Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

AHMEDABAD : અમિત શાહના VIRAL VIDEO અંગે MLA જીગ્નેશ મેવાણીના PA સહિત એકની ધરપકડ

AMIT SHAH FAKE VIRAL VIDEO : ગૃહમંત્રી અમિત શાહનો ફેક વીડિયો વાયરલ ( VIRAL VIDEO ) કરવામાં આવ્યો હતો. ગૃહ મંત્રીના આ વીડિયોમાં અનામત અંગે એડિટેડ વીડિયો હોવાના મુદ્દે FIR દાખલ કરવામાં આવી હતી. રવિવારે દિલ્હી પોલીસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત...
ahmedabad   અમિત શાહના viral video અંગે mla જીગ્નેશ મેવાણીના pa સહિત એકની ધરપકડ

AMIT SHAH FAKE VIRAL VIDEO : ગૃહમંત્રી અમિત શાહનો ફેક વીડિયો વાયરલ ( VIRAL VIDEO ) કરવામાં આવ્યો હતો. ગૃહ મંત્રીના આ વીડિયોમાં અનામત અંગે એડિટેડ વીડિયો હોવાના મુદ્દે FIR દાખલ કરવામાં આવી હતી. રવિવારે દિલ્હી પોલીસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના એડિટેડ વીડિયો અંગે FIR નોંધી હતી. આ વીડિયોમાં અમિત શાહ એસસી-એસટી અને ઓબીસીની અનામતને ખતમ કરવાની વાત કરતા જોવા મળે છે. જો કે ન્યૂઝ એજન્સી પીટીઆઈના ફેક્ટ ચેકમાં આ વીડિયો નકલી સાબિત થયો છે. હવે ગૃહમંત્રી અમિત શાહના આ વિડીયોને લઈને અમદાવાદથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે અમિત શાહની સભાના વીડિયોને ખોટી રીતે વાયરલ કરનારની ધરપકડ કરી છે.

Advertisement

આપનો કાર્યકર્તા અને જીગ્નેશ મેવાણીના PA ની ધરપકડ

Advertisement

અમિત શાહના ફેક વિડીયોને લઈને અમદાવાદ સાયબર ક્રાઈમ  બ્રાન્ચ હવે સક્રિય બની છે. અમદાવાદની સાયબર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વિડીયો વાયરલ કરનાર બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પ્રાપ્ત અહેવાલો અનુસાર, આ બે આરોપી પૈકી એક આરોપી આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા છે તો અન્ય બીજો આરોપી જીગ્નેશ મેવાણીનો PA હોવાનું સામે આવ્યું છે. આ બંને આરોપીઓએ કેન્દ્ર ગૃહમંત્રીની જાહેર સભાના વીડિયોને એડિટ કરી વાયરલ કર્યો હતો.

આરોપીઓ સામે આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધાયો

AMIT SHAH FAKE VIRAL VIDEO

AMIT SHAH FAKE VIRAL VIDEO

Advertisement

અમિત શાહનો ફેક વિડીયો એડિટ કરનાર આ બને આરોપીઓએ પાલનપુર અને લીમખેડાની સભાના વીડિયોને એડિટ વાયરલ કર્યા હતા. વોટ્સએપ ગ્રુપમાં આ વિડિયો આવતા ફેસબુક પર મૂકવામાં આવ્યો હતો અને વાયરલ કરવામાં આવ્યો હતો. નોંધનીય છે કે, આ મામલા હેઠળ વધુ તપાસ માટે એફએસએલની પણ મદદ લેવામાં આવશે. હાલ બન્ને શખસોના મોબાઈલ કબ્જે કરી પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઇ છે. બને આરોપીઓ સામે આઈટી એક્ટ હેઠળ ૧૫૩, ૧૫૩એ ૧૭૧જી, ૪૬૯, ૫૦૫. ૧બી આઇટી એક્ટ ૬૬સી સહિત ની કલમો હેઠળ ગુનો નોધાયો છે.

આ પણ વાંચો : VADODARA : સિગારેટના પૂરા પૈસા માંગતા યુવકે બંદુક કાઢી

Tags :
Advertisement

.