Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad Plane Crash : અમદાવાદ શહેરમાં કોંગ્રેસ દ્વારા કેન્ડલ માર્ચ યોજી મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

ahmedabad plane crash   અમદાવાદ શહેરમાં કોંગ્રેસ દ્વારા કેન્ડલ માર્ચ યોજી મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
Advertisement

ગુરુવારે બપોરે 1:40 વાગ્યે અમદાવાદથી લંડન (Ahmedabad to London) જઈ રહેલું એર ઈન્ડિયાનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું, જેમાં 265 લોકોના મોત થયા. આ ઘટનાએ દેશભરમાં શોકની લાગણી ફેલાવી છે. એરલાઈને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક પોસ્ટ દ્વારા જણાવ્યું કે વિમાનમાં 242 મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ હતા, જેમાંથી માત્ર 1 વ્યક્તિ જીવતી બચી શકી. આ દુર્ઘટના અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભર્યાની થોડી જ મિનિટોમાં બની, જેના કારણે સ્થાનિક અને રાષ્ટ્રીય સ્તરે તાત્કાલિક રાહત કાર્ય શરૂ કરવામાં આવ્યું. જણાવી દઇએ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે, શુક્રવારે સવારે 8:30 વાગ્યે અમદાવાદ પહોંચશે. તેઓ ઘટનાસ્થળની મુલાકાત લેશે અને અસરગ્રસ્ત વિસ્તારનું નિરીક્ષણ કરશે. આ ઉપરાંત, તેઓ અમદાવાદની સિવિલ હોસ્પિટલ (Ahmedabad Civil Hospital) માં દાખલ ઘાયલોને મળશે, જેથી ઘાયલોની સ્થિતિનો તાગ મેળવી શકાય અને પીડિત પરિવારોને સાંત્વના આપી શકાય.

Advertisement

Advertisement

ભરૂચના ભૂમિ ચૌહાણ મોડા પહોંચતા બચ્યા

June 13, 2025 11:39 pm

વિમાન દુર્ઘટનામાં ભરૂચના ભૂમિ ચૌહાણ મોડા પહોંચતા બચ્યા હતા. એરપોર્ટ પર ટ્રાફિકના કારણે 10 મિનિટ મોડા પહોંચ્યા હતા. બોર્ડિંગ લિસ્ટ પ્રિન્ટ આઉટ થતા ફ્લાઈટ ચૂકી ગયા હતા. 10 વર્ષની બાળકીને મૂકીને પતિ પાસે લંડન જઈ રહ્યા હતા.

અમદાવાદમાં પ્લેન ક્રેશની દુર્ઘટનાનો મામલો

June 13, 2025 11:38 pm

BJ મેડિકલ કોલેજની હોસ્ટેલ સાથે પ્લેન અથડાયું હતું. હોસ્ટેલની મેસના પાછળના ભાગે પ્લેન દિવાલ તોડીને ધૂસ્યું હતું. હોસ્ટેલમાં અત્યાર સુધીમાં 4થી વધુ વિદ્યાર્થીઓના મોત થયા છે. મેસમાં લગભગ 50 કરતા વધારે રેસિડેન્ટ તબીબો જમતા હતા.

અમદાવાદમાં થયેલ પ્લેન ક્રેશમાં પતિ પત્નીએ ગુમાવ્યો જીવ

June 13, 2025 11:36 pm

અમદાવાદમાં થયેલ પ્લેન ક્રેશમાં પતિ પત્નીએ ગુમાવ્યો જીવ, ચાંદખેડામાં રહેતા પરિવારે પુત્ર અને પુત્રવધુ ગુમાવ્યા, દીકરો લંડન ફાર્મસી કંપનીમાં મેનેજર તરીકે કરતો હતો કામ, છેલ્લા 3 વર્ષથી લંડનમાં કરતો હતો કામ, પ્લેન ક્રેશની ઘટના પહેલાં જ કરી હતી પિતા સાથે વાત

અમદાવાદ પ્લેન ક્રેશમાં એકનો એક પુત્ર ગુમાવ્યો

June 13, 2025 11:35 pm

અમદાવાદના ન્યુ મણિનગરમાં રહેતા પરિવાર પર આભ ફાટ્યું , અમદાવાદ પ્લેન ક્રેશમાં એકનો એક પુત્ર ગુમાવ્યો, દસ દિવસ પહેલા જ લોરેન્સના પિતાનું થયું હતું મૃત્યુ, લોરેન્સ પિતાના અંતિમ સંસ્કાર માટે આવ્યો હતો અમદાવાદ, 29મેના રોજ પિતાનું થયું હતું નિધન, લોરેન્સના એક વર્ષ પહેલા જ થયા હતા લગ્ન

પૂર્વ સીએમ વિજય રૂપાણીના અવસાનથી રાજ્યમાં છે શોક

June 13, 2025 11:33 pm

પૂર્વ સીએમ વિજય રૂપાણીના અવસાનથી રાજ્યમાં છે શોક, વિજયભાઈના મિત્ર અને પૂર્વ જિલ્લા પ્રમુખ દિલીપ ત્રિવેદીએ શ્રદ્ધાંજલી આપી, વિજયભાઈ#GujaratFirst એક સરળ અને સ્પષ્ટ વક્તા નેતા હતા: દિલીપ ત્રિવેદી, વિજયભાઇ દ્રઢ નિર્ણય શક્તિવાળા નેતા હતા:દિલીપ ત્રિવેદી, રાજકારણમાં વિજયભાઇનો સફર પ્રશંસનીય રહ્યો:દિલીપ ત્રિવેદી, વિજયભાઇના સમર્પણ અને અભિગમને દેશ યાદ રાખશે:દિલીપ ત્રિવેદી પૂર્વ સીએમ વિજય રૂપાણીના અવસાનથી રાજ્યમાં છે શોક

અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં સુરતના અંકિત ચોડવાડીયાનું મોત

June 13, 2025 11:29 pm

અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં સુરતના અંકિત ચોડવાડીયાનું મોત, વરાછા સ્થિત માતૃશક્તિ સોસાયટીનો રહવાસી છે અંકિત, અંકિત લંડન ખાતે બી.ફાર્મનો અભ્યાસ કરતો હતો, અંકિતે અંતિમ કોલ પોતાના પિતા ભગવાનભાઈને કર્યો હતો, પુત્રના અકાળે મોતથી અંકિતના પિતા અતિ વ્યથિત

પૂર્વ CM વિજય રૂપાણીના નિધનથી ભારે આધાત

June 13, 2025 11:18 pm

અમદાવાદમાં પ્લેશ ક્રેશ દુર્ઘટનાથી કરુણાંતિકા, પૂર્વ CM વિજય રૂપાણીના નિધનથી ભારે આધાત, સ્વ. વિજય રૂપાણી મિત્ર જ્યોતિન્દ્ર મહેતાનો શોક સંદેશ, સહકારી અગ્રણી જ્યોતિન્દ્ર મહેતાનો અમેરિકાથી શોક સંદેશ

અમદાવાદ શહેરમાં કોંગ્રેસ દ્વારા કેન્ડલ માર્ચ

June 13, 2025 11:17 pm

અમદાવાદમાં પ્લેન ક્રેશ દુર્ઘટનાથી સર્જાઈ કરુણાંતિકા અમદાવાદ શહેરમાં કોંગ્રેસ દ્વારા કેન્ડલ માર્ચ પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલ લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ પ્રદેશ પ્રમુખ શકિતસિંહ ગોહિલના નેતૃત્વમાં કેન્ડલ માર્ચ રાજીવગાંધી ભવનથી કોચરબ આશ્રમ સુધી કેન્ડલ માર્ચ કોંગ્રેસના હોદ્દેદારો,

Ahmedabad Plane Crash : અમદાવાદ પ્લેન દુર્ઘટના બાદ આ પંચાંગની તસવીર વાયરલ

June 13, 2025 11:16 pm

Ahmedabad Plane Crash : અમદાવાદ પ્લેન દુર્ઘટના બાદ આ પંચાંગની તસવીર વાયરલ

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં ક્રૂ નગંતોઈ શર્માનું મોત

June 13, 2025 5:32 pm

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં ક્રૂ નગંતોઈ શર્માનું મોત નિપજ્યું હતું. મણિપુરની 20 વર્ષીય નગંતોઈ શર્મા ક્રૂ મેમ્બર હતી. ઉડાન ભરતા પહેલાં નગંતોઈ બહેનને કોલ કર્યો હતો. દીદી હું લંડન જઈ રહી છું. તેવો અંતિમ કોલ કર્યો હતો. છેલ્લે માર્ચમાં પોતાના વતન થૌબલ નગંતોઈ ગઈ હતી. વર્ષ 2023 માં એર ઈન્ડિયામાં ક્રૂ તરીકે જોડાઈ હતી.

Air India Plane BlackBox: આ એ બ્લેક બોક્સ કે જે ખોલશે પ્લેન ક્રેશના તમામ રાજ!

June 13, 2025 5:25 pm

Air India Plane BlackBox: આ એ બ્લેક બોક્સ કે જે ખોલશે પ્લેન ક્રેશના તમામ રાજ!

Air India Plane Crash: 1 વર્ષ પહેલા પુત્રનું પ્લેન ક્રેશમાં મોત, હવે માતા-પિતા પણ બન્યા ભોગ

June 13, 2025 5:23 pm

Air India Plane Crash: 1 વર્ષ પહેલા પુત્રનું પ્લેન ક્રેશમાં મોત, હવે માતા-પિતા પણ બન્યા ભોગ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંજલિબેન રૂપાણીને મળ્યા

June 13, 2025 4:41 pm

અંજલિ રૂપાણીને વડાપ્રધાન મોદીએ પાઠવી સાંત્વના, વિજય રૂપાણીના મૃત્યુને લઈ PM Modi એ વ્યક્ત કર્યુ દુઃખ

પ્લેન ક્રેશ થયું તેમાં દીવના હતા 15 લોકો સવાર

June 13, 2025 4:39 pm

અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં દીવના 15 લોકોમાંથી 14 લોકોના મોત નિપજ્યા હતા. જે પ્લેન ક્રેસ થયું તેમાં દીવના 15 લોકો સવાર હતા. નાનકડા પ્રદેશમાંથી 14 લોકોના મોત થતા શોકનો માહોલ વ્યાપી જવા પામ્યો છે. દીવના દગાચી ગામમાં ગમગીનીનો માહોલ જોવા મળ્યો હતો. દીવના અનેક લોકો લંડન અને પોર્ટુગીઝમાં વસવાટ કરે છે. મૃતકોના સગા-સબંધીના બ્લક સેમ્પલ પણ લેવામાં આવ્યા છે.

This Live Blog has Ended
Advertisement

.

×