Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Cabinet : આજે અંતિમ મહોર લાગશે નવા મંત્રીઓના નામ પર

Cabinet : નરેન્દ્ર મોદી 9 જૂન, રવિવારે ત્રીજી વખત પીએમ તરીકે શપથ લેશે. PM મોદી સતત ત્રીજી વખત શપથ ગ્રહણ કરે તે પહેલા રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (NDA)ના નવા ચૂંટાયેલા સાંસદ કેબિનેટ (Cabinet) મંત્રીઓની યાદીને અંતિમ રૂપ આપવા માટે આજે એક...
cabinet   આજે અંતિમ મહોર લાગશે નવા મંત્રીઓના નામ પર
Advertisement

Cabinet : નરેન્દ્ર મોદી 9 જૂન, રવિવારે ત્રીજી વખત પીએમ તરીકે શપથ લેશે. PM મોદી સતત ત્રીજી વખત શપથ ગ્રહણ કરે તે પહેલા રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (NDA)ના નવા ચૂંટાયેલા સાંસદ કેબિનેટ (Cabinet) મંત્રીઓની યાદીને અંતિમ રૂપ આપવા માટે આજે એક મહત્વપૂર્ણ બેઠક યોજાશે જેમાં કયા મંત્રીઓ શપથ લેશે તે નક્કી કરવામાં આવશે. રવિવારે સાંજે 7.15 કલાકે રાષ્ટ્રપતિ ભવન ખાતે પીએમ મોદી અને તેમના નવા કેબિનેટ સભ્યોના શપથ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે કોંગ્રેસના દિગ્ગજ નેતા જવાહરલાલ નેહરુ બાદ પીએમ મોદી ત્રીજા વડાપ્રધાન બાદ પીએમ પદના શપથ લેનારા બીજા વડાપ્રધાન હશે. જો કે જે સમાચાર મળી રહ્યા છે કે ટીડીપી મંત્રીમંડળમાં સામેલ નહીં થાય. ટીડીપીએ આંધ્રપ્રદેશના વિકાસના કામમાં મદદ કરવાનું જણાવ્યું છે.

Tags :
Advertisement

.

×