Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Maharashtraના રાજકારણમાં નવાજૂનીના સંકેત

Maharashtra : લોકસભા ચૂંટણી બાદ કેન્દ્ર સરકારની રચનાના ધમધમાટ વચ્ચે મહારાષ્ટ્ર (Maharashtra)માં પણ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. અજિત પવાર એનસીપીના ધારાસભ્યો અને પાર્ટીના અન્ય નેતાઓ સાથે બેઠક યોજી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર અજિત પવાર જૂથના 10થી 15...
maharashtraના રાજકારણમાં નવાજૂનીના સંકેત
Advertisement

Maharashtra : લોકસભા ચૂંટણી બાદ કેન્દ્ર સરકારની રચનાના ધમધમાટ વચ્ચે મહારાષ્ટ્ર (Maharashtra)માં પણ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. અજિત પવાર એનસીપીના ધારાસભ્યો અને પાર્ટીના અન્ય નેતાઓ સાથે બેઠક યોજી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર અજિત પવાર જૂથના 10થી 15 ધારાસભ્યો શરદ પવારના સંપર્કમાં છે. મુખ્યમંત્રી એકનાથ શિંદે ટૂંક સમયમાં કેબિનેટ વિસ્તરણ ઈચ્છે છે. ફડણવીસ અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી, તેઓ આ પદ પર ચાલુ રહે તેવી શક્યતા છે.

Advertisement

NCP અજીત જૂથના ધારાસભ્યો બળવાના મૂડમાં

લોકસભાના પરિણામ બાદ મહારાષ્ટ્રના રાજકારણમાં ભારે હલચલ જોવા મળી રહી છે. જે રીતે પરિણામો આવ્યા છે તે જોતા હવે
NCP અજીત જૂથના ધારાસભ્યો બળવાના મૂડમાં જોવા મળી રહ્યા છે. સુત્રોએ દાવો કર્યો છે કે NCP અજીત જૂથના 10થી 12 ધારાસભ્યો શરદ પવારના સંપર્કમાં છે.

Advertisement

10થી 12 ધારાસભ્યો શરદ પવારના સંપર્કમાં

સુત્રોએ કહ્યું કે 10થી 12 ધારાસભ્યો શરદ પવારના સંપર્કમાં છે. કેટલાક અસંતુષ્ટ MLAની સુપ્રિયા સુલે સાથે વાતચીત થઇ છે અને તેને જોતાં અજીત પવારના નિવાસ સ્થાને હાલ મહત્વની બેઠક ચાલી રહી છે.

Advertisement

મહારાષ્ટ્રના રાજકારણમાં નવાજૂનીના સંકેત

ઉલ્લેખનિય છે કે અજીત પવારને NCPના 40 ધારાસભ્યોનું સમર્થન છે જ્યારે શરદ પવાર પાસે હાલમાં 10 ધારાસભ્યોનું સંખ્યાબળ છે. મહારાષ્ટ્રમાં ભાજપની પણ કારમી હાર થઇ છે અને તેને જોતાં DyCM પદેથી દેવેન્દ્ર ફડણવીસે બુધવારે રાજીનામાની ઓફર કરી હતી તો બીજી તરફ શિવસેના શિંદે જૂથનું પણ લોકસભામાં નબળું પ્રદર્શન જોવા મળ્યું છે. આ તમામ પરિબળોને જોઇએ તો મહારાષ્ટ્રના રાજકારણમાં નવાજૂનીના સંકેત જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો---- સરકાર બને તે પહેલાં જ JDUનું ચોંકાવનારું નિવેદન

આ પણ વાંચો---- Result 2024 : દિલ્લીમાં ભાજપે અચાનક બોલાવી મોટી બેઠક..!

આ પણ વાંચો---- NDA : નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુ રમશે મ્યુઝિકલ ચેર, ભૂલથી જો જૂની વાતો યાદ આવશે તો…

Tags :
Advertisement

.

×