Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

PM Modi Gujarat Visit : અમદાવાદમાં PM Modi ના ભવ્ય રોડ શો માટે માનવ મહેરામણ ઉમટ્યો

pm modi gujarat visit   અમદાવાદમાં pm modi ના ભવ્ય રોડ શો માટે માનવ મહેરામણ ઉમટ્યો
Advertisement

PM Modi in Gujarat :  ભુજમાં વિવિધ વિકાસકામોના લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યુ. તથા ભુજથી અમદાવાદ જવા રવાના થઈ ગયા હતા. સાંજે PM મોદી અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા છે. અમદાવાદમાં વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કરવા માટે અમદાવાદ એરપોર્ટથી ઈન્દિરા સર્કલ સુધી રોડ શોનું આયોજન કરાયું છે. PM મોદી રાત્રે ગાંધીનગર રાજભવન પહોંચશે. વડાપ્રધાન મોદી રાજભવન ખાતે રાત્રી રોકાણ કરશે.

ગુજરાતના પનોતા પુત્ર એવા PM મોદી વતન પ્રવાસે છે. જેમાં વડાપ્રધાન મોદી આજથી બે દિવસ ગુજરાત પ્રવાસે છે. ઓપરેશન સિંદૂર બાદ પ્રથમ વખત ગુજરાત પ્રવાસે છે. સવારે 10 કલાકે તેઓ વડોદરા એરપોર્ટ પહોંચ્યા હતા. જેમાં વડોદરાથી PM હેલિકોપ્ટર મારફતે દાહોદ પહોંચ્યા હતા. તથા બપોરે 12 કલાકે જાહેર કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતા. તેમજ 20 હજાર કરોડના વિવિધ વિકાસકાર્યોની ભેટ આપી છે.

Advertisement

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કચ્છમાં 33 વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યુ.  રૂપિયા 53,414 કરોડના વિકાસકાર્યોની ભેટ કંડલા પોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વિકાસ ભેટ વડાપ્રધાન મોદીએ આપી છે.

Advertisement

દાહોદના કાર્યક્રમ બાદ વડોદરા એરપોર્ટ પરત ફર્યા હતા. જેમાં વડોદરા એરપોર્ટથી ભુજ જવા માટે રવાના થયા હતા.  ભુજમાં વડાપ્રધાન મોદીના સ્વાગતમાં ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ભવ્ય રોડ શોની સફળતા બાદ વડાપ્રધાન મોદી સભા સ્થળે પહોંચી ગયા છે. અહીં તેમણે ઉપસ્થિત લાખો લોકોનું સમર્થન ઝીલ્યું છે. વડાપ્રધાનની ભવ્ય આગતા-સ્વાગતા કરાઈ છે. જાહેર સભામાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન મોદીની કાર્યપદ્ધતિની પ્રશંસા કરી છે.

વડાપ્રધાને ભુજમાં જાહેરસભાને સૂચક સંબોધન પણ કર્યુ છે. જેમાં વડાપ્રધાને કચ્છી લોકોના ખમીરની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે બાળકોને કચ્છનો ક અને ખમીરનો ખ ભણાવો. તેમણે ભૂકંપ બાદ કચ્છવાસીઓએ જે રીતે પ્રગતિ કરી તેની પણ પ્રશંસા કરી હતી. તેમણે નર્મદાનું પાણી જ્યારે કચ્છમાં પહોંચ્યું તે દિવસ દિવાળી જેવો હોવાનો ઉલ્લેખ કર્યો હતો.

PM Modi Gujarat Visit : અમદાવાદમાં PM Modi ના ભવ્ય રોડ શો માટે માનવ મહેરામણ ઉમટ્યો

May 26, 2025 8:00 pm

વડાપ્રધાન કચ્છથી સીધા અમદાવાદ આવવા રવાના થયા છે. અમદાવાદમાં વડાપ્રધાન મોદી માટે ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન મોદીને આવકારવા માટે નાગરિકોનો બહુ ઉત્સાહી થઈ ગયા છે. તેઓ રોડ પર મોટી સંખ્યામાં ઉતરી આવ્યા છે. લોકોનો જૂસ્સો સાતમા આસમાને છે.

વડાપ્રધાને ભુજમાં 53,414 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત કર્યુ

May 26, 2025 7:33 pm

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કચ્છમાં 33 વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યુ.  રૂપિયા 53,414 કરોડના વિકાસકાર્યોની ભેટ કંડલા પોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વિકાસ ભેટ વડાપ્રધાન મોદીએ આપી છે.

નર્મદાનું પાણી કચ્છ પહોંચ્યું તે દિવસ દિવાળી જેવો હતો - વડાપ્રધાન મોદી

May 26, 2025 6:43 pm

વડાપ્રધાને ભૂકંપ બાદ કચ્છવાસીઓએ જે રીતે પ્રગતિ કરી તેની પણ પ્રશંસા કરી હતી. તેમણે નર્મદાનું પાણી જ્યારે કચ્છમાં પહોંચ્યું તે દિવસ દિવાળી જેવો હોવાનો ઉલ્લેખ કર્યો હતો.

ભારતીય સેનાની કાર્યવાહીથી સમગ્ર પાકિસ્તાન ધૃજી ઉઠ્યું છે - વડાપ્રધાન મોદી

May 26, 2025 6:18 pm

વડાપ્રધાને ભુજમાં જાહેરસભાને સંબોધન દરમિયાન પાકિસ્તાન અને આતંકવાદ પર આકરા વાકપ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે, ભારતીય સેનાની કાર્યવાહીથી સમગ્ર પાકિસ્તાન ભયથી ધ્રુજી ઉઠ્યું છે.

હું તો કહું છું કે બાળકોને કચ્છનો ક અને ખમીરનો ખ ભણાવો - વડાપ્રધાન

May 26, 2025 5:39 pm

વડાપ્રધાને ભુજમાં જાહેરસભાને સંબોધનની શરુઆત કચ્છી ભાષામાં રામ-રામ કહીને કરી. તેમણે કહ્યું કે, કચ્છની પ્રજા બહુ ખમીરવંતી છે. હું તો કહું છું કે બાળકોને કચ્છનો 'ક' અને ખમીરનો 'ખ' ભણાવો.

ભુજમાં જાહેર સભાના સંબોધનની શરુઆત વડાપ્રધાને રામ-રામ કહીને કરી

May 26, 2025 5:27 pm

વડાપ્રધાને ભુજમાં જાહેર સભાને સંબોધન શરુ કર્યું. તેમણે ઉપસ્થિત લોકોને રામ રામ કહીને સંબોધનની શરુઆત કરી

ભુજમાં જાહેર સભાના સંબોધનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન મોદીની કાર્યપદ્ધતિની પ્રશંસા કરી

May 26, 2025 5:22 pm

ભુજમાં વડાપ્રધાન મોદીના સ્વાગતમાં ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ભવ્ય રોડ શોની સફળતા બાદ વડાપ્રધાન મોદી સભા સ્થળે પહોંચી ગયા છે. અહીં તેમણે ઉપસ્થિત લાખો લોકોનું સમર્થન ઝીલ્યું છે. વડાપ્રધાનની ભવ્ય આગતા-સ્વાગતા કરાઈ છે. જાહેર સભામાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન મોદીની કાર્યપદ્ધતિની પ્રશંસા કરી છે.

ભુજમાં PM Modi ભવ્ય રોડ શો કર્યા બાદ સભા સ્થળે પહોંચ્યા, લાખો લોકોએ આપ્યો આવકાર

May 26, 2025 3:49 pm

ભુજમાં વડાપ્રધાન મોદીના સ્વાગતમાં ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ભવ્ય રોડ શોની સફળતા બાદ વડાપ્રધાન મોદી સભા સ્થળે પહોંચી ગયા છે. અહીં તેમણે ઉપસ્થિત લાખો લોકોનું સમર્થન ઝીલ્યું છે. વડાપ્રધાનની ભવ્ય આગતા-સ્વાગતા કરાઈ છે

ભુજમાં PM Modi ના રોડ-શોમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

May 26, 2025 2:49 pm

ભુજમાં વડાપ્રધાન મોદીએ રોડ શોમાં ભાગ લીધો છે. રોડ શોમાં મોટી સંખ્યામાં નાગરિકો ઉમટી પડ્યા છે. અહીં રોડ શો યોજ્યા બાદ જાહેરસભાને સંબોધશે. સભા સ્થળ પર મોટી સંખ્યામાં લોકો આવી પહોંચ્યા છે.

‘મોદીએ ત્રણેય સેનાને ખુલ્લી છૂટ આપી’ - PM Modi

May 26, 2025 2:25 pm

PM Modi એ ત્રણેય સેનાને ખુલ્લી છૂટ આપી. આપણાં શૂરવીરોએ એ કરી બતાવ્યું જે દુનિયાએ દાયકાઓથી જોયું નહોતું. અમે સીમા પારના 9 આતંકી અડ્ડાઓને શોધી લીધા અને 22 તારીખે જે ખેલ ખેલ્યો હતો તેને 6 તારીખે રાત્રે 22 મિનિટમાં માટીમાં ભેળવી દીધા.

પહેલગામ આતંકી હુમલા પર પીએમ મોદીનો હુંકાર

May 26, 2025 2:07 pm

"પહેલગામમાં આતંકીઓએ જે કર્યું તેના પછી ચૂપ રહી ન શકાય" "આતંક ફેલાવનારાઓએ સપનામાં પણ નહીં વિચાર્યું હોય" "મોદીનો મુકાબલો કરવો કેટલું અઘરું તે ક્યારેય વિચાર્યું નહીં હોય" "બાળકો સામે જ તેના પિતાને ગોળી મારી દેવામાં આવી"

પહેલગામ હુમલાની તસવીરો જોઇ લોહી ઉકળે છે - PM Modi

May 26, 2025 2:05 pm

દાહોદમાં મોદી બોલ્યા - પહેલગામ હુમલાની તસવીરો જોઇ લોહી ઉકળે છે, આતંકવાદીઓએ 140 કરોડ ભારતીયોને પડકાર ફેંક્યો હતો. અમે તેમના અડ્ડાઓને મિટ્ટીમાં મિલાવી દીધા છે.

મારા આદિવાસીભાઈઓ માટે મેં મારી જાતને સમર્પિત કરી : PM Modi

May 26, 2025 1:49 pm

હું જ્યારે મુખ્યમંત્રી હતો ત્યારે પણ ગુજરાતનો પૂર્વીય પટ્ટ, મારા આદિવાસીભાઈઓ માટે મેં મારી જાતને સમર્પિત કરી છે. છેલ્લા 11 વર્ષ આદિવાસી ભાઈઓનો વિકાસ કર્યો છે. ગુજરાતના આખા આદિવાસી પટ્ટામાં 7 દાયકાથી ફર્યો છું. એક એવો સમય હતો કે, ઉમરગામથી અંબાજી સુધી 12 સાયન્સ સ્કૂલ નહોતી. આજે આદિવાસી પટ્ટામાં અનેક કોલેજ, મેડિકલ કોલેજ, બે-બે યુનિવર્સિટીઓ, એકલવ્ય મોડલ સ્કૂલો બની છે.

‘ભારત દુનિયાનું મોટું એક્સપોર્ટર બની રહ્યું છે’ - PM Modi

May 26, 2025 1:25 pm

આજે ભારત દુનિયાનું મોટું એક્સપોર્ટર બની રહ્યું છે. ઓસ્ટ્રેલિયાની મેટ્રોમાં આપણા ગુજરાતમાં બનેલા કોચ છે. મેક્સિકો, સ્પેન, જર્મની આ દેશોમાં પણ રેલવે દ્વારા જરૂરી નાના મોટા સાધનો ભારતમાં બનીને જઈ રહ્યા છે.

આજના જ દિવસે મેં પહેલીવાર વડાપ્રધાન પદના શપથ લીધા હતા : PM Modi

May 26, 2025 1:05 pm

આજે 26 મેનો દિવસ છે. 2014માં આજના જ દિવસે મેં પહેલીવાર વડાપ્રધાન પદના શપથ લીધા હતા. ગુજરાતના લોકોએ મને ભરપૂર આશીર્વાદ આપ્યા અને પછી દેશના કોટી કોટી લોકોએ મને આશીર્વાદ આપવામાં કોઈ ખોટ રાખી નથી.

હવે આતંકનો જવાબ તરત, સચોટ અને સતત કાર્યવાહીથી અપાશે: CM ભૂપેન્દ્ર પટેલ

May 26, 2025 12:59 pm

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે ઓપરેશન સિંદૂરની સફળતા પછી ગુજરાતની ધરતી પર પ્રથમવાર પધારનાર પીએમ મોદીને ગુજરાત વતી અભિનંદન પાઠવું છું. પીએમએ ઓપરેશન સિંદૂરના માધ્યમથી આતંકવાદ સામેના નવા માપદંડ નક્કી કર્યા છે. હવે આતંકનો જવાબ તરત, સચોટ અને સતત કાર્યવાહીથી અપાશે. તેવો સ્પષ્ટ સંકેત તેમને આપ્યો છે.

PM Modi થોડીવારમાં દાહોદમાં સભા સંબોધશે

May 26, 2025 12:58 pm

PM Modi થોડીવારમાં દાહોદમાં સભા સંબોધશે. હાલ વડાપ્રધાન મોદીએ રેલવે મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું લોકાર્પણ કર્યું છે તથા વંદેભારત ટ્રેનને લીલી ઝંડી આપી છે.

PM મોદીને દાહોદમાં ઓપરેશન સિંદૂરની ફોટો ફ્રેમ ભેટ આપવામાં આવી

May 26, 2025 12:58 pm

વડાપ્રધાન મોદી દાહોદ પહોંચ્યા છે. દાહોદમાં વડાપ્રધાનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ઓપરેશન સિંદૂરની ફોટો ફ્રેમ વડાપ્રધાનને ભેટ કરવામાં આવી છે. વડાપ્રધાનની સાથે આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા છે.

PM મોદીએ દાહોદમાં રેલવે મેન્યૂફેક્ચરિંગ પ્લાન્ટનું લોકાર્પણ કર્યું, સાબરમતીથી વેરાવળની વંદેભારત ટ્રેનને લીલી ઝંડી આપી

May 26, 2025 11:56 am

દાહોદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી રેલ મંત્રાલય દ્વારા રૂ. 21,405 કરોડના ખર્ચે નિર્માણ થયેલ લોકો મેન્યુફેક્ચરીંગ શોપ-રોલિંગ સ્ટોક વર્કશોપનું લોકાર્પણ કરવાની સાથે આણંદ-ગોધરા, મહેસાણા પાલનપુર, રાજકોટ-હડમતીયા રેલ લાઇનના ડબલિંગ કામ,સાબરમતી-બોટાદ 107 કિ.મી. રેલ લાઈન ઇલેક્ટ્રિફ્કિેશન અને કલોલ-કડી-કટોસણ રેલ લાઈન ગેજ પરિવર્તનના કુલ રૂ.2287 કરોડના કામો સહિત રેલવેના કુલ રૂ. 23,692 કરોડના કામોનું લોકાર્પણ કરશે. વડાપ્રધાન દાહોદમાં 9000 HPનું પ્રથમ લોકોમોટિવ એન્જિન દેશને સમર્પિત કરશે.

આવતીકાલે ગાંધીનગરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો રોડ-શો યોજાશે

May 26, 2025 11:43 am

આવતીકાલે ગાંધીનગરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો રોડ-શો યોજાશે. જેમાં સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડનના અભિલેખાગારથી મહાત્મા મંદિર સુધીનો 2 કિમો મીટરનો રોડ-શો યોજાશે. ઓપરેશન સિંદૂર પછી પહેલી વખત પ્રધાનમંત્રી ગાંધીનગર આવશે. હજારોની સંખ્યામાં લોકો પ્રધાનમંત્રીને આવકારવા રોડ-શોમાં જોડાશે. તથા 1500 થી 2000 પોલીસ કર્મચારીઓ રોડ-શો પર સુરક્ષામાં તૈનાત રહેશે. તેમજ ઓપરેશન સિંદૂરની થીમ પર રોડ-શોનો રૂટ તૈયાર કરાયો છે.

દાહોદમાં 2000થી વધુ મહિલાઓ એક જેવી સાડી પહેરી સભામાં પહોંચી

May 26, 2025 11:22 am

દાહોદમાં મહિલાઓમાં ખૂબજ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 2000થી વધુ મહિલાઓ એક પ્રકારની સાડી પહેરીને તિરંગા ઝંડા સાથે સભામાં પહોંચી છે.

વડોદરામાં ભવ્ય રોડ-શો બાદ PM Modi દાહોદ જવા રવાના થયા

May 26, 2025 10:52 am

સેનાના શૌર્યને બિરદાવવા વડોદરામાં PM Modi ના ભવ્ય રોડ-શો બાદ દાહોદ જવા રવાના થયા છે. જેમાં PM મોદીનો રોડ શો માત્ર 10 મિનિટમાં પૂર્ણ થઈ ગયો છે. તેઓ રોડ શોના રૂટ પર કયાંય ઉભા રહ્યા નથી.

PM Modi નું વડોદરા એરપોર્ટ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સી.આર.પાટીલે સ્વાગત કર્યું

May 26, 2025 10:45 am

ભારતના નાયકો માટે વૈશ્વિક સમર્થન!

May 26, 2025 10:43 am

પીએમ મોદીના રોડ શોમાં જનમેદની ઉમટી

May 26, 2025 10:17 am

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વડોદરામાં ભવ્ય રોડ શો યોજાઇ રહ્યો છે. જેમાં ઓપરેશન સિંદૂર બાદ પહેલીવાર PM Modi ગુજરાત પ્રવાસે છે. PM નરેન્દ્ર મોદીએ જનતાનું અભિવાદન ઝીલ્યું છે. તથા પીએમ મોદીના રોડ શોમાં જનમેદની ઉમટી છે.

PM Modi કેસરી કોટીમાં વડોદરા પહોંચ્યા

May 26, 2025 10:09 am

PM Modi કેસરી કોટીમાં વડોદરા પહોંચ્યા છે. જેમાં વડોદરા દેશભક્તિના રંગે રંગાયુ છે. તથા સોફિયા કુરેશીની બહેને PM Modiનું સ્વાગત કર્યું છે. તથા રોડ શોમાં શહેરીજનો ઉમટ્યા છે.

PM મોદી અમદાવાદમાં સાંજે કરશે રોડ શો

May 26, 2025 9:21 am

ઓપરેશન સિંદૂર બાદ પહેલી વાર PM મોદીનો ગુજરાત પ્રવાસ. જેમાં વડોદરા, દાહોદ, ભુજ અને અમદાવાદની મુલાકાત લેશે. તથા PM મોદી અમદાવાદમાં સાંજે કરશે રોડ શો. PM મોદીના રોડ શોને લઈને તૈયારીઓને અપાયો આખરી ઓપ

વડોદરામાં PM Modiના સ્વાગતની તૈયારી શરૂ થઇ ગઇ

May 26, 2025 9:19 am

વડોદરામાં PM Modiના સ્વાગતની તૈયારી શરૂ થઇ ગઇ છે. જેમાં થોડીવારમાં PM Modi વડોદરા ખાતે આવી પહોંચશે. જેમાં મોટી સંખ્યામાં લોકો પહોંચ્યાં છે. તથા કાર્યક્રમમાં કર્નલ સોફિયાનો પરિવાર હાજર રહેશે.

વડોદરામાં એરપોર્ટથી એરફોર્સ ગેટ સુધી એક કિલો મીટરનો રોડ શો યોજાશે

May 26, 2025 8:27 am

PM મોદી સવારે 10 વાગ્યા આસપાસ વડોદરા એરપોર્ટ ખાતે આવશે. એરપોર્ટથી એરફોર્સ ગેટ સુધી એક કિલોમીટરનો રોડ શો કરશે. આ રોડ શોમાં શહેર અને જિલ્લાની મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહેશે. અંદાજીત 15 મિનિટનો કાર્યક્રમ રહેશે. મોટી સંખ્યામાં શહેરીજનો આ કાર્યક્રમમાં જોડાશે.

PM Modi ગુજરાતમાં 3 રોડ શો અને 2 જાહેરસભા કરશે

May 26, 2025 7:36 am

ઓપરેશન સિંદૂર બાદ PM મોદી પહેલીવાર 26-27મેના રોજ હોમ સ્ટેટ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ દાહોદ, ભુજ અને ગાંધીનગરમાં વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે. આ પ્રવાસ દરમિયાન 26મે(આજે)ના રોજ ભુજમાં 53,414 કરોડના ખર્ચે 33 વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. જ્યારે વડોદરા, ભુજ અને અમદાવાદમાં રોડ શો કરશે. વડોદરાના રોડ શો દરમિયાન કર્નલ સોફિયાનો પરિવાર પણ હાજરી આપશે.

વડાપ્રધાન @narendramodi ના આજના ગુજરાતમાં જાહેર કાર્યક્રમ

May 26, 2025 7:33 am

વડોદરાથી PM હેલિકોપ્ટર મારફતે દાહોદ પહોંચશે

May 26, 2025 7:33 am

વડોદરાથી PM હેલિકોપ્ટર મારફતે દાહોદ પહોંચશે તથા બપોરે 12 કલાકે જાહેર કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. તેમજ 20 હજાર કરોડના વિવિધ વિકાસકાર્યોની ભેટ આપશે. દાહોદના કાર્યક્રમ બાદ વડોદરા એરપોર્ટ પરત ફરશે.

ગુજરાતના પનોતા પુત્ર એવા PM મોદી વતન પ્રવાસે

May 26, 2025 7:20 am

ગુજરાતના પનોતા પુત્ર એવા PM મોદી વતન પ્રવાસે છે. જેમાં વડાપ્રધાન મોદી આજથી બે દિવસ ગુજરાત પ્રવાસે છે. ઓપરેશન સિંદૂર બાદ પ્રથમ વખત ગુજરાત પ્રવાસે છે. સવારે 10 કલાકે તેઓ વડોદરા એરપોર્ટ પહોંચશે.

ગુજરાતના પનોતા પુત્ર એવા PM મોદી વતન પ્રવાસે

May 26, 2025 7:19 am

ગુજરાતના પનોતા પુત્ર એવા PM મોદી વતન પ્રવાસે છે. જેમાં વડાપ્રધાન મોદી આજથી બે દિવસ ગુજરાત પ્રવાસે છે. ઓપરેશન સિંદૂર બાદ પ્રથમ વખત ગુજરાત પ્રવાસે છે. સવારે 10 કલાકે તેઓ વડોદરા એરપોર્ટ પહોંચશે.

This Live Blog has Ended
Advertisement

.

×