Rain in Gujarat : આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, બોટાદમાં NDRF એ કર્યું 18 લોકોનું રેસ્ક્યૂ
Rain in Gujarat : રાજ્યમાં ચોમાસાનું ધમાકેદાર આગમન થયું છે. શરૂઆતમાં જ મેઘરાજાએ મુશળધાર બેટિંગ કરી છે. રાજ્યનાં વિવિધ જિલ્લાઓમાં ધોધમાર વરસાદ (Heavy Rains) થતાં ઠેર ઠેર પાણી ભરાયા છે. ભાવનગર, ખેડા, સુરેન્દ્રનગર, રાજકોટ, છોટાઉદેપુર, બોટાદ સહિત સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યનાં 7 જિલ્લામાં 7 વાગ્યા સુધી વરસાદનું રેડ એલર્ટ (Red Alert) અપાયું છે. કચ્છ, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર અને રાજકોટમાં રેડ આપવામાં આવ્યું છે. જ્યારે, 61 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. મહેસાણા, સાબરકાંઠા, અમદાવાદ, અરવલ્લી, ગાંધીનગર, ખેડા, આણંદ, ભરૂચ અને સૌરાષ્ટ્રના અન્ય તમામ જિલ્લામાં પણ ઓરેન્જ એલર્ટ (Orange Alert) આપવામાં આવ્યું છે.
બોટાદના પીપળીયા ગામે ફસાયેલા લોકોનું રેસ્ક્યૂ કરાયું
June 17, 2025 10:14 pm
બોટાદ જિલ્લાનાં ગઢડા તાલુકાનાં પીપળીયા ગામે આવેલ વાડી વિસ્તારમાં અલગ-અલગ જગ્યાએ બે પરિવાર ફસાયા હતા. ગઈકાલે સાંજનાં સમયે ધોધમાર વરસાદ થતાં પરિવારો ફસાયા હતા. NDRF ની ટીમે 18 લોકોનું રેસ્ક્યૂ કરાયું છે. તે સમયે પ્રાંત અધિકારી, મામલતદાર, PI સહિતનાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ભાવગનરનાં તલગાજરડામાં ફસાયા હતા વિદ્યાર્થીઓ, ASI પોલીસ જવાને બહાદુરીપૂર્વક કર્યું રેસ્કયુ
June 17, 2025 8:58 pm
ભાવનગરમાં ગઈકાલે તલગાજરડામાં બાળકો ફસાયા હતા. જો કે, ASI પોલીસ જવાન દ્વારા તમામ બાળકોનું રેસ્કયુ કરાયું હતું. ચાલુ વરસાદમાં કમર સુધીનાં પાણીમાં ASI જવાને બાળકોનું રેસ્ક્યુ કર્યુ હતું. ASI હામુભાઈ આહીરે બહાદૂરીપૂર્વક બાળકોનું રેસ્ક્યુ કર્યાનો વીડિયો સામે આવ્યો છે.
ગઈકાલે તલગાજરડામાં ફસાયા હતા બાળકો
— Gujarat First (@GujaratFirst) June 17, 2025
ASI પોલીસ જવાન દ્વારા કરાયું હતું રેસ્કયુ
કમર સુધીના પાણીમાં ASI જવાને રેસ્ક્યુ કર્યુ હતું
ASI હામુભાઈ આહીરે બહાદૂરીપૂર્વક રેસ્ક્યુ કર્યું #Gujarat #Bhavnagar #Forecast #Cyclone #HeavyRain #Rainfall #AmbalalPatel #GujaratFirst pic.twitter.com/uBQeYy3zIw
ભાવનગરના મહુવામાં મુશળધાર વરસાદ, વૃદ્ધ ફસાયાનો Video વાઇરલ
June 17, 2025 8:35 pm
ભાવનગરના મહુવામાં દાઠાથી રાણીવાડાના માર્ગ પર પાણીનો પ્રવાહ ખૂબ જ વધી જતાં ત્યાંથી પસાર થતા વૃદ્ધ ફસાયા હતા. વૃદ્ધ પાણીનાં પ્રવાહમાંથી પસાર થતા ફસાયા હતા. જો કે, ઝાડ પકડી લેતા તેમનો જીવ બચ્યો હતો. 2 કલાક બાદ વૃદ્ધનો બચાવ થયો હતો. વૃદ્ધનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
ભાવનગરના મહુવામાં મુશળધાર વરસાદ
— Gujarat First (@GujaratFirst) June 17, 2025
દાઠાથી રાણીવાડાના માર્ગ પર પાણીનો પ્રવાહ
વૃદ્ધ પાણીના પ્રવાહમાંથી પસાર થતા ફસાયા
ઝાડ પકડી લેતા 2 કલાક બાદ બચાવ થયો
વૃદ્ધનો વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ #Gujarat #Bhavnagar #Forecast #Cyclone #HeavyRain #Rainfall #AmbalalPatel #GujaratFirst pic.twitter.com/OgEoZtHLHy
સાવરકુંડલાના ઘોબામાં ખેતમજૂરોને NDRF ની ટીમે બચાવ્યા
June 17, 2025 8:32 pm
સાવરકુંડલાના ઘોબામાં વરસાદી પાણીમાં ફસાયેલા ખેતમજૂરોને NDRF ની ટીમે બચાવ્યા છે. મેરામણ નદીમાં આવેલા પૂરથી વાડીએ જતાં 5 ખેતમજૂરો ફસાયેલા હતા. NDRF ની ટીમ દ્વારા બોટથી નદી પાર કરી તમામને બચાવી લેવાયા છે. NDRF નાં રેસ્ક્યુ ઓપરેશનનાં ગઈકાલનાં વીડિયો સામે આવ્યા છે.
સાવરકુંડલાના ઘોબામાં ખેતમજૂરોને NDRFની ટીમે બચાવ્યા
— Gujarat First (@GujaratFirst) June 17, 2025
મેરામણ નદીમાં પૂરથી વાડીએ 5 ખેતમજૂરો ફસાયેલા હતા
NDRFની ટીમ દ્વારા બોટથી નદી પસાર કરી બચાવી લેવાયા
NDRFના રેસ્ક્યુ ઓપરેશનના ગઈકાલના વીડિયો આવ્યા સામે #Gujarat #NDRF #Amreli #Forecast #Cyclone #HeavyRain #Rainfall #AmbalalPatel… pic.twitter.com/7bs1GqVFKL
રાજ્યમાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી
June 17, 2025 8:30 pm
રાજ્યમાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાથી રાજ્યમાં ધોધમાર વરસાદ પડી શકે છે. અમદાવાદ, આણંદ, ભરૂચ, સુરેન્દ્રનગરમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે.
રાજ્યમાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી
— Gujarat First (@GujaratFirst) June 17, 2025
ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાથી થશે વરસાદ
અમદાવાદ, આણંદ, ભરૂચ, સુરેન્દ્રનગરમાં રેડ એલર્ટ #Gujarat #Weather #Forecast #Cyclone #HeavyRain #Rainfall #AmbalalPatel #GujaratFirst pic.twitter.com/9b5yG6WM2Z
Bhavnagar નાં તળાજામાં નદીઓમાં ઘોડાપુર, મેથળા બંધારો ઓવરફ્લો
June 17, 2025 8:28 pm
ભાવનગરનાં મહુવા તળાજાનો મેથળા બંધારો ઓવરફ્લો થયો છે. ધોધમાર વરસાદ પડતા બગડ નદીમાં પણ ઘોડપુર આવ્યું છે. જ્યારે 13 ગામનાં ખેડૂતોને કુવાઓનાં પાણીમાં સુધારો જોવા મળશે. મેથળા બંધારો ઓવરફ્લો થતાં ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી છે.
Bhavnagar : તળાજામાં નદીઓમાં ઘોડાપુર, મેથળા બંધારો ઓવરફ્લો | Gujarat First
— Gujarat First (@GujaratFirst) June 17, 2025
-ભાવનગરના મહુવા તળાજાનો મેથળા બંધારો ઓવરફ્લો
-ધોધમાર વરસાદ પડતા મેથળા બંધારો થયો ઓવરફ્લો
-અતિભારે વરસાદથી બગડ નદીમાં ઘોડપુર આવ્યું
-13 ગામના ખેડૂતોને કુવાઓના પાણીમાં સુધારો જોવા મળશે
-મેથળા બંધારો… pic.twitter.com/CmOe8wUkhC
મોરબીનાં હળવદમાં ઘનશ્યામપુર નજીક વિદ્યાર્થીઓ ફસાયા
June 17, 2025 6:46 pm
મોરબીનાં હળવદમાં ધનશ્યામપુર નજીક વિદ્યાર્થીઓ ફસાયા હોવાની માહિતી સામે આવી છે. નાળાનું કામ ચાલતું હતું, જેમાં વિદ્યાર્થીઓ ફસાયા હતા. રાહતની વાત એ છે કે આસપાસનાં ગ્રામજનોએ વિદ્યાર્થીઓને પાણીના પ્રવાહમાંથી બહાર કાઢયા છે. સામાજિક આગેવાન દ્વારા આ ઘટનાનો વીડિયો વાઇરલ કરવામાં આવ્યો છે.
મોરબીના હળવદમાં ઘનશ્યામપુર નજીક વિદ્યાર્થીઓ ફસાયા
— Gujarat First (@GujaratFirst) June 17, 2025
નાળાનું કામ ચાલતુ હતુ જેમાં વિદ્યાર્થીઓ ફસાયા હતા
આસપાસના ગ્રામજનોએ વિદ્યાર્થીઓને પાણીના પ્રવાહમાંથી બહાર કાઢયા
સામાજિક આગેવાન દ્વારા વીડિયો વાયરલ કરવામાં આવ્યો #Gujarat #Morbi #Forecast #Cyclone #HeavyRain #Rainfall… pic.twitter.com/MTaBTF4qfv
રાજ્યમાં છેલ્લા બે કલાકમાં 86 તાલુકામાં વરસાદ
June 17, 2025 6:43 pm
રાજ્યમાં છેલ્લા 2 કલાકમાં 86 તાલુકામાં વરસાદ વરસ્યો છે. બે કલાકમાં સાયલામાં ધોધમાર 4 ઈંચ વરસાદ વરસ્યો છે, જ્યારે મુળીમાં 3 ઈંચ, બોટાદમાં 2 ઈંચ વરસાદ ખાબક્યો છે. સવારે 6 થી બપોરનાં 2 વાગ્યા સુધી 151 તાલુકામાં વરસાદ વરસ્યો છે. બોટાદના બરવાળામાં સાડા 6 ઈંચ વરસાદ ખાબક્યો છે.
રાજ્યમાં છેલ્લા બે કલાકમાં 86 તાલુકામાં વરસાદ
— Gujarat First (@GujaratFirst) June 17, 2025
બે કલાકમાં સાયલામાં ધોધમાર 4 ઈંચ વરસાદ વરસ્યો
મુળીમાં 3 ઈંચ, બોટાદમાં 2 ઈંચ વરસાદ ખાબક્યો
સવારે 6થી બપોરના 2 વાગ્યા સુધી 151 તાલુકામાં વરસાદ
બોટાદના બરવાળામાં સાડા 6 ઈંચ વરસાદ ખાબક્યો #Gujarat #Weather #Forecast #SiddhuNeSatt… pic.twitter.com/MKo0trF0kA
ભાવનગરમાં ડ્રોનમાં કેદ થયા શેત્રુંજી ડેમના અલૌકિક દ્રશ્યો
June 17, 2025 6:42 pm
ભાવનગરમાં ભારે વરસાદ બાદ નવા નીર આવ્યા છે, જેથી શેત્રુંજી ડેમમાં નવા નીરની આવક થઈ છે. ડેમનાં અદ્ભુત આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. શેત્રુંજી ડેમનાં 59 દરવાજા 3 ફૂટ સુધી ખોલાયા તેનો ડ્રોન વીડિયો સામે આવ્યો છે. શેત્રુંજી ડેમનાં અલાદક દ્રશ્યો ડ્રોન કેમેરામાં કેદ થયા છે.
Bhavnagar : ડ્રોનમાં કેદ થયા શેત્રુંજી ડેમના અલૌકિક દ્રશ્યો | Gujarat First
— Gujarat First (@GujaratFirst) June 17, 2025
-ભાવનગરમાં ભારે વરસાદ બાદ આવ્યા નવા નીર
-શેત્રુંજી ડેમ ના આકાશી દ્રશ્યો આવ્યા સામે
-શેત્રુંજી ડેમમાં નવા નીરની પુષ્કળ આવક થઈ
-શેત્રુંજી ડેમ ના 59 દરવાજા ખોલાયા તેના ડ્રોન વિડીયો સામે આવ્યા
-શેત્રુંજી ડેમ… pic.twitter.com/Zq4mZ6o4sg
છોટાઉદેપુરમાં સતત ત્રીજા દિવસે અવિરત વરસાદ
June 17, 2025 6:40 pm
છોટાઉદેપુર સતત ત્રીજા દિવસે પણ અવિરત વરસાદ વરસી રહ્યો છે. અનેક નદી, નાળામાં પાણીની સારી આવક થઈ છે. પાવી જેતપુરમાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે બોડેલી અને નસવાડીમાં અડધો ઇંચ વરસાદ થયો છે. કુદરતી સૌંદર્ય સોળ કળાએ ખીલી ઉઠ્યું છે. વરસાદી માહોલથી વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં લોકોને કાળઝાળ ગરમીથી રાહત મળી છે.
છોટાઉદેપુર ત્રીજા દિવસે પણ અવિરત વરસાદ
— Gujarat First (@GujaratFirst) June 17, 2025
અનેક નદી, નાળામાં પાણીની સારી આવક થઈ
પાવીજેતપુરમાં 1 ઇંચ વરસાદ નોંધાયો
બોડેલી અને નસવાડીમાં અડધો ઇંચ વરસાદ
કુદરતી સૌંદર્ય સોળ કળાએ ખીલી ઉઠ્યું
વરસાદી માહોલથી વાતાવરણમાં ઠંડક પ્રસરી #Gujarat #Chhotaudaipur #Forecast #Cyclone #HeavyRain… pic.twitter.com/kt0UAvsUlG
બોટાદમાં મેઘતાંડવ વચ્ચે બેદરકારીના દ્રશ્યો
June 17, 2025 6:38 pm
બોટાદમાં મેઘતાંડવ વચ્ચે બેદરકારીનાં દ્રશ્યો સામે આવ્યા છે. ખાંભડા ગામે પાણીનાં પ્રવાહમાં ન્હાવાની મજા લેતા યુવાનોનો વીડિયો સામે આવ્યો છે. ખાંભડા ગામનાં માલધારી વિસ્તારનો આ વાઇરલ વીડિયો હોવાની માહિતી સામે આવી છે. સતત વહી રહેલા પાણીમાં આ પ્રકારે નહાવું એ ગંભીર બેદરકારી છે.
બોટાદમાં મેઘતાંડવ વચ્ચે બેદરકારીના દ્રશ્યો આવ્યા સામે
— Gujarat First (@GujaratFirst) June 17, 2025
ખાંભડા ગામે પાણીના પ્રવાહમાં ન્હાવાની મજા લેતા યુવાનો
ખાંભડા ગામના માલધારી વિસ્તારનો વીડિયો હોવાની માહિતી
સતત વહી રહેલા પાણીમાં આ પ્રકારે નહાવું એ ગંભીર બેદરકારી#Gujarat #Botad #Forecast #Cyclone #HeavyRain #Rainfall… pic.twitter.com/UxP22ZDIko
ભાવનગરમાં મુશળધાર વરસાદ, અનેક ગામ સંપર્ક વિહોણા થયા
June 17, 2025 6:36 pm
ભાવનગરમાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે. પાલીતાણામાં ભારે વરસાદથી અનેક ગામ સંપર્ક વિહોણા થયા છે. પાલીતાણા અને સિહોરને જોડતા 12 ગામનો સંપર્ક તૂટ્યો છે. રંડોળાથી સિહોરને જોડતા મુખ્ય માર્ગ પરનો પુલ તૂટ્યો છે. જ્યા તંત્ર નથી પહોંચ્યું ત્યાં ગુજરાત ફર્સ્ટ પહોચ્યું છે અને ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ કરી સાચી વાસ્તવિક્તા દર્શકો સુધી પહોંચાડી છે. બુઢણા, લવરડા, ઢુંઢસર, સરકડીયા, ગુંદળાં ગામનો સંપર્ક તૂટ્યો છે.
ભાવનગરમાં ભારે વરસાદથી જનજીવન થયું પ્રભાવિત
— Gujarat First (@GujaratFirst) June 17, 2025
પાલીતાણામાં ભારે વરસાદથી અનેક ગામો સંપર્ક વિહોણા
પાલીતાણા અને સિહોરને જોડતા 12 ગામનો સંપર્ક તૂટ્યો
રંડોળાથી સિહોરને જોડતા મુખ્ય માર્ગ પરનો પુલ તૂટ્યો
જ્યા તંત્ર નથી પહોંચ્યું ત્યાં પહોચ્યું ગુજરાત ફર્સ્ટ
બુઢણા, લવરડા, ઢુંઢસર, સરકડીયા,… pic.twitter.com/wPAQ1MWofr
મોરબીમાં હળવદથી સરા વચ્ચે બ્રાહ્મણી નદીનું રોદ્રસ્વરૂપ
June 17, 2025 6:33 pm
મોરબીનાં હળવદથી સરા વચ્ચે દીઘડીયાની નદી બે કાંઠે થઈ છે. ચોમાસાની શરૂઆતમાં જ શકિતધામ દીઘડીયાની બ્રાહ્મણી નદીનું રોદ્રસ્વરૂપ જોવા મળ્યું છે. આજુંબાજુંના ગામમાં લોકો સંપર્ક વિહોણા થયા છે. બ્રાહ્મણી નદીમાં પુલ ઉપરથી 3 ફૂટ પાણી વહી રહ્યું છે.
Morbi : હળવદથી સરા વચ્ચે બ્રાહ્મણી નદીનું રોદ્રસ્વરૂપ | Gujarat First
— Gujarat First (@GujaratFirst) June 17, 2025
-મોરબીના હળવદથી સરા વચ્ચે દિઘડીયાની નદી બે કાંઠે
-શકિતધામ દિઘડીયાની બ્રાહ્મણી નદીનું રોદ્રસ્વરૂપ
-આજુબાજુના ગામ લોકો થયાં સંપર્ક વિહોણા
-બ્રાહ્મણી નદીમાં પુલ ઉપરથી ૩ ફૂટ પાણી વહી રહ્યું છે
-પુલ ઉપર ત્રણ ફૂટ… pic.twitter.com/tKEMdcae7v
સુરેન્દ્રનગરમાં મુળી તાલુકાનો નાયકા ડેમ ઓવરફ્લો, 10 દરવાજા ખોલાયા
June 17, 2025 5:53 pm
સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાનો નાયકા ડેમ ઓવરફ્લો થયો છે. ડેમ ઓવરફ્લો થતા 10 દરવાજા 4 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. ઉપરવાસમાં ભારે વરસાદનાં કારણે ડેમ ઓવરફ્લો છે. ગૌતમગઢ, ગોદાવરી, શેખપર, નાયકા ગામને એલર્ટ કરાયા છે.
Surendranagar : મુળી તાલુકાનો નાયકા ડેમ ઓવરફ્લો | Gujarat First
— Gujarat First (@GujaratFirst) June 17, 2025
-સુરેન્દ્રનગરના મુળી તાલુકાનો નાયકા ડેમ ઓવરફ્લો
-ડેમના 10 દરવાજા 4 ફૂટ સુધી ખોલવામાં આવ્યા
-ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ડેમ ઓવરફ્લો
-ગૌતમગઢ, ગોદાવરી, શેખપર, નાયકા ગામને એલર્ટ કરાયા#Surendranagar #NaykaDam… pic.twitter.com/uXvVgsZ2gt
ભાવગનરમાં સ્કૂલો બંધ, થાપનાથમાં 60 લોકો ફસાયા, NDRF ની ટીમ પહોંચી
June 17, 2025 5:30 pm
ભાવનગર જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ થતાં આવતીકાલે તમામ સ્કૂલો બંધ રહેશે એવી જાહેરાત કરાઈ છે. તમામ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી સ્કૂલો બંધ રાખવામાં આવી છે. મહુવા, વલ્લભીપુર, સિહોર સહિતનાં તાલુકામાં ધોધમાર વરસાદ થતાં જનજીવન પ્રભાવિત થયું છે. વલ્લભીપુરનું થાપનાથમાં 60 લોકો ફસાયા હોવાની માહિતી છે. કાળુભાર નદીનું પાણી ગામમાં ઘૂસી જતાં ગ્રામ્યજનો ફસાયા છે. NDRF ની ટીમ દ્વારા રેસ્ક્યૂ કામગીરી કરાઈ રહી છે. આખુ ગામ બેટમાં ફેરવાતા તંત્ર સાબદું બન્યું છે. જ્યારે સિહોરમાં પણ મગલાણા ગામમાં સોલાર પ્લાન્ટમાં લોકો હતા. પાણીના ધસમસતા પ્રવાહમાં પાંચ લોકો ફસાયા હતા. સિહોરના PI બી.ડી.જાડેજા અને સ્થાનિકોની મદદથી હાલ રેસ્ક્યૂની કામગીરી ચાલી રહી છે.
ભાવનગરના સિહોરમાં મગલાણા ગામમાં સોલાર પ્લાન્ટમાં ફસાયા લોકો
— Gujarat First (@GujaratFirst) June 17, 2025
પાણીના ધસમસતા પ્રવાહમાં પાંચ લોકો ફસાયા હતા
મગલાણી નદીમાં પૂરનો પ્રવાહ આવી જતા ફસાયા હતા લોકો
બચાવ માટે ઉતરેલા સ્થાનિક તરવૈયા પણ ફસાઈ ગયા હતા પાણીમાં
સિહોરના PI બી.ડી.જાડેજા દોરડું બાંધી પાણીમાં કૂદ્યા હતા… pic.twitter.com/KSCAKDlGUY
Bhavnagar ના સિહોરમાં પ્રચંડ પ્રવાહમાં તણાયા વાહનો
June 17, 2025 5:28 pm
ચોમાસાની ઋતુનાં પહેલા જ વરસાદે ભાવનગર જિલ્લાને ઘમરોળ્યું છે. ભાવનગર જિલ્લામાં ઠેર ઠેર અવરિત વરસાદ થતાં પાણી ભરાયા છે. રહેણાક વિસ્તારોમાં પૂર આવ્યો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. જિલ્લાનાં સિહોરમાં વરસાદનાં પ્રચંડ પ્રવાહમાં વાહનો તણાયા છે. જ્યારે મહુવામાં પણ મુશળધાર વરસાદ થયો છે. દાઠાથી રાણીવાડાના માર્ગ પર પાણીનો પ્રવાહમાં વૃદ્ધ ફસાયા હતા. જો કે, ઝાડ પકડી લેતા 2 કલાક બાદ તેમનો બચાવ થયો છે. વલ્લભીપુરમાં પણ વરસાદ બાદ ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી છે. ખારી નદી, ઘેલો નદી અને કાળુભાર નદી બે કાંઠે થઈ છે.
Gujarat Heavy Rain : Bhavnagar ના સિહોરમાં પ્રચંડ પ્રવાહમાં તણાયા વાહનો । Gujarat First#bhavnagar #Gujarat #bhavnagar #Rains #saurashtrarain #rainalert #rainingujarat #Weather #gujaratheavyrain #gujaratfirst pic.twitter.com/GsT8E0ZE5c
— Gujarat First (@GujaratFirst) June 17, 2025
દ્વારકા જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદી માહોલ
June 17, 2025 5:21 pm
દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં ધમાકેદાર વરસાદ વરસ્યો છે. રાવલમાં મેઘરાજાનું આગમન થતા ગરમીથી રાહત મળી છે. ભાણવડનાં ગ્રામ્ય પંથકમાં વરસાદની તોફાની બેટિંગ જોવા મળી છે. ધોધમાર વરસાદથી ખેતરોમાં પાણી વહેતા થયા છે.
-દ્વારકા જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ છવાયો
— Gujarat First (@GujaratFirst) June 17, 2025
-દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં ધમાકેદાર વરસાદ
-રાવલમાં મેઘરાજાનું આગમન થતા ગરમીથી મળી રાહત
-ભાણવડના ગ્રામ્ય પંથકમાં વરસાદની તોફાની બેટિંગ
-ધોધમાર વરસાદથી ખેતરોમાં પાણી વહેતા થયા#DwarkaRains #GujaratMonsoon #HeavyRain #Kalyanpur… pic.twitter.com/g16M8OI3jM
ચોટીલામાં ધોધમાર વરસાદ, ફસાયેલા વ્યક્તિનું રેસ્ક્યૂ કરાયું
June 17, 2025 5:17 pm
સુરેન્દ્રનગરના ચોટીલામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. રૂડેશ્વર તળાવમાં ભારે વરસાદને પગલે એક વ્યક્તિ ફસાયો હતો. તંત્ર દ્વારા એક વ્યક્તિનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. ચોટીલા મામલતદાર અને નગરપાલિકાની ટીમ દ્વારા ફસાયેલા વ્યક્તિનું સફળતાપૂર્વક રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે.
Gujarat Heavy Rain : યુવકનું દિલધડક રેસ્ક્યુ જોઈને રૂંવાડા ઉભા થઇ જશે ! । Gujarat First
— Gujarat First (@GujaratFirst) June 17, 2025
સુરેન્દ્રનગરના ચોટીલામાં ધોધમાર વરસાદ
રૂડેશ્વર તળાવમાં ભારે વરસાદને પગલે એક વ્યક્તિ ફસાયો
તંત્ર દ્વારા એક વ્યક્તિનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું
ચોટીલા મામલતદાર અને નગરપાલિકાની ટીમ રેસ્ક્યૂ… pic.twitter.com/Z9YPzVeFyv
છોટાઉદેપુર જિલ્લામાં મેઘરાજાની અવિરત બેટિંગ
June 17, 2025 5:15 pm
છોટાઉદેપુર જિલ્લામાં મેઘરાજાની અવિરત બેટિંગ જોવા મળી છે. જિલ્લાનાં બોડેલી, સંખેડા ,પાવી જેતપુરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. યાત્રાધામ પાવાગઢ ખાતે હિલ સ્ટેશનને ભુલાવી દે એવો અદ્દભુત નજારો જોવા મળ્યો છે. વહેલી સવારે મંદિર અને ડુંગર વાદળો અને ધુમ્મસમાં લપેટાયા છે. જ્યારે ઉપરવાસમાં વરસાદ શરૂ થતાં સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવક શરૂ થઈ છે.
-છોટાઉદેપુર જિલ્લામાં મેઘરાજાની અવિરત બેટિંગ
— Gujarat First (@GujaratFirst) June 17, 2025
-બોડેલી, સંખેડા ,પાવી જેતપુરમાં ધોધમાર વરસાદ
-યાત્રાધામ પાવાગઢ ખાતે હિલ સ્ટેશનને ભુલાવી દે એવો અદ્દભુત નજારો
-વહેલી સવારે મંદિર અને ડુંગર વાદળો અને ધુમ્મસમાં લપેટાયા
-સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવક શરૂ
-ઉપરવાસમાં વરસાદ શરૂ થતાં… pic.twitter.com/7r5qPi4KMM
ભાવનગરમાં પાલિતાણામાં રજાવળ નદી બે કાંઠે થઈ
June 17, 2025 4:52 pm
ભાવનગરમાં પાલિતાણામાં રજાવળ નદી બે કાંઠે થઈ છે. રંડોળા ગામે નદીમાં કાર તણાઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. કાર તણાયાનો LIVE વીડિયો સામે આવ્યો છે. જો કે, સદનસીબે કારમાં સવાર પરિવારનો આબાદ બચાવ થયો છે. માહિતી અનુસાર, ગઈકાલે સાંજે 6 વાગ્યે કાર નદીમાં તણાઈ હોવાની ઘટના છે.
Gujarat Heavy Rain : ભારે વરસાદ વચ્ચે કાર તણાઈ । Gujarat First#gujaratweather #rainingujarat #gujaratrain #weatherupdate #gujaratfirst pic.twitter.com/lVG5L4J0Sb
— Gujarat First (@GujaratFirst) June 17, 2025
રાજ્યના 7 જિલ્લામાં 7 વાગ્યા સુધી વરસાદનું રેડ એલર્ટ
June 17, 2025 4:49 pm
હવામાન વિભાગ દ્વારા કચ્છ, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર અને રાજકોટમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે મહેસાણા, સાબરકાંઠા, અમદાવાદ, અરવલ્લી, ગાંધીનગર, ખેડા, આણંદ, ભરૂચ અને સૌરાષ્ટ્રના અન્ય તમામ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.
-છોટાઉદેપુર જિલ્લામાં મેઘરાજાની અવિરત બેટિંગ
— Gujarat First (@GujaratFirst) June 17, 2025
-બોડેલી, સંખેડા ,પાવી જેતપુરમાં ધોધમાર વરસાદ
-યાત્રાધામ પાવાગઢ ખાતે હિલ સ્ટેશનને ભુલાવી દે એવો અદ્દભુત નજારો
-વહેલી સવારે મંદિર અને ડુંગર વાદળો અને ધુમ્મસમાં લપેટાયા
-સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવક શરૂ
-ઉપરવાસમાં વરસાદ શરૂ થતાં… pic.twitter.com/7r5qPi4KMM