Gujarat Rain : ભાવનગર જિલ્લાના પાલીતાણાના વાતાવરણમાં અચાનક પલટો
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 148 તાલુકામાં વરસાદ પડ્યો હતો. રાજકોટના ગોંડલમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે ખંભાત, દસાડામાં 3-3 ઈંચ વરસાદ વરસ્યો હતો. રાજકોટ, માંડલ, નડિયાદમાં અઢી ઈંચ વરસાદ પડ્યો હતો. રાજ્યના 8 તાલુકામાં 2-2 ઈંચ વરસાદ વરસ્યો હતો. અન્ય તાલુકામાં અડધાથી દોઢ ઈંચ સુધીનો વરસાદ પડ્યો હતો.
સાવરકુંડલા પંથકમાં શરૂ થયો વરસાદ
June 15, 2025 11:49 pm
સાવરકુંડલા પંથકમાં વરસાદ શરૂ થયો હતો. સાવરકુંડલા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. સાવરકુંડલાના કરજાળા, નેસડી, ઓળીયા, ઝીંઝુડા, પીઠવડી ગામોમાં વરસાદ પડ્યો હતો. નેસડી ગામની બજારોમાં વરસાદી પાણી ભરાયા હતા. ધોધમાર વરસાદથી ગરમીથી રાહત મળી હતી. ખાંભા ગીર બાદ સાવરકુંડલા પંથકમાં વરસાદ શરૂ થયો હતો.
પંચમહાલ જિલ્લામાં વાતાવરણ માં પલટો આવ્યો
June 15, 2025 11:38 pm
પંચમહાલ જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો. જાંબુઘોડા અને ઘોઘંબામાં વરસાદી માહોલ જામ્યો હતો. ઘોઘંબાના પૂર્વ વિસ્તારમાં ગાજવીજ સાથે મેઘરાજાનું આગમન થયું હતું. ભારે ઉકળાટ બાદ સમી સાંજના સમયે વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી.
દોઢ કલાકમાં બે ઈંચ જેટલો વરસાદ
June 15, 2025 11:29 pm
બનાસકાંઠાના પાલનપુરમાં દોઢ કલાકમાં બે ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. શહેરા અનેક વિસ્તારોમાં પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી પડી હતી. ગઠામણ પાટીયા, ગુરૂ નાનક ચોક, આદર્શ હાઈસ્કૂલ રોડ, સિવિલ રોડ વિસ્તારમાં પાણી ભરાયા હતા. દોઢ કલાકમાં પાલનપુરમાં ભારે વરસાદથી પાણી જ પાણી થઈ ગયું હતું.
પાલીતાણાના વાતાવરણમાં અચાનક પલટો
June 15, 2025 11:24 pm
ભાવનગર જિલ્લાના પાલીતાણાના વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો હતો. વાતાવરણમાં પલટો આવતા વરસાદી માહોલ સર્જાયો હતો. અસહ્ય બફારા બાદ વાતાવરણમાં પલટો આવતા વરસાદી માહોલ સર્જાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. પાલીતાણાના વિરપુર, જીવાપુર, ડુંગરપુર, આદપુર, જામવાળી, લુવારાવાવ, રાજથળી, સેંજળીોયા, ઘેટી સહિતમાં વરસાદી માહોલ છવાયો હતો. વરસાદી માહોલ સર્જાતા વાતાવરણ ઠંડુ થતા ગરમીથી લોકોને રાહત મળી હતી.
દ્વારકા જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી
June 15, 2025 6:27 pm
દ્વારકા જિલ્લામાં મેઘરાજાની શાહી સવારી આવી પહોંચી હતી. ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધમાકેદાર વરસાદનું આગમન થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ખંભાળિયા તાલુકાના લાલ પરડા,લાલુકા,જૂની ફોટ,મોટી ખોખરી સહિતના ગામોમાં મેઘરાજાની શાહી સવારી આવી પહોંચી હતી. ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છવાતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. અનેક ગ્રામ્ય વિસ્તારોમાં સારા વરસાદના પગલે ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ જવા પામી હતી.
જૂનાગઢ શહેરમાં ધોધમાર વરસાદ
June 15, 2025 6:25 pm
જૂનાગઢ શહેરમાં બપોર બાદ ધોધમાર વરસાદ પડ્યો હતો. જૂનાગઢ શહેરના મોટાભાગના વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો હતો. વરસાદને કારણે લોકોને ગરમીથી રાહત મળશે. જૂનાગઢના કાળવા ચોક, બસ સ્ટેશન વિસ્તાર, આઝાદ ચોક, જોશીપરા વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો હતો.
વિસાવદરમાં ગાજ-વીજ સાથે વરસાદનું આગમન
June 15, 2025 6:22 pm
વિસાવદરમાં ગાજવીજ સાથે વરસાદનું આગમન થવા પામ્યું હતું. વાદળછાયા વાતાવરણ બાદ કડાકા ભડાકા સાથે વરસાદી તૂટી પડ્યો હતો. છેલ્લા બે દિવસથી ભારે ઉકળાટ વચ્ચે વરસાદનું આગમન થયું હતું. આતુરતાથી રાહ જોઈ રહેલા લોકોમાં વરસાદના આગમનથી ખુશી છવાઈ જવા પામી હતી. ચોમાસાના સત્તાવાર પ્રારંભના સમયે જ વરસાદથી ખેડૂતો પણ ખુશખુશાલ થઈ જવા પામ્યા હતા.
સુરત શહેરના જુદા જુદા વિસ્તારમાં વરસાદ
June 15, 2025 6:15 pm
સુરત શહેરના જુદા જુદા વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો હતો. વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદની એન્ટ્રી થઈ હતી. ભારે પવન ફૂંકાવાની સાથે વરસાદ વરસ્યો હતો. ઉકળાટ વચ્ચે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી.
નવસારી જિલ્લામાં વરસાદી માહોલ
June 15, 2025 6:14 pm
નવસારી જિલ્લાના તમામ છ તાલુકાઓમાં વરસાદી માહોલ છવાયો હતો. ચીખલી અને વાંસદા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો હતો. વાંસદા અને ચીખલીમાં ધીમી ધારે વરસાદ પડ્યો હતો. નવસારી શહેરમાં પણ વરસાદી માહોલ છવાયો હતો.
ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ
June 15, 2025 5:56 pm
ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ છવાયો હતો. બપોર બાદ ગિરિમથક સાપુતારા તેમજ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે વરસાદી માહોલ છવાયો હતો. ગાજવીજ સાથે વરસાદ પડતા રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. આજુબાજુનાં સમગ્ર વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંકડ પ્રસરી જવા પામી હતી.