Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Code of Conduct : સાબરકાંઠા અને અરવલ્લીમાં સરકારી મિલકતો પરથી 9231 પોસ્ટર,બેનર અને લખાણો દૂર કરાયા

Code of Conduct : લોકસભાની ચૂંટણી જાહેર થતાં જ આચાર સંહિતા (Code of Conduct)નો અમલ શરૂ થઈ ગયો છે. ત્યારે ચૂંટણી વિભાગ દ્વારા સાબરકાંઠા બેઠકના 14 તાલુકામાં સરકારી અને ખાનગી જગ્યાઓ ઉપરથી પ્રચારાત્મક સામગ્રીઓ હટાવવા કાર્યવાહી કરવામાં આવી હતી. છેલ્લા...
code of conduct   સાબરકાંઠા અને અરવલ્લીમાં સરકારી મિલકતો પરથી 9231 પોસ્ટર બેનર અને લખાણો દૂર કરાયા
Advertisement

Code of Conduct : લોકસભાની ચૂંટણી જાહેર થતાં જ આચાર સંહિતા (Code of Conduct)નો અમલ શરૂ થઈ ગયો છે. ત્યારે ચૂંટણી વિભાગ દ્વારા સાબરકાંઠા બેઠકના 14 તાલુકામાં સરકારી અને ખાનગી જગ્યાઓ ઉપરથી પ્રચારાત્મક સામગ્રીઓ હટાવવા કાર્યવાહી કરવામાં આવી હતી. છેલ્લા બે દિવસમાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં સરકારી મિલકતો પરથી 9231 પોસ્ટર,બેનર,ભીંતચિત્રો હટાવવામાં આવ્યા છે. જ્યારે ખાનગી મિલકતો પરથી પણ બે હજાર કરતાં વધુ પોસ્ટર,બેનર અને વૉલ પેપર દુર કરવામાં આવ્યા હતા.

Advertisement

સાબરકાંઠા જિલ્લામાં લખાણો દુર કરાયા

આચાર સંહિતાના અમલના ભાગરૂપે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં સરકારી અને ખાનગી મિલકતો પરથી પ્રચારાત્મક સાગ્રીઓ હટાવવામાં આવી હતી. સાબરકાંઠા જિલ્લામાં ચૂંટણી વિભાગે સરકારી અને ખાનગી મિલકતો પરથી પોસ્ટર,બેનર,વૉલ પેપર સહિતની સામગ્રીઓ હટાવી હતી. આચાર સંહિતા અમલમાં આવતાં જ અત્યાર સુધીમાં જિલ્લામાં 1218 પોસ્ટર, 709 બેનર, 2910 વૉલ પેઈન્ટીંગ તેમજ અન્ય 1197 લખાણો મળી 5934 વસ્તુઓ સરકારી મિલકતો પરથી દુર કરવામાં આવી હતી. જ્યારે ખાનગી મિલકતો પરથી જિલ્લામાં 539 પોસ્ટર, 377 બેનર, 191 વૉલ પેઈન્ટીંગ તેમજ અન્ય 884 મળી કુલ 1991 પ્રચારાત્મક સામગ્રી દુર કરવામાં આવી હતી.

Advertisement

અરવલ્લી જિલ્લામાં પણ લખાણો દુર કરાયા

અરવલ્લી જિલ્લામાં સરકારી મિલકતો પરથી 1187 પોસ્ટર, 1038 ભીંતચિત્રો દુર કરાયા હતા. જ્યારે ખાનગી મિલકત ઉપરના 7 પોસ્ટર,6 બેનર, 36 ભીંતચિત્રો સહિત પ્રચારક લખાણ દુર કરવામાં આવ્યા હતા. આચાર સંહિતા અમલમાં આવતાં જ બેનર,પોસ્ટર,ઝંડી,હોર્ડિંગ્સ અને ભીંત લખાણો દુર કરવા માટે સંબધિત નોડલ અધિકારી એમ.એમ.સીને સૂચનાઓ આપવામાં આવી હતી. અરવલ્લીમાં આઠ આસિસ્ટન્ટ નોડલ ઓફિસરની નિમણૂંકો કરવામાં આવી છે. બંને જિલ્લામાં શનિવાર બપોરે ત્રણ વાગ્યાથી જ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ચૂંટણી વિભાગ દ્વારા આચાર સંહિતાનો અમલ શરૂ કરી દેવામાં આવ્યો હતો. સરકારી અને ખાનગી જગ્યાઓ ઉપરથી પ્રચાર સામગ્રી હટાવી દેવા માટે ટીમો કામે લાગી દેવામાં આવી હતી. બીજી તરફ બંને જિલ્લામાં ક્યાંય પણ ચૂંટણીલક્ષી ફરિયાદ હોય તો તે માટેના ટોલ ફ્રી નંબરો પણ જાહેર કરી દેવામાં આવ્યા છે.

અહેવાલ----યશ ઉપાધ્યાય, હિંમતનગર 

આ પણ વાંચો------ Bihar : NDA વચ્ચે સીટ શેરિંગ ફાઈનલ, BJP 17 અને JDU 16 સીટો પર ચૂંટણી લડશે…

આ પણ વાંચો---- PM MODI : ‘શક્તિ’ માટે જાન ખપાવી દઇશ

Tags :
Advertisement

.

×