Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat Results of by Election: કડીની પેટાચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો, વિસાવદરમાં ગોપાલ ઈટાલિયાનું ઝાડું ફરી વળ્યું

gujarat results of by election  કડીની પેટાચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો  વિસાવદરમાં ગોપાલ ઈટાલિયાનું ઝાડું ફરી વળ્યું
Advertisement

Gujarat Results of by-Elections : ગુજરાતની કડી (Kadi) અને વિસાવદર (Visavadar) વિધાનસભા બેઠકો (Assembly seats) પર યોજાયેલી પેટાચૂંટણીનું પરિણામ આજે જાહેર થયુ છે. સવારે 8 વાગ્યાથી મતગણતરી પ્રક્રિયા શરૂ થઇ હતી. જેમાં કુલ 21 રાઉન્ડ યોજાયા હતા. તેમાં કડીની પેટાચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો, વિસાવદરમાં ગોપાલ ઈટાલિયાનું ઝાડું ફરી વળ્યું.

એક રાઉન્ડમાં 14 બૂથની (booths) મતગણતરી

કડી વિધાનસભા બેઠકની (Kadi Assembly seat) પેટાચૂંટણીની મતગણતરી મહેસાણાના (Mehsana) મેવડ એન્જિનિયરિંગ કોલેજ (Mevad Engineering College) ખાતે હાથ ધરાઇ હતી. સવારે 8 વાગ્યે શરૂ થયેલ આ પ્રક્રિયા 14 ટેબલ પર કુલ 21 રાઉન્ડમાં પૂર્ણ થઇ છે. મતગણતરીની કામગીરીમાં 200 થી વધુ કર્મચારીઓ જોડાયા હતા. કડી વિધાનસભાની પેટાચૂંટણીમાં કુલ 2,89,927 મતદારો (voters) પૈકી 1,67,891 મતદારોએ મતદાન કર્યું હતું, જે કુલ 57.51 ટકા જેટલું મતદાન (voting percentage) દર્શાવે છે. આ પેટાચૂંટણીમાં ભાજપના (BJP) ઉમેદવાર રાજેન્દ્ર ચાવડા, કોંગ્રેસના (Congress) ઉમેદવાર રમેશ ચાવડા અને આમ આદમી પાર્ટીના (Aam Aadmi Party) ઉમેદવાર જગદીશ ચાવડા સહિત કુલ 8 ઉમેદવારોનું રાજકીય ભાવી નક્કી થયુ છે. એક રાઉન્ડમાં 14 બૂથની (booths) મતગણતરી હાથ ધરાઇ છે, જેમાં પ્રથમ ગ્રામ્ય વિસ્તારના (rural area) બૂથોની મતગણતરી શરૂ કરાઇ હતી.

Advertisement

Advertisement

June 23, 2025 2:16 pm

Visavadar માં ભાજપ હાર્યું કેમ? Gopal Italia સામે Kirit Patel કાચા પડ્યા

June 23, 2025 2:16 pm

આજથી ગુજરાતમાં ક્રાંતિના બીજ રોપાયા - Gopal Italia

June 23, 2025 2:15 pm

કડી ભાજપનો ગઢ છે - Nitin Patel

June 23, 2025 2:14 pm

“ભગવાને પણ વરસાદ વરસાવી અમને આશીર્વાદ આપ્યા” - Gopal Italia

June 23, 2025 2:13 pm

વિસાવદરની જનતાએ ભાજપને જાકારો આપ્યો: Chaitar Vasava

June 23, 2025 2:12 pm

ઈશુદાન ગઢવીએ જણાવ્યું છે કે આ જીત જનતાની જીત

June 23, 2025 1:00 pm

વિસાવદર બેઠકની જીત પર આમ આદમી પાર્ટી પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ પ્રતિક્રિયા આપી છે. જેમાં ઈશુદાન ગઢવીએ જણાવ્યું છે કે આ જીત જનતાની જીત છે. વિસાવદરના જનતાની આભાર માની છુ. આમ આદમી પાર્ટીના ઉમેદવારને જીત અપાવવા માટે આભાર. તમામ કાર્યકર્તાઓએ ખૂબ મહેનત કરી હતી. આમ આદમી પાર્ટીના કાર્યકર્તા ભાજપના અત્યાચાર સામે લડ્યા હતા.

વિસાવદરમાં AAPના ગોપાલ ઈટાલિયાની ભવ્ય જીત

June 23, 2025 12:57 pm

વિસાવદરમાં AAPના ગોપાલ ઈટાલિયાની ભવ્ય જીત થઇ છે. જેમાં વિસાવદરમાં ગોપાલ ઈટાલિયા 17,581 મતથી જીત્યા છે. તથા ભાજપના ઉમેદવાર કિરીટ પટેલને 58,325 મત મળ્યા છે. તેમજ વિસાવદરમાં ગોપાલ ઈટાલિયાને કુલ 75,906 મત મળ્યા છે. જેમાં કોંગ્રેસના ઉમેદવારને વિસાવદરમાં 5,491 મત મળ્યા છે.

કડી વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત

June 23, 2025 12:43 pm

કડી વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત થઇ છે. જેમાં ભાજપના રાજેન્દ્ર ચાવડા 38,904 મતથી વિજયી બન્યા છે. તેમજ કોંગ્રેસના રમેશ ચાવડાની કડીની પેટાચૂંટણીમાં હાર થઇ છે. ભાજપે કડી વિધાનસભાનો પોતાનો ગઢ જાળવી રાખ્યો છે. તથાભાજપને કડીમાં 98,836, કોંગ્રેસને 59,932 મત મળ્યા છે.

વિસાવદરમાં AAPના ગોપાલ ઈટાલિયાની ભવ્ય જીત

June 23, 2025 12:35 pm

વિસાવદરમાં AAPના ગોપાલ ઈટાલિયાની 17,581 મતથી ભવ્ય જીત; કડીમાં ભાજપનો ભગવો લહેરાયો

વિસાવદરમાં ગોપાલ ઈટાલિયાનું ઝાડું ફરી વળ્યું

June 23, 2025 12:10 pm

By Election Results : વિસાવદરમાં બદલાઈ રાજકીય હવા, કડીમાં ભાજપે સ્થાપ્યો મજબૂત કિલ્લો

June 23, 2025 12:07 pm

કડીની પેટાચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો

June 23, 2025 11:46 am

ભાજપના વિજયના કારણો : * ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડાનો ચહેરો મતદારો આકર્ષિ ગયો * પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને સોપાયું હતું તેમનુ નેતૃત્વ વિજય માટે કારણભૂત * ભાજપમાં સંગઠન અને સરકારનાં મંત્રીઓ સાંસદ અને ધારાસભ્યોની બેઠકો વિજય માટે પરિબળ * કડી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસ પ્રોજેક્ટ મતદારો આકર્ષિ ગયા * આ બેઠક પર ત્રિપાંખિયો જંગ હતો, જેથી આમ આદમી પાર્ટી કોંગ્રેસ માટે આફતરૂપ બન્યું એનો સીધો લાભ ભાજપને * ચૂંટણી પ્રચારમાં બળદેવજી ઠાકોર એ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સામે જાહેર આક્ષેપો કર્યાં તે કોંગ્રેસને નડ્યા ભાજપને ફળ્યા * પાટીદારો અને ઓબીસી મતદારોને કમળ સુધી લાવવા અગ્રણીઓનો સીધો સંપર્ક કામ લાગ્યો * આ બેઠક પર નીતિન પટેલનું નેતૃત્વ હતું એટલે અહીં નીતિનભાઈ જ ઉમેદવારએ મતદારો મન બનાવ્યું * કોંગ્રેસના કેટલાક અગ્રણીઓની ભેદી રાજરમત ભાજપ માટે ફાયદાકારક રહી

કડીની પેટાચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડાની ભવ્ય જીત

June 23, 2025 11:44 am

ગુજરાત ફર્સ્ટના મેરેથોન કવરેજને દર્શકોનો બમ્પર પ્રતિસાદ

June 23, 2025 11:43 am

વિસાવદરામાં AAPના ગોપાલ ઈટાલિયા જીત તરફ, 16 રાઉન્ડના અંતે 45120 મતથી AAP આગળ

June 23, 2025 11:43 am

વિસાવદરમાં AAPની લીડમાં જબરદસ્ત વધારો

June 23, 2025 11:42 am

Gujarat First Ground Zero Report કડીમાં કોંગ્રેસ ગેમમાંથી બહાર

June 23, 2025 11:42 am

કડી બેઠક પર ભાજપના ઉમેદવાર જીત તરફ

June 23, 2025 11:24 am

વિસાવદરમાં 14 રાઉન્ડના અંતે AAP ને જંગી લીડ

June 23, 2025 11:18 am

વિસાવદરમાં AAPની લીડમાં જબરદસ્ત વધારો

June 23, 2025 11:16 am

વિસાવદરમાં ભાજપ-આપ વચ્ચે રસાકસી - કડી પેટાચૂંટણીમાં ભાજપનો દબદબો યથાવત

June 23, 2025 11:16 am

AAPના ગોપાલ ઈટાલિયા ચાલી રહ્યાં છે સતત આગળ

June 23, 2025 11:15 am

વિસાવદરમાં છેલ્લા ત્રણ રાઉન્ડથી AAP ની લીડ વધી રહી છે.

Visavadar Election Result : Visavadar માં Gopal Italia ની જીત ?

June 23, 2025 10:40 am

વિસાવદરની પેટાચૂંટણીમાં AAP આગળ વધ્યું

June 23, 2025 10:40 am

કડીમાં AAP માટે પરિણામ હતાશાજનક દિશામાં

June 23, 2025 10:37 am

પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોના વિજય પર પ્રથમ પ્રતિક્રિયા

June 23, 2025 10:36 am

મંત્રી કુંવરજી બાવળીયાની પ્રતિક્રિયા સામે આવી છે. જેમાં જણાવ્યું છે કે બન્ને બેઠકો પર મતગણતરી ચાલી રહી છે. બન્ને બેઠક પર ભાજપના ઉમેદવાર આગળ છે તથા બન્ને બેઠક પર ભાજપના ઉમેદવારો વિજય થશે અમને વિશ્વાસ છે.

કડી બેઠક પર 10માં રાઉન્ડના અંતે ભાજપ 15790 મતથી આગળ

June 23, 2025 10:30 am

- 10માં રાઉન્ડના અંતે કોંગ્રેસના રમેશ ચાવડાને 27069 મત મળ્યા - 10માં રાઉન્ડના અંતે ભાજપના રાજેન્દ્ર ચાવડાને 42859 મત મળ્યા

વિસાવદરમાં બાજી પલટાઈ

June 23, 2025 10:11 am

9 રાઉન્ડના અંતે ગોપાલ ઈટાલીયા 2478 મતથી કિરીટ પટેલથી આગળ, ભાજપને આકરી ટક્કર

પાંચમા રાઉન્ડમાં વિસાવદરમાં બાજી પલટાઇ

June 23, 2025 9:56 am

વિસાવદરમાં પાંચમા રાઉન્ડના અંતે ભાજપ 980 મતોથી આગળ છે. જેમાં પાંચમા રાઉન્ડના અંતે ભાજપને 16881 વોટ મળ્યા છે. તેમજ આપના ગોપાલ ઇટાલિયાને 15901 વોટ મળ્યા છે.

Visavadar Result : વિસાવદરમાં પાંચમા રાઉન્ડના અંતે ભાજપ 980 મતોથી આગળ

June 23, 2025 9:55 am

Visavadar Result : વિસાવદરમાં જનતાને કોના પર વિશ્વાસ!

June 23, 2025 9:40 am

Gujarat by Elections Results : કડી-વિસાવદર પેટાચૂંટણીનું પરિણામ

June 23, 2025 9:39 am

Visavadar Result : ત્રીજા રાઉન્ડના અંતે ભાજપના કિરીટ પટેલ 109 મતથી આગળ નીકળ્યા

June 23, 2025 9:28 am

વિધાનસભા બેઠક: કડી

June 23, 2025 9:25 am

રાઉન્ડ નંબર: 3 ત્રીજા રાઉન્ડમાં ભાજપના ઉમેદવાર 1755 મતથી આગળ - ભાજપ : 4469 - કોંગ્રેસ: 2714 ઓવર ઓલ ભાજપ 5792થી આગળ

પ્રથમ રાઉન્ડમાં વિસાવદરમાં AAP આગળ

June 23, 2025 9:17 am

પ્રથમ રાઉન્ડના અંતે શું છે સ્થિતિ?

June 23, 2025 8:20 am

કડીમાં ભાજપના રાજેન્દ્ર ચાવડા પ્રથમ રાઉન્ડના અંતે 1573 વોટથી આગળ, જ્યારે વિસાવદરમાં 945 વોટથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઈટાલિયા લીડ કરી રહ્યા છે. બેલેટ પેપરની ગણતરી પૂર્ણ કરાયા બાદ પ્રથમ રાઉન્ડના પરિણામ જાહેર કરાયા હતા.

વિસાવદર અને કડીની પેટાચૂંટણીમાં મત ગણતરી શરૂ

June 23, 2025 7:41 am

સૌપ્રથમ પોસ્ટલ બેલેટથી મત ગણતરી શરૂ થઇ છે. જેમાં વિસાવદર અને કડીમાં 21 રાઉન્ડમાં મતગણતરી થશે. જૂનાગઢમાં કૃષિ યુનિવર્સિટીમાં મતગણતરી થઈ રહી છે. વિસાવદરમાં 16 ઉમેદવારોના ભાવિનો ફેંસલો થશે. તથા કડીમાં 8 ઉમેદવારોના ભાવિનો ફેંસલો થશે.

વિસાવદર વિધાનસભા પેટાચૂંટણી: 56.89% મતદાન સાથે 16 ઉમેદવારોનું ભાવિ નક્કી થશે

June 23, 2025 7:40 am

વિસાવદર વિધાનસભાની (Visavadar Assembly) પેટાચૂંટણીનું પરિણામ પણ આજે જાહેર થશે. જૂનાગઢની (Junagadh) કૃષિ યુનિવર્સિટી (Agriculture University) ખાતે સવારે 8 વાગ્યાથી મતગણતરી હાથ ધરાશે. વિસાવદર વિધાનસભા બેઠકમાં કુલ 294 બૂથ (booths) આવેલા છે, જ્યાં 14 ટેબલ પર 21 રાઉન્ડમાં મતગણતરીની પ્રક્રિયા હાથ ધરાશે. આ બેઠક પર આપના ગોપાલ ઈટાલિયા અને ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર વચ્ચે ત્રિપાંખીયો જંગ જોવા મળ્યો હતો. જિલ્લા ચૂંટણી અધિકારી (District Election Officer) અનિલ કુમાર રાણાવસીયાના માર્ગદર્શન હેઠળ માઇક્રો ઓબ્ઝર્વર (Micro Observer), કાઉન્ટિંગ સુપરવાઈઝર (Counting Supervisor) સહિત કુલ 60 થી વધુ કર્મચારીઓ મતગણતરીની પ્રક્રિયામાં જોડાશે. સુરક્ષા વ્યવસ્થાના (security arrangement) ભાગરૂપે બે DySP, 11 PI, 13 PSI સહિત કુલ 200 પોલીસકર્મીઓ પણ મતગણતરી કેન્દ્ર (counting center) પર તૈનાત કરવામાં આવ્યા છે. મતગણતરીની તમામ ગતિવિધિનું CCTV ની મદદથી મોનિટરિંગ (monitoring) પણ કરાશે. સૌપ્રથમ બેલેટ પેપરની (ballot paper) મતગણતરી હાથ ધરાશે, બાદમાં EVM ની મતગણતરી શરૂ થશે. વિસાવદર બેઠક પર સરેરાશ 56.89 ટકા જેટલું મતદાન થયું છે. આ પરિણામથી ભાજપ (BJP) ઉમેદવાર કિરીટ પટેલ, કોંગ્રેસ (Congress) ઉમેદવાર નીતિન રાણપરીયા અને આમ આદમી પાર્ટીના (Aam Aadmi Party) ઉમેદવાર ગોપાલ ઇટાલિયા સહિત કુલ 16 ઉમેદવારોનું રાજકીય ભાવી નક્કી થશે, અને ભાજપ (BJP), કોંગ્રેસ (Congress), AAP ત્રણેય પક્ષોની શાખ (prestige) દાવ પર લાગી છે.

આજે કડીની પેટાચૂંટણીનું આવશે પરિણામ, કયો પક્ષ હાસલ કરશે સત્તા!

June 23, 2025 7:38 am

ગુજરાતના રાજકારણમાં એક નવો વળાંક લાવી શકે છે

June 23, 2025 7:01 am

આજે કડી અને વિસાવદર વિધાનસભા બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીનું પરિણામ જાહેર થશે, જે ગુજરાતના રાજકારણમાં એક નવો વળાંક લાવી શકે છે. આ બંને બેઠકો પર ત્રિપાંખિયો જંગ જોવા મળ્યો હતો, જેમાં ભાજપ, આમ આદમી પાર્ટી (AAP) અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે કાંટે કી ટક્કર છે.

આજે વિસાવદરની જનતાનો જાહેર થશે ફેંસલો, આપ, ભાજપ અને કોંગ્રેસ વચ્ચે છે ત્રિપાંખીયો જંગ

June 23, 2025 6:46 am

Visavadar Result LIVE : પેટાચૂંટણીનું પરિણામ, સૌથી મોટું કવરેજ, જુઓ પળેપળનું અપડેટ

June 23, 2025 6:46 am

કડી અને વિસાવદર વિધાનસભા બેઠક પર પેટાચૂંટણીના પરિણામ જાહેર થશે

June 23, 2025 6:41 am

Gujarat bypoll results: ગુજરાતની કડી (Kadi) અને વિસાવદર (Visavadar) વિધાનસભા બેઠકો (Assembly seats) પર યોજાયેલી પેટાચૂંટણીનું પરિણામ આજે જાહેર થશે. બંને બેઠકો પર મતગણતરી (vote counting) માટે વહીવટી તંત્ર (administration) દ્વારા વ્યાપક તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. સવારે 8 વાગ્યાથી શરૂ થનારી મતગણતરી પ્રક્રિયામાં કુલ 21 રાઉન્ડ યોજાશે, જે ઉમેદવારોનું (candidates) રાજકીય ભાવી (political future) નક્કી કરશે.

This Live Blog has Ended
Advertisement

.

×