Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gandhinagar : કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહનું નિવેદન, Operation Sindoor નું નામકરણ પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવ્યું

gandhinagar   કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહનું નિવેદન  operation sindoor નું નામકરણ પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવ્યું
Advertisement

કેન્દ્રીય ગૃહમંત્રી તેમજ ગાંધીનગરના સાંસદ અમિતભાઈ શાહ બે દિવસની ગુજરાત મુલાકાતે છે. અમિતભાઈ શાહ આજે ગાંધીનગર લોકસભાની મુલાકાત લીધી હતી. તેમજ ગાંધીનગર લોકસભા મત વિસ્તારમાં 707 કરોડના વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુર્હૂત કર્યું હતું. તેમજ ત્યારે બાદ કોલવડા ખાતે જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. અમિતભાઈ શાહે જાહેરસભાને સંબોધતા જણાવ્યું હતું કે, મોદીજી જ્યારથી વડાપ્રધાન બન્યા છે. ત્યારથી ત્રણ વખત આતંકી હુમલાઓની ઘટના બની છે. અને મોદીજીએ ત્રણેય આતંકી હુમલાનો જડબાતોડ જવાબ આપ્યો છે. ઉરી હુમલાનો સર્જિકલ સ્ટ્રાઈકથી, પુલવામા હુમલાનો એર સ્ટ્રાઈકથી અને 'ઓપરેશન સિંદૂર' થી પાકિસ્તાનમાં આતંકીઓનાં અડ્ડાઓનો સફાયો કર્યો છે.

Advertisement

મોદીજીએ દરેક હુમલાનો જડબાતોડ જવાબ આપ્યોઃ અમિતભાઈ શાહ

May 17, 2025 7:54 pm

Advertisement

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે જણાવ્યું કે, વડાપ્રધાને વિકસીત ભારત બનાવવા માટે કોઈ કસર છોડી નથી. નરેન્દ્રભાઈએ દેશને સુરક્ષીત કરવાાનું કામ કર્યું છે. 2014 માં વડાપ્રધાન બન્યા પહેલા વર્ષોથી આતંકવાદી હુમલા થતા હતા. પાકિસ્તાનથી આતંકવાદીઓ આવતા હતા અને આપણા જવાનોને તેમજ પ્રજાને મારીને જતા રહેતા હતા. તેમજ બોમ્બ બ્લાસ્ટ કરતા અને અનેક ષડયંત્ર પણ કરવામાં આવતા હતા. તેનો કોઈ જવાબ આપવામાં આવતો ન હતો. પરંતું જ્યારથી નરેન્દ્રભાઈ મોદીએ શપથ લીધા છે ત્યારથી અત્યાર સુધી ત્રણ મોટા હુમલા થયા છે. જેમાં પહેલો હુમલો ઉરીમાં થયો, બીજો હુમલો પુલવામા અને ત્રીજો હુમલો પહલગામમાં થયો. મોદીજીએ દરેક હુમલાનો જડબાતોડ જવાબ આપ્યો છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ ગુજરાત પ્રવાસે

May 17, 2025 7:40 pm

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ ગુજરાત પ્રવાસે છે. 707 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું હતું. વાવોલ ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કર્યું હતું. ત્યાર બાદ ગાંધીનગર મનપાના વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું હતું. ગાંધીનગર મનપાના 554 કરોડના લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહનું નિવેદન

May 17, 2025 7:25 pm

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહનું નિવેદન, ઓપરેશ સિંદૂરનું નામકરણ પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવ્યું હતું. સિંદૂર નામ રાખવાનુંએ બહેનો માટે હતું. જેમના પતિની આતંકીઓ દ્વારા હત્યા કરવામાં આવી હતી.

પાક. સેનાએ નિર્દોષ જનતા પર હુમલો કરવાનો પ્રયાસ કર્યોઃ અમિત શાહ

May 17, 2025 7:22 pm

પાકિસ્તાનની સેના દ્વારા નિર્દોષ જનતા પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો. આપણી એર ડિફેસન્સ સિસ્ટમ એટલી મજબૂત હતી, કે એક પણ પાક. ની મિસાઇલ જમીન સુધી ન પહોંચી શકી. 9 તારીખે ભારતે 15 જગ્યાઓ પર પાક મા હુમલો કર્યો. આપણે પાકિસ્તાનના એરબેઝ તબાહ કરી દીધા હતા. આપણે બતાવી દીધું કે તમે અમારી મિસાઈલને નહિ રોકી શકો.

પહેલગામના હુમલાનો બદલો લેવામાં આવ્યો

May 17, 2025 7:19 pm

પહેલગામના હુમલા નો બદલો લઈ લેવામાં આવ્યો છે. આતંકી અડ્ડાઓને નેસ્ટ નાબૂદ કરી દેવામાં આવ્યા છે. ભારતે આપણા સંસ્કાર પ્રમાણે જવાબ આપ્યો છે. જૈશ અને લશ્કરે તઇબાના હેડ કવાટર્સ ઉડાવી દેવામાં આવ્યા છે. પાકિસ્તાનની સીમામા 100 કીમી અંદર જઇને પાકને જવાબ આપવામાં આવ્યો છે. આતંકવાદી કેટલા બધા કેમ્પમા છુપાઈને બેઠા હતા. આતંકીઓને સ્પષ્ટ સંદેશ છે. જવાબ ડબલ જુસ્સા સાથે આપવામાં આવશે.

ઓપરેશન સિંદૂર અંગે ગૃહમંત્રી અમિતભાઈ શાહ નું પહેલું નિવેદન

May 17, 2025 7:16 pm

દેશને સુરક્ષિત કરવાનું કામ પીએમ મોદી એ કર્યુ છે. 2014 પહેલા દેશમાં આતંકી હુમલાઓ થતા હતા. પહેલા કોઈ જવાબ આપવામાં આવતો ન હતો. પીએમ મોદીના કાર્યકાળમાં ત્રણ આતંકી હુમલાઓ થયા. ત્રણેય હુમલાનો જવાબ મક્કમતા સાથે આપવામાં આવ્યો છે. આજે આખી દુનિયા ભારતને જોઈ રહી છે. પાકિસ્તાન આજે ભયભીત છે.

This Live Blog has Ended
Advertisement

.

×