 6, 2025 10:25 am

Amit Shah Gujarat Visit: કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ (Amit Shah) હાલ ગુજરાત પ્રવાસે છે. આજે ગુજરાતમાં અમિતભાઈ શાહના વિકાસ પ્રવાસનો બીજો દિવસ છે ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ આજે બનાસકાંઠાની મુલાકાત લેશે. અહીં સણાદર બનાસ ડેરીના પ્લાન્ટ ખાતે શિલાન્યાસ-લોકાર્પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.

This Live Blog has Ended
Advertisement

.

×